સુપાર્શ્વનાથ ( સંસ્કૃત: सुपार्श्वनाथ Suparśvanātha ) વર્તમાન યુગના (અવસર્પિણીકાળ) સાતમા જૈન તીર્થંકર છે. તેમનો જન્મ જેઠ સુદ બારસના દિવસે વારાણસીમાં ઈક્ષ્વાકુ કુળના રાજા પ્રતિષ્ઠ અને રાણી પૃથ્વીને ઘેર થયો હતો. તેમને ફાગણ વદ છઠ્ઠના દિવસે શિખરજી પાસે મોક્ષ પ્રાપ્ત કર્યો હતો .

સુપાર્શ્વનાથ
૭મા જૈન તીર્થંકર
સુપાર્શ્વનાથ
સુપાર્શ્વનાથની મૂર્તિ
ધર્મજૈન ધર્મ
પુરોગામીપદ્મપ્રભ
અનુગામીચંદ્રપ્રભ
પ્રતીકસ્વસ્તિક
ઊંચાઈ૨૦૦ ધનુષ્ય (૬૦૦ મીટર)
ઉંમર૨,૦૦,૦૦૦ પૂર્વ (141.12 Quintillion years)
વર્ણસુવર્ણ
વ્યક્તિગત માહિતી
આવિર્ભાવ
દેહત્યાગ
માતા-પિતા
  • પ્રતિષ્ઠ (પિતા)
  • પૃથ્વી (માતા)

જૈન જીવનચરિત્ર

ફેરફાર કરો

સંસારત્યાગ પહેલાં જીવન

ફેરફાર કરો

સુપાર્શ્વનાથ વર્તમાન યુગ ( અવસર્પિણીકાળ )ના સાતમા જૈન તીર્થંકર છે. [] તેમનો જન્મ જેઠ સુદ બારસના દિવસે વારાણસીમાં ઈક્ષ્વાકુ કુળના રાજા પ્રતિષ્ઠ અને રાણી પૃથ્વીને ઘેર થયો હતો. [] સુપર્શ્વનાથના જન્મના સ્મરણાર્થે વારાણસીના ભદૈનીમાં સુપાર્શ્વનાથમા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. [] [] સુપાર્શ્વનાથના જન્મના નવ મહિના પહેલા, મહારાણી પૃથ્વીએ સોળ શુભ સપના જોયા હતા. [] સુપાર્શ્વનાથ ૫ લાખ પૂર્વ વર્ષ યુવાનીમાં ગાળ્યો અને ૧૪ લાખ પૂર્વ અને ૨૦ પૂર્વાંગ જેટલા સમયમાં સાશન કર્યું. [] તેમના પિતા રાજા પ્રતિષ્ઠ પછી તેમણે શાસન કર્યું હતું અને લગ્ન કર્યા. તેમણે રાજ્ય બાબતો હાથ ધરી અને પ્રજાના સુખની સારી સંભાળ રાખી. []

સંસારત્યાગ

ફેરફાર કરો

જૈન દંતકથાઓ અનુસાર, તેમણે ઝાડના પાંદડા ખરતા અને ફૂલોને કરમાતા જોઈ, પોતાના દુન્યવી સાંસારિક જીવનનો ત્યાગ કર્યો. તેમણે પોતાનું રાજ્ય તેમના પુત્રને સોંપ્યું અને જૈન સન્યાસી બન્યા. ૯ મહિના પછી તેમણે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. ઘણા વર્ષો પછી જ્ઞાનનો પ્રસાર કર્યા બાદ, ફાગણ વદ છઠ્ઠના દિવસે સમ્મેત શિખરજી પાસે તેઓ નિર્વાણ પામ્યા. [] []

જૈન ગ્રંથો અનુસાર બલ્લદત્ત સ્વામી તેમના મુખ્ય શિષ્ય હતા અને ૨૦ લાખ વર્ષ પછી તેઓ પણ નિર્વાણ પામ્યા. []

એક ઐતિહાસિક વ્યક્તિ તરીકે

ફેરફાર કરો

એવું કહેવામાં આવે છે કે યજુર્વેદમાં સુપાર્શ્વનાથનું નામ છે પણ તેનો અર્થ જુદો છે. તે ભગવાનનો એક વિશેષણ છે જેનો અર્થ છે "સર્વ-શુદ્ધ સ્વામી".

ખંડકના એક બૌદ્ધ ગ્રંથ, મહાવગ્ગ નામના પુસ્તક (૧. ૨૨ ૧૩),માં ગૌતમ બુદ્ધના સમયમાં રાજગૃહીમાં સુપાર્શ્વનાથના મંદિર હોવાનો ઉલ્લેખ છે. []

મથુરામાં એક જૂનો સ્તૂપ છે જેમાં ૧૫૭ સી.ઇ.માં એક શિલાલેખ લખેલો છે. આ શિલાલેખ નોંધે છે કે દેવતાઓ દ્વારા બાંધવામાં આવેલા આ સ્તૂપ પર તીર્થંકર અરનાથની એક છબી બાંધવામાં આવી હતી. જો કે, સોમેદેવ સૂરીએ યશષ્ઠિલકા અને જિનાપ્રભા સૂરીએ વિવિધ તીર્થ કલ્પમાં જણાવ્યું છે કે આ સ્તૂપ સુપાર્શ્વનથ માટે બાંધવામાં આવ્યો હતો. []

આચાર્ય સામંતભદ્ર રચિત સ્વયંભૂસ્તોત્ર ચોવીસ તીર્થંકરોની આરાધના છે. તેના પાંચ શ્લોકો સુપાર્શ્વનાથને સમર્પિત છે. []

સુપાર્શ્વનાથ નંદવ્રત (દિગંબર.) & સ્વસ્તિક (શ્વેતાંબર) પ્રતીક સાથે સંકળાયેલા છે. આ સાહે સિરિષ વૃક્ષ, વરણાંદીન (દિ.) અને માતંગ (શ્વે.) યક્ષ અને કાલિ (દિ.) અને શાંતા (શ્વે.) યક્ષી સાથે સંકળાયેલ છે . [] []

સાહિત્યમાં

ફેરફાર કરો

દેલવાડામાં ઈ.સ. ૧૪૨૨-૨૩ કાલ ખંડમાં , મોક્ખલના કાળ દરમ્યાન સુપાર્શ્વનાથ ચરીયમનું નિર્માણ થયું હતું. []

સંકેત ચિહ્ન

ફેરફાર કરો

સુપર્શ્વનાથ સામાન્ય રીતે પદ્માસન અથવા ક્યોત્સર્ગ મુદ્રામાં દર્શાવવામાં આવે છે. તેમની મૂર્તિઓ અને ચિત્રો તેમના શિર પર એક ઘણાં માથા ધરાવતો સર્પ ફેણ ધરી છત્ર કરતો દર્શાવે છે. [૧૦]

ફેણ ધારી સર્પનું ચિહ્ન તીર્થંકર સુપર્શ્વનાથ માટે વિશિષ્ટ નથી; ૨૩મા પાર્શ્વનાથના ના શિર પર પણ આ ચિહ્ન જોવા મળે છે, પરંતુ તેમાં નાનો તફાવત છે. [૧૦] સુપાર્શ્વનાથના નો શિરછત્ર ધારી સર્પના પાંચ માથા હોય છે જ્યારે પાર્શ્વનાથના ચિહ્નોમાં સાત (અથવા વધુ) માથાવાળો સર્પ જોવા મળે છે. ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાં ૫મી થી ૧૦મી સદી સુધી બનેલી સર્પ છત્ર ધરાવતી બંને તીર્થંકરોની મૂર્તિઓ મળી આવી છે. [૧૧] [૧૨]

પાર્શ્વનાથના શિર છત્ર ધારી સર્પના શરીરનો ગુંચળો તેમની પાછલ દર્શાવાય છે, પરંતુ સુપાર્શ્વનાથન સર્પ ચિહ્નને પ્રાય: તેમને માથે જ દેખાડવામાં આવે છે. તેમને ઓળખવા માટે તેમનું લાંછન એટલે કે સ્વસ્તિકનું તેમાના પગ નીચે કોતરવામાં આવે છે. [૧૩] [] [૧૪]

  • પાવાગઢ જૈન મંદિર
  • રાણકપુર ખાતે સુપાર્શ્વનાથ મંદિર
  • શ્રી માંડવાગઢ તીર્થ, માંડુ
  • સુપાર્શ્વનાથ જૈન મંદિર, ભદૈની
  • સુપાર્શ્વનાથ જૈન મંદિર, નરલાઈ : ૧૦૦૦ કરતાં વધુ વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. [૧૫]

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. Tukol 1980.
  2. Time of India & 4 Tirthankaras born in Varanasi.
  3. Singh 2009.
  4. Lodha 2013.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ ૫.૪ Jain 2015.
  6. ૬.૦ ૬.૧ ૬.૨ ૬.૩ Jain 2009.
  7. Tandon 2002.
  8. ૮.૦ ૮.૧ Titze 1998.
  9. Neeraj & Nīraja 1991.
  10. ૧૦.૦ ૧૦.૧ Cort 2010.
  11. Harvard & Tirthankara Suparsvanatha.
  12. Pal, Huyler & Cort 2016.
  13. Harrell 2003.
  14. Shah 1987.
  15. Mehta 1970.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો