શિમલા કરાર

બાંગ્લાદેશના સર્જનને માન્યતા આપતી ભારત અને પાકિસ્તાન વચ્ચેની કૂટનૈતિક સંધિ
(સભ્ય:Vijay Barot/Sandbox/શિમલા કરાર થી અહીં વાળેલું)

શિમલા કરાર અથવા શિમલા સમજૂતી ભારત અને પાકિસ્તાન વચ્ચે ૨ જુલાઈ ૧૯૭૨ના રોજ હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા ખાતે કરવામાં આવેલ એક શાંતિ કરાર છે.[૨]૧૯૭૧ના બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધમાં ભારતના હસ્તક્ષેપ અને સહયોગને કારણે પાકિસ્તાનનો પરાજય થયો હતો અને બાંગ્લાદેશ એક સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું હતું. આ યુદ્ધમાં પાકિસ્તાનના લેફ્ટિનેન્ટ ગવર્નર નિયાઝીના નેતૃત્ત્વમાં ૯૩૦૦૦ સૈનિકોએ ભારતીય સેના સામે આત્મસમર્પણ કરતાં તત્કાલીન પૂર્વ પાકિસ્તાનને બાંગ્લાદેશ તરીકે આઝાદી મળી હતી. યુદ્ધ બાદ શાંતિ સ્થપાય તે હેતુથી ભારત અને પાકિસ્તાનની સરકારો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો પર સમજૂતી કરવામાં આવી હતી. આ સમજૂતી બન્ને દેશો વચ્ચેના સંઘર્ષ અને ટકરાવને સમાપ્ત કરી પારસ્પરીક સંબંધોને સામાન્ય બનાવવાની પ્રક્રિયાના ભાગરૂપે કરવામાં આવી હતી.[૩]

શિમલા કરાર
ભારત સરકાર અને પાકિસ્તાન સરકાર વચ્ચે દ્વિપક્ષીય સંબંધો પર સમજૂતી
પ્રકારશાંતિ કરાર
સંદર્ભબાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ
મુસદો૨૮ જૂન ૧૯૭૨
હસ્તાક્ષર૨ જુલાઈ ૧૯૭૨
સ્થાનશિમલા, બાર્નેસ કોર્ટ (રાજ ભવન)[૧]હિમાચલ પ્રદેશ, ભારત
મુદ્રિત૭ ઓગસ્ટ ૧૯૭૨
અમલમાં૪ ઓગસ્ટ ૧૯૭૨
શરતબન્ને પક્ષો દ્વારા માન્ય
Negotiatorsભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રાલય
Signatoriesઈન્દિરા ગાંધી (ભારતના વડાપ્રધાન)
ઝુલ્ફીકાર અલી ભુટ્ટો (પાકિસ્તાનના પ્રમુખ)
Parties India
 Pakistan
Ratifiersભારતીય સંસદ
પાકિસ્તાની સંસદ
Depositaryભારત સરકાર અને પાકિસ્તાન સરકાર
ભાષાઓ

દ્વિપક્ષીય સમજૂતી ફેરફાર કરો

આ સંધિ પાકિસ્તાનના વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટો અને ભારતના વડાપ્રધાન ઈન્દિરા ગાંધી વચ્ચે શિમલા ખાતે કરવામાં આવી હતી. આ સમજૂતીથી પાકિસ્તાન દ્વારા પૂર્વ પાકિસ્તાનને બાંગ્લાદેશ તરીકે રાજનૈતિક દરજ્જો આપવામાં આવ્યો. સમજૂતીના દસ્તાવેજો પર બન્ને દેશના વડાઓએ ૩ જુલાઈની રાત્રે ૦૦:૪૦ કલાકે હસ્તાક્ષર કર્યા હતા પરંતુ અધિકારીક રીતે શિમલા કરારની તારીખ ૨ જુલાઈ ૧૯૭૨ ગણવામાં આવે છે.[૩][૪]

શિમલા કરારના પ્રમુખ પરિણામ આ પ્રમાણે હતા :

બન્ને દેશો સંયુક્ત રાષ્ટ્રના બંધારણીય સિદ્ધાંતો અને ઉદ્દેશ્યોનુ પાલન કરશે.

બન્ને દેશો સંઘર્ષ અને વિવાદ સમાપ્ત કરવાના પ્રયત્ન કરશે અને દ્વિપક્ષીય વાતચીત દ્વારા પારસ્પરિક મતભેદોનો ઉકેલ લાવશે.[૨][૫]

ઉપ-મહાદ્વિપની શાંતિ બનાવી રાખવા એકબીજા વિરુદ્ધ બળ પ્રયોગ નહી કરે, પ્રાદેશિક અખંડતા અને સંપ્રભુતા બનાવી રાખશે તથા એકબીજાની રાજનૈતિક સ્વતંત્રતામાં હસ્તક્ષેપ નહી કરે.

બન્ને સરકારો એકબીજા વિરુદ્ધના શતુત્રાપુર્ણ પ્રચારને રોકવાના પૂરતાં પ્રયત્નો કરશે તથા એવી સૂચના અને માહિતીનો પ્રચાર-પ્રસાર કરશે જે બન્ને દેશોના મૈત્રી સંબધોને ઉત્તેજન પૂરું પાડે.

આ સમજૂતી અંતર્ગત ૧૭ ડિસેમ્બર ૧૯૭૧ની સંઘર્ષ વિરામ રેખાને (સીઝ ફાયર લાઇન) ભારત અને પાકિસ્તાનની નિયંત્રણ રેખા ગણવામાં આવી. આ સાથે જ એ બાબતની પણ સમજૂતી કરવામાં આવી કે કોઈપણ પક્ષ પારસ્પરિક મતભેદો અને કાયદાકીય નિયમોને ધ્યાનમાં લીધા વિના એકલપક્ષીય રીતે તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરી શકશે નહી.[૨][૪]

ભારત હંમેશા એ બાબતને સમર્થન આપતું રહ્યું છે કે કાશ્મીર એ દ્વિપક્ષીય મુદ્દો છે અને ૧૯૭૨ની સમજૂતી મુજબ કાશ્મીર મુદ્દો દ્વિપક્ષીય વાતચીત દ્બારા જ ઉકેલવામાં આવશે તથા સંયુક્ત રાષ્ટ્ર સહિતના ત્રીજા પક્ષના હસ્તક્ષેપનો ઇનકાર કરવામાં આવ્યો.[૬]

વિવાદ ફેરફાર કરો

આ કરાર બન્ને દેશો વચ્ચેના સશસ્ત્ર સંઘર્ષને રોકવામાં નિષ્ફળ નિવડ્યો છે. ૧૯૯૯નું કારગિલ યુદ્ધ તેની સાબિતી છે. ૧૯૮૪ના ઓપરેશન મેઘદૂત અંતર્ગત ભારતે સિઆચીન ગ્લેશિયરના એ તમામ દુર્ગમ ક્ષેત્રો પર કબજો જમાવી દીધો જેની સીમાઓને શિમલા કરારમાં સ્પષ્ટ રીતે પરિભાષિત કરવામાં આવી ન હતી. ભારતના આ પગલાંને પાકિસ્તાન દ્વારા શિમલા કરારના ઉલ્લંઘન તરીકે ગણવામાં આવે છે.

ઘણા ભારતીય સિવિલ સેવા અધિકારીઓ દ્વારા એવો તર્ક આપવામાં આવે છે કે, "બન્ને દેશોના વડાઓ વચ્ચે નિયંત્રણ રેખાને જ આંતરરાષ્ટ્રીય સરહદ ગણવાની મૂક સમજૂતી થઈ હતી." જોકે, પાકિસ્તાની અધિકારીઓ આ વાતને સમર્થન આપતા નથી.[૩][૪] બન્ને દેશો દ્વારા સ્વીકારવામાં આવેલી સંઘર્ષ વિરામ રેખાના આધાર પર ભારત હંમેશા સંયુક્ત રાષ્ટ્ર ના હસ્તક્ષેપનો ઇનકાર કરતું આવ્યું છે. ભારતના મતે સંયુક્ત રાષ્ટ્રનો ઉદ્દેશ્ય સંઘર્ષ વિરામ રેખાની દેખરેખ કરવાનો હતો જેની ઓળખ ૧૯૪૯ની કરાંચી સમજૂતી દ્વારા કરવામાં આવી હતી. પરંતુ નવા કરારના આધારે જૂની સમજૂતી રદ્દ થયેલી છે આથી સંયુક્ત રાષ્ટ્ર પર્યવેક્ષક સમૂહની કોઈ જરૂર નથી. જોકે પાકિસ્તાન આ મુદ્દે ભિન્ન મત ધરાવતું હોઇ હાલ પણ આ મુદ્દો સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં અટવાયેલો પડ્યો છે.[૬]

શિમલા કરારના ટીકાકારોના મતે આ સંધિ પાકિસ્તાન સામે ભારતની શરણાગતિ હતી. કારણે આ સમજૂતી અંતર્ગત ભારતીય સેનાએ યુદ્ધમાં જીતેલા પ્રદેશો તથા યુદ્ધકેદીઓ પાકિસ્તાનને પરત કરવા પડ્યા હતા. જોકે ભારતના પક્ષે સૌથી મોટી સફળતા એ હતી કે તેણે કાશ્મીર સહિતના બન્ને દેશો વચ્ચેના વિવાદોને પારસ્પરિક વાતચીત દ્વારા જ ઉકેલ લાવવાની શરત પર પાકિસ્તાનને બાધ્ય કર્યું હતું.

સંદર્ભ ફેરફાર કરો

  1. "HISTORY OF RAJ BHAVAN BUILDING (BARNES COURT) EMERGENCE OF AN EDIFICE". Government of India. મેળવેલ 3 October 2017.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ "Simla Agreement". Bilateral/Multilateral Documents. Ministry of External Affairs, Government of India. મેળવેલ 27 September 2013.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ "Indo-Pak Shimla Agreement: 40 years later". IANS. IBN Live, CNN IBN. 2 July 2012. મૂળ માંથી 5 જુલાઈ 2012 પર સંગ્રહિત. મેળવેલ 27 September 2013. Check date values in: |archive-date= (મદદ) સંગ્રહિત ૨૦૧૨-૦૭-૦૫ ના રોજ વેબેક મશિન
  4. ૪.૦ ૪.૧ ૪.૨ "Relevance of Simla Agreement". Editorial Series. Khan Study Group. મૂળ માંથી 2 ઓક્ટોબર 2013 પર સંગ્રહિત. મેળવેલ 27 સપ્ટેમ્બર 2013.
  5. Kapur, Shekhar (Narrator) (21 September 2013). "1971 Indo-Pak War". Pradhanmantri. શ્રેણી 1. પ્રકરણ 11. ABP News.[હંમેશ માટે મૃત કડી]
  6. ૬.૦ ૬.૧ "India spikes Pak call for third party mediation, says Simla Agreement tops all agendas". Indian Express. 22 January 2013. મેળવેલ 27 September 2013.[હંમેશ માટે મૃત કડી]

બાહ્ય કડીઓ ફેરફાર કરો