સુધા મૂર્તિ
સુધા મૂર્તિ ભારતીય ઇજનેરી શિક્ષક છે તથા કન્નડ અને અંગ્રેજી ભાષાના લેખક છે.
સુધા મૂર્તિ | |
---|---|
જન્મ | ૧૯ ઓગસ્ટ ૧૯૫૦ શિગગાંવ |
અભ્યાસ સંસ્થા |
|
કાર્યો | How I Taught My Grandmother to Read |
જીવન સાથી | N. R. Narayana Murthy |
પુરસ્કારો |
|
સુધા મૂર્તિએ તેમની વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં કરી હતી. તે ઈન્ફોસિસ ફાઉન્ડેશનના અધ્યક્ષ અને ગેટ્સ ફાઉન્ડેશનની જાહેર આરોગ્ય સંભાળની પહેલના સભ્ય છે. [૧] [૨] તેમણે અનેક અનાથાલયોની સ્થાપના કરી, ગ્રામીણ વિકાસના પ્રયત્નોમાં ભાગ લીધો, કર્ણાટકની તમામ સરકારી શાળાઓને કમ્પ્યુટર અને પુસ્તકાલયની સુવિધા પ્રદાન કરવાના આંદોલનને સમર્થન આપ્યું, અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં ''ધ મૂર્તિ ક્લાસિકલ લાઇબ્રેરી ઓફ ઈન્ડિયા''ની સ્થાપના કરી. [૩] [૪] [૫] મૂર્તિએ કર્ણાટકની તમામ શાળાઓમાં કમ્પ્યુટર અને પુસ્તકાલયની સુવિધાઓ દાખલ કરવાનું એક સાહસિક કદમ ઉઠાવ્યું. તેમને ૧૯૯૫ માં બેંગ્લોર ખાતે રોટરી ક્લબ દ્વારા "બેસ્ટ ટીચર એવોર્ડ" થી સન્માનિત કરવામાં આવ્યા હતા. મૂર્તિ તેમના સામાજિક કાર્ય અને કન્નડ અને અંગ્રેજીમાં સાહિત્યમાં ફાળો આપવા માટે જાણીતા છે. ડોલર વહુ એ તેમની મૂળ કન્નડામાં લખાયેલી અને બાદમાં અંગ્રેજીમાં અનુવાદિત થયેલી લોકપ્રિય નવલકથા છે જે ૨૦૦૧માં જી ટીવી દ્વારા એક ધારાવાહિકના તરીકે રજૂ કરવામાં આવી હતી.[૬] સુધા મૂર્તિએ મરાઠી ફિલ્મ ''પિતૃઋણ'' અને કન્નડ ફિલ્મ ''પ્રાર્થના''માં પણ કામ કર્યું છે. તેઓ કૌન બનેગા કરોડપતિ સીઝન ૧૧માં પણ જોવા મળ્યા હતા.
પ્રારંભિક જીવન અને શિક્ષણ
ફેરફાર કરોસુધા મૂર્તિનો જન્મ ૧૯ ઓગસ્ટ ૧૯૫૦ના રોજ કર્ણાટકના જમખંડી જિલ્લાના સવલાગી ગામે પિતા ડૉ આર.એચ. કુલકર્ણી અને માતા વિમલા કુલકર્ણીને ત્યાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનો ઉછેર તેના માતાપિતા તથા નાનાનાની દ્વારા કરવામાં આવ્યો હતો. બાળપણના આ અનુભવો તેના પ્રથમ નોંધપાત્ર પુસ્તક ''હાઉ આઈ ટોટ માય ગ્રાન્ડમાધર ટુ રીડ, વાઇઝ એન્ડ અધરવાઇઝ'' નો આધાર બન્યા હતા.[૭] મૂર્તિએ બી.વી.બી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીમાંથી ઈલેક્ટ્રીકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ વિષયમાં પ્રથમ સ્થાન મેળવી કર્ણાટકના મુખ્યમંત્રીને હસ્તે ગોલ્ડ મેડલ મેળવ્યો. ઉપરાંત ભારતીય વિજ્ઞાન સંસ્થામાંથી કમ્પ્યુટર સાયન્સમાં અનુસ્નાતક અભ્યાસમાં પ્રથમ સ્થાન મેળવી ભારતીય ઈજનેરી સંસ્થામાંથી સુવર્ણ ચંદ્રક મેળવ્યો. [૮]
કારકિર્દી
ફેરફાર કરોસુધા મૂર્તિ ભારતની સૌથી મોટી ઓટો ઉત્પાદક ટાટા એન્જિનિયરિંગ અને લોકોમોટિવ કંપની (ટેલકો) ખાતે પ્રથમ મહિલા એન્જિનિયર તરીકે પસંદગી પામ્યાં. તેઓ કંપનીની પૂણે ખાતેની ઓફિસમાં ડેવલપમેન્ટ એન્જિનિયર તરીકે જોડાયા. બાદમાં મુંબઈ અને જમશેદપુર ખાતે પણ કામ કર્યું. તેણે કંપનીના અધ્યક્ષને પોસ્ટકાર્ડ લખીને ટેલ્કો ખાતે લિંગભેદના પક્ષપાતની ફરિયાદ કરી હતી. પરિણામે, તેમને એક વિશેષ ઇન્ટરવ્યૂ દ્વારા નોકરીમાં લેવામાં આવ્યા. બાદમાં તેમણે પુણે ખાતે વોલચંદ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝમાં સિનિયર સિસ્ટમ્સ એનાલિસ્ટ તરીકે જોડાયાં.
૧૯૯૬માં, તેમણે ઇન્ફોસીસ ફાઉન્ડેશનની શરૂઆત કરી અને આજ સુધી ઇન્ફોસીસ ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને બેંગ્લોર યુનિવર્સિટીના પીજી સેન્ટરમાં વિઝિટિંગ પ્રોફેસર રહી ચૂક્યા છે. તેમણે ક્રાઈસ્ટ યુનિવર્સિટી ખાતે પણ અધ્યાપન કાર્ય કર્યું હતું.[૯] તેમના ઘણા પુસ્તકો પ્રકાશિત થયા છે, જેમાંના બે પ્રવાસ, બે તકનીકી પુસ્તકો, છ નવલકથાઓ અને ત્રણ શૈક્ષણિક પુસ્તકો છે.
પુરસ્કાર અને સન્માન
ફેરફાર કરો- એન્જિનિયરિંગની તમામ શાખાઓની એમટેકમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરવા બદલ ભારતના ભારતીય ઇજનેરોના ગોલ્ડ મેડલ
- કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી દેવરાજ ઉર્સ તરફથી કર્ણાટકની તમામ યુનિવર્સિટીઓનાં એન્જિનિયરિંગના બી.ઇ.માં સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરવા બદલ ગોલ્ડ મેડલ
- એસએસએલસીમાં સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરવા બદલ કેશ એવોર્ડ
- કર્ણાટકની યુનિવર્સિટી પરીક્ષાઓમાં પ્રથમ સ્થાને રહેવા માટે સીએસ દેસાઇ ઇનામ
- કર્ણાટકના ઉત્કૃષ્ટ એન્જિનિયરિંગ વિદ્યાર્થી હોવા બદલ કર્ણાટક સરકાર તરફથી યુવા સેવા વિભાગનું ઇનામ
- ૧૯૯૫: રોટરી ક્લબ ઓફ બેંગ્લુરુ તરફથી શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ
- પબ્લિક રિલેશન સોસાયટી દ્વારા ઇન્ડિયા સામાજિક સેવા બદલ રાષ્ટ્રીય એવોર્ડ
- કન્નડમાં તેના તકનીકી પુસ્તક માટે 'અત્તિમાબ્બે'' પુરસ્કાર
- રોટરી દક્ષિણ હુબલી દ્વારા ઉત્તમ સમાજ સેવા માટે એવોર્ડ.
- ૨૦૦૦: સાહિત્ય અને સામાજિક કાર્ય ક્ષેત્રે સિદ્ધિ બદલ 'કર્ણાટક રાજ્યોત્સવ' વર્ષ ૨૦૦૦ નો રાજ્ય પુરસ્કાર
- ૨૦૦૦: વર્ષ ૨૦૦૦ માટે ઉત્તમ સામાજિક કાર્ય માટે 'ઓજસ્વિની' એવોર્ડ
- 'મિલેનિયમ મહિલા શિરોમણિ' એવોર્ડ
- ચેન્નાઈમાં શ્રી રાજા-લક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા ૨૦૦૪ રાજા-લક્ષ્મી એવોર્ડ
- ૨૦૦૬: સાહિત્યનો આર.કે. નારાયણ પુરસ્કાર.
- ૨૦૧૧: મૂર્તિને ભારતમાં ( કાનૂની શિક્ષણના પ્રસાર અને શિષ્યવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે તેમના યોગદાન બદલ માનદ એલ.એલ.ડી. (ડોક્ટર ઓફ લો)ની પદવીથી સન્માનિત કરાયાં. [૧૦]
- ૨૦૧૩: નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિને બાસવેશ્વરા મેડિકલ કોલેજ સભાગૃહમાં સમાજમાં ફાળો આપવા બદલ ''બસાવા શ્રી'' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. બાસવા શ્રી એવોર્ડમાં તકતી અને એક લાખનો ચેક આપવામાં આવ્યો છે, સુધા મૂર્તિએ એવોર્ડની રકમ એક અનાથાશ્રમને દાન કરી દીધી. [૧૧]
- ૨૦૧૮: મૂર્તિને ક્રોસવર્ડ-રેમન્ડ બુક એવોર્ડ્સ પર લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો.
- ૨૦૧૯: સુધા મૂર્તિને ટેલિવિઝન તરફથી "હેમ્મેયા-કન્નડિગા" એવોર્ડ મળ્યો.
- ૨૦૧૯: આઈઆઈટી કાનપુર દ્વારા તેમને ડોક્ટર ઓફ સાયન્સની માનદ પદવી એનાયત કરાઈ.
- ભારત સરકાર દ્વારા તેમને ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક એવોર્ડ "પદ્મ શ્રી" એનાયત કરવામાં આવ્યો છે. [૧૨]
અંગત જીવન
ફેરફાર કરોસુધા મૂર્તિએ પૂણેના ટેલ્કોમાં એન્જિનિયર તરીકે નોકરી કરતી વખતે એનઆર નારાયણ મૂર્તિ સાથે લગ્ન કર્યા હતા. [૧૩] દંપતીને અક્ષતા અને રોહન નામના બે બાળકો છે. તેની પુત્રી અક્ષતાએ બ્રિટિશ ભારતીય સ્ટેનફોર્ડના તેના ક્લાસમેટ ઋષિ સુનાક સાથે લગ્ન કર્યા. તે યુકેમાં ચેરિટીમાં સામેલ હેજ-ફંડમાં ભાગીદાર છે. [૧૪]
સામાજિક પ્રવૃત્તિ
ફેરફાર કરોમૂર્તિની ઈન્ફોસિસ ફાઉન્ડેશન એક સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ છે જેની સ્થાપના ૧૯૯૬માં કરવામાં આવી હતી અને મૂર્તિ ટ્રસ્ટીઓમાંના એક છે. ફાઉન્ડેશન દ્વારા તેમણે પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૨૩૦૦ મકાનો બનાવ્યા છે. મૂર્તિના સામાજિક કાર્યોમાં આરોગ્ય, શિક્ષણ, મહિલા સશક્તિકરણ, જાહેર આરોગ્ય, કલા અને સંસ્કૃતિ અને તળિયા સ્તરે ગરીબી નિવારણ આવરી લેવામાં આવ્યા છે. દરેક શાળા માટે પુસ્તકાલયની તેમની દીર્ઘદ્રષ્ટિને પરિણામ અત્યાર સુધીમાં ૭૦,૦૦૦ પુસ્તકાલયો સ્થાપવામાં આવ્યા છે. ઉપરાંત બેંગલુરુ શહેરમાં તેમજ ગ્રામીણ વિસ્તારોમાં ૧૬૦૦૦થી પણ વધુ જાહેર શૌચાલયો બનાવવા મદદ કરી રહી છે. તમિલનાડુ અને આંદામાનમાં સુનામી, કચ્છ - ગુજરાતનો ભૂકંપ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશમાં વાવાઝોડા અને પૂર અને કર્ણાટક અને મહારાષ્ટ્રમાં દુષ્કાળ જેવી રાષ્ટ્રીય કુદરતી આફતો સમયે પણ રાહત સામગ્રી પૂરી પાડી છે. [ સંદર્ભ આપો ]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Ratan Tata, Rahul Dravid on Gates Foundation board સંગ્રહિત ૨૨ મે ૨૦૧૩ ના રોજ વેબેક મશિન. tata.com (15 July 2003). Retrieved on 8 December 2011.
- ↑ Gates Foundation's AIDS initiative launched સંગ્રહિત ૨૦૦૩-૧૨-૩૧ ના રોજ વેબેક મશિન. The Hindu (6 December 2003). Retrieved on 8 December 2011.
- ↑ Sudha Murthy: Humility personified. Business-standard.com (23 January 2011). Retrieved on 8 December 2011.
- ↑ Vinita Chaturvedi (18 October 2011) I'm enjoying my acting stint: Sudha Murthy સંગ્રહિત ૨૦૧૩-૧૨-૦૨ ના રોજ વેબેક મશિન. Times of India.
- ↑ Home | The Murthy Classical Library of India. Murtylibrary.com. Retrieved on 31 May 2013.
- ↑ Arshiya Kapadia (30 September 2001) The million-dollar name behind Dollar Bahu. Tribuneindia.com. Retrieved on 8 December 2011.
- ↑ About Mrs. Narayan Murthy સંગ્રહિત ૨૦૧૩-૦૫-૧૯ ના રોજ વેબેક મશિન. Nipun.charityfocus.org (10 February 1978). Retrieved on 8 December 2011.
- ↑ Sudha Murthy | The Woman Behind | Narayan Murthy Wife સંગ્રહિત ૧૫ જુલાઇ ૨૦૧૨ ના રોજ archive.today. Living.oneindia.in (17 August 2011). Retrieved on 8 December 2011.
- ↑ "Presenting Harmony's silvers – sparkling lives, success stories, accounts of endurance, courage, grit and passion". harmonyindia.org. મૂળ માંથી 24 September 2015 પર સંગ્રહિત. મેળવેલ 2 December 2015.
- ↑ Santosh Hegde, Sudha Murthy to be conferred honorary doctorate. Deccanherald.com. 1 March 2010.
- ↑ Narayana Murthy, Sudha Receive Basava Shree Award સંગ્રહિત ૨૦૧૬-૦૩-૦૪ ના રોજ વેબેક મશિન. newindianexpress.com. 3 February 2014.
- ↑ "Indian Institute of Technology Kanpur 52nd Convocation" (PDF). IIT Kanpur 52nd convocation.
- ↑ JRD's words inspired me in philanthropy: Sudha Murthy સંગ્રહિત ૨૨ મે ૨૦૧૩ ના રોજ વેબેક મશિન. tata.com (23 October 2002). Retrieved on 8 December 2011.
- ↑ Raggi Mudde (1 October 2007) The Philanthropist and Infoscion – Sudha Murty. Karnataka.com. Retrieved on 31 May 2013.