વૌઠા

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

વૌઠા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા ધોળકા તાલુકામાં આવેલું એક ગામ છે. વૌઠા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

વૌઠા
—  ગામ  —
વૌઠાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°39′34″N 72°32′13″E / 22.659403°N 72.536952°E / 22.659403; 72.536952
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમદાવાદ
તાલુકો ધોળકા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી , પશુપાલન
મુખ્ય પાકો ઘઉં, બાજરી, કપાસ, દિવેલી , શાકભાજી
સવલતો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દુધની ડેરી

વૌઠાનો મેળો

ફેરફાર કરો

વૌઠા ગામ પાસે સાબરમતી, હાથમતી, મેશ્વો, ખારી, વાત્રક, શેઢી અને માઝુમ એમ સાત નદીઓના પાણી એક સાથે વહે છે, જેને સપ્તસંગમ કહેવાય છે. દર વર્ષે ત્યાં કારતક સુદ અગીયારસથી કારતક સુદ પુનમ સુધી પાંચ દિવસનો ખુબ જ મોટો અને પ્રસિધ્ધ મેળો ભરાય છે, જ્યાં ગુજરાતની ગ્રામ્ય સંસ્કૃતિનાં દર્શન થાય છે. આ ભાતીગળ મેળો માણવા વિદેશીઓ પણ આવે છે. આ મેળો તેમાં થતા વિશિષ્ટ ગધેડાંના વેપારને કારણે પણ ખુબ પ્રખ્યાત છે.

ધોળકા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન