સિરપુર, છત્તીસગઢ
સિરપુર (હિંદી: सिरपुर; અંગ્રેજી: Sirpur) ભારત દેશના છત્તીસગઢ રાજ્યમાં મહાનદીના કિનારે આવેલ એક પુરાતત્વીય સ્થળ છે. આ સ્થળનું પ્રાચીન નામ શ્રીપુર છે, તે એક વિશાળ નગર હતું અને તે દક્ષિણ કૌશલની રાજધાની હતી.
સિરપુર
સીરપુર | |
---|---|
સિરપુરનું લક્ષ્મણ મંદિર | |
અક્ષાંશ-રેખાંશ: 21°20′53″N 82°10′52″E / 21.348°N 82.181°E | |
દેશ | India |
રાજ્ય | છત્તીસગઢ |
જિલ્લો | મહાસમુંદ જિલ્લો |
તાલુકો | મહાસમુંદ |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૧૪૬૭ |
ભાષાઓ | |
• પ્રચલિત | હિંદી, છત્તીસગઢી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
સોમવશી રાજા હર્ષગુપ્તના પત્ની રાણી વસાટાદેવીએ ઇ.સ. ૬૫૦માં અહીં રામ મંદિર અને લક્ષ્મણ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. ઇંટો વડે બનાવવામાં આવેલું પ્રાચીન લક્ષ્મણ મંદિર આજે પણ અહીં દર્શનીય સ્થાન છે. મંદિરના ગર્ભગૃહમાં નાગરાજ અનંત શેષની સૌમ્ય પ્રતિમા છે. પુરાતત્વવિદ અરુણ શર્માના જણાવ્યા મુજબ લાલ ઇંટમાંથી નિર્મીત ભારતનું આ સૌથી પ્રાચીન મંદિર છે.
ખોદકામ કરતાં અહીં પ્રાચીન બૌદ્ધ મઠ પણ મળી આવ્યા છે.[૧] અહીં શિવમંદિરો પણ મળી આવ્યા છે. સિરપુર એક સમયે શૈવ સંપ્રદાયનું પણ સ્થાન હતું. પ્રાચીન ગંધેશ્વર મહાદેવનું મંદિર આસ્થાનું કેન્દ્ર છે.[૨]
સિરપુર અથવા તો સીરપુરને સંપત્તિનું શહેર પણ કહેવામાં આવે છે.[૩][૪]
ચિત્ર-દર્શન
ફેરફાર કરો-
ગંધેશ્વર મહાદેવ મંદિરની મૂર્તિ
-
ગંધેશ્વર મહાદેવ મંદિરની મૂર્તિ
-
સ્વાસ્તિક વિહારના ભગ્નાવશેષ
-
સ્વાસ્તિક વિહારના ભગ્નાવશેષ
-
સ્વાસ્તિક વિહાર ખાતે બુદ્ધ પ્રતિમા
-
સુરંગ ટીલા
-
સુરંગ ટીલા
-
સુરંગ ટીલા
-
લક્ષ્મણ મંદિર
-
લક્ષ્મણ મંદિરની મૂર્તિ
-
લક્ષ્મણ મંદિર સંગ્રહાલય
-
લક્ષ્મણ મંદિર સંગ્રહાલય
-
લક્ષ્મણ મંદિર સંગ્રહાલય
-
લક્ષ્મણ મંદિર સંગ્રહાલય
-
લક્ષ્મણ મંદિર સંગ્રહાલય
-
લક્ષ્મણ મંદિર સંગ્રહાલય
-
લક્ષ્મણ મંદિર સંગ્રહાલય
-
બુદ્ધ વિહાર
-
બુદ્ધ વિહાર
-
બુદ્ધ વિહાર
-
પ્રાચીન બજારના ધ્વંસાવશેષ
-
પ્રાચીન બજારના ધ્વંસાવશેષ
-
પ્રાચીન બજારના ધ્વંસાવશેષ
-
પ્રાચીન બજારના ધ્વંસાવશેષ
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "Sirpur - historical Buddhist site of world heritage". Cgspice.net. મૂળ માંથી 2012-12-14 પર સંગ્રહિત. મેળવેલ 2013-06-17.
- ↑ https://ddnewsgujarati.com/national/એક-ભારત-શ્રેષ્ઠ-ભારતઃ-છત્તીસગઢના-સિરપુરના-મંદિરોનો-અનોખો-ઈતિહાસ%C2%A0
- ↑ "સંપત્તિનું શહેર કહેવાય છે છત્તીસગઢનું સીરપુર". gujarati.oneindia.com. 2015-02-16. મેળવેલ 2023-06-17.
- ↑ "SIRPUR- A Goldmine of History". Newsonair.nic.in. મૂળ માંથી 2014-02-14 પર સંગ્રહિત. મેળવેલ 2013-06-17.