હઠીસિંહનાં દેરાં, કે જે હઠીસિંહની વાડી પણ કહેવાય છે, તે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના શહેર અમદાવાદમાં આવેલાં જૈન દેરાસરો છે. તેનું નિર્માણ ઇ.સ. ૧૮૪૮માં કરાવવામાં આવ્યું હતું.[]

હઠીસિંહનાં દેરા
હઠીસિંહનાં દેરા
ધર્મ
જોડાણજૈન
દેવી-દેવતાભગવાન ધર્મનાથ
તહેવારોમહાવીર જયંતી
સ્થાન
સ્થાનઅમદાવાદ, અમદાવાદ જિલ્લો, ગુજરાત
હઠીસિંહનાં દેરાં is located in ગુજરાત
હઠીસિંહનાં દેરાં
ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ23°02′28″N 72°35′23″E / 23.041088°N 72.589611°E / 23.041088; 72.589611
સ્થાપત્ય
નિર્માણકારપ્રેમચંદ સલાટ[]
સ્થાપના તારીખ૧૮૪૮
બાંધકામ ખર્ચ૮ લાખ[][]
મંદિરો

ધનવાન જૈન નગરશેઠ હઠીસિંહ દ્વારા ઇસવીસન ૧૮૪૮માં આ દેરાંનું બાંધકામ કરવાની યોજના કરવામાં આવી હતી, પણ તેમનું ૪૯ વર્ષે અવસાન થયું.[] ત્યારબાદ તેમનાં પત્ની શેઠાણી હરકુંવરબાઈ દ્વારા તેનું બાંધકામ ૮ લાખ રૂપિયા (તે સમયની જંગી રકમ) વડે પૂર્ણ કરવામાં આવ્યું.[] આ જૈન મંદિરમાં ૧૫મા તીર્થંકર ધર્મનાથ મૂળનાયક છે.

આ દેરાંનું નિર્માણ ગુજરાતના દુષ્કાળ વખતે કરવામાં આવ્યું હતું જેથી બે વર્ષ દરમિયાન કારીગરોને રોજગાર મળી રહ્યો હતો.[] અત્યારે દેરાંની સારસંભાળ હઠીસિંહ ફેમિલી ટ્રસ્ટ વડે કરવામાં આવે છે.

સ્થાપત્ય

ફેરફાર કરો
 
૧૮૮૦માં હઠીસિંહનાં દેરા

આ દેરાંના સ્થપતિ પ્રેમચંદ સલાત હતા.[]

મુખ્ય સ્થાપત્ય બે માળનું છે. તેમાં મૂળનાયકની પ્રતિમા જૈન ધર્મના ૧૫મા તીર્થંકર ધર્મનાથની છે. મંદિરનું મૂળ સ્થાપત્ય ૧૧ ભગવાનોની પ્રતિમા ધરાવે છે, જે પૈકી ૬ પ્રતિમા ભોંયરામાં જ્યારે ૫ પ્રતિમા ત્રણ અટારીમાં છે.[] મુખ્ય શિખર પૂર્વ દિશામાં છે અને મંદિર કોતરણીવાળા ૧૨ સ્તંભોના ટેકા પર રહેલ ગુંબજથી ઢંકાયેલું છે. વધારામાં, ત્યાં ૫૨ દેવલકુલિકાઓ આવેલી છે જેમાં પ્રત્યેકમાં એક તીર્થંકરની પ્રતિમા છે.[]

મંદિરના પરિસરમાં ચિતૌડના કિર્તીસ્તંભ અને જૈન માનસ્તંભથી પ્રેરિત એક વિશિષ્ટ માનસ્તંભ આવેલો છે જે ૬ માળ ઊંચો છે અને મહાવીર સ્વામીની પ્રતિમા ધરાવે છે.[] આ દેરાં વરસાદી પાણીના સંગ્રહ માટેના બાંધકામ માટે પણ જાણીતાં છે.[]

સ્થાપત્ય અને કોતરણી માટે પ્રખ્યાત એવાં આ દેરાસરો અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં આવેલા છે.

  1. "Hathisinh Jain Temple". Gujarat Tourism. 22 September 2009. મૂળ માંથી 28 સપ્ટેમ્બર 2011 પર સંગ્રહિત. મેળવેલ 3 January 2012.
  2. Pandya, Yatin (18 October 2011). "Hathisinh Jain temple: A creative realism". DNA (Daily News & Analysis). મેળવેલ 3 January 2011.
  3. Gazetteer of the Bombay Presidency: Ahmedabad. Government Central Press. 1879. પૃષ્ઠ 282.
  4. Tourism, Gujarat. "Hutheesing Jain Temple". મૂળ માંથી 28 સપ્ટેમ્બર 2011 પર સંગ્રહિત. મેળવેલ 8 June 2013.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ ૫.૪ ૫.૫ ૫.૬ Varadarajan, J. (2015-07-16). "Hutheeseing Mandir, a charming amalgam". The Hindu (અંગ્રેજીમાં). ISSN 0971-751X. મેળવેલ 2020-11-29.
  6. "Hutheesing Jain Temple | Things to do | Ahmedabad | Ahmedabad Metropolitan | Tourism Hubs | Home | Gujarat Tourism". web.archive.org. 2011-09-28. મૂળમાંથી અહીં સંગ્રહિત 2011-09-28. મેળવેલ 2020-11-29.CS1 maint: bot: original URL status unknown (link)