હિન્દી સાહિત્યિક ભાષા “મધ્યાદેશની સાથે સબંધ ધરાવે છે. વર્તમાનમાં હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, ઉત્તરાંચલ, ઝારખંડ અને છત્તીસગઢ વગેરે રાજ્યોમાં હિન્દી ને સાહિત્ય અને શિક્ષણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પ્રાચીન અને મધ્યકાલીન સર્વદેશિક આર્યભાષાઓ- સંસ્કૃત, પ્રકૃત અને અપભ્રંશ હતી છતાં હિન્દી ભાષાને આ વારસાનો લાભ સવિશેષ મળ્યો. આઠમી સદી થી લઈને ચૌદમી સદી સુધીના સમયગાળાને આધુનિક આર્યભાષાઓના નિર્માણકાળ તરીકે ઓળખાવમાં આવે છે. જે વિદ્વાનો માટે ‘પુરાની હિન્દી’ છે. []

આદિકાલ (વિરગાથા કાળ : ઇ.સ ૧૦૦૦-૧૩૫૦)

ફેરફાર કરો

સરહપાદને હિન્દી સાહિત્યના પ્રથમ કવિ માનવમાં આવે છે. હિન્દી સાહિત્યમાં અપભ્રંશથી રૂપાંતરણ કાળને આચાર્ય રામચંદ્ર શુક્લ ‘વિરગાથા કાળ’ અને આચાર્ય હાજરીપ્રસાદ ‘ આદિકાલ’ તરીકે ઓળખાવે છે. આદિકાલની ખ્યાતનામ કૃતિઓમાં નરપતિ નાલ્હની ‘વિશળદેવ રાસો’(૧૧૫૫) ચંદ વરદાઈનું મહાકાવ્ય ‘ પૃથ્વીરાજ રાસો’ , લોકભાષાના ‘ઢોલા મારૂ રા દુહા’, અમીર ખૂસરો(૧૨૫૩-૧૩૨૫)નાં ખડી બોલીના કાવ્યો, વિદ્યાપતિ(૧૩૬૦)નાં ગીતો અને મુલ્લા દાઉદનું સૂફી પ્રેમાખ્યાન ‘ચંદાયન’(૧૩૭૪) વગેરેનો સમાવેશ થાય છે. હિન્દી સાહિત્યના સમાંતરપ્રવાહમાં પ્રબંધ અને મુક્તક કાવ્યોની રચનાઓ થતી જોવા મળે છે.[]

પૂર્વ મધ્યકલા(ભક્તિકાલ: ઇ.સ ૧૩૫૦-૧૬૫૦)

ફેરફાર કરો

હિન્દી સાહિત્યમાં રચાયેલું ભક્તિકાલીન સાહિત્ય ભક્તિઆંદોલનની નીપજ છે. આ આંદોલન બંગાળથી લઈને ગુજરાત અને કન્યાકુમારીથી કાશ્મીર સુધી વિસ્તરેલું. ભક્તિઆંદોલનને હિન્દી સાહિત્યમાં બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. (૧) સગુણ ભક્તિ (૨) નિર્ગુણ ભક્તિ []

ભક્તિઆંદોલનની શરૂઆતથી સંત કબીર(૧૯૩૯-૧૪૪૮)જેવા કવિનો આવિર્ભાવ થાય છે. જેમના સાહિત્યમાં વેદ અને શાસ્ત્રનો વિરોધ જોવા મળે છે. સંત કબીરની ‘બાની’નું સૌથી જૂનું સ્વરૂપ શીખોના ધર્મગ્રંથ ‘ ગુરુ ગ્રંથસહેબ’માં સંગ્રહિત છે. તેમની પાછળ રૈદાસ, દાદુ, સુંદરદાસ, રજ્જ્બ જેવા કવિઓ થયેલ જોવા મળે છે. []

કુતબન-કૃત ‘મૃગાવતી' (૧૫૦૩)ને પહેલી સૂફી રચના માનવમાં આવે છે. માલિક મોહમંદ જાયસી(૧૪૬૪-૧૫૪૨)ની  ‘પદ્માવત’ને સૌથી શ્રેષ્ઠ ક્રુતિ ગણવામાં આવે છે. ભક્તિઆંદોલન સમયમાં 'ક્રુષ્ણકાવ્ય' અને 'રામકાવ્ય' રચવાની શરૂઆત થઈ હતી. સુરદાસે ‘સુરસાગર’ ક્રુષ્ણકાવ્યની રચના કરી. ક્રુષ્ણકાવ્ય પરંપરામાં ‘ અષ્ટછાપ' ના કવિઓનું મોટું યોગદાન છે.  []

હિન્દી સાહિત્યમાં રામકાવ્ય પરંપરાનો પ્રારંભ ગૌસ્વામી તુલસીદાસ (૧૫૩૭-૧૬૨૩)થી થાય છે. તેમની મુખ્ય રચનાઓ વિનય પત્રિકા' , ‘ગીતાવતી’ , ‘કવિતાવલી’ , બૈરવ રામાયણ’ વ્રજભાષામાં જ્યારે ‘રામચરિતમાનસ’ અવધીભાષામાં રચાયેલી છે. રામકાવ્ય પરંપરાના અન્ય કવિઓમાં કેશવદાસ, નાભાદાસ, કૃપાનિવાસ, રામચરણદાસ વગેરેનો સમાવેશ થાય છે. []

હિન્દી સાહિત્યમાં બે પ્રકારના કવિઓ હતા. જેમાં એક જેમણે લક્ષ્ણગ્રંથોની રચના કરી તેમાંથી ઉદાહરણો આપવા કાવ્યો રચ્યાં. જેમાં કેશવદાસ, ચિંતામણી ત્રિપાઠી, કુલપતિ મિશ્ર, ભિખારીદાસ વગેરે આચાર્ય કવિઓ તરીકે જાણીતા બન્યા. કેશવદાસ(૧૫૩૫-૧૬૧૭)ના બે લક્ષ્ણગ્રંથો ‘રસિકપ્રિયા’(૧૯૫૧) અને ‘કવિપ્રિયા’ છે. બિહારીલાલે(૧૫૯૫-૧૬૬૩) ‘બિહારી સતસાઈ’ની રચના કરી. ભૂષણનો ‘શિવરાજ ભૂષણ’ નામનો પ્રમાણિત ગ્રંથ છે. જેમાં વીરકાવ્યો લખ્યાં છે. []

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ ગુપ્તા, આલોક (૨૦૦૯). ગુજરાતી વિશ્વકોશ. ૨૫. અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૩૮૦-૩૮૨. OCLC 644237506.