રાજ કપૂર
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
ધ શો-મેન તરીકે પણ જાણીતા, રણબીરરાજ "રાજ" કપૂર (હિંદી: राज कपूर, ઉર્દૂ: راج کپُور, પંજાબી: ਰਾਜ ਕਪੂਰ, ; 14 ડિસેમ્બર 1924 - 2 જૂન 1988), ભારતીય ફિલ્મ અભિનેતા, નિર્માતા અને હિન્દી સિનેમાના નિર્દેશક હતા.[૧] તેઓ નવ ફિલ્મફેર પુરસ્કારના વિજેતા હતા , જયારે તેમની ફિલ્મો આવારા (1951) અને બૂટ પોલિશ (1954) પલ્મે ડી'ઓર અને કેન્સ ફિલ્મ ઉત્સવ માટે નામાંકિત થઇ હતી. ભારત સરકારે તેમને 1971માં પદ્મ ભૂષણ અને 1987માં ભારતીય સિનેમા પ્રત્યેના તેમના યોગદાન બદલ દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કર્યા હતા.
રાજ કપૂર | |
---|---|
જન્મ | ૧૪ ડિસેમ્બર ૧૯૨૪ પેશાવર |
મૃત્યુ | ૨ જૂન ૧૯૮૮ |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | ફિલ્મ અભિનેતા |
શરૂઆતનું જીવન અને પૂર્વભૂમિકા
ફેરફાર કરોરાજ કપૂરનો જન્મ પેશાવર, બ્રિટિશ ભારત (આજનું પાકિસ્તાન)માં થયો હતો, તેઓ અભિનેતા પૃથ્વીરાજ કપૂર અને રામશરણી (રમા) દેવી કપૂર (ઉર્ફ મેહરા)ના સંતાન હતા. તેઓ એક પંજાબી પરિવારમાં છ બાળકોમાં સૌથી મોટા હતા.[૨][૩][૪] તેઓ પ્રખ્યાત કપૂર પરિવારનો હિસ્સો એવા, દિવાન બશેશ્વરનાથ કપૂરના પૌત્ર અને દિવાન કેશવમલ કપૂરના પ્રપૌત્ર હતા. રાજના બે ભાઈઓ અભિનેતા છે શશી કપૂર (ઉર્ફ બલબીર રાજ કપૂર ) અને શમ્મી કપૂર (ઉર્ફ સમશેરરાજ કપૂર); બીજા બે ભાઈઓ બાલ્યાવસ્થામાં મરણ પામ્યાં. તેઓને ઉર્મિલા સિઆલ નામની એક બહેન પણ હતી.
રાજ કપૂરે 1930ના સમયમાં કર્નલ બ્રાઉન કેમ્બ્રીજ સ્કૂલ, દેહરાદૂનમાં અભ્યાસ કર્યો હતો.
કારકિર્દી
ફેરફાર કરોઅગિયાર વર્ષની વયે, તેઓ ફિલ્મોમાં પ્રથમ વાર 1935ની ફિલ્મ ઇન્કલાબ માં દેખાયા. બીજા 12 વર્ષ ઘણી ફિલ્મોમાં અભિનય કર્યા બાદ, નીલ કમલ (1947)માં રાજ કપૂરે નાયકની ભૂમિકા ભજવવાની તક મળી, આ ફિલ્મની મુખ્ય અભિનેત્રી મધુબાલા હતી, મધુબાલાની પણ નાયિકા તરીકેની આ પહેલી ભૂમિકા હતી. 1948માં, ચોવીસ વર્ષની વયે, તેઓએ પોતાના સ્ટુડિઓ આર. કે. ફિલ્મ્સની સ્થાપના કરી, અને તેમના સમયના સૌથી યુવાન ફિલ્મ નિર્દેશક બન્યા. 1948ની ફિલ્મ આગ , નિર્માતા, નિર્દેશક અને નાયક તરીકે તેમની પ્રથમ ફિલ્મ હતી, અભિનેત્રી નરગીસ સાથે તેમની આ પહેલી ફિલ્મ હતી ત્યારબાદ તેમણે નરગીસ જોડે અનેક ફિલ્મો કરી. જોકે ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરવામાં નિષ્ફળ ગઇ. 1949માં તેઓ ફરી એક વાર નરગીસ અને દિલીપકુમાર સાથે મહેબૂબ ખાનની ક્લાસિક બ્લોકબસ્ટર ફિલ્મ અંદાઝ માં ચમક્યા, જે તેઓની એક અભિનેતા તરીકેની પ્રથમ મોટી સફળતા હતી.
તેઓ બરસાત (1949), આવારા (1951), શ્રી 420 (1955), ચોરી ચોરી (1956) અને જીસ દેશ મેં ગંગા બહતી હૈ (1960) જેવી ઘણી બોક્સ ઓફિસ પર સફળ ફિલ્મો નિર્મિત, અભિનિત અને નિર્દેશિત કરતા ગયા. આ ફિલ્મોએ તેમની પડદા પર રખડેલની છબી સ્થાપી જે ચાર્લી ચેપ્લિનના પડદા પરના સૌથી પ્રખ્યાત વ્યક્તિત્વોમાંના એકની નકલ હતી. 1964ની સંગમ માં તેમણે નિર્માણ, દિગ્દર્શન અને અભિનય કર્યો, જે તેઓની પ્રથમ રંગીન ફિલ્મ હતી. આ તેઓની મુખ્ય અભિનેતા તરીકે અંતિમ મોટી સફળ ફિલ્મ હતી. તેઓએ તેમની 1960ના સમયની મહત્વાકાંક્ષી ફિલ્મ, મેરા નામ જોકર માં નિર્દેશન અને અભિનય શરૂ કર્યો (મારુ નામ જોકર છે), જેને પૂર્ણ થતા છ વર્ષ લાગ્યા. 1970માં જ્યારે તે રજૂ થઇ, ત્યારે તે બોક્સ ઓફિસ પર કંગાળ નીવડી અને તેઓ આર્થિક મુશ્કેલીમાં મૂકાયા. આ વિપત્તિ છતા, રાજે આ ફિલ્મને પોતાની પ્રિય ગણાવી.
તેઓએ 1971માં પુનરાગમન કર્યુ જ્યારે તેઓ તેમના સૌથી મોટા પુત્ર રણધીર કપૂરની અભિનેતા અને નિર્દેશક તરીકેની પ્રથમ ફિલ્મ કલ આજ ઔર કલ (1971)માં રણધીરના સહ-અભિનેતા બન્યા, જેમાં રાજના પિતા પૃથ્વીરાજ કપૂર અને રણધીરની પત્ની બબિતાએ પણ અભિનય કર્યો. ત્યારથી તેમણે એક ચરિત્ર અભિનેતા તરીકે અભિનય કર્યો અને ફિલ્મોના નિર્માણ અને નિર્દેશનમાં ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે પોતાના બીજા પુત્ર રિશી કપૂરની કારકિર્દી શરૂ કરી જ્યારે તેમણે બોબી (1973) નિર્દેશિત કરી જે ફક્ત બોક્સ ઓફિસ પર મોટી સફળતા જ મેળવી સાથે જ તેણે અભિનેત્રી ડિમ્પલ કપાડિયાને પણ રજૂ કરી હતી, જે પછીથી ખૂબ જ જાણીતી અભિનેત્રી બની, અને આ ફિલ્મ તરુણ પ્રેમની નવી પેઢીની પ્રથમ ફિલ્મ હતી. ડિમ્પલે ફિલ્મમાં બિકીની પહેરી જે ભારતીય ફિલ્મો માટે તદ્દન અજોડ હતું.
1970ના દશકના અંતિમ અર્ધ ભાગ અને 1980ના દશકની શરૂઆતમાં તેમણે સ્ત્રી પાત્ર પર કેન્દ્રિત ફિલ્મો બનાવી અને નિર્દેશિત કરીઃ ઝીનત અમાન સાથે સત્યમ શિવમ સુંદરમ (1978), પદ્મિની કોલ્હાપુરે સાથે પ્રેમ રોગ (1982) અને રામ તેરી ગંગા મૈલી (1985) જેમાં તેમને મંદાકિનીને રજૂ કરી હતી.
રાજ કપૂરની મુખ્ય ભૂમિકામાં અંતિમ ફિલ્મ વકીલ બાબુ (1982) હતી. કિમ શીર્ષક ધરાવતી 1984માં રજૂ થયેલ ટેલીવિઝન માટે બનાવેલી બ્રિટીશ ફિલ્મમાં મહેમાન ભૂમિકા, તેમની છેલ્લી અભિનય ભૂમિકા હતી.
મૃત્યુ
ફેરફાર કરોરાજ કપૂર તેમના અંતિમ વર્ષોમાં અસ્થમાથી પીડાતા હતા; 1988માં 63 વર્ષની વયે અસ્થમાને લગતી તકલીફોને લીધે તેમનું મૃત્યુ થયું. તેમના મૃત્યુ સમયે તેઓ ફિલ્મ હીના (એક ભારત-પાકિસ્તાન આધારિત પ્રેમ કથા) પર કામ કરી રહ્યા હતા. તે ફિલ્મ બાદમાં તેમના પુત્ર રણધીર કપૂરે પૂરી કરી અને 1991માં રજૂ કરી જે બોક્સ ઓફિસ પર ખૂબ સફ્ળ રહી. જ્યારે તેઓને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અપાયો ત્યારે; ત્યાં તેમના ભાઈઓ શશી કપૂર અને શમ્મી કપૂર સાથે ત્યાં હાજર હતા; જનમેદની તાળીઓ પડતી હતી ત્યારે પ્રમુખ વેંકટરમણ તેમની અસહજતા જોઇને મંચ પર તાળીઓના ગડગડાટ વચ્ચે તે આ વિભૂતિને એવોર્ડ આપવા આવ્યા જ્યાં તેઓ તેમનો અંતિમ શ્વાસ લઇ રહ્યા હતા. અને એકાએક કપૂર ફસડાઇ પડ્યા, તેમને તાત્કાલિક ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડીકલ સાયન્સમાં સારવાર માટે લઇ જવાયા. દેશના ટોચના હૃદયરોગ નિષ્ણાંતોએ પોતાના શ્રેષ્ઠ પ્રયત્ન કર્યા, પરંતુ તેમને બચાવી ન શક્યાં.[૫]
વારસો
ફેરફાર કરોરાજ કપૂરે ફિલ્મ વિવેચકો અને સામાન્ય ફિલ્મ પ્રસંશકો બન્નેની પ્રશંસા મેળવી છે. ફિલ્મ ઇતિહાસકારો અને ચલચિત્ર વિદ્વાનો તેમને " ભારતીય સિનેમાના ચાર્લી ચેપ્લિન," કહે છે કારણકે તેઓએ ઘણી વાર રખડુ-વ્યક્તિનુ આલેખન કર્યુ છે, જે કરુણ હોવા છતા આનંદી અને પ્રામાણિક લાગે છે. તેઓની ખ્યાતિ વિશ્વભરમાં ફેલાયેલી છે. તેઓને આફ્રિકાના મોટા ભાગોમાં, મધ્ય પૂર્વમાં/1}, પૂર્વ સોવિયેત સંઘ, ચીન, અને દક્ષિણપૂર્વી એશિયાનાં પ્રેક્ષકો દ્વારા પસંદ કરવામાં આવ્યા; તેઓની ફિલ્મો વૈશ્વિક આર્થિક રીતે સફળ હતી. રાજ ફિલ્મ નિર્માણના બધા વિભાગો અને તેમનાં પ્રચારમાં પણ પારંગત હતા, તેથી તેમને કોઈ પણ વ્યક્તિમાંથી શ્રેષ્ઠ બહાર લાવવાની આવડત પ્રાપ્ત હતી.ઢાંચો:Peacock inline જ્યારે પંડિત જવાહરલાલ નેહરુ સંગમની રજૂઆત સમયે 1964માં મૃત્યુ પામ્યા ત્યારે, તેમણે ગોપાલની રાખને જેમ પંડિત નેહરુએ તેમના કાવ્યાત્મક વસિયતનામામાં વર્ણન કર્યુ હતુ તેમ ગંગામાં વહાવીને ધ્યાન ખેંચવાની તક ઝડપી લીધી. તેમની ફિલ્મો જે યુગમાં તે બનાવાઇ હતી તેને પ્રતિબિંબિત કરે છે.
તેઓમા જનતાની પસંદની સારી સમજ હતી અને બોક્સ ઓફિસની સારી સૂઝ હતી.તેઓ ભારતીય સિનેમામાં અલગ ચીલો ચાતરનારાઓમાંના એક હતા, જેમણે પચાસના દશકમાં હિન્દી સિનેમાની વિશ્વ બજારમાંથી આવક કમાઇ શકવાની ઉભરતી ક્ષમતા વિશે વાત કરી, જે આજે વાસ્તવિકતા બની ગઇ છે.[૬]
રાજ કપૂરની ઘણી ફિલ્મો દેશપ્રેમનો વિષય ધરાવતી હતી. તેમની ફિલ્મો આગ , શ્રી 420 અને જીસ દેશ મેં ગંગા બહતી હૈ (એવા દેશમાં કે જ્યાં ગંગા વહે છે ) નવા સ્વતંત્ર ભારતની ઉજવણી કરી, અને ફિલ્મ વિચારકોને દેશપ્રેમી બનવા પ્રોત્સાહિત કર્યા. શ્રી 420 ફિલ્મનાં એક ગીત માટે રાજ કપૂરે આ પ્રખ્યાત શબ્દો સૂચવ્યા: "મેરા જૂતા હૈ જાપાની"
- મેરા જૂતા હૈ જાપાની
- યે પતલૂન ઇંગ્લીસ્તાની
- સર પે લાલ ટોપી રુસી
- ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની '
- સર પે લાલ ટોપી રુસી
- યે પતલૂન ઇંગ્લીસ્તાની
- મારા જોડા જાપાની છે
- આ પાટલૂન અંગ્રેજી છે
- મારા માથા પરની લાલ ટોપી રશિયન છે
- પણ, તેમ છતા, મારુ હૃદય ભારતીય છે'
- મારા માથા પરની લાલ ટોપી રશિયન છે
- આ પાટલૂન અંગ્રેજી છે
આ ગીત હજી પણ ખૂબ જ લોકપ્રિય છે અને શ્રી 420 ની રજૂઆત બાદ ઘણી ફિલ્મોમાં દર્શાવાયુ છે. ભારતીય લેખિકામહાશ્વેતા દેવીએ જ્યારે પોતાના 2006ના ફ્રેન્કફર્ટ પુસ્તક મેળાના ઉદ્ઘાટન સમયના ભાષણમાં પોતાના હાર્દિક દેશપ્રેમ અને દેશ પ્રત્યેના ઋણને વ્યક્ત કરવા આ ગીતનો પ્રયોગ કર્યો ત્યારે તેઓ છવાઇ ગયા.
રાજ કપૂર ફિલ્મી સંગીત અને ગીતોના શબ્દોના સમજદાર તજજ્ઞ હતા. તેમણે સૂચવેલા ઘણા ગીતોએ સદાબહાર સફળતા પ્રાપ્ત કરી. તેમણે સંગીત નિર્દેશકો શંકર જયકિશન અને ગીતકાર હસરત જયપુરી અને શૈલેન્દ્રને રજૂ કર્યા. તેમણે તેમની દ્રશ્ય શૈલીની સારી સૂઝ માટે પણ યાદ કરાય છે. તેમણે આકર્ષક દ્રશ્ય રચનાઓ, સુવિકસિત સેટ્સ અને સંગીત દ્વારા તૈયાર કરેલ ભાવને પૂર્ણ કરવા નાટકીય લાઈટ્સનો પ્રયોગ કર્યો. તેઓએ નિમ્મી, ડિમ્પલ કાપડિયા, નરગીસ અને મંદાકિની જેવી અભિનેત્રીઓને પ્રસ્તુત કરી, તેમજ તેમના પુત્રો રિશી,રણધીર અને રાજીવની કારકિર્દીઓને શરૂ કરી તેમજ પુનર્જિવિત કરી.
અંગત જીવન
ફેરફાર કરોકપૂર પરિવાર લ્યાલપુર, બ્રિટિશ ભારતનો હતો, જે હવે આજે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ફૈસલાબાદના નામે ઓળખાય છે.
કપૂરને 1950ના ગાળા દરમ્યાન પ્રખ્યાત અભિનેત્રી નરગીસ સાથે લાંબા સમય સુધી પ્રેમ સંબંધો હોવાનું પણ જાણીતુ છે. આ જોડી ઘણી ફિલ્મોમાં એકસાથે ચમકી હતી, જેમાં આવારા અને શ્રી 420 નો પણ સમાવેશ થાય છે. તેમના પર સંગમમાં તેમની સહ-અભિનેત્રી, વૈજયંતીમાલા સાથે પણ સંબંધો હોવાનો આરોપ મૂકાય છે.[સંદર્ભ આપો]
હાલ કપૂર પરિવારના પૌત્રોમાંના ત્રણ બોલીવૂડ કિલ્મ ઉદ્યોગમાં ઝળકી રહ્યા છે. તેમની પૌત્રીઓ, રાજના પુત્ર રણધીર કપૂર અને તેની પત્ની બબિતાની પુત્રીઓ, કરિશ્મા કપૂર અને કરીના કપૂર છે. રિશી કપૂર અને નીતુ સિંઘનો પુત્ર, રણબીર કપૂર તેમનો પૌત્ર છે.
પુરસ્કારો
ફેરફાર કરોકપૂરે તેમની કારકિર્દી દરમ્યાન ઘણા પુરસ્કારો પ્રાપ્ત કર્યા, જેમાં 9 ફિલ્મફેર પુરસ્કાર અને 19 નામાંકનોનો સમાવેશ થાય છે. ભારત સરકારે તેમને 1971માં પદ્મ ભૂષણ અને 1987માં ભારતમાં સિનેમા ક્ષેત્રે શ્રેષ્ઠતા માટે અપાતા દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કર્યા. 2001માં, તેઓને સ્ટારડસ્ટ પુરસ્કાર દ્વારા "મિલેનિયમના શ્રેષ્ઠ નિર્દેશક"થી સન્માનિત કરવામાં આવ્યા. 2002માં તેમને સ્ટાર સ્ક્રીન પુરસ્કાર દ્વારા "શોમેન ઓફ ધ મિલેનિયમ"ની ઉપાધિ આપવામાં આવી.
અન્ય કલાકારો સાથે સંબંધ
ફેરફાર કરોશંકર જયકિશન
ફેરફાર કરોશંકર-જયકિશન તેમની પસંદગીના સંગીત નિર્દેશકો હતા. તેમણે રાજકપૂર સાથે 20 ફિલ્મોમાં કામ કર્યું જેમાંથી 10 તેમની પોતાની હતી બરસાત થી લઇને કલ આજ ઔર કલ સુધી. (સલિલ ચૌધરી સાથે જાગતે રહો અને અબ દિલ્લી દૂર નહીં તે આ સમયના બે અપવાદો હતા. જયકિશનના મૃત્યુ બાદ જ, તે અલગ સંગીત નિર્દેશક - બોબી , સત્યમ શિવમ સુંદરમ, અને પ્રેમ રોગ (પછી તેઓના સંતાનોએ પણ લક્ષ્મીકાન્ત પ્યારેલાલનો ઉપયોગ પ્રેમ ગ્રંથ માટે કર્યો) માટે લક્ષ્મીકાન્ત પ્યારેલાલ અને (રામ તેરી ગંગા મૈલી અને હીના માટે) રવિન્દ્ર જૈન તરફ વળ્યા. તે નોંધવુ રસપ્રદ છે કે રાજ કપૂરે મદન મોહનના સંગીતવાળી કોઇ પણ ફિલ્મમાં અભિનય ન કર્યો અને ઓ. પી. નૈયર સાથે ફક્ત એક (દો ઉસ્તાદ) ફિલ્મમાં અભિનય કર્યો.
શંકર જયકિશન સાથે કરેલી ફિલ્મોની યાદી: (18 ફિલ્મો)
|
|
|
નરગીસ
ફેરફાર કરો- રાજ કપૂર અને નરગીસે 16 ફિલ્મોમાં સાથે કામ કર્યુ છે, જેમાં 6 ફિલ્મો તેઓએ પોતે નિર્મિત કરી હતી.
|
|
|
|
મુકેશ
ફેરફાર કરોમુકેશે રાજ કપૂરની લગભગ બધી જ ફિલ્મોમાં એકમાત્ર ગાયક તરીકે પોતાનો સ્વર આપ્યો હતો. જ્યારે, મુકેશ મૃત્યુ પામ્યા ત્યારે રાજે કહ્યું હતું, "મૈને અપની આવાઝ કો ખો દિયા..." ("મેં મારો અવાજ ગુમાવી દીધો..."). જોકે મન્ના ડેએ પણ રાજ કપૂર માટે ઘણા નોંધપાત્ર અને સુપર-હીટ ગીતો ગાયા છે, ઉદાહરણ તરીકે શ્રી 420 અને ચોરી ચોરી. આવા ગીતોના ઉદાહરણો નીચેના ગીતો દ્વારા સમજાવી શકાય છે:
- દિલ કા હાલ સુને દિલવાલા (શ્રી 420)
- આજા સનમ મધુર ચાંદની મેં હે હમ (ચોરી ચોરી)
- જહાં મૈં જાતી હૂં વહીં ચલે આતે હો (ચોરી ચોરી)
- યે રાત ભીગી ભીગી, યે મસ્ત ફિઝાયેં (ચોરી ચોરી)
- મસ્તી ભરા હૈ સમાં (પરવરિશ )
- એ ભાઈ ઝરા દેખ કે ચલો (મેરા નામ જોકર)
- પ્યાર હુઆ ઈકરાર હુઆ હૈ (શ્રી 420)
- લાગા ચુનરી મેં દાગ (દિલ હી તો હૈ)
- જાને કહા ગયે વો દિન ( મેરા નામ જોકર )
- "મામા ઓ મામા" (પરવરિશ)
- "લલ્લાહ અલ્લાબાન " (અબ્દુલ્લાહ તેરા નિગેહ )
- " બેલિયા બેલિયા બેલિયા " (પરવરીશ )
- " ચાલત મુસાફિર" (તીસરી કસમ)
- "મૂડ મૂડ કે ના દેખ "(શ્રી 420)
ફિલ્મોગ્રાફી
ફેરફાર કરોવધુ વાંચન
ફેરફાર કરો- કપૂર પરિવાર: ભારતીય સિનેમાનો પ્રથમ પરિવાર , મધુ જૈન દ્વારા. પેંગ્યુઇન, વાઇકીંગ, 2005. આઈએસબીએન (ISBN) 8125026568.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ [[[:ઢાંચો:Allmusic]] ઓલમ્યુઝીક બાયોગ્રાફી]
- ↑ "Bollywood's First Family". Rediff. મેળવેલ 2007-09-08.
- ↑ "Prithviraj Kapoor: A centenary tribute". Daily Times / University of Stockholm. મૂળ માંથી 2009-05-05 પર સંગ્રહિત. મેળવેલ 2007-11-03.
- ↑ "Prithviraj Kapoor:". Kapoor Family Page. મેળવેલ 2007-11-03.
- ↑ "Remembering Indian cinema's greatest showman.'". movies.rediff.com. મેળવેલ 22 Oct 2010.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2011-09-17 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-07.
આ લેખમાં વધુ સંદર્ભોની જરૂર છે.(March 2009) |
સ્રોતો
ફેરફાર કરો- રાજાધ્યક્ષ, આશિષ; વાઈલમેન, પાઉલ. ભારતીય સિનેમાનો માહિતીકોષ . લંડન: બ્રિટીશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ; નવી દિલ્હી: ઓક્સફોર્ડ યુનિવર્સિટી, 1994
- કિશોર, વલીચા. ઘ મુવીંગ ઇમેજ . હૈદરાબાદ: ઓરીએન્ટ લોંગમેન, 1988
બાહ્ય લિંક્સ
ફેરફાર કરો