સાહિર લુધિયાનવી
અબ્દુલ હયી (૮ માર્ચ ૧૯૨૧ — ૨૫ ઓક્ટોબર ૧૯૮૦) કે જેઓ તેમના તખ્ખલુસ નામ સાહિર લુધિયાનવીથી વધુ જાણીતા છે, ભારતીય કવિ, ફિલ્મ ગીતકાર હતા. તેમનું યોગદાન મુખ્યત્ત્વે હિન્દી અને ઉર્દૂમાં હતું.[૧]
સાહિર લુધિયાનવી | |
---|---|
૨૦૧૩ની ટપાલ ટિકિટ પર સાહિર લુધિયાનવી | |
જન્મ | અબ્દુલ હયી 8 March 1921 લુધિયાણા, પંજાબ પ્રાંત, બ્રિટીશ ભારત |
મૃત્યુ | 25 October 1980 મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત | (ઉંમર 59)
વ્યવસાય | કવિ, ગીતકાર, લેખક |
નાગરિકતા | ભારતીય |
સાહિત્યિક ચળવળ | પ્રગતિશીલ લેખક સંઘ |
નોંધપાત્ર પુરસ્કારો | પદ્મશ્રી પુરસ્કાર ૧૯૭૧ ફિલ્મફેર એવોર્ડ (૧૯૬૪ અને ૧૯૭૭) |
તેમના સાહિત્યિક પ્રદાને ભારતીય સિનેમાને, ખાસ કરીને હિન્દી ફિલ્મોને ખૂબ જ પ્રભાવિત કર્યું.[૨] સાહિરને તાજમહલ (૧૯૬૩) તથા કભી કભી (૧૯૭૬) ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ ગીતકારનો ફિલ્મફેર પુરસ્કાર પ્રાપ્ત થયો. ૧૯૭૧માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.[૩][૪]૮ માર્ચ ૧૯૧૩ના રોજ સાહિરની ૯૦મી વર્ષગાંઠ પર તેમના સન્માનમાં ભારતીય ટપાલ વિભાગ દ્વારા એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી.[૫]
જીવન પરિચય
ફેરફાર કરોપ્રારંભિક જીવન અને શિક્ષણ
ફેરફાર કરોસાહિરનો જન્મ ૮ માર્ચ ૧૯૨૧ના રોજ કરીમપુરા, લુધિયાણા, પંજાબ ખાતે મુસ્લિમ ગુજ્જર પરીવારમાં થયો હતો.[૬] આ જ કારણથી તેમને તેમના તખ્ખલુસ નામમાં લુધિયાનવી જોડી દીધું હતું. તેમની માતા સરદાર બેગમ તેમના પતિથી અલગ થઈ ગયા અને ભરણપોષણનો દાવો કર્યો. ૧૯૩૪માં સાહિરના પિતાએ પુનર્લગ્ન કરીને પુત્ર સાહિરના કબજા માટે અદાલતમાં દાવો માંડ્યો. અમેરિકા સ્થિત લેખક સુરિન્દર દેઓલ દ્વારા લિખિત સાહિર : અ લીટરરી પોર્ટ્રેટ (ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ) શીર્ષકથી તેમનું જીવનવૃતાંત પ્રકાશિત કરાયું છે. આ પુસ્તકમાં પાકિસ્તાની કવિ અહમદ રાહી કે જે પાછલા કેટલાક વર્ષોથી સાહિરના મિત્ર રહ્યા હતા, સાહિરના જીવન વિશે સંક્ષિપ્તમાં જણાવે છે કે, "સાહિર તેના પૂરા જીવનમાં તેની માતાને ખૂબ ચાહે છે અને પિતાને નફરત કરે છે."[૪][૭]
સાહિરનું પ્રારંભિક શિક્ષણ ખાલસા હાઈસ્કૂલ, લુધિયાણા ખાતે થયું. બાદમાં તેમણે ગવર્મેન્ટ કોલેજ, લુધિયાણામાં પ્રવેશ મેળવ્યો.[૮] કોલેજ અભ્યાસ દરમિયાન તેઓ તેમની ગઝલ, ઉર્દૂ નઝમ તથા ભાવપૂર્ણ ભાષણો માટે લોકપ્રિય હતા.[૯]
વિભાજન
ફેરફાર કરો૧૯૪૩માં સાહિર લાહોરમાં સ્થાયી થયા. અહીં તેમણે ૧૯૪૫માં પોતાનો પહેલો ઉર્દૂ સંગ્રહ તલખિયાં (કડવાહટ) પ્રકાશિત કર્યો. સાહિરે અદફ–એ–લતીફ, શાહકાર, સવેરા જેવી ઉર્દૂ પત્રિકાઓનું સંપાદન કર્યું[૯][૧] અને પ્રગતિશીલ લેખક સંઘના સભ્ય બન્યા. સામ્યવાદના સમર્થનમાં તેમણે આપેલા વિવાદાસ્પદ નિવેદનના કારણે પાકિસ્તાન સરકાર દ્વારા ધરપકડ માટે વોરંટ બહાર પાડવામાં આવ્યું હતું. વિભાજન બાદ ૧૯૪૯માં સાહિર લાહોર છોડી દિલ્હી આવી ગયા હતા પરંતુ બે માસ બાદ મુંબઈમાં સ્થાયી થયા હતા.[૯] બાદમાં તેઓ મુંબઈના અંધેરી વિસ્તારમાં સ્થાયી થયા હતા જ્યાં તેમના પડોશીઓમાં શાયર અને ગીતકાર ગુલઝાર તથા ઉર્દૂ સાહિત્યકાર કૃષ્ણ ચંદર હતા. ૧૯૭૦ના દશકમાં સાહિરે પરછાઈયાં નામનો બંગલો બંધાવ્યો અને મૃત્યુપર્યંત ત્યાં જ નિવાસ કર્યો
અંગત જીવન
ફેરફાર કરોતેમના જીવનમાં કેટલીક સ્ત્રીઓ હતી અલબત તેઓ આજીવન અપરણિત રહ્યા હતા.[૧][૧૦][૧૧]અમૃતા પ્રિતમ સાથેના તેમના પ્રેમસંબંધો ચર્ચાનો વિષય રહ્યા હતા. સમાચાર માધ્યમો પ્રમાણે અમૃતા તેમના પર એટલા મુગ્ધ હતા કે સાહિર દ્વારા છોડી દેવાયેલી સિગારેટનો કસ ખેચતા હતા.[૧] એક સમયે તેમનું નામ પાકિસ્તાની નવલકથાકાર હાજીરા મસરૂર સાથે પણ જોડાયું હતું.
અવસાન
ફેરફાર કરો૨૫ ઓક્ટોબર ૧૯૮૦ના રોજ ૫૯ વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલાના કારણે તેમનું અવસાન થયું હતું.[૧] તેમને જુહૂ સ્થિત કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા.[૧૨]
કારકિર્દી
ફેરફાર કરોતેમણે આઝાદી કી રાહ પર (૧૯૪૯) ફિલ્મમાં ચાર ગીતોથી ભારતીય સિનેમામાં ગીતકાર તરીકે પ્રદાર્પણ કર્યું. ફિલ્મ અને તેના ગીતો બન્નેની કોઈ નોંધ ન લેવાઈ. પરંતુ ૧૯૫૧માં નૌજવાન ફિલ્મમાં સંગીતકાર એસ.ડી. બર્મન સાથે કામ કર્યા બાદ તેમને ઓળખ મળી. સાહિરને મોટી સફળતા બાઝી (૧૯૫૧) ફિલ્મથી મળી. ફિલ્મનું સંગીત એસ.ડી. બર્મન આપ્યું હતું. ત્યારબાદ સાહિર ગુરુદત્તની ટીમનો હિસ્સો ગણાવા લાગ્યા. બર્મન સાથે સાહિરની અંતિમ ફિલ્મ પ્યાસા (૧૯૫૭) હતી. ફિલ્મમાં ગુરુદત્તે વિજય નામના શાયરનું પાત્ર ભજવ્યું હતું. પ્યાસા ફિલ્મ બાદ બર્મન અને સાહિર વચ્ચે કલાત્મક અને કરાર સંબંધિત મતભેદો થવાના કારણે બન્ને અલગ પડ્યા.[૧૩]
સાહિરે સંગીતકાર રવિ, રોશનલાલ, ખય્યામ અને દત્તા નાયકના સંગીત નિર્દેશનમાં કામ કર્યું. દત્તા નાયક સાહિરની કવિતાના પ્રશંસક પણ હતા અને બન્નેએ મિલાપ (૧૯૫૫), ચંદ્રકાન્તા (૧૯૫૬), સાધના (૧૯૫૮), ધૂલ કા ફૂલ (૧૯૫૯)માં સાથે કામ કર્યું. સાહિરે લક્ષ્મીકાંત–પ્યારેલાલ સાથે મન કી આંખે, ઈજ્જત, દાસ્તાન અને યશ ચોપરાની દાગ જેવી ફિલ્મો કરી. ૧૯૫૦થી તેમના મૃત્યુ સુધી સાહિરે ફિલ્મ નિર્માતા અને નિર્દેશક બી. આર. ચોપરા સાથે કામ કર્યું. ચોપરા સાથેની તેમની અંતિમ ફિલ્મ ઈન્સાફ કા તરાજૂ હતી.
૧૯૫૮માં સાહિરે રમેશ સહેગલની ફિલ્મ ફિર સુબહ હોગીના ગીતો લખ્યા જે ફ્યોદોર દોસ્તોવ્સ્કીની નવલકથા ક્રાઈમ એન્ડ પનીશમેન્ટ પર આધારીત હતી. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા રાજ કપૂરે ભજવી હતી. ફિલ્મનું સંગીત ખય્યામે તૈયાર કર્યું હતું. ફિલ્મનું મુખ્ય ગીત વો સુબહ કભી તો આયેગી... ખૂબ જ લોકપ્રિય રહ્યું હતું. ખય્યામે સાહિર સાથે કભી કભી અને ત્રિશૂલ સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ Sahir Ludhianvi - Profile on Cineplot.com website સંગ્રહિત ૨૦૧૯-૧૧-૧૪ ના રોજ વેબેક મશિન Published 22 July 2010, Retrieved 14 November 2019
- ↑ Coppola C. "Politics, Social Criticism and Indian Film Songs: The Case of Sahir Ludhianvi." Journal of Popular Culture 1977 10(4) p896-902. "Perhaps the best known and certainly the most legendary songwriter in Indian films today is Sahir Ludhianvi." Accessed 8 July 2015.
- ↑ Sahir Ludhianvi's Padma Shri and Filmfare Awards on GoogleBooks website Accessed 15 November 2019
- ↑ ૪.૦ ૪.૧ Nawaid Anjum (25 October 2019). "Sahir's poetry is a beacon of hope". The Indian Express (newspaper). મેળવેલ 15 November 2019.
- ↑ "President releases a Commemorative Postage Stamp on Sahir Ludhianvi." Public Information Bureau, Government of India, Published 8 March 2013, Accessed 14 November 2019
- ↑ "Sahir: The poet lives on" Tribune India (newspaper), Published 24 October 2004, Accessed 14 November 2019
- ↑ Pandit P. Sahir Ludhianvi: Life Sketch and Poetry Rajpal and sons, 1995, p12.
- ↑ "Sahir memorial." Tribune India.com 1 June 2005.
- ↑ ૯.૦ ૯.૧ ૯.૨ "Biography – Sahir Ludhyanvi." Urdu Poetry.com website, Accessed 14 November 2019
- ↑ Pritam A. Rasidi Tikat
- ↑ "‘तुम्हारे शहर में आए हैं हम, साहिर कहां हो तुम’ (साहिर-1)" સંગ્રહિત ૨૦૨૦-૦૮-૦૭ ના રોજ વેબેક મશિન The Bhopal Post July 2010.
- ↑ Jaisinghani B. "Rafi, Madhubala don't rest in peace here." The Times of India 11 February 2010. Accessed 14 November 2019
- ↑ Saran S. "Ten Years with Guru Dutt – Abrar Alvi’s Journey." p111-112.