સમીરા રેડ્ડી
સમીરા રેડ્ડી (તેલુગુ: సమీరా రెడ్డి, હિંદી: समीरा रेड्डी, ઉર્દુ: سامیرا ریری; જન્મ ૧૪ ડિસેમ્બર ૧૯૭૯) ભારતીય અભિનેત્રી છે.[૧]
સમીરા રેડ્ડી | |
---|---|
જન્મ | ૧૪ ડિસેમ્બર ૧૯૭૮ રાજમુન્ડ્રી |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | અભિનેતા |
કુટુંબ | Sushama Reddy, Meghna Reddy |
પ્રારંભિક જીવન
ફેરફાર કરોસમીરા રેડ્ડીનો જન્મ ૧૪ ડિસેમ્બર ૧૯૭૯નાં રોજ આન્ધ્ર પ્રદેશના રાજામુન્દ્રી ખાતે તેલુગુ કુટુંબમાં થયો હતો. તેને બે બહેનો છે: મેઘના રેડ્ડી અને સુષ્મા રેડ્ડી. તેણે શાળાનું શિક્ષણ મુંબઈમાં માં લીધુ, અને સ્નાતક અભ્યાસ સિડેનહામ કોલેજમાંથી પુરો કર્યો. સમીરા ના કહેવા મુજબ તે બાળપણ માં તેની બંને બહેનો કરતા શાંત અને રાજનૈતિક હતી.
કારકિર્દી
ફેરફાર કરોતે સ્નાતક થઇ ત્યારે પ્રથમ વાર ગઝલ ગાયક પંકજ ઉધાસનાં સંગીત વિડિયો 'ઔર આહિસ્તા'માં દેખાઇ. ત્યારથી તેણે બોલીવુડનું ધ્યાન ખેચ્યું, અને ૨૦૦૨ની હિન્દી ફિલ્મ 'મૈને દિલ તુજકો દિયા'માં એક મહત્વની ભૂમિકા માટે કરારબધ્ધ થઇ. ૨૦૦૪માં તે ફિલ્મ 'મુસાફિર'માં એક સેક્સી ભૂમિકામાં દેખાઇ.
બોલીવુડ ઉપરાંત, તેણે આંધ્રપ્રદેશની તેલુગુ, કેરળની મલયાલમ તેમજ તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. તે દિગ્દર્શક ગૌતમ મેનનની તમિલ ફિલ્મ 'વારાનમ આઇરામ'માં સુર્યા શિવકુમારની સાથે દેખાઇ, જે ખુબ જ સફળ રહી.
ફિલ્મોની યાદી
ફેરફાર કરોવર્ષ | ફિલ્મનું નામ | ભૂમિકા | ભાષા | અન્ય નોંધ |
---|---|---|---|---|
૨૦૦૨ | મૈંને દિલ તુજકો દિયા | આયેશા વર્મા | હિન્દી | |
૨૦૦૩ | ડરના મના હૈ | શ્રુતિ | હિન્દી | |
૨૦૦૪ | પ્લાન | સપના | હિન્દી | |
મુસાફિર | સેમ | હિન્દી | ||
૨૦૦૫ | જય ચિરંજીવા | શૈલુ | તેલુગુ | |
નરસિંહુડુ | પલકડ પાપા | તેલુગુ | ||
નો એન્ટ્રી | ચાચી (બીચ ગર્લ) | હિન્દી | વિશેષ ભૂમિકા | |
૨૦૦૬ | ટેક્સી નંબર ૯૨૧૧ | રુપાલી | હિન્દી | |
અશોક | અંજલિ | તેલુગુ | ||
નકશા | રિયા | હિન્દી | ||
૨૦૦૭ | ફૂલ એન્ડ ફાઇનલ | પાયલ | હિન્દી | |
અમી, યાસિન અર અમર મધુબાલા | રેખા | બંગાળી | ||
૨૦૦૮ | રેસ | મિની | હિન્દી | |
વન ટૂ થ્રી | લૈલા | હિન્દી | ||
કાલપુરૂષ | સુપ્રિયા | બંગાળી | ||
વારાનમ આઇરામ | મેઘના | તમિલ | નામાંકિત, વિજય પૂરસ્કાર શ્રેષ્ઠ નવાગંતૂક અભિનેત્રી | |
૨૦૦૯ | દે ધના ધન | મનપ્રીત | હિન્દી | |
૨૦૧૦ | આસલ | સારાહ | તમિલ | |
ઓરુ નાલ વરુમ | મીરા | મલયાલમ | ||
રેડ એલર્ટ: ધ વૉર વિધિન | લક્ષ્મી | હિન્દી | ||
આક્રોશ | હિન્દી | વિશેષ ભૂમિકા | ||
મહાયોદ્ધા રામા | સિતા | હિન્દી | નિર્માણ પછીનાં તબક્કામાં | |
૨૦૧૧ | નાડુનિસિ નાયગલ | સુકન્યા | તમિલ | નિર્માણ પછીનાં તબક્કામાં |
તેઝ | આતંકવાદી | હિન્દી | નિર્માણ હેઠળ | |
ડૉન ૨: ધ ચેઝ કન્ટીન્યુઝ | હિન્દી | નિર્માણ હેઠળ | ||
પ્રભુ દેવાની અનામ ફિલ્મ | પારો | તમિલ | નિર્માણ હેઠળ | |
વેત્તાઇ | તમિલ | નિર્માણ પહેલાનાં તબક્કામાં |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2009-01-30 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-22.