સુકભાદર નદી

ભારતની નદી

સુકભાદર નદી અથવા સુખભાદર નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ગુજરાત વિસ્તારમાં વહેતી મહત્વની નદી છે.

સુકભાદર નદી
અન્ય નામોસુખભાદર નદી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
લંબાઇ૧૯૪ કિમી
વિસ્તાર૨૧૧૮ ચો. કિમી.
કાંઠાની લાક્ષણિકતાઓ
મુખ્ય નદીસાબરમતી નદી

સુકભાદર નદી સાબરમતી નદીની ઉપનદી છે. વૌઠા ખાતે આ નદી સાબરમતી નદીમાં મળી જાય છે. આ નદી ૧૯૪ કિલોમીટર જેટલી લાંબી છે અને એનો સ્રાવ વિસ્તાર ૨૧૧૮ ચોરસ કિલોમીટર જેટલો છે.[]

પુરાતત્વ ક્ષેત્રે ખૂબ જ જાણીતું લોથલ બંદર સુકભાદર નદી પર આવેલું હતું. આ નદીના કિનારે ધંધુકા, ધોલેરા અને રંગપુર જેવાં શહેરો આવેલાં છે.

  1. "Sukhbhadar River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2015-02-22 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.