હોન્ડુરાસ
હોન્ડુરાસ (pronounced /hɑnˈdʊrəs/ (deprecated template), Spanish: República de Honduras, pronounced: [reˈpuβlika ðe onˈduɾas]) એ મધ્ય અમેરિકામાં આવેલો એક પ્રજાસત્તાક દેશ છે. બ્રિટિશ હોન્ડુરાસ (હવે બેલિઝ)થી અલગ રીતે ઓળખાવા માટે પહેલાં તે સ્પેનિશ હોન્ડુરાસ તરીકે જાણીતો હતો.[૪] આ દેશની પશ્ચિમ સીમા પર ગ્વાટેમાલા છે, નૈર્ઋત્યમાં અલ સાલ્વાદોર છે, આગ્નેય દિશામાં નિકારાગુઆ છે, દક્ષિણે ફોન્સેકાના અખાત થકી પ્રશાંત મહાસાગર છે, અને ઉત્તરે હોન્ડુરાસનો અખાત, કૅરેબિયન સમુદ્રમાં વિશાળ ખાડી થકી ભળે છે.
Republic of Honduras República de Honduras (Spanish) | |
---|---|
ધ્વજ
| |
સૂત્ર: "Libre, Soberana e Independiente" (Spanish) "Free, Sovereign and Independent" | |
રાષ્ટ્રગીત: National Anthem of Honduras | |
રાજધાની | Tegucigalpa |
સૌથી મોટું શહેર | capital |
અધિકૃત ભાષાઓ | Spanish |
માન્ય પ્રાદેશિક ભાષાઓ | Garifuna, English, Miskito,and other indigenous languages. |
વંશીય જૂથો | 90% Mestizo mixture of white and american indian 7% Amerindian 2% Black 1% White |
લોકોની ઓળખ | Honduran |
સરકાર | Constitutional republic |
Porfirio Lobo Sosa | |
María Antonieta de Bográn | |
Juan Orlando Hernández | |
Jorge Rivera Avilés | |
Independence | |
• from Spain | 15 September 1820 |
• from the Federal Republic of Central America | 31 May 1838 |
• recognized by Spain | 17 November 1894 |
• from the United States of Central America | 10 December 1898 |
વિસ્તાર | |
• કુલ | 112,492 km2 (43,433 sq mi) (102ઢાંચો:Nd) |
વસ્તી | |
• August 2009 અંદાજીત | 7,810,848² ([[List of countries and dependencies by population|93ઢાંચો:Rd]]) |
• 2000 વસ્તી ગણતરી | 6,975,204 |
• ગીચતા | 64/km2 (165.8/sq mi) ([[List of countries and dependencies by population density|128ઢાંચો:Th]]) |
GDP (PPP) | 2010 અંદાજીત |
• કુલ | $17.493 billion[૧] |
• Per capita | $2,150[૧] |
GDP (nominal) | 2010 અંદાજીત |
• કુલ | $5.268 billion[૧] |
• Per capita | $1,122[૧] |
જીની (1992–2007) | 55.3[૨] ક્ષતિ: અયોગ્ય જીની કિંમત |
માનવ વિકાસ દર (HDI) (2007) | 0.732[૩] ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · 112th |
ચલણ | Lempira (HNL) |
સમય વિસ્તાર | UTC-6 (CST) |
વાહન દિશા | right |
ટેલિફોન કોડ | 504 |
ISO 3166 કોડ | HN |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .hn |
|
લગભગ આઠ મિલિયનની વસતિ ધરાવતા આ દેશનું ક્ષેત્રફળ આશરે 112,000 કિ.મી.² જેટલું જ છે. તેની રાજધાની તેગુસિગાલ્પા છે.[૫] તેનો ઉત્તરીય હિસ્સો પશ્ચિમી કૅરેબિયન ક્ષેત્રનો ભાગ છે.
નામની વ્યુત્પત્તિ
ફેરફાર કરો- હિગુએરસ - જિકારો વૃક્ષમાંથી પડતા કોળા કે તુંબડાનો સંદર્ભ આપે છે, જે હોન્ડુરાસના વાયવ્ય દરિયાકિનારેથી દૂર પાણીમાં તરતાં મળે છે.
- હોન્ડુરાસ - સ્પેનિશમાં તેનો શબ્દશઃ અર્થ "ઊંડાણ" થાય છે. પરંપરાગત રીતે કોલંબસને ટાંકવામાં આવે છે કે અહીંના ઈશાન દિશાના સમુદ્રતટ પરથી પસાર થતી વખતે, તેમણે લખ્યું હતું કે ગ્રાસિઅસ અ દિઓસ ક્વે હેમોસ સાલિદો દે એસઅસ હોન્ડુરાસ (ગુજરાતીઃ "પ્રભુનો આભાર કે અમે એ ઊંડાણોમાંથી બહાર આવી ગયા છીએ".[૬] અલબત્ત, વિલિયમ ડૅવિડસન નોંધે છે કે કોલંબસના પ્રવાસના પ્રાથમિક દસ્તાવેજોમાં આ અવતરણ ક્યાંય કોઈ સ્વરૂપે મોજૂદ નથી, અને ખરેખર તે એક સદી પછીનાં વૃત્તાન્તોમાંથી આવ્યું છે.[૭][૮]
ડૅવિડસનના મતે હોન્ડુરાસ નામ ફૉન્ડુરા પરથી આવ્યું છે, જે એક ઓસ્ટ્રિયન-લિઓનિસ શબ્દ છે, જેનો અર્થ નાંગરવું તે એમ થાય છે. સોળમી સદીના બીજા દશકામાં એક નકશામાં ત્રુજિલોના અખાત માટે સૌથી પહેલી વખત વપરાયેલા શબ્દોમાંનો તે એક હતો. છેક સોળમી સદીના અંત ભાગમાં સમગ્ર પ્રાંત માટે હોન્ડુરાસ નામનો ઉપયોગ થવો શરૂ થયો હતો. 1580 પહેલાં, પ્રાંતના પૂર્વીય ભાગનો હોન્ડુરાસ તરીકે, અને પશ્ચિમી ભાગનો હિગુએરસ તરીકે ઉલ્લેખ કરવામાં આવતો હતો.[૮]
ઇતિહાસ
ફેરફાર કરોહોન્ડુરાસ બહુ-પ્રજાતીય એવો પૂર્વઇતિહાસ ધરાવે છે એમ પુરાતત્ત્વવિદોએ નિદર્શિત કરી આપ્યું છે. એ પૂર્વઇતિહાસનો એક અગત્યનો હિસ્સો તે, ગ્વાતેમાલાની સીમા નજીક, પશ્ચિમી હોન્ડુરાસમાં આવેલા કોપૅન શહેરની આસપાસ મય લોકોની હાજરી હતી. શિષ્ટ યુગ પૂર્વેના સમયગાળા દરમ્યાન (150-900) એ વિસ્તારમાં એક પ્રમુખ મયન શહેર (મય લોકોએ વસાવેલું શહેર) વિકસ્યું હતું. તેમાં અનેક કોતરેલા શિલાલેખો અને ઉપસાવેલા કોતરકામવાળા સ્તંભો હતા. પાંચમી સદીથી નવમી સદીની શરૂઆત સુધી, ક્ષુક્પી(Xukpi) નામનું પ્રાચીન સામ્રાજ્ય ત્યાં અસ્તિત્વ ધરાવતું હતું, તે હકીકત તેના પૂર્વેતિહાસને કમસે કમ બીજી સદી સુધી પાછળ લઈ જાય છે.
નવમી સદી દરમ્યાન મય સંસ્કૃતિની નોંધપાત્ર પડતી શરૂ થઈ ગઈ હતી, પણ ઓછામાં ઓછું 1200ના વખત સુધી એ લોકો શહેરમાં અને તેની આસપાસ વસતા હતા તેવો પુરાવો છે.[૯] સ્પેનિશ લોકો હોન્ડુરાસ આવ્યા ત્યાં સુધીમાં, એક વખતનું મહાન કોપૅન શહેર-રાજ્ય જંગલમાં રોળાઈ ગયું હતું, અને બચેલા ચ'ઓર્ટી' તેમના ચોલ્ટિયન ભાષી સમુદાયથી પશ્ચિમમાં અલગ પડી ગયા હતા. પશ્ચિમી હોન્ડુરાસમાં ત્યારથી મય ન હોય તેવા લેન્કા લોકોનું વર્ચસ્ રહ્યું હતું.[૧૦]
1502માં ન્યૂ વર્લ્ડ(અમેરિકા ખંડ)ની શોધ માટેના પોતાના ચોથા અને અંતિમ પ્રવાસમાં, ક્રિસ્ટોફર કોલંબસ હોન્ડુરાસના દરિયાકિનારે ઉપસાગરના દ્વીપો પર પહોંચી ગયો હતો.[૧૧] કોલંબસે ગ્વાઈમોરેતો લગૂનની આસપાસના પ્રદેશમાં, આધુનિક શહેર ત્રુજિલો પાસે ઊતરાણ કર્યું હતું. સ્પેનિશોએ આ પ્રદેશ શોધી કાઢ્યા પછી, હોન્ડુરાસ સ્પેનના ન્યૂ વર્લ્ડમાંના વિશાળ સામ્રાજ્યમાં ગ્વાતેમાલા રાજ્યનો હિસ્સો બની ગયું. ત્રુજિલો અને ગ્રાસિઅસ એ પ્રથમ શહેર-પાટનગરો હતાં. સ્પેનિશ લોકોએ લગભગ ત્રણ સદી સુધી આ વિસ્તાર પર શાસન કર્યું.
બાકીના મધ્ય અમેરિકી પ્રાંતોની સાથે, 15 સપ્ટેમ્બર 1821ના સ્પેને હોન્ડુરાસને સ્વતંત્રતા આપવી મંજૂર કરી. 1822માં સંગઠિત મધ્ય અમેરિકી પ્રાંતોએ (યુનાઈટેડ સેન્ટ્રલ અમેરિકન પ્રોવિન્સિસે) મધ્ય અમેરિકા સમવાય પ્રજાસત્તાક (ફેડરલ રિપબ્લિક ઓફ સેન્ટ્રલ અમેરિકા) સાથે જોડાવાનો નિર્ણય લીધો, જે 1838માં વિસર્જિત થઈ ગયું. પરિણામે પ્રજાસત્તાકનાં તમામ રાજ્યો સ્વતંત્ર રાષ્ટ્રો બની ગયાં.
હોન્ડુરાસ પર શાસન સ્થાપવા અને ત્યાં વસાહત ઊભી કરવા પાછળ સ્પેનિશોનું મુખ્ય આકર્ષણ રૂપા(ચાંદી)નું ખાણકામ હતું. [૧૨] અમેરિકન માલિકીની ન્યૂ યોર્ક અને હોન્ડુરાસ રોસારિઓ માઈનિંગ કંપની સોના અને રૂપાની મુખ્ય નિર્માતા હતી, પણ 1954માં તેણે સન જુઆનસિતો ખાતેની પોતાની ખાણ બંધ કરી હતી.
20મી સદી
ફેરફાર કરોપર્લ હાર્બર પર થયેલા હુમલા પછી, હોન્ડુરાસે 8 ડિસેમ્બર 1941ના મિત્રરાષ્ટ્રો સાથે હાથ મેળવ્યા હતા. અન્ય પચીસ સરકારો સાથે, હોન્ડુરાસે 1 જાન્યુઆરી 1942ના યુનાઈટેડ નેશન્સના ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. 1969માં, હોન્ડુરાસ અને અલ સાલ્વાદોર વચ્ચે લડાઈ થઈ હતી, જે ફૂટબોલ યુદ્ધ તરીકે જાણીતી બની હતી.[૧૩] હોન્ડુરાસના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ, ઓસ્વાલ્ડો લોપેઝ આરલાનોએ અલ સાલ્વાદોરમાંથી મોટી સંખ્યામાં આવતા આપ્રવાસીઓના કારણે અર્થતંત્રની સ્થિતિ કથળતી જતી હોવાનો આક્ષેપ કર્યા પછી બંને દેશો વચ્ચે સીમા તણાવો રહેવા માંડ્યા હતા. એ ઘટના પછી, બંને દેશો વચ્ચેના સંબંધો કટુ બનતા ગયા અને જ્યારે વિશ્વ કપની પ્રાસ્તાવિક રૂપે અલ સાલ્વાદોરે હોન્ડુરાસ સાથે ત્રણ રાઉન્ડની એલિમેશન મૅચ રમવાની આવી ત્યારે વાત તેના સૌથી નાજુક બિંદુએ પહોંચી ગઈ. તણાવ ક્રમશઃ વધતો ગયો, અને 14 જુલાઈ 1969ના, સાલ્વાદોરના લશ્કરે હોન્ડુરાસ પર હુમલો કરી દીધો. ધ ઓર્ગેનાઈઝેશન ઓફ અમેરિકન સ્ટેટ્સે શસ્ત્રવિરામ માટે વાટાઘાટ કરી, જે 20 જુલાઈથી અમલમાં આવ્યો અને તેના ભાગ રૂપે ઑગસ્ટની શરૂઆતમાં સાલ્વાદોરના સૈન્યને હોન્ડુરાસમાંથી પાછું ખેંચવામાં આવ્યું.[૧૩] સીમાવિવાદ અને હજારો સાલ્વાદોરોનો હોન્ડુરાસમાં ગેરકાયદેસર વસવાટ એ આ અથડામણ માટેનાં કારણભૂત પરિબળો હતાં. અઠવાડિયા-જેટલા લાંબા ફૂટબોલ યુદ્ધ પછી, ઘણા સાલ્વાદોરન પરિવારો અને કામદારોને કાઢી મૂકવામાં આવ્યા. અલ સાલ્વાદોર સીમાવિવાદને સુલઝાવવા માટે તત્પૂરતા યુદ્ધવિરામ માટે સંમત થયું હતું, પણ પાછળથી હોન્ડુરાસે પોતે બહાર કાઢી મૂકેલા શરણાર્થીઓને યુદ્ધનું નુકસાની વળતર ચૂકવ્યું હતું.[૧૩]
18 અને 19 સપ્ટેમ્બર 1974ના હોન્ડુરાસના ઉત્તરીય કિનારાને અડીને પસાર થયેલા હરિકન(ચક્રવાત) ફિફિએ ભારે નુકસાન પહોંચાડ્યું હતું. હોન્ડુરાસની વર્તમાન ભૌતિક આંતરમાળખાકીય સુવિધાઓ અને ટેલિકમ્યુનિકેશન તંત્રનો મોટો ભાગ મેલ્ગાર કાસ્ટ્રો (1975-78) અને પાઝ ગાર્સિયા(1978-82)એ બાંધ્યો છે.[૧૪] આ વિકાસમાં યુ.એસ. શાંતિ દળોની ભૂમિકા બાબતેનું સરસ વિવરણ ભૂતપૂર્વ સ્વયંસેવક લૉરેન્સ એફ. લિહોસિટના પુસ્તક, "સાઉથ ઓફ ધ ફ્રોન્ટીરા; અ પિસ કોર્પ્સ મેમ્વાર"(2010)માં આપવામાં આવ્યું છે.
1979માં, દેશમાં ફરીથી લોકશાસનનું સ્થાપન થયું. એપ્રિલ 1980માં લોકો દ્વારા બંધારણ-સભાને ચૂંટી કાઢવામાં આવી અને નવેમ્બર 1981માં સામાન્ય ચૂંટણીઓ થઈ. 1982માં નવા બંધારણને મંજૂરી આપવામાં આવી અને રોબેર્તો સ્વાઝોની પીએલએચ(PLH) સરકાર સત્તામાં આવી. મંદીની સમસ્યાને ઉકેલવા માટે હોન્ડુરાસમાં આર્થિક અને સામાજિક વિકાસના એક મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમને અમલમાં મૂકવાનું વચન આપીને રોબેર્તો સ્વાઝો ચૂંટણીઓ જીત્યા હતા. રાષ્ટ્રપ્રમુખ રોબેર્તો સ્વાઝો કોર્દોબાએ અમેરિકન વિકાસ સહાયના બળે, મહત્ત્વાકાંક્ષી સામાજિક અને આર્થિક વિકાસ પ્રોજેક્ટો અમલમાં મૂક્યા પણ હતા. હોન્ડુરાસ વિશ્વમાં સૌથી વિશાળ શાંતિ દળ (પિસ કૉર) મિશનનું યજમાન બની ગયું, અને ત્યાં અનેક બિનસરકારી અને આંતરરાષ્ટ્રીય સ્વૈચ્છિક એજન્સીઓ ફૂટી નીકળી.[૧૪]
1980ના દાયકાની શરૂઆતમાં, નિકારાગુઆન સરકારના કોન્ટ્રા ગરિલા (ગરિલા વિરોધી) લડાઈને ટેકો આપવાના હેતુથી યુનાઈટેડ સ્ટેટ્સે હોન્ડુરાસમાં પોતાની લશ્કરી હાજરી ચાલુ રાખી અને હોન્ડુરાસમાં એક હવાઈ પટ્ટી અને એક આધુનિક બંદર પણ વિકસાવ્યું. તેના પાડોશીઓ માટે પાયમાલી લઈ આવેલા આંતરવિગ્રહોમાંથી બચી જવા છતાં, હોન્ડુરાસના સૈન્યે અપહરણ અને બૉમ્બમારા માટે નામચીન કિલકોનેરોસ પોપ્યુલર લિબરેશન મુવમેન્ટ જેવી માર્ક્સવાદી-લેનિનિવાદી શિરબંધીઓ,[૧૫] અને અનેક બિન-લડાઈખોરો સામે ચૂપચાપ પોતાનું અભિયાન ચાલુ રાખ્યું. આ લશ્કરી ઓપરેશનમાં સરકારનું પીઠબળ ધરાવતાં એકમો દ્વારા અદાલતબહારની હત્યાઓનું સીઆઈએ(CIA)ના પીઠબળથી પ્રેરિત અભિયાન સામેલ હતું, જેમાં સૌથી નોંધપાત્ર કિસ્સો બટાલિયન 316નો હતો.[૧૬]
1998માં, હરિકન(ચક્રવાત) મિચે એટલા મોટા પાયે અને એટલો વ્યાપક વિનાશ વેર્યો કે હોન્ડુરાસના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ કાર્લોસ રોબેર્તો ફ્લોરેસે દાવો કર્યો કે તેનાથી દેશની પાછલાં પચાસ વર્ષોની પ્રગતિ ધોવાઈ ગઈ હતી. મિચે લગભગ 70% પાક અને લગભગ તમામ પુલ અને ગૌણ રસ્તાઓ સહિત, અંદાજે 70-80% જેટલા પરિવહનનાં આધારભૂત માળખાને ઉખેડી નાખ્યાં હતાં. સમગ્ર દેશમાં, 33,000 જેટલાં ઘરો ધ્વસ્ત થઈ ગયા હતાં, તે ઉપરાંત 50,000 જેટલાંને નુકસાન પહોંચ્યું હતું, લગભગ 5,000 લોકો મૃત્યુ પામ્યા હતા, 12,000 લોકોને ઈજા પહોંચી હતી – આમ કુલ $3 બિલિયન યુ.એસ.ડોલર જેટલું નુકસાન થયું હતું.[૧૭]
2008નું હોન્ડુરાન પૂર અત્યંત ભારે હતું અને તેના પરિણામે દેશના અડધોઅડધ રસ્તાઓને નુકસાન થયું હતું અથવા તે પૂરેપૂરા તૂટી ગયા હતા.[૧૮]
2009માં તથાકથિત આકસ્મિક બળવા અને સત્તાન્તરણ[૧૯][૨૦]ની ચરમસીમાના પરિણામે હોન્ડુરાસની સત્તા રાષ્ટ્રપ્રમુખના હાથોમાંથી, કૉંગ્રેસના વડાના હાથમાં આવી.[૨૧] આખા વિશ્વના દેશોએ આ પગલાને વખોડી કાઢ્યું અને નવી સરકારને માનવાનો ઈનકાર કર્યો.
રાજકારણ
ફેરફાર કરોઆ વિભાગને વિસ્તૃત કરવાની જરૂર છે દા.ત.: information on 2010 election of new president. તમે તેમાં ઉમેરો કરીને મદદ કરી શકો છો. (March 2010) |
હોન્ડુરાસમાં પાંચ નોંધાયેલા રાજકીય પક્ષો છેઃ નેશનલ પાર્ટી (પાર્ટિદો નાસિઓનલ દે હોન્ડુરાસઃ પીએનએચ(PNH); લિબરલ પાર્ટી (પાર્ટિદો લિબરલ દે હોન્ડુરાસઃ પીએલએચ (PLH); સોશિયલ ડેમોક્રેટ્સ (પાર્ટિદો ઈનોવાસિઓન ય યુનિદાદ-સોશિયલ ડેમોક્રેટાઃ પીઆઈએનયુ-એસડી (PINU-SD), સોશિયલ ક્રિશ્ચિયન્સ (પાર્ટિદો ડેમોક્રાટા-ક્રિસ્તિનો દે હોન્ડુરાસઃ ડીસીએચ (DCH); અને ડેમોક્રેટિક યુનિફિકેશન (પાર્ટિદો યુનિફિકેસિયન ડેમોક્રાટિકાઃ યુડી (UD). પીએનએચ(PNH) અને પીએલએચે(PLH) દાયકાઓ સુધી દેશ પર શાસન કર્યું છે. છેલ્લાં વર્ષોમાં, હોન્ડુરાસમાં પાંચ લિબરલ પક્ષના રાષ્ટ્રપ્રમુખો થઈ ગયા હતાઃ રોબેર્તો સ્વાઝો કોરદોવા, જૉસે અઝકોના દેલ હોયો, કાર્લોસ રોબેર્તો રૈના, કાર્લોસ રોબેર્તો ફ્લોરેસ અને માન્યુએલ ઝેલાયા, અને બે નેશનલિસ્ટ (રાષ્ટ્રવાદી) પક્ષના રાષ્ટ્રપ્રમુખો થયા હતાઃ રાફેલ લિઓનાર્દો કાલેજાસ રોમેરો અને રિચાર્ડ માદુરો. ચૂંટણીઓ વિવાદોથી ભરપૂર રહી હતી, જેમાં અઝકોના સ્પેનમાં જન્મ્યા હતા કે કેમ, અને માદુરો પનામામાં જન્મેલા છે, તો તે ચૂંટણીમાં ઊભા રહી શકે કેમ જેવા વિવાદો સામેલ હતા.
1963માં, લોકશાહી ઢબે ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ રોમોન વિલેદા મોરાલેસ પાસેથી સત્તા આંચકી લેવા માટે લશ્કરી બળવો ગોઠવવામાં આવ્યો. આ ઘટનાથી જાણે લશ્કરી સરકારોની એક આખી શૃંખલા શરૂ થઈ, આ સરકારો છેક 1981 સુધી લગભગ બિન-વિક્ષેપિત રીતે સત્તામાં રહી. 1981માં સ્વાઝો કોરદોવા (એલપીએચ-LPH) ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ બન્યા અને હોન્ડુરાસમાં લશ્કરી સરમુખત્યાર શાસનનો અંત આવ્યો.
1986માં, રાષ્ટ્રપ્રમુખના પદ માટે પાંચ લિબરલ ઉમેદવારો અને ચાર નેશનાલિસ્ટ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા. ત્યારે એક પણ ઉમેદવારને સ્પષ્ટ બહુમતી ન મળવાથી, તથાકથિત "ફોર્મ્યુલા બી(B)"ને લાગુ કરવામાં આવ્યો અને અઝકોના દેલ હોયો રાષ્ટ્રપ્રમુખ બન્યા. 1990માં, કાલેજાસે "લલેગો એલ મોમેન્ટો દેલ કોમ્બિઓ" (ગુજરાતીઃ "પરિવર્તન લાવવાનો સમય આવી ગયો છે") નારાનો ઉપયોગ કરીને ચૂંટણીમાં જીત મેળવી હતી, અલ સાલ્વાદોર "યુદ્ધભૂમિના" રાજકીય અભિયાન સાથે તેની સામ્યતાના મુદ્દે તેની ભારે ટીકા કરવામાં આવી હતી.[સંદર્ભ આપો] એકવાર પદગ્રહણ કર્યા પછી, કાલેજાસ રોમેરો અવૈધ સમૃદ્ધિ હાંસલ કરવા માટે ખ્યાતનામ બન્યા હતા, અને અનેક કૌભાંડો અને આક્ષેપોમાં તેમનું નામ સંકળાયું હતું.[સંદર્ભ આપો] એ ફ્લોરેસ ફાકુસેનો કાર્યકાળ હતો જ્યારે હરિકન(ચક્રવાત) મિચે દેશને સપાટામાં લીધો હતો અને એક અઠવાડિયા કરતાં પણ ઓછા સમયમાં દાયકાઓની આર્થિક વૃદ્ધિને નાબૂદ કરી નાખી હતી.[સંદર્ભ આપો]
સરકારી મંત્રાલયો બજેટનાં બંધનો કારણે મોટા ભાગે તેમના કાર્યાદેશને ઉઠાવવામાં અક્ષમ રહે છે.[સંદર્ભ આપો] હોન્ડુરાસ ધિસ વીકના 31 જુલાઈ 2006ના પ્રકાશિત અંકમાં, રમતગમત અને સંસ્કૃતિ વિકાસના મંત્રી, અને જાહેર સેવાઓ સંબંધિત મંત્રાલયો વચ્ચે સંયોજન કાર્ય કરવા માટે જવાબદાર ત્રણ 'સુપર મંત્રીઓ'માંથી એક (સુરક્ષાના અને અર્થતંત્રના મંત્રી એ બાકીનાં બે મંત્રીઓ છે) એવા રોડોલ્ફો પાસ્તોર ફાસ્ક્વેલેની મુલાકાત પ્રકાશિત થઈ હતી, એમાં એ બહાર આવ્યું હતું કે ખાતાનું 94% બજેટ અમલદારશાહી પાછળ ખર્ચાતું હતું અને માત્ર 6% બજેટ આદેશ મુજબની પ્રવૃત્તિઓ અને સંગઠનો પાછળ ખર્ચવામાં આવતું હતું. બજેટનો સૌથી મોટો હિસ્સો એ મંત્રાલયમાંના પગારો પાછળ વપરાતો હતો, એમ સ્પષ્ટ થયું હતું.
હોન્ડુરાન વસતિમાં ટેલિકમ્યુનિકેશન ક્ષેત્રને (દૂરસંચાર સેવાઓને) ઝડપથી ચોમેર પ્રસારવાના પ્રયાસમાં, રાષ્ટ્રપ્રમુખ માડુરોના વહીવટે ટેલિકમ્યુનિકેશન ક્ષેત્રનું "અ-રાષ્ટ્રીયકરણ" કર્યું. નવેમ્બર 2005 મુજબ, હોન્ડુરાન બજારમાં ટેલિકમ્યુનિકેશનની લગભગ 10 જેટલી ખાનગી-ક્ષેત્રની કંપનીઓ મોજૂદ હતી, જેમાં બે મોબાઈલ ફોન કંપનીઓ પણ સામેલ હતી. 2007ના મધ્ય સુધીમાં, વર્તમાન સરકાર માટે ટેલિ-કમ્યુનિકેશનનો મુદ્દો ખૂબ નુકસાનકર્તા બની રહેવાનો ચાલુ રહ્યો હતો.[૨૨] દેશનાં મુખ્ય સમાચાર પત્રો લા પ્રેન્સા, અલ હેરાલ્ડો, લા ટ્રિબ્યુના અને ડાયરિઓ ટાઈમ્પો છે. તેનું સરકારી સમાચાર પત્ર લા ગાસેટા છે.
27 નવેમ્બર 2005ના રાષ્ટ્રપ્રમુખ માટેની અને સામાન્ય ચૂંટણીઓ થઈ હતી. તેમાં લિબરલ પાર્ટી ઓફ હોન્ડુરાસ (પાર્ટિદો લિબરલ દ હોન્ડુરાસઃ પીએલએચ(PLH)ના માન્યુએલ ઝેલાયા જીત્યા, અને બીજા સ્થાને નેશનલ પાર્ટી ઓફ હોન્ડુરાસ (પાર્ટીદો નેસિઓનલ દ હોન્ડુરાસઃ પીએનએચ(PNH)ના પોર્ફિરિઓ પેપે લોબો આવ્યા. પીએનએચે (PNH) ચૂંટણીનાં પરિણામોને પડકાર્યા, અને 7 ડિસેમ્બર સુધી લોબો સોસાએ તેને માન્ય રાખ્યા નહીં. ડિસેમ્બરના અંત ભાગમાં, છેવટે સરકારે ઝેલાયાનો સત્તાવાર રીતે વિજયી દર્શાવતી, કુલ મતસંખ્યા જાહેર કરી. 27 જાન્યુઆરી 2006ના ઝેલાયાએ હોન્ડુરાસના નવા રાષ્ટ્રપ્રમુખ તરીકે વિધિસર સ્થાન ગ્રહણ કર્યું હતું.
"નવા રાજકીય બંધારણને મંજૂરી આપવા માટે એક સામાન્ય રાષ્ટ્રીય બંધારણ સભા ઘડવી કે નહીં તે નિશ્ચિત કરવા માટે, નવેમ્બર 2009ની સામાન્ય ચૂંટણીઓમાં, એક ચોથું મતપત્ર હોવું જોઈએ, તેની સાથે શું તમે સહમત થાઓ છો?" એમ હોન્ડુરાન લોકોને પૂછતો મરજીયાત રાષ્ટ્રીય લોકમત લેવાનો પ્રયાસ કરીને ઝેલાયાએ એક રાષ્ટ્રીય કટોકટી પેદા કરી દીધી હતી.[૨૩] એ વખતે લશ્કર અને સુપ્રીમ કોર્ટના માનવા મુજબ – આ સંભવિત સભા કાં તો સત્ર-મર્યાદાઓને લગતા બંધારણીય ફેરફારો માટેનો પ્રસ્તાવ મૂકી શકે કે કદાચ ન પણ મૂકે, અને વધુ તો તે સિવાયના અને કાનૂની બંધારણીય ફેરફારો માટે પ્રસ્તાવ મૂકે તેવું શક્ય હતું.[૨૪]
2009ની હોન્ડુરાન રાજકીય કટોકટી
ફેરફાર કરો2009ની હોન્ડુરાન બંધારણની કટોકટી[૨૫] એ હજી પણ ચાલી રહેલી બંધારણીય કટોકટી છે. રાષ્ટ્રપ્રમુખ માન્યુએલ ઝેલાયાએ 28 જૂનના, નવેમ્બરમાં આવનારી ચૂંટણીઓમાં હોન્ડુરાનોને ચોથું મતપત્ર આપવાની ઇચ્છાથી "મરજીયાત લોકમત" લેવાનો પ્રયાસ કર્યો હતો, જે મતપત્ર પછી હોન્ડુરાન લોકોને એમ પૂછવોનો હતો કે નવા રાષ્ટ્રપ્રમુખના કાર્યકાળમાં તેઓ બંધારણ સભા રચવા માગે છે કે કેમ.[૨૬] સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને સમર્થન આપ્યું હતું જેણે એ જ મુદ્દા પર પહેલાંના લોકમતના આધારે તેને ગેરબંધારણીય ગણાવ્યો હતો અને તેની મનાઈ ફરમાવી હતી. સુપ્રીમ કોર્ટે નિર્ણાયક, લોકમત, અંગે કોઈ નિર્ધારણ આપ્યું નહોતું, તેના બદલે ઝેલાયા દ્વારા કોઈ પણ બાબત પર, કોઈ પણ રીતે, લોકમત લેવાનો પ્રયાસ થશે તો તે ગેરકાનૂની હશે, એવો કાયદેસરનો દાવો કર્યો હતો[સંદર્ભ આપો].
ઝેલાયાએ 2006માં પસાર થયેલા, નાગરિક સહભાગિતાના કાયદાના આધાર પર, લોકમત લેવાના પોતાના નિર્ણયને અમલમાં મૂકવાનું નિશ્ચિત કર્યું. ઝેલાયાએ ગેરકાયદેસર રીતે, લોકમત સર્વેક્ષણ લેવાના આદેશની અવજ્ઞા કરવા બદલ, લશ્કરના વડા, જનરલ રોમિયો વાસક્યુએઝ વેલાસ્ક્યુએઝને બરતરફ કર્યા, પણ સુપ્રીમ કોર્ટે તેમને પૂર્વસ્થિતિએ રાખવાનો આદેશ આપ્યો. તે પછી સુપ્રીમ કોર્ટે લશ્કરને ઝેલાયાનું નિવેદન લેવા માટે તેમને અટકાયતમાં લેવાનો આદેશ આપ્યો. 28 જૂન 2009ના, મતદાન માટે સુનિશ્ચિત કરાયેલી તારીખના દિવસે, વહેલી સવારે લશ્કરે ઝેલાયાની તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી;[૨૭]
હવાઈ માર્ગે સાન જોસ, કોસ્ટા રિકા લઈ જઈ જતાં પહેલાં ઝેલાયાને તેગુસિગાલ્પા[૨૮]ની બહાર એક લશ્કરી હવાઈથાણામાં (ઍરબેસમાં) રાખવામાં આવ્યા હતા.[૨૯] ઝેલાયાએ કેટલાક પ્રસંગોએ દેશમાં પાછા પ્રવેશવા માટે પ્રયાસ કર્યો હતો. બંધારણ મુજબ, કોઈ પણ હોન્ડુરાન નાગરિકને દેશનિકાલ કરવો એ ગેરકાનૂની છે.[૩૦] હોન્ડુરાન કૉંગ્રેસના પૂર્વપ્રમુખ અને ઝેલાયાના જ પક્ષના સદસ્ય, રોબેર્તો મિશેલેટ્ટીએ રવિવાર 28 જૂન[૩૧]ની બપોરે નેશનલ કૉંગ્રેસ વતી રાષ્ટ્રપ્રમુખ તરીકે શપથ લીધા, જે સત્ર 27 જાન્યુઆરી 2010ના રોજ પૂરું થયું.[૩૨]
શરૂઆતમાં, વિશ્વનો એક પણ દેશ આ નવી સરકારને કાયદેસર માનવા તૈયાર થયો નહીં; યુએન(UN)ના તમામ સદસ્યોએ ઝેલાયાને દૂર કરાયાની ઘટનાને સત્તાન્તર માટેની ચાલ તરીકે વખોડી કાઢી. યુ.એસ. કૉંગ્રેસના કેટલાક રિપબ્લિકન પાર્ટીના સદસ્યોએ આ નવી સરકારને ટેકો જાહેર કર્યો.[૩૩][૩૪] 21 સપ્ટેમ્બર 2009ના, ઝેલાયા હોન્ડુરાસ પાછા ફર્યા અને બ્રાઝિલિયન દૂતાવાસમાં દાખલ થયા. સરકારે દૂતાવાસને આપવામાં આવતી ઉપયોગી સેવાઓમાં વિક્ષેપ પાડ્યો અને જ્યારે ઝેલાયાના સમર્થકોએ દૂતાવાસની આસપાસ વિરોધ દેખાવો કર્યા ત્યારે એ વિસ્તારમાં વ્યવસ્થા જાળવવાના પ્રયાસરૂપે ત્યાં સંચારબંધી (કર્ફ્યૂ) લાદી.
એ પછીના દિવસે, પીસીએમ-એમ-016-2009 (PCM-M-016-2009) હુકમનામામાં, તેણે પાંચ બંધારણીય અધિકારોને મુલત્વી રાખવાનો હુકમ કર્યો, આ અધિકારો હતા- વ્યક્તિગત સ્વતંત્રતા (કલમ 69), અભિવ્યક્તિની સ્વતંત્રતા (કલમ 72), અવરજવરની સ્વતંત્રતા (કલમ 81), બંદીપ્રત્યક્ષીકરણ (કલમ 84) અને મંડળ રચવાની અને સભા ભરવાની સ્વતંત્રતા.[૩૫][૩૬] તેણે એક ડાબેરી રેડિયો અને એક ટેલિવિઝન સ્ટૅશનને બંધ કરી દીધા.[૩૭] માનવ અધિકારોને મુલત્વી રાખતા આ હુકમનામાને લા ગાસેતામાં 19 ઑક્ટોબર 2009ના સત્તાવાર રીતે પાછું ખેંચવામાં આવ્યું.[૩૮]
વહીવટી વિભાગો અને નગરપાલિકાઓ
ફેરફાર કરોહોન્ડુરાસ 18 વહીવટી વિભાગોમાં વહેંચાયેલું છે. રાજધાની તેગુસિગાલ્પા ફ્રાન્સિસ્કો મોરાઝાન વિભાગના મધ્ય જિલ્લામાં આવેલી છે.
- અટલાન્ટિદા
- ચોલુતેગા
- કોલોન
- કોમાયાગ્વા
- કોપૅન
- કોર્ટિસ
- અલ પૅરાસિઓ
- ફ્રાન્સિસ્કો મોરાઝોન
- ગ્રાસિઅસ અ દિઓસ
- ઈન્ટિબુકા
- ઈઝલાસ દ લા બાહિયા
- લા પૅઝ
- લેમ્પિરા
- ઑક્ટેપિક્યુએ
- ઓલાન્ચો
- સાન્તા બાર્બરા
- વૅલે
- યોરો
ભૂગોળ
ફેરફાર કરોહોન્ડુરાસના ઉત્તર કિનારાની સીમા પર કૅરેબિયન સમુદ્ર છે અને દક્ષિણે ફોન્સેકાનો અખાત પ્રશાંત મહાસાગર સાથે મળે છે. આબોહવા પ્રદેશ મુજબ બદલાતી રહે છે, નીચાણવાળા પ્રદેશમાં ઉષ્ણકટિબંધ જેવી અને પહાડોમાં સમશીતોષ્ણ આબોહવા રહે છે. મધ્ય અને દક્ષિણના વિસ્તારો, ઉત્તરના સમુદ્રતટના વિસ્તારો કરતાં પ્રમાણમાં વધુ ગરમ અને ઓછા ભેજવાળા હોય છે.
હોન્ડુરાન પ્રદેશ મુખ્યત્વે પહાડોથી બનેલો છે, છતાં સમુદ્રતટની સાથે સાથે સાંકડાં મેદાનો પણ આવેલા છે, ઇશાનમાં નીચાણવાળા વિસ્તારમાં વિશાળ કુદરતી જંગલ લા મોસ્કીટિયા આવેલું છે, અને વાયવ્ય દિશામાં સુલા ખીણનો અત્યંત ગીચ એવો નીચાણવાળો વિસ્તાર આવેલો છે. લા મોસ્કીટિયામાં, યુનેસ્કો(UNESCO)નું વર્લ્ડ હેરિટેજ સ્થળ રિઓ પ્લાતાનો બોયોસ્ફિઅર રિઝર્વ આવેલું છે, તથા ત્યાંથી નિકારાગુઆથી દેશને વિભાજતી કોકો નદી પણ પસાર થાય છે.
આઈલાસ દ લા બાહિયા અને (ઉત્તરીય સમુદ્રતટથી દૂર આવેલા તમામ) સ્વાન દ્વીપો હોન્ડુરાસનો ભાગ છે. સ્વાન દ્વીપોની ઉત્તરે 130થી 150 કિ.મી. (80-93 માઈલ) આવેલી મિસ્ટેરિઓસા બૅન્ક અને રોસારિઓ બૅન્ક, હોન્ડુરાસના ઈઝ(EEZ - વિશેષ આર્થિક ક્ષેત્ર)ની અંદર આવેલી છે.
કુદરતી સ્રોતોમાં ઈમારતી લાકડું, સોનું, ચાંદી, તાંબું, સીસું, જસત, અશુદ્ધ કે કાચું લોખંડ, ઍન્ટિમનિ, કોલસો, માછલી, ઝીંગાં અને જળવિદ્યુત સામેલ છે.
જીવસૃષ્ટિ
ફેરફાર કરોઅહીં અસંખ્ય વનસ્પતિઓ અને પ્રાણીઓની જાતિઓ મળી આવતી હોવાથી આ વિસ્તારને જૈવવૈવિધ્ય ધરાવતો હોટસ્પોટ ગણવામાં આવે છે. આ વિસ્તારમાં આવેલા અન્ય દેશોની જેમ, હોન્ડુરાસ બહોળા જૈવિક સ્રોતો ધરાવે છે. આ દેશ વાહિનીધારી વનસ્પતિઓની 6,000 જાતિઓનું ઘર છે, જેમાંથી 630 (અત્યાર સુધી વિવરણ કરાયેલી) ઓર્કિડ છે; તે ઉપરાંત અહીં સરિસૃપો અને ઉભયચરોની 250 જેટલી જાતિઓ, પક્ષીઓની 700થી વધુ જાતિઓ, અને સસ્તન પ્રાણીઓની 110 જેટલી જાતિઓ (જેમાંથી અડધોઅડધ ચામાચીડિયા છે) વસે છે.[૩૯]
લા મોસ્કીટિયાની ઈશાન દિશા તરફના વિસ્તારમાં રિઓ પ્લાતાનો બોયોસ્ફિઅર રિઝર્વ, એક નીચાણવાળા પ્રદેશમાં પથરાયેલું વર્ષાવન આવેલું છે, જે વિશાળ જીવવૈવિધ્યને પોષે છે. આ રિઝર્વને 1982માં યુનેસ્કોના વિશ્વ ધરોહર (UNESCO World Heritage) સ્થળોની યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું.
હોન્ડુરાસ વર્ષા વનો, વાદળ વનો (જે દરિયાની સપાટીથી લગભગ ત્રણ હજાર મીટર જેટલાં ઊંચાં ઊઠી શકે છે), ચેર વનો, ઘાસનાં મેદાનો તથા ચીડ અને ઓકનાં વૃક્ષો સાથેની પર્વતમાળાઓ, તેમ જ મધ્ય અમેરિકી પરવાળાના ખડકોની સૃષ્ટિ(મેસોઅમેરિકન બેરિયર રીફ સિસ્ટમ) ધરાવે છે. અખાતનાં દ્વીપોમાં સાંકડા શીશા જેવા મોંવાળી ડૉલ્ફિનો, મન્તા રે, પૅરોટ ફિશ, તથા બ્લ્યૂ ટાંગ અને વ્હેલ શાર્કના ઝુંડ જોવા મળે છે.
અર્થતંત્ર
ફેરફાર કરોહોન્ડુરાસનું અર્થતંત્ર ધીમે ધીમે વિકસતું રહ્યું છે, પણ સરેરાશ રોજી ઓછી બની રહેવાને કારણે અહીં સંપત્તિની વહેંચણીમાં અત્યંત ધ્રુવીકરણ જોવા મળે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સરેરાશ આર્થિક વૃદ્ધિનો દર 7% પ્રતિ વર્ષ રહ્યો છે, જે લેટિન અમેરિકામાં સૌથી સફળ વૃદ્ધિદરોમાંનો એક છે, પણ વસતિનો 50% હિસ્સો, લગભગ 3.7 મિલિયન લોકો હજી પણ ગરીબી રેખા નીચે જીવન ગુજારે છે.[૪૦] વિશ્વ બૅન્ક મુજબ, પશ્ચિમી ગોળાર્ધમાં, હૈતી અને નિકારાગુઆ પછી, હોન્ડુરાસ એ ત્રીજો સૌથી ગરીબ દેશ છે. એવો અંદાજ છે કે અહીં 1.2 મિલિયન કરતાં વધુ લોકો બેરોજગાર છે, બેરોજગારીનો દર 27.9% જેટલો છે. જો કે, હ્યુમન ડેવલેપમેન્ટ ઈન્ડેક્સ (માનવ વિકાસ સૂચકાંક) મુજબ, હોન્ડુરાસ એ હૈતી, નિકારાગુઆ, ગ્વાતેમાલા, ગયાના, અને બોલ્વિયા પછી, લેટિન અમેરિકામાંનો 6ઠ્ઠો સૌથી ગરીબ/ઓછામાં ઓછો વિકસિત એવો દેશ છે.
વિશ્વ બૅન્ક અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે હોન્ડુરાસને અત્યંત દેવાદાર ગરીબ દેશોમાંનો એક ઘોષિત કર્યો હતો, જેના કારણે 2005માં તે ઋણ રાહત મેળવવા માટે યોગ્ય ઠર્યો હતો.
અહીં વિદ્યુત સેવાઓ (ENEE) અને લૅન્ડ-લાઈન ટેલિફોન સેવાઓ (HONDUTEL), બંને સરકારી એજન્સી દ્વારા સંચાલિત છે, જેમાં દીર્ઘકાલીન નાણાકીય સમસ્યાઓના કારણે ઈએનઈઈ(ENEE)ને ભારે સબસિડી મળે છે. જો કે, હોન્ડુટેલ (HONDUTEL) પર, હવે કોઈનો એકાધિકાર રહ્યો નથી, 25 ડિસેમ્બર 2005 પછી, ટેલિકમ્યુનિકેશન(દૂરસંચાર) ક્ષેત્રને ખાનગી-ક્ષેત્રની કંપનીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું; કાફ્ટા(CAFTA)ની શરૂઆત માટે મંજૂરી આપતાં પહેલાંની આવશ્યકતાઓમાંની આ એક હતી. અહીં પેટ્રોલ પર કિંમત નિયંત્રણો છે, અને પાયાની ઉપયોગી ચીજવસ્તુઓ માટે કૉંગ્રેસ દ્વારા ઘણી વાર ટૂંકા ગાળાના હંગામી કિંમત નિયંત્રણો પસાર કરવામાં આવે છે.
વિદેશી કંપનીઓની માલિકી ધરાવતી ખાણોમાંથી સોનું, ચાંદી, સીસું અને જસત ઉત્પાદિત કરવામાં આવે છે.[૪૧]
યુ.એસ. ડૉલર સામે વર્ષો સુધી ગગડતા રહ્યા પછી, આશરે 19 લેમ્પિરા પ્રતિ ડૉલર પર, લેમ્પિરા સ્થિર થયો છે. જૂન 2008માં યુનાઈટેડ સ્ટેટ્સ ડૉલર અને હોન્ડુરાન લેમ્પિરા વચ્ચેનો વિનિમય દર લગભગ 1 બરાબર 18.85નો હતો.
2005માં હોન્ડુરાસે કાફ્ટા (CAFTA - યુનાઈટેડ સ્ટેટ્સ સાથે મુક્ત વેપાર કરાર) પર હસ્તાક્ષર કર્યા. ડિસેમ્બર 2005માં, હોન્ડુરાસના મુખ્ય દરિયાઈ બંદર પુએર્તો કોર્ટિસને યુ.એસ. કંટેનર સુરક્ષા પહેલ (કંટેનર સિક્યુરિટી ઈનિશિએટિવ)માં સમાવિષ્ટ કરવામાં આવ્યું.[૪૨]
7 ડિસેમ્બર 2006ના, યુ.એસ.ના સ્વદેશ સુરક્ષા (ડિપાર્ટમેન્ટ ઓફ હોમલૅન્ડ સિક્યુરિટી - DHS) અને ઊર્જા (ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી - DOE) વિભાગોએ સુરક્ષિત ફ્રેટ પહેલ(સિક્યુર ફ્રેટ ઈનિશિએટિવ)ના પ્રથમ તબક્કાની ઘોષણા કરી, આ પહેલ એ મોજૂદ બંદર સુરક્ષા પગલાંઓને યુ.એસ. સમવાયી સરકારની દરિયાપાર જતાં કંટેનરોને ન્યુક્લિઅર અને રેડિયોલોજિકલ સામગ્રીઓ માટે સ્કેન કરવાની અને અંદર જડેલાં કંટેનરોના જોખમની વધુ સારી મૂલવણી કરવાની ક્ષમતાનો ઉપયોગ કરીને તેમને વધુ સજ્જ બનાવવાનો એક અપૂર્વ પ્રયાસ હતો. સુરક્ષિત ફ્રેટના શરૂઆતના તબક્કામાં મોજૂદ ટેકનોલોજી અને પ્રમાણિત ન્યુક્લિઅર શોધ સાધન-ઉપકરણોના સંયોજનને છ વિદેશી બંદરો પર ગોઠવવાનું હતુઃ પાકિસ્તાનનું કાસિમ બંદર; હોન્ડુરાસનું પુએર્તો કોર્ટિસ; યુનાઈટેડ કિંગડ્મનું સાઉથામ્પ્ટોન; ઓમનનું સાલાલાહ બંદર; સિંગાપોર બંદર અને કોરિયામાં બુસાન બંદર ખાતેના ગામ્માન ટર્મિનલ. 2007ની શરૂઆતથી, આ બંદરોમાંથી કંટેનરોને યુનાઈટેડ સ્ટેટ્સ માટે રવાના થવાની પરવાનગી આપતાં પહેલાં, તેમને રેડિએશન અને માહિતીનાં જોખમી પરિબળો માટે સ્કેન કરવામાં આવે છે.[૪૩]
વસ્તી-વિષયક માહિતીઓ
ફેરફાર કરોસીઆઈએ(CIA) વર્લ્ડ ફેક્ટબુક અનુસાર, હોન્ડુરાસ 7.48 મિલિયનની વસતિ ધરાવે છે; જેમાંથી 90% વસતિ મેસ્ટિઝો, 7% વસતિ અમેરીન્ડિયન, 2% અશ્વેત અને 1% શ્વેત છે.[૪૪]
હોન્ડુરાસની નેવું ટકા વસતિ મેસ્ટિઝો[૪૫] (અમેરીન્ડિયન અને યુરોપિયન વંશનું મિશ્રણ) છે. લગભગ 7% જેટલી હોન્ડુરાન વસતિ એ મૂળ વસતિ તરીકે ઓળખાયેલાં સાત જૂથોમાંથી એકની સદસ્ય છે. હોન્ડુરાસના મૂળ નિવાસી લોકોનો સાર્વભૌમ સંઘ (CONPAH - ધ કોન્ફેડેરશન ઓફ ઑટૉક્થનસ પીપલ ઓફ હોન્ડુરાસ) અને હોન્ડુરાસની સરકાર મૂળ નિવાસી વસતિના સાત વિવિધ સમુદાયો પાડે છેઃ
- ચ'ઓર્ટિ', વાયવ્ય દિશાની સીમા પર, ગ્વાતેમાલામાં રહેતો મય સમુદાય;
- અરાવાકન ભાષા બોલતાં ગૅરીફુના. તેઓ હોન્ડુરાસની સમગ્ર કૅરેબિયન દરિયાપટ્ટી પર, અને અખાતનાં દ્વીપોમાં વસે છે;
- પેચ અથવા પાયા ઈન્ડિયન્સ, જે ઓલાન્ચો વહીવટી વિભાગમાં એક નાનકડા વિસ્તારમાં રહે છે;
- તોલુપન (તેમને જિકાક્વે, "ક્ષિકાક્વે", અથવા ટોલ પણ કહેવામાં આવે છે), જે યોરોના વહીવટી વિભાગમાં અને મોન્ટાના દ લા ફ્લોર રિઝર્વમાં અને યોરો વહીવટી વિભાગના કેટલાક હિસ્સાઓમાં વસે છે;
- લેન્કા ઈન્ડિયન્સ, જે વૅલે અને ચોલુતેકા વહીવટી વિભાગોમાં વસે છે;
- મિસ્કિતો ઈન્ડિયન્સ, જે નિકારાગુઆ સાથેની સીમા પર ઈશાન દિશાના કિનારા પર વસે છે.
મૂળ લોકોના જીવનને વધુ સારું બનાવવા માટે, 1980ના દાયકાથી, સાર્વભૌમ સંઘ અને પ્રત્યેક મૂળ નિવાસી લોકોના પોતાના અલગ જૂથ મથી રહ્યા છે. અલબત્ત, પરિવર્તનને આંકવું મુશ્કેલ છે કારણ કે એ લોકો હજી પણ હિંસા અને ભેદભાવનો સામનો કરી રહ્યા છે[સંદર્ભ આપો].
હોન્ડુરાસની આશરે 2% જેટલી વસતિ અશ્વેત,[૪૫] અથવા આફ્રો-હોન્ડુરાન છે, અને તે મુખ્યત્વે દેશના કૅરેબિયન સમુદ્રતટ પર વસે છે. તેમાંના મોટા ભાગના પશ્ચિમ ભારતીય દ્વીપસમૂહોમાંથી હોન્ડુરાસ લાવવામાં આવેલા ગુલામો અને કરારબદ્ધ નોકરોના વંશજો છે. બીજો વિશાળ સમુદાય (આજે આશરે 150,000) તે ગૅરીફુના છે, સેન્ટ વિન્સેન્ટ દ્વીપ પર બ્રિટિશ સત્તાધિકારીઓ સામે બળવો પોકારનાર અને તેથી અઢારમી સદી દરમ્યાન જેમને બળજબરીપૂર્વક બેલિઝ અને હોન્ડુરાસ લાવવામાં આવી હતી, તે આફ્રો-કૅરિબ વસતિના તેઓ વંશજો છે. લૌવાવાગુ જેવી નાટ્ય રજૂઆતોના માધ્યમથી ગૅરીફુના હંમેશાં હોન્ડુરાન ઓળખના ભાગરૂપ રહ્યા છે[સંદર્ભ આપો]. મૂળ વસતિ તરીકે ઓળખાતો છેલ્લો સમુદાય તે ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં અને વીસમી સદીની શરૂઆતમાં યુનાઈટેડ ફ્રુટ કંપની જેવી મોટા ભાગે ઉત્તરીય અમેરિકન કંપનીઓ દ્વારા તેમના ફળ બગીચાઓમાં કામ કરવા માટે, અંગ્રેજી ભાષી કૅરિબિયન, મુખ્યત્વે જમૈકા અને બાર્બાદોસમાંથી લાવવામાં આવેલા કામદારો હતા.
હોન્ડુરાસ નોંધપાત્ર ગણાય એવા પૅલેસ્તેનિયન સમુદાયનું યજમાન પણ છે (જેમાંની વિશાળ બહુમતી ખ્રિસ્તી આરબોની છે).[૪૬] પૅલેસ્તેનિયનો આ દેશમાં 19મી સદીના અંતમાં અને 20 સદીની શરૂઆતમાં આવી પહોંચ્યો હતા, અને ખાસ કરીને સાન પેડ્રો સુલા શહેરમાં વસ્યા હતા. હોન્ડુરાસમાં સરસ રીતે સમન્વિત થઈ ગયેલો પૅલેસ્તેનિયન સમુદાય, વેપાર, વાણિજ્ય, બૅન્કિંગ, ઉદ્યોગ, અને રાજકારણમાં આગળ પડતી સામેલગીરી ધરાવે છે. અહીં મુખ્યત્વે ચીની વંશમૂળનો, અને કંઈ અંશે ઓછી માત્રામાં જાપાની વંશમૂળનો પૂર્વ એશિયાઈ સમુદાય પણ છે. 1980ના અને 1990ના દાયકામાં કરારબદ્ધ કામદારો તરીકે હોન્ડુરાસ લાવવામાં આવ્યા હોવાથી કોરિયન, રયુક્યુયાન, વિએતનામિઝ પણ અહીંની વસતિની ટકાવારીમાં નાનકડો હિસ્સો છે. અહીં હોન્ડુરાસમાં, અંદાજે 1000 જેટલા સુમો (અથવા માયાંગ્નાસ) રહે છે, જેમાંથી મોટા ભાગના કૅરેબિયન દરિયાકાંઠે વસે છે[સંદર્ભ આપો].
નોકરીની શોધમાં અને રાજ્યાશ્રય માગીને અન્ય સ્થળે સારું જીવન પામવા માટે, 1975થી હોન્ડુરાસમાંથી પરદેશ વસવાટ માટે જનારાઓની સંખ્યામાં વધારો આવ્યો છે. અનેક હોન્ડુરાનોના સગાસંબંધીઓ નિકારાગુઆ, સ્પેન, મેક્સિકો, અલ સાલ્વાદોર અને કૅનેડામાં હોવા છતાં, પરદેશ વસતા હોન્ડુરાનોનો મોટો ભાગ યુનાઈટેડ સ્ટેટ્સમાં વસે છે[સંદર્ભ આપો].
ધર્મ
ફેરફાર કરોહોન્ડુરાનોમાંથી મોટા ભાગના નામના રોમન કૅથોલિક હોવાનો મત આપે છે, છતાં એક અહેવાલ અનુસાર, રોમન કૅથોલિક ચર્ચમાં સભ્યપદ ઘટી રહ્યા છે જ્યારે પ્રોટેસ્ટન્ટ ચર્ચોમાં સભ્યપદ વધી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા અહેવાલ (ધ ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ રિપોર્ટ), 2008, નોંધે છે કે એક સીઆઈડી(CID) પ્રતિનિધિરૂપ વ્યક્તિઓના મત (ગેલેપ પોલ) અનુસાર, 47% વસતિએ પોતાની જાતને કૅથોલિક ગણાવી છે, 36% વસતિએ પોતાને ઇવેન્જેલિકલ પ્રોટેસ્ટન્ટ, અને 17% વસતિએ કોઈ જવાબ પૂરો પાડ્યો નથી અથવા તેમની જાતને "અન્ય" ધર્મની ગણાવી છે. જ્યાં દર વર્ષે પ્રિસ્ટે તેમની હસ્તકના વિસ્તારનો (દેશભરમાં 185થી વધુ પાદરી હસ્તકના પ્રદેશો છે) પ્રદેશીય હિસાબ ભરવો રહે છે તેવા પ્રથાગત કૅથોલિક ચર્ચ તાળો મેળવે છે અને અંદાજે 81% કૅથોલિક સદસ્યો હોવાનું કહે છે.[૪૭][૪૮]
સીઆઈએ(CIA) ફેક્ટબુક 97% કૅથોલિક અને 3% પ્રોટેસ્ટન્ટ દર્શાવે છે.[૪૯] દરેક જગ્યાએ મળતા આંકડાકીય ફેરફારો પર અભિપ્રાય આપતાં પ્યૂ ફોરમ ઓન રિલિજન એન્ડ પબ્લિક લાઈફના જ્હોન ગ્રીન નોંધે છે કેઃ "એવું નથી કે... આંકડાઓ (કોઈ બીજાના) આંકડાઓ કરતાં વધુ સાચા છે...પણ વ્યક્તિ કેવી રીતે જૂથને જુએ છે."[૫૦] ઘણી વખત લોકો પોતાના "ગૃહ" ચર્ચને ત્યજ્યા વિના બીજા ચર્ચમાં જતા હોય છે. ઉદાહરણ તરીકે, યુ.એસ.(US)માં ઇવૅન્જેલિકલ મોટા ચર્ચોમાં જતા ઘણા લોકો, એકથી વધુ ચર્ચમાં હાજરી આપતા હોય છે.[૫૧] આ પ્રકારનું આવન-જાવન અને પ્રવાહિતા બ્રાઝિલમાં સામાન્ય છે, જ્યાં ઇવેન્જેલિકલ તરીકે ઉછેરવામાં આવેલા બે-પંચમાંશ લોકો હવે ઇવેન્જેલિકલ રહ્યા નથી અને કૅથલિકો, મોટા ભાગે હજી કૅથોલિક રહીને જ, વિવિધ ચર્ચોમાં આવન-જાવન કરતાં હોય એમ લાગે છે.[૫૨]
કોઈ એક દેશમાં ધાર્મિક વસતિ વિશેની માહિતી અને તેમાં જોવા મળતી ભિન્નતાઓ જાણવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિ તરીકે મોટા ભાગના લોકમત સર્વેક્ષણકારો અમુક વર્ષો સુધી વાર્ષિક ધોરણે લોકમત સર્વેક્ષણ (પોલ) લેવાનું સૂચવે છે. હોન્ડુરાસમાં હજી પણ, ઍંગ્લિકન, પ્રિસ્બિટેરિઅન, મેથોડિસ્ટ, સેવન્થ-ડે ઍડવન્ટિસ્ટ, લૂથરન અને પૅન્ટિકોસ્ટલ ચર્ચો, અને સાથે સાથે ઇવેન્જેલિકલ પ્રોટેસ્ટન્ટ ચર્ચો ફૂલીફાલી રહ્યાં છે, એક સ્રોત મુજબ, તે 36% વસતિને આવરે છે. અહીં પ્રોટેસ્ટન્ટ પાદરી શાળા-કૉલેજો પણ છે. કૅથોલિક ચર્ચ, જે હજી પણ માન્યતાપ્રાપ્ત એક માત્ર "ચર્ચ" છે, તે જેનું સંચાલન કરે છે તે શાળાઓ, હૉસ્પિટલો, અને (તેની પોતાની તબીબી શાળા સહિતની) પાસ્ટોરલ સંસ્થાઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. તેના વડા બિશપ, ઓસ્કાર એન્ડ્રીસ રોડ્રિગુઝ મારાદિઆગા, સરકાર, અન્ય ચર્ચો, અને તેમના પોતાના ચર્ચમાં, એમ બંને ક્ષેત્રે ખૂબ લોકપ્રિય છે. અહીં બૌદ્ધ, યહૂદી, ઈસ્લામ, બહાઈ, રાસ્તાફારી અને દેશીય ધાર્મિક સંપ્રદાયો અને ધર્મો પાળતા લોકો પણ અસ્તિત્ત્વ ધરાવે છે.[૫૩]
આરોગ્ય
ફેરફાર કરોપ્રજનન દર પ્રતિ મહિલાએ આશરે 3.7 જેટલો છે.[૫૪] પાંચ-વર્ષથી નીચેના બાળમરણનો દર, પ્રતિ 1,000 જીવિત બાળજન્મે 40નો છે.[૫૪] 2004માં પ્રતિ વ્યક્તિએ આરોગ્ય ખર્ચ US$ (PPP) 197 હતો.[૫૪] અહીં દર 100,000 લોકોએ આશરે 57 ચિકિત્સકો (દાક્તરો) છે.[૫૪]
સંસ્કૃતિ
ફેરફાર કરોજૉસ અન્ટોનિઓ વેલાસક્વેઝ એ સૌથી ખ્યાતનામ હોન્ડુરાન ચિત્રકાર છે. અન્ય મહત્ત્વના ચિત્રકારોમાં કાર્લોસ ગૅરેય, અને રોક્વે ઝેલાયાનો સમાવેશ થાય છે. હોન્ડુરાસના બે નોંધપાત્ર લેખકો છે ફ્રોયલન તુર્સિઓસ અને રોમોન અમાયા અમાદોર. તે સિવાયના અન્ય લેખકોમાં માર્કો અન્ટોનિયો રોસા, રોબેર્તો સોસા, લુસિલા ગામેરો દ મેડિના, એડ્યુઆર્દો બાહ્ર, અમાન્દા કાસ્ત્રો, જેવિઅર અબ્રિલ એસ્પિનોઝા, ટિઓફિલો ટ્રેજો, અને રોબેર્તો ક્વેસાડા સામેલ છે. હોન્ડુરાસના કેટલાક નોંધપાત્ર સંગીતકારોમાં રાફેલ કોએલો રામોસ, લિદિયા હાન્દેલ, વિક્ટોરિઆનો લોપેઝ, ગુલીમેરો એન્ડેરસન, વિક્ટર દોનૈરે, ફ્રાન્સિસ્કો કાર્રાન્ઝા અને કૅમિલો રિવેરા ગુએવારાનો સમાવેશ થાય છે.
સ્પેનિશ ભાષામાં હોન્ડુરાનોનો ઘણી વાર કાટ્રાચો અથવા કાટ્રાચૅ (સ્રી) તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. આ શબ્દને નિકારાગુઆનોએ પ્રચલિત કર્યો છે અને તે 1857માં, ઉત્તર અમેરિકન સાહસી વિલિયમ વોકરે કરેલા અતિક્રમણના પ્રયાસ સામે હોન્ડુરાન સશસ્ત્ર દળોને જેમણે આગેવાની આપી હતી, તે સ્પેનિશ જનરલ ફ્લોરેન્સિઓ ક્ષાત્રુચના અંતિમ નામ પરથી આવ્યો છે. આ ઉપનામને પ્રશંસાસૂચક તરીકે લેખવામાં આવે છે, અપમાનજનક ગણવામાં આવતું નથી. અહીંની મુખ્ય ભાષા સ્પેનિશ છે, જેને 94% લોકો પ્રથમ ભાષા તરીકે બોલે છે. બાકીની લઘુમતી ભાષાઓ 4%થી પણ ઓછા લોકો બોલે છે. તે અમેરીન્ડિયન ભાષાઓ છે, જેમ કે, ગૅરિફુના, મિસ્કિતો, અને પેચ; હોન્ડુરાસની સંકેત ભાષા; અને દરિયાકાંઠાથી દૂરના અખાતનાં દ્વીપો પર બોલાતી અંગ્રેજી ભાષા.
હોન્ડુરાસ ધિસ વીક એ અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થતું એક અઠવાડિક સમાચારપત્ર છે, જે સત્તર વર્ષોથી તેગુસિગાલ્પામાંથી પ્રકાશિત થતું રહ્યું છે. રોઅતાન, ઉતિલા અને ગ્વાનાજા દ્વીપો પર, 2003થી, બૅ આયલૅન્ડ્સ વોઈસ એ માસિક સમાચારોનો સ્રોત છે.
હોન્ડુરાન રાંધણપદ્ધતિમાં, મીઠી અને ગળી ન હોય તેવી લહેજતદાર એમ બંને વાનીઓમાં, અને સૂપમાં સુદ્ધાં નાળિયેરનો બહોળો ઉપયોગ થાય છે.
સાન પેડ્રો સુલામાં આવેલું જોઝ ફ્રાન્સિસ્કો સૅયબી થિયેટર એ સિર્કુલો થિએટ્રાલ સામ્પેડ્રાનો(સાન પેડ્રો સુલાના અભિનય વર્તુળ)નું ઘર છે.
ઉત્સવો
ફેરફાર કરોહોન્ડુરાસના કેટલાક રાષ્ટ્રીય તહેવારોમાં 15મી સપ્ટેમ્બરના હોન્ડુરાસ સ્વાતંત્ર્ય દિવસ અને ઘરો, શાળાઓ અને ચર્ચોમાં 10 સપ્ટેમ્બરના ઉજવાતો બાળદિન અથવા દિયા દેલ નિનોનો સમાવેશ થાય છે; આ દિવસે બાળકો ક્રિસમસ અથવા તેમના જન્મદિનની ઉજવણીની જેમ ભેટ મેળવે છે અને ઉજાણીઓ કરે છે. કેટલાક વિસ્તારોમાં ગલીઓમાં પિનાતાસ(piñatas) રાખવામાં આવે છે. ઈસ્ટર, મૌન્ડી થર્સડે, ગુડ ફ્રાઈડે, ડે ઓફ ધ સોલ્જર (સૈનિકદિન- 3 ઑક્ટોબરના ફ્રાન્સિસ્કો મોરાઝોનનો જન્મની ઉજવણી), ક્રિસમસ(નાતાલ), 20 જુલાઈના અલ દિયા દ લેમ્પિરા[disambiguation needed],[૫૫] અને નવા વર્ષની સાંજ એ તે ઉપરાંતના તહેવારો છે.
હોન્ડુરાસ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી વહેલી સવારના કૂચ કરતાં બૅન્ડ સાથે જ શરૂ થઈ જાય છે. દરેક બૅન્ડ અલગ અલગ રંગનાં વસ્ત્રો પહેરે છે અને તેમાં ચીયર-લીડર્સ (પોરસાવનારાઓ) પણ સામેલ હોય છે. કાટ્રાચા પર્વ પણ એ જ દિવસે હોય છેઃ તેમાં લાક્ષણિક હોન્ડુરાન ભોજન જેમ કે કઠોળ, તામૅલી, બૅલીઅદાસ, ચિચારોન સાથે કસાવા, અને ગરમ ગરમ મકાઈની રોટી પીરસવામાં આવે છે. ક્રિસમસની સાંજે, લોકો રાત્રિભોજન માટે પોતાના પરિવાર અને નજીકના મિત્રો સાથે એકઠાં થાય છે, પછી મધ્યરાત્રિએ ભેટો આપે છે. કેટલાંક શહેરોમાં એ મધ્યરાત્રિએ આતશબાજી જોવા મળે છે અને ફટાકડા ફૂટતા સાંભળવા મળે છે. નવા વર્ષની સાંજે, ત્યાં ખાણીપીણી અને "કોહેટિસ", આતશબાજી અને ઉજાણીઓ હોય છે. અહીં જયંતીદિનોની પણ સરસ રીતે ઉજવણી થાય છે, અને તેમાં પ્રખ્યાત "પિનાટા" ખોલવામાં આવે છે, જેમાં આમંત્રિત બાળકો માટે કૅન્ડિ અને ભેટસોગાદો હોય છે.
મેના અંતમાં લા સેઈબામાં લા ફેરિયા ઈસીદ્રા પણ ઉજવાય છે. લા સેઈબા એ પૂર્વ દરિયાકાંઠા પર આવેલું શહેર છે. તેને સામાન્ય રીતે "મિત્રતાનો ઉત્સવ (ફ્રેન્ડશિપ કાર્નિવલ)" કહેવામાં આવે છે. એક અઠવાડિયાની આ ઉજાણીઓ માટે વિશ્વભરમાંથી લોકો આવે છે. તેમાં દરેક રાત્રે કોઈક વિસ્તારમાં એક નાનકડો કાર્નાવૅલ (કાર્નાવૅલિતો) હોય છે. છેલ્લે, શનિવારે તેમાં એક વિશાળ ભપકાદાર કવાયત થાય છે, જેમાં બ્રાઝિલ, ન્યૂ ઓર્લીએન્ડ્સ, જાપાન, જમૈકા, બાર્બાદોસ અને બીજા અનેક દેશોના લોકો પાદબત્તી અને પ્રદર્શન સાથે જોવા મળે છે. આ તહેવારની સાથોસાથ મિલ્ક ફેઅર (દૂધ મેળો) પણ ભરાય છે, જ્યાં ઘણા હોન્ડુરાન પોતાના ખેતરની પેદાશો અને પ્રાણીઓનું પ્રદર્શન કરવા આવ્યા હોય છે.
શિક્ષણ
ફેરફાર કરો2004માં પ્રાથમિક શાળામાં પ્રવેશનો ચોખ્ખો દર 94% હતો,[૫૪] જ્યારે 2007માં પ્રાથમિક શાળા-શિક્ષણ પૂર્ણતા નો દર 40% નોંધાયો હતો.[સંદર્ભ આપો] દેશની 83.6% વસતિ સાક્ષર છે.[૫૪] હોન્ડુરાસ અનેક વિશ્વવિદ્યાલયો ધરાવે છે.
આંતરમાળખાકીય સુવિધાઓ
ફેરફાર કરોઊર્જા
ફેરફાર કરોહોન્ડુરાસમાં વિદ્યુત ક્ષેત્રનો લગભગ અડધો ભાગ ખાનગી કંપનીઓની માલિકી ધરાવે છે. બાકીની ઉત્પાદન ક્ષમતાનું સંચાલન ઈએનઈઈ(ENEE - ઈમ્પ્રેસા નાસિઓનલ દ એનર્જિયા ઈલેક્ટ્રિકા )ના હસ્તક છે. આ ક્ષેત્ર સમક્ષના મુખ્ય પડકારો નીચે મુજબ છેઃ
- આર્થિક રીતે સ્વસ્થ ઉપયોગિતા અથવા આ પ્રકારના રોકાણો માટે બહારના દાતાઓ દ્વારા વિશેષ (કન્સેશનરી) ભંડોળોની ગેરહાજરી હોય તેવા સંજોગોમાં વીજઉત્પાદન અને પ્રસારણમાં નાણા જોગવાઈ કઈ રીતે કરવી;
- સામાજિક અશાંતિ ઊભી કર્યા વિના, નિયત ભાવોને કેવી રીતે ફરીથી સંતુલિત કરવા, કેવી રીતે ચડેલી પાછલી બાકી રકમ કાપવી અને વીજચોરી સહિતના વેપારી નુકસાનોને ઘટાડવા; અને
- નવા બે મોટા બંધ બાંધવાના અને તેની પર જળવિદ્યુતના પ્લાન્ટ ઊભા કરવાના સરકારના ઉદ્દેશ્યો સાથે પર્યાવરણને સંબંધી ચિંતાઓનું સમાધાન કેવી રીતે કરવું.
- ગ્રામ વિસ્તારોમાં તેના વ્યાપમાં, પ્રાપ્યતામાં સુધારો કેવી રીતે લાવવો.
જળ પુરવઠો અને ગટર-વ્યવસ્થા
ફેરફાર કરોહોન્ડુરાસની જળ પુરવઠા અને ગટર-વ્યવસ્થાઓમાં શહેરી કેન્દ્રોથી ગ્રામ વિસ્તારોમાં ઘણી ભિન્નતા જોવા મળે છે. વધુ વસતિ ધરાવતાં કેન્દ્રોમાં સામાન્ય રીતે જળ શુદ્ધિકરણ અને વિતરણ માટેની આધુનિક વ્યવસ્થાઓ હોય છે, જો કે યોગ્ય જાળવણી અને શુદ્ધિકરણના અભાવના કારણે પાણીની ગુણવત્તા ઘણી વાર નબળી હોય છે. ગ્રામ વિસ્તારોમાં સામાન્ય રીતે જળ શુદ્ધિકરણની મર્યાદિત ક્ષમતા ધરાવતી પ્રાથમિક પેયજળ વ્યવસ્થાઓ હોય છે. અનેક શહેરી વિસ્તારોમાં ગંદું પાણી એકઠું કરવા માટેની ગટર વ્યવસ્થાઓ નંખાયેલી હોય છે, અલબત્ત ગંદા પાણી પર થવી જોઈતી યોગ્ય પ્રક્રિયા જ્વલ્લે જ થાય છે. ગ્રામ વિસ્તારોમાં, ગટર-વ્યવસ્થાઓ સામાન્ય રીતે સંડાસ અને પ્રાથમિક મળ-ટાંકીઓ પૂરતી મર્યાદિત હોય છે.
ઐતિહાસિક રીતે, પાણી પુરવઠા અને ગટર સેવાઓ સર્વિસિઓ ઓટોનોમો દ અલ્કાન્ટારિલાસ ય ઍક્વેડક્ટોસ (એસએએનએએ - SANAA) દ્વારા પૂરી પાડવામાં આવતી હતી. 2003માં, જળ સેવાઓનું વિકેન્દ્રીકરણ સૂચવતો એક નવો "જળ કાયદો" પસાર થયો. આ 2003ના કાયદાથી, સ્થાનિક સમુદાયોને તેમના પોતાના પીવાના પાણીની અને ગંદાપાણીની નિકાલની વ્યવસ્થાઓનો માલિકીહક, તેમ જ તેમના સંચાલન અને નિયંત્રણનો અધિકાર અને જવાબદારી મળ્યા. આ નવો કાયદો પસાર થયા પછી, સ્થાનિક ધોરણે પાણી અને સ્વચ્છતાના પ્રશ્નોને ઉકેલવા માટે અનેક સમુદાયો સાથે જોડાઈને આગળ આવ્યા હતા.
અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બિન-સરકારી સંગઠનો હોન્ડુરાસમાં જળ અને ગટર વ્યવસ્થા અંગેના પ્રોજેક્ટો પર કામ કર્યાનો ઇતિહાસ ધરાવે છે. આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં, રેડ ક્રોસ, વૉટર ફર્સ્ટ, રોટરી ક્લબ, કૅથોલિક રિલિફ સર્વિસિસ, વૉટર ફોર પીપલ, ઈકોલૉજિકલ ડેવલપમેન્ટ ફંડ, કેર (CARE), કેસો-સાકો (CESO-SACO), એન્જિનિયર્સ વિથાઉટ બ્રોર્ડર્સ યુએસએ(USA સંગ્રહિત ૨૦૧૦-૧૦-૨૮ ના રોજ વેબેક મશિન) અને એસએચએચ(SHH)ને ગણાવી શકાય, અલબત્ત, આ યાદી તેમના પૂરતી મર્યાદિત નથી.
તે ઉપરાંત, આ પ્રકારના પ્રોજેક્ટો પર કામ કરનાર અનેક સરકારી સંગઠનો છે, જેમાં યુરોપિયન યુનિયન, યૂસેઈડ(USAID), આર્મી કૉર ઓફ એન્જિનિયર્સ, કોઓપરેસિઅન અન્દાલુસિયા, જાપાન સરકાર, અને બીજાં અનેક સમાવિષ્ટ છે.
પરિવહન
ફેરફાર કરોહોન્ડુરાસમાં પરિવહન આ મુજબના આંતરમાળખાકીય સુવિધાઓના આધારે ઉપલબ્ધ છેઃ 699 કિ.મી.નો રેલમાર્ગ;[૫૬] 13,603 કિ.મી.નો સડકમાર્ગ;[૫૬] સાત બંદરો અને બારાં;[સંદર્ભ આપો] અને કુલ મળીને 112 હવાઈમથકો (12 પાક્કાં, 100 કાચાં).[૫૬] પરિવહન ક્ષેત્રમાં નીતિ વિષયક જવાબદારી જાહેર સેવાઓ, પરિવહન અને આવાસ (તેના સ્પેનિશ આદ્યાક્ષરો મુજબ સોપ્રટ્રાવી) મંત્રાલયના શિરે રહે છે.
રાષ્ટ્રીય ચિહ્નો
ફેરફાર કરોહોન્ડુરાસનો ધ્વજ 3 સરખી ક્ષિતિજ સમાંતર પટ્ટીઓનો બનેલો છે, જેમાં ઉપર અને નીચેની પટ્ટી ભૂરી છે અને તે પ્રશાંત મહાસાગર અને કૅરેબિયન સમુદ્રનું પ્રતિનિધિત્વ કરે છે. મધ્ય પટ્ટી શ્વેત છે. તેમાં પાંચ ભૂરા તારાઓ છે, જે મધ્ય અમેરિકન યુનિયનનાં પાંચ રાજ્યોને દર્શાવે છે. વચ્ચેનો તારો હોન્ડુરાસને બતાવે છે, જે મધ્ય અમેરિકન યુનિયનની બરાબર વચ્ચે સ્થિત છે.
1825માં ઢાલ પરનું રાજ્યચિહ્ન સુનિશ્ચિત કરવામાં આવ્યું. તે એક સમભુજ ત્રિકોણ છે, જેના પાયામાં બે કિલ્લાઓ વચ્ચે જ્વાળામુખી છે, અને તેની ઉપર મેઘધનુષ્ય અને સૂર્ય પ્રકાશી રહ્યો છે. આ ત્રિકોણને એ ભાગમાં મૂકવામાં આવ્યો છે જે બંને સમુદ્ર દ્વારા ભીંજાતા હોવાનું પ્રતીકાત્મક રીતે દર્શાવે છે. આ સમગ્રના પરિઘ પર સુવર્ણ અક્ષરો ધરાવતું એક લંબગોળ છે, જેના પર લખ્યું છેઃ "હોન્ડુરાસ પ્રજાસત્તાક, મુક્ત, સાર્વભૌમ અને સ્વતંત્ર".
રાષ્ટ્રપ્રમુખ માન્યુએલ બોનિલાના કાર્યકાળ દરમ્યાન 1904માં યોજવામાં આવેલી એક સ્પર્ધાના ભાગ રૂપે હોન્ડુરાસના રાષ્ટ્રગીતનું સર્જન થયું હતું. અંતે, કવિ ઑગસ્ટો સી. કોએલો જ સ્તુતિગીત લખી રહ્યા હતા, અને તેમની સાથે જર્મન સંગીતકાર કાર્લોસ હાર્ટલિંગ સંગીત રચી રહ્યા હતા. 15 નવેમ્બર 1915ના, અલ્બેર્તો મેમબ્રેનોના રાષ્ટ્રપ્રમુખકાળમાં, આ રાષ્ટ્રગીતને વિધિવત અપનાવવામાં આવ્યું હતું. ગાયકવૃંદ અને સાત સ્ટ્રૂન્દુરાનના ઉપયોગથી આ રાષ્ટ્રગીત સંગીતબદ્ધ કરવામાં આવ્યું છે.
તેનું રાષ્ટ્રીય ફૂલ એ સુપ્રસિદ્ધ ઑર્કિડ, રહાયન્ચોલાએલિયા દિગ્બ્યાના (Rhyncholaelia digbyana) (જે અગાઉ બ્રાસાવોલા દિગ્બ્યાના તરીકે જાણીતું હતું) છે, 1969માં તેણે ગુલાબનું સ્થાન લીધું હતું. જનરલ ઓસ્વાલ્દો લોપેઝ આરલાનોના શાસનકાળ દરમ્યાન રાષ્ટ્રીય ફૂલમાં આ બદલાવ લાવવામાં આવ્યો હતો, હુકમનામામાં લખ્યા મુજબ એમ વિચારીને કે, બ્રાસાવોલા દિગ્બ્યાના "એ હોન્ડુરાસનો દેશી છોડ છે; અને આ ફૂલ સૌંદર્ય, જીવંતતા અને અલગ તરી આવતી અસાધારણ લાક્ષણિકતાઓ ધરાવે છે".
હોન્ડુરાસ ચીડ (પિનુસ કૅરિબાઈયા વાર. હોન્ડુરેનસિસ ) એ હોન્ડુરાસનું રાષ્ટ્રીય વૃક્ષ છે. "જંગલ કાપવાથી અથવા આગ લગાડવાથી થતા બિનજરૂરી નાશને રોકવા માટે" આ વૃક્ષના વપરાશને પણ નિયંત્રિત કરવામાં આવ્યો હતો.
સફેદ-પૂંછડીવાળું હરણ (ઓડોકોઈલિસ વિર્જિનિયાનસ ) એ તેનું રાષ્ટ્રીય સસ્તન પ્રાણી છે, ભૂમિને વધુ પડતી વેરાન બનતી અટકાવવાના પગલા રૂપે તેને અપનાવવામાં આવ્યું હતું. હોન્ડુરાસમાં રહેતી હરણની બે જાતિઓમાંની તે એક છે. લાલ રંગનો પોપટ (અરા માકો ) હોન્ડુરાસનું રાષ્ટ્રીય પક્ષી છે. હોન્ડુરાસની કોલંબિયન-પૂર્વેની સભ્યતાઓ આ પક્ષીને ખૂબ મૂલ્યવાન માનતા હતા.
લોક-સાહિત્ય
ફેરફાર કરોહોન્ડુરાસ સંસ્કૃતિમાં દંતકથાઓ અને પરીકથાઓનો ઘણો પ્રભાવ છે; લુવિયા દ પિસિસ (મત્સ્ય વર્ષા) એ તેનું એક ઉદાહરણ છે. અલ કાદેજો અને લા કિગ્વાનાબા(લા સુસિયા)ની દંતકથા પણ લોકપ્રિય છે.
રમતગમત
ફેરફાર કરોઅસોસિએશન ફૂટબૉલ એ હોન્ડુરાસમાં સૌથી લોકપ્રિય રમત છે. બાકીની તમામ હોન્ડુરાન રમતગમતો વિશેની માહિતી આપતા લેખો નીચે મુજબ છેઃ
- હોન્ડુરાસમાં ફૂટબૉલ
- ફેડેરાસિઓન નાસિઓનલ ઓટોનોમા દ ફુટબૉલ દ હોન્ડુરાસ
- હોન્ડુરાસ રાષ્ટ્રીય બૅઝબૉલ ટીમ
- હોન્ડુરાસ રાષ્ટ્રીય ફૂટબૉલ ટીમ
- હોન્ડુરાસ રાષ્ટ્રીય 20-થી નીચેની (Under-20) ફૂટબૉલ ટીમ
- હોન્ડુરાસ 17-થી નીચેની (U-17) રાષ્ટ્રીય ફૂટબૉલ ટીમ
આંતરરાષ્ટ્રીય ક્રમાંકનો
ફેરફાર કરોસંગઠન | સર્વેક્ષણ | ક્રમાંકન |
---|---|---|
ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈકોનોમિક્સ એન્ડ પિસ [૧] | વૈશ્વિક શાંતિ સૂચકાંક[૫૭] | 144માંથી 112 |
યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગામ | માનવ વિકાસ સૂચકાંક | 182માંથી 112 |
ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ | ભષ્ટાચાર અવગત સૂચકાંક | 180માંથી 130 |
વર્લ્ડ ઈકોનોમિક ફોરમ | વૈશ્વિક સ્પર્ધાત્મકતા અહેવાલ | 133માંથી 89 |
આ પણ જોશો
ફેરફાર કરો- હોન્ડુરાસ-સંબંધિત લેખોની અનુક્રમણિકા
- હોન્ડુરાસમાંનાં સમાચાર પત્રોની સૂચિ
નોંધ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ "Honduras". International Monetary Fund. મેળવેલ 21 એપ્રિલ 2010.
- ↑ 1992-2007, Human Development Report Office, United Nations Development Programme. "Human Development Report 2009 - M Economy and inequality - Gini index". મૂળ માંથી 17 ઑક્ટોબર 2009 પર સંગ્રહિત. મેળવેલ 17 October 2009. Cite has empty unknown parameter:
|coauthors=
(મદદ); Check date values in:|archive-date=
(મદદ)CS1 maint: discouraged parameter (link) - ↑ "Human Development Report 2009. Human development index trends: Table G" (PDF). The United Nations. મેળવેલ 5 ઓક્ટોબર 2009.
- ↑ "Archeological Investigations in the Bay Islands, Spanish Honduras". Aboututila.com. મૂળ માંથી 22 સપ્ટેમ્બર 2010 પર સંગ્રહિત. મેળવેલ 27 જૂન 2010.
- ↑ http://hdr.undp.org/en/media/HDI_2008_EN_Tables.pdf
- ↑ "Columbus's quote". Honduras.com. મૂળ માંથી 7 ઑક્ટોબર 2015 પર સંગ્રહિત. મેળવેલ 2010-06-27. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ ડેવિડસન હેર્ર યુગ સુધી તેનું પગેરું શોધે છે. Historia General de los Hechos de los Castellanos. VI. Buernos Aires: Editorial Guarania. 1945–47. CS1 maint: discouraged parameter (link) CS1 maint: date format (link), પૃષ્ઠ 24
- ↑ ૮.૦ ૮.૧ Davidson, William (2006). Honduras, An Atlas of Historical Maps. Managua, Nicaragua: Fundacion UNO, Colección Cultural de Centro America Serie Historica, no. 18. પૃષ્ઠ 313. ISBN 978-99924-53-47-6.
- ↑ પાઈને, રિચાર્ડ આર અને ફ્રેટર, ઍનકોરિન 1996 "કોપૅન, હોન્ડુરાસ ખાતે પર્યાવરણીય અવનતિ અને ક્લાસિક મય પતન" પ્રાચીન મધ્યઅમેરિકા 7:37–47 કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ
- ↑ ન્યૂસન, લિન્ડા વિજયની કિંમતઃ સ્પેનિશ શાસન હેઠળ હોન્ડુરાસમાં ભારતીયો ક્ષીણ થતા જાય છે. ડેલપ્લેન લેટિન અમેરિકા સ્ટડીઝ; નં. 20, વેસ્ટવ્યૂ પ્રેસ, બોલ્ડર
- ↑ "Honduras History". Honduras.com. મૂળ માંથી 23 જુલાઈ 2010 પર સંગ્રહિત. મેળવેલ 2010-06-27. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ Newson, Linda (ઓક્ટોબર 1982). "Labour in the Colonial Mining Industry of Honduras". The Americas. Philadelphia: The Academy of American Franciscan History. 39 (2): 185. doi:10.2307/981334. JSTOR 981334. More than one of
|number=
and|issue=
specified (મદદ) - ↑ ૧૩.૦ ૧૩.૧ ૧૩.૨ "Wars of the World: Soccer War 1969". OnWar.com. મૂળ માંથી 3 ઑક્ટોબર 2013 પર સંગ્રહિત. મેળવેલ 21 August 2007. Cite has empty unknown parameter:
|coauthors=
(મદદ); Check date values in:|archive-date=
(મદદ) - ↑ ૧૪.૦ ૧૪.૧ "Background Note: Honduras". United States Department of State.
- ↑ "Cinchoneros Popular Liberation Movement". મૂળ માંથી 15 મે 2009 પર સંગ્રહિત. મેળવેલ 15 ઑક્ટોબર 2010. Check date values in:
|access-date=
(મદદ) - ↑ "અ સર્વાઈવર ટેલ્સ હર સ્ટોરી (બચેલી વ્યક્તિ પોતાની વાત કહે છે)" સંગ્રહિત ૨૦૦૭-૦૯-૩૦ ના રોજ વેબેક મશિન 15 જૂન 1995. 8 જાન્યુઆરી 2007ના મેળવેલ.
- ↑ "યુએસજીએસ(USGS) હરિકન મિચ". મૂળ માંથી 16 માર્ચ 2006 પર સંગ્રહિત. મેળવેલ 15 ઑક્ટોબર 2010. Check date values in:
|access-date=
(મદદ) - ↑ "Aid workers say Honduran floods worse than Hurricane Mitch". Alertnet.org. 29 ઓક્ટોબર 2008. મૂળ માંથી 17 જાન્યુઆરી 2010 પર સંગ્રહિત. મેળવેલ 27 જૂન 2010.
- ↑ "General Assembly condemns coup in Honduras". Un.org. 30 જૂન 2009. મેળવેલ 27 જૂન 2010.
- ↑ "Oas Suspends Membership Of Honduras". Oas.org. મેળવેલ 27 જૂન 2010.
- ↑ "New Honduran leader sworn in". BBC News. 29 જૂન 2009. મેળવેલ 27 જૂન 2010.
- ↑ "ક્વે નાદિએ સે અટ્રેવા અ ઈન્ટેન્ટાર રોમ્પેર અલ ઓર્ડન કન્સ્ટીટ્યુસિઓનલ". મૂળ માંથી 3 જાન્યુઆરી 2008 પર સંગ્રહિત. મેળવેલ 15 ઑક્ટોબર 2010. Check date values in:
|access-date=
(મદદ) - ↑ "Zelaya decide iniciar consulta popular para reformar Constitución de Honduras - Terra". Noticias.terra.com. 24 માર્ચ 2009. મેળવેલ 27 જૂન 2010.
- ↑ "Michael Fox: "The Honduran coup as overture"". Counterpunch.org. મૂળ માંથી 9 સપ્ટેમ્બર 2010 પર સંગ્રહિત. મેળવેલ 27 જૂન 2010.
- ↑ "Timeline: The Honduran Crisis". AS/COA Online. 12 નવેમ્બર 2009. મૂળ માંથી 15 જાન્યુઆરી 2011 પર સંગ્રહિત. મેળવેલ 22 જાન્યુઆરી 2010.
- ↑ "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 29 જૂન 2012 પર સંગ્રહિત. મેળવેલ 15 ઑક્ટોબર 2010. Check date values in:
|access-date=
(મદદ) - ↑ "Troops oust Honduran president in feared coup". Sydney Morning Herald. 29 જૂન 2009. મેળવેલ 29 જૂન 2009.
|first=
missing|last=
(મદદ) - ↑ "Honduran leader forced into exile". BBC News. 28 જૂન 2009. મેળવેલ 28 જૂન 2009.
- ↑ "Honduras president detained, sent to Costa Rica, official says". CNN. 28 જૂન 2009. મેળવેલ 28 જૂન 2009.
- ↑ હોન્ડુરાન બંધારણની કલમ 102. http://www.honduras.com/honduras-constitution-english.html સંગ્રહિત ૨૦૧૦-૦૯-૨૩ ના રોજ વેબેક મશિન
- ↑ "Honduran military ousts president ahead of vote". The Washington Post. 28 જૂન 2009. મેળવેલ 28 જૂન 2009.
|first=
missing|last=
(મદદ)[હંમેશ માટે મૃત કડી] - ↑ "Congress names new interim Honduran president". The Sydney Morning Herald. 29 જૂન 2009. મેળવેલ 28 જૂન 2009.
- ↑ By Rep. Dana Rohrabacher (R-Calif.) (11 સપ્ટેમ્બર 2009). "Support democracy in Honduras (Rep. Dana Rohrabacher) - The Hill's Congress Blog". Thehill.com. મેળવેલ 27 જૂન 2010.
- ↑ "Pence Condemns Obama Administration'S Policies In Honduras". Mikepence.house.gov. 2009-11-29. મૂળ માંથી 7 જુલાઈ 2010 પર સંગ્રહિત. મેળવેલ 2010-06-27. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ Ordaz, Pablo (28 September 2009). "Micheletti ordena el cierre de los medios de comunicación afines a Zelaya" (Spanishમાં). El País. મૂળ સંગ્રહિત માંથી 19 ઑક્ટોબર 2009 પર સંગ્રહિત. મેળવેલ 19 October 2009. Check date values in:
|archive-date=
(મદદ)CS1 maint: unrecognized language (link) - ↑ Giordano, Al (27 September 2009). "Honduras Coup Leader Micheletti Decrees 45-Day Suspension of Constitution". Narco News. મૂળ માંથી 19 ઑક્ટોબર 2009 પર સંગ્રહિત. મેળવેલ 19 October 2009. Cite has empty unknown parameter:
|coauthors=
(મદદ); Check date values in:|archive-date=
(મદદ)CS1 maint: discouraged parameter (link) - ↑ "The Office of the Special Rapporteur for Freedom of Expression condemns the suspension of guarantees in Honduras and the violations of the right to freedom of expression". Organization of American States. 29 September 2009. મૂળ સંગ્રહિત માંથી 19 ઑક્ટોબર 2009 પર સંગ્રહિત. મેળવેલ 19 October 2009. Cite has empty unknown parameter:
|coauthors=
(મદદ); Check date values in:|archive-date=
(મદદ)CS1 maint: discouraged parameter (link) - ↑ Rosenberg, Mica (19 October 2009). "Honduras de facto leader lifts ban on media, protests". Reuters. મૂળ સંગ્રહિત માંથી 19 ઑક્ટોબર 2009 પર સંગ્રહિત. મેળવેલ 19 October 2009. Unknown parameter
|coauthors=
ignored (|author=
suggested) (મદદ); Check date values in:|archive-date=
(મદદ) - ↑ "Honduran Biodiversity Database". Honduras Silvestre. મૂળ માંથી 15 માર્ચ 2010 પર સંગ્રહિત. મેળવેલ 27 જૂન 2010.
- ↑ "web.worldbank.org". web.worldbank.org. મૂળ માંથી 5 માર્ચ 2009 પર સંગ્રહિત. મેળવેલ 27 જૂન 2010.
- ↑ ડૅન ઓનસીયાઃ માઈનિંગ ઈન સેન્ટ્રલ અમેરિકા (મધ્ય અમેરિકામાં ખાણકામ) http://magazine.mining.com/Issues/0901/MiningCentralAmerica.pdf સંગ્રહિત ૨૦૧૩-૦૧-૧૬ ના રોજ વેબેક મશિન
- ↑ "CSI - CBP.govમાં બંદરો". મૂળ માંથી 9 મે 2006 પર સંગ્રહિત. મેળવેલ 15 ઑક્ટોબર 2010. Check date values in:
|access-date=
(મદદ) - ↑ "DHS: DHS and DOE Launch Secure Freight Initiative". Dhs.gov. 7 ડિસેમ્બર 2006. મેળવેલ 27 જૂન 2010.
- ↑ "સીઆઈએ(CIA) – ધ વર્લ્ડ ફેક્ટબુક – હોન્ડુરાસ". મૂળ માંથી 15 મે 2020 પર સંગ્રહિત. મેળવેલ 15 ઑક્ટોબર 2010. Check date values in:
|access-date=
(મદદ) - ↑ ૪૫.૦ ૪૫.૧ "Honduras". CIA Factbook. મૂળ માંથી 15 મે 2020 પર સંગ્રહિત. મેળવેલ 15 ઑક્ટોબર 2010. Check date values in:
|access-date=
(મદદ) - ↑ ધ આરબ્સ ઓફ હોન્ડુરાસ (હોન્ડુરાસના આરબો) સંગ્રહિત ૨૦૧૪-૧૦-૦૯ ના રોજ વેબેક મશિન. લૅરી લુક્સનેર. સાઉદી આરામ્કો વર્લ્ડ.
- ↑ એન્યુઅરિઓ પોન્ટિફિસિઓ, 2009.
- ↑ કૅથોલિક આલ્મૅનૅક (હુન્ટીંગટન, આઈએનડી(Ind).: સન્ડે વિઝિટર પબ્લિશિંગ, 2008), 312-13
- ↑ સીઆઈએ(CIA) વર્લ્ડ ફેક્ટબુક, 2009
- ↑ જ્હોન ડાર્ટ, "સર્વેક્ષણોમાં કેટલાં મુખ્યરેખાની કૅટેગરીઓ(વિભાગો)માં જુદા પડે છે," ક્રિશ્ચિયન સેન્ચુરી , 16 જૂન 2009, 13.
- ↑ અસોસિએટેડ પ્રેસ, 13 જૂન 2009, અમુક છાપાંઓમાં પ્રદર્શિત અહેવાલ
- ↑ મારિયા સેલી સ્કાલોન અને એન્ડ્રૂ ગ્રીલી, "બ્રાઝિલમાં કૅથોલિક અને પ્રોટેસ્ટ્ન્ટો," અમેરિકા 18 ઑગસ્ટ 2003, 14.
- ↑ "International Religious Freedom Report 2008: Honduras". State.gov. 19 સપ્ટેમ્બર 2008. મેળવેલ 27 જૂન 2010.
- ↑ ૫૪.૦ ૫૪.૧ ૫૪.૨ ૫૪.૩ ૫૪.૪ ૫૪.૫ "Human Development Report 2009 - Honduras". Hdrstats.undp.org. મૂળ માંથી 8 જુલાઈ 2010 પર સંગ્રહિત. મેળવેલ 2010-06-27. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ "Honduras This Week Online June 1999". Marrder.com. 1991-12-09. મૂળ માંથી 14 જુલાઈ 2011 પર સંગ્રહિત. મેળવેલ 2010-06-27. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ ૫૬.૦ ૫૬.૧ ૫૬.૨ [https://web.archive.org/web/20200515044500/https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/ho.html#ટ્રાન્સ સંગ્રહિત ૨૦૨૦-૦૫-૧૫ ના રોજ વેબેક મશિન સીઆઈએ(CIA) – ધ વર્લ્ડ ફેક્ટબુક – હોન્ડુરાસ
- ↑ "Vision of Humanity". Vision of Humanity. મૂળ માંથી 4 જુલાઈ 2008 પર સંગ્રહિત. મેળવેલ 4 February 2010. Check date values in:
|archive-date=
(મદદ)
સંદર્ભો
ફેરફાર કરો- એડવેન્ચર્સ ઈન નેચરઃ હોન્ડુરાસ ; જેમ્સ ડી. ગોલ્લિન
- ડોન્ટ બી અફ્રેઈડ, ગ્રિન્ગોઃ અ હોન્ડુરાન વુમન સ્પિક્સ ફ્રોમ ધ હાર્ટઃ ધ સ્ટોરી ઓફ ઍલ્વિયા અલ્વારાદો ; મેદિયા બેન્જામિન
- હોન્ડુરાસઃ ધ મેકિંગ ઓફ અ બનાના રિપબ્લિક ; અલિસન અકેર
- હોન્ડુરાસઃ સ્ટેટ ફોર સેલ ; રિચાર્ડ લૅપર, જેમ્સ પેઈન્ટર
- ઈનસાઈડ હોન્ડુરાસ ; કેન્ટ નોર્સવર્થી અને ટોમ બેરી
- લા મૉસ્કિટીયાઃ અ ગાઈડ ટુ ધ સવાનાસ, રેઈન ફોરેસ્ટ એન્ડ ટર્ટલ હંટર્સ ; ડેરેક પૅરેન્ટ
- મૂન હેન્ડબુક્સઃ હોન્ડુરાસ ; ક્રિસ્ટોફર હમ્ફ્રેય
- રિઈન્ટર્પ્રિટિંગ ધ બનાના રિપબ્લિકઃ રિજન એન્ડ સ્ટેટ ઈન હોન્ડુરાસ, 1870-1972 ; દારિઓ એ. યુરાક્વે
- સેવન નેમ્સ ફોર ધ બેલબર્ડઃ કન્સર્વેશન જિઓગ્રાફી ઈન હોન્ડુરાસ ; માર્ક બોન્ટા
- યુલીસિસ ટ્રાવેલ ગાઈડઃ હોન્ડુરાસ ; એરિક ઈલામોવિત્ચ
- ધ યુનાઈટેડ સ્ટેટ્સ ઈન હોન્ડુરાસ, 1980-1981: એન અમ્બેસેડર્સ મેમ્વાર ; જૅક આર. બિન્સ
- ધ વૉર ઓફ ધ ડિસ્પોઝ્ડઃ હોન્ડુરાસ એન્ડ અલ સાલ્વાદોર, 1969 ; થોમસ પી. એન્ડરસન
બાહ્ય લિંક્સ
ફેરફાર કરોહોન્ડુરાસ વિષય પર વધુ જાણવા માટે જુઓ: | |
---|---|
શબ્દકોશ | |
પુસ્તકો | |
અવતરણો | |
વિકિસ્રોત | |
દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો અને ચિત્રો | |
સમાચાર | |
અભ્યાસ સામગ્રી |
- સામાન્ય વેબસાઈટ
- યુટિલાની વેબસાઈટ
- હોન્ડુરાસ સરકાર સંગ્રહિત ૨૦૦૮-૦૯-૧૧ ના રોજ વેબેક મશિન (Spanish)
- ટુરિઝમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હોન્ડુરાસની અધિકૃત સાઈટ (અંગ્રેજી) સંગ્રહિત ૨૦૦૫-૧૦-૧૩ ના રોજ વેબેક મશિન
- રાજ્યના વડા અને મંત્રીમંડળના સદસ્યો સંગ્રહિત ૨૦૦૯-૧૦-૨૬ ના રોજ વેબેક મશિન
- "Honduras". ધ વર્લ્ડ ફેક્ટબૂક. સેન્ટ્રલ ઇન્ટેલિજેન્સ એજન્સી.
- બોલ્ડેર લાયબ્રેરીઝ ખાતે યુનિવર્સિટી ઓફ કોલોરાડો ગોવપબ્સ(GovPubs ) પર હોન્ડુરાસ સંગ્રહિત ૨૦૦૮-૦૪-૦૭ ના રોજ વેબેક મશિન
- હોન્ડુરાસ at the Open Directory Project
- Wikimedia Atlas of Honduras
- હોન્ડુરાન જૈવવૈવિધ્ય માહિતીસંગ્રહ સંગ્રહિત ૨૦૧૦-૦૩-૧૫ ના રોજ વેબેક મશિન (Spanish)
- હોન્ડુરાસ પ્રવાસ ઉપયોગી સૂચનો તથા માહિતી (અંગ્રેજી) સંગ્રહિત ૨૦૦૯-૦૨-૦૭ ના રોજ વેબેક મશિન
- હોન્ડુરાસ વીકલી સંગ્રહિત ૨૦૨૦-૧૦-૨૦ ના રોજ વેબેક મશિન
- હોન્ડુરાસ અંગેની પ્રવાસ અને પર્યટનની માહિતી (અંગ્રેજી)
- હોન્ડુરાસમાં લોકોપયોગી સહાયતા
- Answers.com
- સીઆઈએ(CIA) વર્લ્ડ ફેક્ટબુક સંગ્રહિત ૨૦૦૯-૦૫-૧૩ ના રોજ વેબેક મશિન
- પ્રોજેક્ટ હોન્ડુરાસ સંગ્રહિત ૨૦૧૧-૦૭-૨૭ ના રોજ વેબેક મશિન
- હોન્ડુરાન કૅમ્પેસિનો સંગ્રહિત ૨૦૨૦-૦૧-૧૪ ના રોજ વેબેક મશિન