ધંધુકા
ધંધુકા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના મહત્વના ધંધુકા તાલુકાનું મુખ્ય મથક છે.
ધંધુકા | |
— નગર — | |
અક્ષાંશ-રેખાંશ | 22°22′52″N 71°58′59″E / 22.381099°N 71.98294°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | અમદાવાદ |
તાલુકો | ધંધુકા |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
વિસ્તાર • ઉંચાઇ |
• 24 metres (79 ft) |
મુખ્ય વ્યવસાય | |
મુખ્ય પાક | |
સગવડો | પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, દૂધની ડેરી, બેંક |
ઇતિહાસ
ફેરફાર કરોધંધુકાનું નામ ધાન અથવા ધાંડ ભાટી મેર અથવા મેહડ, સોનંગ મેહડના તેર દીકરાઓમાંના બીજા દીકરા પરથી પડ્યું છે, જે સિંધમાંથી ગુજરાતમાં આવ્યો હતો. એલેકઝાન્ડર ફાર્બસના પુસ્તક રાસમાળામાં આનું કોઇ ચોક્કસ વર્ષ આપેલ નથી. ધાન મેહડને કોઇ સંતાન નહોતું એટલે તેણે એભલ વાળાથી બચીને આવેલા ૪૦૦ બ્રાહ્મણ શરણાર્થીઓને વસવા માટે ગામ આપ્યું હતું. બીજા મતાનુસાર ધંધુકા સોલંકી વંશના ધાંધીયુ, જેણે મૂળરાજ સોલંકીના વંશજની દીકરી સાથે લગ્ન કર્યા હતા, પરથી પડ્યું છે. ૧૨મી સદીમાં ધંધુકા હેમચંદ્રાચાર્યના જન્મ સ્થળ તરીકે પ્રખ્યાત બન્યું. કુમારપાળે તેમના જન્મસ્થાને મંદિર બનાવ્યું હતું. મુસ્લિમ તેમજ મરાઠા શાસન દરમિયાન ધંધુકા એક નગર બની રહ્યું અને ધોળકા સાથે જોડાયેલ રહ્યું. ઇ.સ. ૧૮૦૨માં ધોળકાની સાથે ધંધુકા બ્રિટિશ શાસન હેઠળ આવ્યું.[૧]
મહત્વના સ્થળો
ફેરફાર કરોધંધુકામાં પૌરાણીક દરવાજાઓ જેવાં કે મોઢવાડાનો દરવાજો, અમ્બાપુરા દરવાજા વગેરે આવેલ છે. અહીં ભવાની વાવ આવેલ છે. વાવમાં ભવાની માનું મંદીર આવેલ છે, જ્યાં દર રવિવારે તથા પુનમના દિવસે લોકોની ભીડ જોવા મળે છે. ધંધુકાથી ૨ કિ.મી દુર રાયણુ વાળા મેલડી માતાનું મંદીર આવેલ છે તથા નજીકમાં બાલા હનુમાનજીનું મંદિર આવેલું છે. જ્યાં નજીકમાં નર્મદા કેનાલ પસાર થાય છે. જયારે રોજકા રોડ ઉપર શર મુબારકની (પીર મહેમુદશાહ બુખારી) દરગાહ શરીફ આવેલ છે.તેમજ રોજકા મુકામે બુટ ભવાની માતાજી નું પ્રાચીન મંદિર આવેલ છે. ધંધુકા-બરવાળા રોડ ખાતે એક ઘરડા ઘર આવેલ છે, જેનું ઉદ્દઘાટન સંત શ્રી પુનિત મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું.
જાણીતા વ્યક્તિઓ
ફેરફાર કરોધંધુકા મહાન જૈન આચાર્ય મુનિ હેમચંદ્રાચાર્યની જન્મભૂમિ છે તથા સંત પુનિત મહારાજ જેવા મહાન સંત આ ભુમી પર થઈ ગયા છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Gazetteer of the Bombay Presidency: Ahmedabad. Government Central Press. ૧૮૭૯. પૃષ્ઠ ૩૩૪–૩૩૫.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |