સુમાલી
સુમાલી એ રામાયણમાં રામના મુખ્ય શત્રુ રાવણનો નાના હતો. તે રાક્ષસ કુળનો એક રાજા હતો.
સુમાલી | |
---|---|
માહિતી | |
કુટુંબ | મલ્યવાન (ભાઇ) |
બાળકો | કૈકાસી (પુત્રી અને ૧૩ અન્ય બાળકો) |
રાક્ષસ સુકેશના ત્રણ પુત્રો હતા - માલ્યવાન, સુમાલી અને માલી. સુમાલી તેનોઇ વચલો પુત્ર હતો. સુમાલીએ તેનાં ભાઈઓએ સાથે મળી બ્રહ્મ દેવની તપસ્યા કરી અને એવું વરદાન પ્રાપત કર્યું કે તે ત્રણે ભાઈઓ વચ્ચેનો ભાઈચારો કદી ભંગ થાય નહિ અને તેમને કોઈ હરાવી શકે નહિ. આ અવ્રદાન પ્રાપત કર્યા બાદ તેઓએ દરેક દૈત્ય અને અદૈત્ય પર વિજય મેળવ્યો. આવી શક્તિ સાથે તેઓએ વિશ્વકર્માને તેમની માટે એક શહેર (લંકા) બનાવવા માટે કહ્યું. લંકાના નિર્માણ પછી તેઓ લંકામાં વૈભવથી રહેવા લાગ્યા. ત્યાર બાદ અમુક સમયે તેઓ દેવો દ્વારા પરાજિત થયા અને વિષ્ણુએ સુમાલીને હણ્યો.
સુમાલીની પત્નીનું નામ કેતુમતી હતું. તેના થકી તેને ૧૦ પુત્રો - પ્રહસ્ત, અકંપન, વિકટ, કલિકાઅમુખ, ધુમરાક્ષ, દંડ, સુપાર્શ્વ, સંઘ્રાદિ, પ્રઘાસ, બરકર્ણ અને ચાર પુત્રીઓ - રાકા, પુષ્પોત્યતા, કૈકસી અને કુંભીનાશી પ્રાપ્ત થયા હતા. કૈકસીના લગ્ન વિશ્રવ નામના સાધુ સાથે થયા અને તેમના પુત્ર રાવણએ લંકા ફરી પાછી મેળવી. કૈકસીના અન્ય સંતાનો હતા - કુંભકર્ણ અને વિભિષણ. તેને શુર્પણખા નામે એક પુત્રી પણ હતી.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |