સુરત મેટ્રો એ ભારતના ગુજરાત રાજ્યના સુરત શહેરમાં સુરત માટે નિર્માણાધીન ઝડપી પરિવહન રેલ વ્યવસ્થા છે. ૧૮ જાન્યુઆરી ૨૦૨૧થી ૪૦.૩૫ કિલોમીટરની સંયુક્ત લંબાઈ ધરાવતા બે કોરિડોરનું બાંધકામ ચાલી રહ્યું છે.[]આ પ્રોજેક્ટ ડિસેમ્બર ૨૦૨૭ સુધીમાં ₹૧૨,૦૦૦ કરોડના અંદાજિત ખર્ચે પૂર્ણ થવાની ધારણા છે.[]

ઓગસ્ટ ૨૦૧૨માં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) એ મેટ્રો પ્રોજેક્ટ માટે ચાર રેલમાર્ગોનો પ્રસ્તાવ મૂક્યો હતો. [] [] ગુજરાત સરકારે જાન્યુઆરી ૨૦૧૭માં આ પૈકી બે કોરિડોરને મંજૂરી આપી હતી.

કેન્દ્ર સરકારે ૧૧ માર્ચ ૨૦૧૯ના રોજ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી.[] તેનો અમલ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કરવામાં આવશે. તેનું ધિરાણ મુખ્યત્વે ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી ૫૦:૫૦ના ધોરણે ઇક્વિટી અને દ્વિપક્ષીય/બહુપક્ષીય એજન્સીઓ પાસેથી લોન દ્વારા કરવામાં આવશે. [] ફ્રાંસ વિકાસ એજન્સી પ્રોજેક્ટ માટે ૨૫૦ મિલિયન યુરો ધિરાણ આપવા માટે પ્રતિબદ્ધ છે, જે અંગે ૨૮ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ એક ડીલ નક્કી થઈ હતી. [] પ્રોજેક્ટ માટે ૯ માર્ચ ૨૦૧૯ના રોજ જાહેર રોકાણ બોર્ડ(PIB)એ ૧૨,૦૦૦ crore (US$૧.૬ billion) મંજૂર કર્યા. [] ૧૭ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ, જર્મની ડેવલપમેન્ટ બેંક KfW અને ભારત સરકારે પ્રોજેક્ટ માટે €442.26 મિલિયનના લોન કરાર પર હસ્તાક્ષર કર્યા. []

જૂન ૨૦૨૦માં તબક્કા-૧ માટે બાંધકામની અરજીઓ મંગાવવામાં આવી હતી.[૧૦]

આ પ્રોજેક્ટનો પાયો ૧૮ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ વડાપ્રધાનનરેન્દ્ર મોદી દ્વારા નાખવામાં આવ્યો હતો.[] બાંધકામ ૨૦૨૪ના અંત સુધીમાં પૂર્ણ થવાની ધારણા હતી. પરંતુ તેને મંદી અને કામમાં આવતા વિલંબને કારણે ડિસેમ્બર ૨૦૨૭માં ઠાલવવામાં આવી છે.

રૂટ નેટવર્ક

ફેરફાર કરો

તબક્કો ૧

ફેરફાર કરો

કોરિડોર સરથાણા, વરાછાથી ડ્રીમ સિટી (૨૨ કિલોમીટર) અને ભેસન ડેપોથી સરોલી (૧૮ કિલોમીટર) સુધી રાખવામાં આવ્યો છે. સરથાના-ડ્રીમ સિટી કોરિડોરમાં ૨૦ સ્ટેશન હશે અને ભેસન-સરોલી કોરિડોરમાં ૧૮ સ્ટેશન હશે.

મંજૂર થયેલા ૪૦ કિલોમીટરના કોરિડોરમાંથી ૩૩ કિલોમીટર (૨૧ માઇલ) એલિવેટેડ હશે, જ્યારે ૭ કિલોમીટર (૪.૩ માઇલ) ભૂગર્ભ હશે.

પ્રથમ તબક્કામાં ૨૦ મેટ્રો સ્ટેશન પ્રથમ કોરિડોર સરથાનાથી ડ્રીમ સિટી રૂટ (રેડ લાઇન) પર અને ૧૮ મેટ્રો સ્ટેશન ભેસનથી સરોલી (ગ્રીન લાઇન) બીજા કોરિડોર પર બનાવવામાં આવશે.[૧૧]

લીટીનું નામ ટર્મિનલ લંબાઈ સ્ટેશનો
લાલ રેખા સરથાણા ડ્રીમ સિટી ૨૧.૬૧ કિમી  ૨૦
ગ્રીન લાઇન ભેસન સરોલી ૧૮.૭૪ કિમી  ૧૮
કુલ ૪૦.૩૫ કિમી  ૩૮

આ પણ જુઓ

ફેરફાર કરો

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ "'Very important gifts for Ahmedabad, Surat': PM Modi launches metro rail projects in Gujarat". www.timesnownews.com (અંગ્રેજીમાં). 2021-01-18. મેળવેલ 2024-05-31.
  2. Gupta, Mayank (12 July 2023). "Surat Metro: Phase I to Start Operations in Dec 2027, Check Route, Distance, Stations and More". News18 (અંગ્રેજીમાં). મેળવેલ 12 July 2023.
  3. "SMC to check feasibility of four Metro routes".
  4. "Narendra Modi announces state's approval to Surat Metro train project". DeshGujarat.com. 11 August 2012. મેળવેલ 1 January 2013.
  5. "DPR approved by Union govt". મેળવેલ 2019-03-11.[હંમેશ માટે મૃત કડી]
  6. "Surat metro will have 2 corridors". મેળવેલ 10 March 2019.
  7. "AFD to Lend €250 million for Surat Metro Phase 1 Project". The Metro Rail Guy (અંગ્રેજીમાં). 2020-05-01. મેળવેલ 2020-05-02.
  8. "PIB has approved the DPR of Surat Metro". 7 March 2019. મેળવેલ 2019-03-08.
  9. "India, Germany Development Bank sign 442.26 mn loan pact for Surat Metro Rail Project". The Economic Times. મેળવેલ 17 December 2021.
  10. "First Construction bids invited for phase 1 corridor of Surat Metro project". www.urbantransportnews.com. મૂળ માંથી 2020-06-07 પર સંગ્રહિત.
  11. "Surat Metro – Information, Route Maps, Fares, Tenders & Updates". The Metro Rail Guy (અંગ્રેજીમાં). મેળવેલ 2024-05-31.