સાતવાહન જેઓ પુરાણોમાં આંધ્રો તરીકે પણ ઓળખાય છે, તે દખ્ખણ પ્રદેશનો એક પ્રાચીન ભારતીય વંશ હતો. મોટા ભાગના આધુનિક વિદ્વાનો માને છે કે સાતવાહનોનું શાસન પ્રથમ સદી ઇ.સ. પૂર્વમાં શરૂ થયું હતું અને બીજી સદી ઇ.સ. સુધી ચાલ્યું હતું, જોકે કેટલાક લોકોએ તેમના શાસનની શરૂઆત ૩જી સદી ઇ.સ. પૂર્વે થઇ હતી. સાતવાહન સામ્રાજ્યમાં વર્તમાનના તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. વિવિધ સમયે, તેમનું શાસન આધુનિક ગુજરાત, મધ્ય પ્રદેશ અને કર્ણાટકના ભાગોમાં પણ વિસ્તૃત થયું હતું. પ્રતિષ્ઠાન (પેઠાણ) અને અમરાવતી (ધરણિકોટા) સહિત આ રાજવંશને જુદા જુદા સમયે વિવિધ રાજધાની શહેરો હતા.
↑Mahadevan 2003, pp. 199–205 harvnb error: no target: CITEREFMahadevan2003 (help)
↑Panneerselvam, R (1969), "Further light on the bilingual coin of the Sātavāhanas", Indo-Iranian Journal4 (11): 281–288, doi:10.1163/000000069790078428
↑Yandel, Keith (2000), Religion and Public Culture: Encounters and Identities in Modern South India, Routledge Curzon, p. 235, 253, ISBN0-7007-1101-5