સાલ મુબારક

ગુજરાતી નવાં વર્ષ નિમિત્તે બોલાતી શુભેચ્છા

સાલ મુબારક (હિન્દીમાં साल मुबारक), એ દિવાળી અને ગુજરાતી નવા વર્ષ વખતે શુભેચ્છા પાઠવવા માટે વપરાતો પરંપરાગત હિંદુ ગુજરાતી શબ્દ સમૂહ છે. ગુજરાતી નવું વર્ષ દિવાળીના પછીના દિવસે હોય છે. સાલનો અર્થ વર્ષ અને મુબારક જે મૂળ અરેબિક શબ્દ છે, તેનો અર્થ શુભેચ્છા અથવા આશિષ થાય છે. સાલ મુબારક એટલે ગુજરાતીમાં નૂતન વર્ષાભિનંદન અને અંગ્રેજીમાં હેપ્પી ન્યૂ યર કહે છે.

હિંદી ભાષા બોલતા પ્રદેશોમાં, નયા સાલ મુબારક હો શબ્દ સમૂહ પણ વપરાય છે. પંજાબના શીખ અને હિંદુ લોકો દિવાળી મુબારક શબ્દ સમૂહ વાપરે છે.

ગુજરાતી નવુ વર્ષ બેસતુ વર્ષ તરીકે ઓળખાય છે, જે દિવાળીના પછીના દિવસે ઉજવાય છે. આ દિવસને ગુજરાતી તિથિ પ્રમાણે કારતક સુદ એકમ કહે છે. નવું વર્ષ એ દિવાળીના તહેવારનો ચોથો અથવા પાંચમો દિવસ છે.

અન્ય સંસ્કૃતિમાં ફેરફાર કરો

નેપાળનાં ચંદ્ર કેલેન્ડર પ્રમાણેનું નવું વર્ષ નેપાલ સંબત પણ દિવાળીના ચોથા દિવસે શરૂ થાય છે.