અસોસિએશન ફુટબોલની રમત વ્યાપકપણે ફુટબોલ કે સોકર તરીકે જાણીતી છે જે ખેલાડીઓના જૂથ દ્વારા રમાતી જૂથ રમત છે જેમાં અગિયાર ખેલાડીઓના બે જૂથો એક ગોળાકાર દડાથી આમને-સામને રમત રમે છે. આ રમત વિશ્વમાં સૌથી પ્રચલિત રમત હોવાનું વ્યાપકપણે માનવામાં આવે છે.[][][]

અસોસિએશન ફુટબોલ
આક્રમણ કરનાર ખેલાડી (નં. 10) ગોલ કરવા માટે વિરોધી ટીમના ગોલકીપરની બહાર, ગોલપોસ્ટની વચ્ચે અને ક્રોસબારની નીચે (બતાવેલ નથી) બોલને કિક કરવાનો પ્રયાસ કરે છે.
Highest governing bodyFIFA
Nickname(s)Football, Soccer, Fùtbol, Fußball, Footy/Footie, "The Beautiful Game," "The World Game"
First playedMid-19th century England
Characteristics
ContactYes
Team members11 per side
Mixed genderYes, separate competitions
CategorizationTeam sport, ball sport
EquipmentFootball
VenueFootball pitch
Olympic1900

આ રમત લંબચોરસ આકારના કુદરતી કે કૃત્રિમ ઘાસનાં મેદાનમાં રમવામાં આવે છે જેમાં બંને ટૂંકી બાજુઓના મધ્યભાગમાં એક-એક ગોલ રાખવામાં આવ્યા હોય છે. આ રમતનો વિષયભૂત ઉદ્દેશ દડાને વિરૂદ્ધ જૂથના ગોલમાં ફટકારી રમતના અંકો પ્રાપ્ત કરવાનો હોય છે. રમતમાં સામાન્ય રીતે ગોલરક્ષકોને જ તેઓના હાથ વડે દડાને કોઈપણ દિશામાં ધકેલવાની મંજુરી હોય છે, જ્યારે જૂથના બાકીના ખેલાડીઓ દડાને યોગ્ય સ્થાન ઉપર ધકેલવા તેમના પગનો ઉપયોગ કરે છે અને આવશ્યક્તા પ્રમાણે દડાને હવામાં રોકવા તેમના માથાનો કે ધડનો ઉપયોગ કરે છે. રમતના અંતે જે જૂથ સૌથી વધારે ગોલ નોંધાવે તે જીતે છે. જો રમતના અંતે બંને જૂથોના ગોલની સંખ્યા સરખી હોય તો સ્પર્ધા ડ્રો થયેલી જાહેર કરવામાં આવે અથવા તો રમતમાં વધારાનો સમય અથવા પેનલ્ટી શૂટઆઉટ આપવામાં આવે છે જે સ્પર્ધાના પ્રકાર ઉપર આધાર રાખે છે.

ઇંગ્લેન્ડમાં ધ ફુટબોલ અસોસિએશનની સ્થાપના સાથે જ ફુટબોલની આધુનિક રમત માટે નિયમોની સંહિતા અસ્તિત્વમાં આવી તેમાં 1963ના રમતના કાયદાઓએ હાલમાં આ રમત જે રીતે રમાય છે તેનો પાયો નાખ્યો. આંતરરાષ્ટ્રીય સ્તરે ફુટબોલની રમતનું સંચાલન અને નિયમન ફેડરેશન ઇન્ટરનેશનાલે દ ફુટબોલ અસોસિએશન (ઇન્ટરનેશન ફેડરેશન ઓફ એસોસિએશન ફુટબોલ) દ્વારા કરવામાં આવે છે. જે વ્યાપક રીતે ફીફા (FIFA)ના ટૂંકા નામથી જાણીતું છે. દર 4 વર્ષે યોજાતી ફિફા વિશ્વકપ નામની સ્પર્ધા વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ફુટબોલ સ્પર્ધા છે. આ સ્પર્ધા વિશ્વમાં સૌથી વધુ લોકો દ્વારા નિહાળવામાં આવતી સ્પર્ધા છે. જે સમર ઓલિમ્પિક રમતોત્સવના પ્રેક્ષકોની માત્રા કરતા બમણી માત્રામાં પ્રેક્ષકો દ્વારા માણવામાં આવતી હોવાનું મનાય છે.[]

સર્વસામાન્ય નિરીક્ષણ

ફેરફાર કરો
 
ગોલરક્ષક પેનલ્ટી એરિયામાથી આવતા ટૂંકા-ગાળાના ફટકાઓને ખાળવાનુ કામ કરે છે.

રમતના નિયમો તરીકે જાણીતા ધારાધોરણો અનુસાર આ રમત રમવામાં આવે છે. આ રમત એક ગોળકાર દડા વડે રમવામાં આવે છે જે ફુટબોલ તરીકે ઓળખાય છે. પ્રત્યેક ટીમ અગિયાર ખેલાડીઓની બનેલી હોય છે અને આવી બે ટીમો દડાને વિરોધી ટીમના ગોલ (બે સ્તંભોની વચ્ચે અને આડા સળીયાની નીચે)માં પહોંચાડવા હરિફાઇ કરે છે. આ રીતે ગોલની સંખ્યા નોંધાવે છે. રમતના અંતે જે ટીમ વધારે સંખ્યામાં ગોલ નોંધાવે છે તે ટીમ જીતે છે અને જો બંને ટીમો દ્વારા સરખી સંખ્યામાં ગોલ નોંધાવવામાં આવ્યા હોય તો રમત ડ્રો થયેલી જાહેર કરવામાં આવે છે. દરેક ટીમ સુકાનીની આગેવાની હેઠળ રમે છે.

આ રમતમાં મૂળ નિયમ એવો છે કે ખેલાડીઓ (ગોલરક્ષક સિવાયના) ચાલુ રમત દરમિયાન હેતુપુર્વક બોલને હાથ વડે સ્પર્શ કરી શકતા નથી. (જોકે રમતના પુનઃ પ્રારંભ વખતે થ્રો-ઇન માટે તેઓ હાથનો ઉપયોગ કરે છે). જોકે સામાન્યરીતે ખેલાડીઓ બોલને જે તે જગ્યાએ ધકેલવા માટે પગનો ઉપયોગ કરતા હોય છે અને તેઓ હાથ સિવાયના શરીરના કોઈપણ ભાગનો ઉપયોગ કરી શકે છે.(0/} સામાન્ય રમત દરમિયાન નિયત કરાયેલા રમતના મેદાનમાં ખેલાડીઓ બોલને કોઈપણ દિશામાં ફટકારવા અને મેદાનનાં કોઇપણ ભાગમાં ફટકારવા માટે સ્વતંત્ર છે. જોકે ઓફ સાઇડ સ્થાન (નિયત મેદાનની બહારના સ્થળો) ઉપર ખેલાડીઓ બોલને રમી શકતા નથી.

લાક્ષણિક રમતમાં ખેલાડીઓ બોલ પરના સ્વતંત્ર કાબુ દ્વારા બોલને ધીરે ધીરે આગળ ધકેલી ટીમના સાથી ખેલાડીઓ તરફ બોલને પસાર કરવાના અને ગોલરક્ષક દ્વારા રક્ષિત ગોલ વિસ્તારમાં બોલને ધકેલવાના પ્રયાસો દ્વારા ગોલ નોંધાવવાની તકો ઉભી કરે છે. વિરૂદ્ધ ખેલાડીઓ બોલ ઉપર પોતાનો કાબુ મેળવવા માટે વિરોધી ખેલાડીઓ દ્વારા પસાર કરવામાં આવતા દડાને અધવચ્ચે જ આંચકી લેવાના કે જે વિરોધી ટીમના ખેલાડીના કાબુમાં બોલ હોય તેને આંતરીને બોલ ખુંચવી લેવાના પ્રયત્નો કરે છે, પરંતુ વિરોધી ખેલાડીઓ વચ્ચે કોઈપણ જાતના શારિરિક સંસર્ગો ઉપર મર્યાદાઓ મુકવામાં આવેલી હોય છે. ફુટબોલ સામાન્ય રીતે અંતરાયો વગર આગળ વધતી રમત છે. જેમાં ફક્ત બોલ રમતના મર્યાદિત વિસ્તારની બહાર જાય કે રેફરિ દ્વારા રમત અટકાવવામાં આવી હોય ત્યારે અટકાવ આવે છે. અંતરાય પછી નિયમિત પુનઃ શરૂઆત સાથે રમત આગળ વધે છે.[]

 
ગોલરક્ષક પોતાના ગોલમા પ્રવેશતા બોલને ખાળવા છલાંગ લગાવે છે.

વ્યવસાયિક ક્ષેત્રે મોટાભાગની મેચો દરમ્યાન થયેલા ગોલની સંખ્યા બહુ જ મર્યાદિત હોય છે. ઉદાહરણ તરીકે, [[2005-06ની ઇંગ્લિશ પ્રિમિયર લીગની આખી સિઝન|2005-06ની ઇંગ્લિશ પ્રિમિયર લીગની આખી સિઝન]] દરમિયાન પ્રતિ મેચ દરમિયાન સરેરાશ 2.48 ગોલ નોંધાયા હતા.[] રમતના નિયમોમાં ગોલરક્ષક સિવાયના કોઇપણ ખેલાડીઓના સ્થાન અંગે કોઇ સ્પષ્ટતાઓ દર્શાવવામાં આવી નથી, પરંતુ ખેલાડીઓની વિશેષ ભૂમિકાઓ ઉભી થવા પામી છે.[] વિસ્તૃત રીતે જોતા તેમાં મુખ્ય ત્રણ કક્ષાઓનો સમાવેશ થાય છેઃ સ્ટ્રાઇકર્સ કે ફોરવર્ડસનું કામ ગોલ કરવાનું હોય છે. ડિફેન્ડર્સ વિરોધી ટીમને ગોલ કરતા અટકાવવામાં માહેર હોય છે અને મિડફિલ્ડર્સ વિરોધી ટીમના ખેલાડીઓ પાસે રહેલા બોલ ઉપર કાબુ મેળવી તેને પોતાની ટીમના ફોરવર્ડસ સુધી પહોચાડવાનું અને બોલ ઉપર કાબુ જાળવી રાખવાનું કામ કરે છે. આ સ્થાન પર રહેલા ખેલાડીઓને એક ગોલરક્ષકથી સ્પષ્ટપણે અલગ રીતે ઓળખવા માટે આઉટફિલ્ડ ખેલાડીઓ તરીકે દર્શાવવામાં આવે છે. આ સ્થાનનું પેટા-વર્ગીકરણ મેદાનની ચોક્કસ જગ્યાના આધારે અને ખેલાડી દ્વારા સૌથી વધુ સમય જે જગ્યાએ પસાર કરવામાં આવે છે તેના આધારે કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે સેન્ટ્રલ ડિફેન્ડર્સ અને લેફ્ટ કે રાઇટ મિડફિલ્ડર્સ. મેદાન પરના 10 આઉટફિલ્ડ ખેલાડીઓની ગોઠવણી કોઇપણ સંયોજનમાં કરી શકાય છે. દરેક સ્થાન ઉપર ખેલાડીઓની સંખ્યા કોઇપણ ટીમની જે તે વખતે રમતની યોજનાની શૈલી દર્શાવે છે. વધારે પ્રમાણમાં ફોરવર્ડ્સ અને ઓછા પ્રમાણમાં રાખવામાં આવેલા ડિફેન્ડર્સ આક્રમક માનસિકતા ધરાવતી રમત દર્શાવે છે. જ્યારે તેનાથી ઉલટી સ્થિતિ ધીમી અને રક્ષણાત્મક કહી શકાય તેવી રમતની શૈલી દર્શાવે છે. વધુમાં ખેલાડીઓ રમત દરમિયાન મહત્તમ સમય નિર્દેશિત સ્થાન ઉપર જ પસાર કરે છે અને ખેલાડીઓની મુવમેન્ટ ઉપર બહુ જ ઓછી મર્યાદાઓ હોય છે તથા ખેલાડીઓ કોઈપણ સમયે સ્થાનમાં અદલાબદલી કરી શકે છે.[] ટીમના ખેલાડીઓની ગોઠવણી દર્શાવતો આલેખ વ્યૂહરચના તરીકે ઓળખાય છે. ટીમની વ્યૂહરચના અને ચાલ ઘડવી એ જે તે ટીમના મેનેજરનો વિશેષ અધિકાર છે.[]

આધુનિક ફુટબોલના નિયમો 19મી સદીના મધ્યભાગમાં ઇંગ્લેન્ડની વિવિધ પબ્લિક શાળાઓમાં વિવિધ રૂપે વ્યાપકપણે રમાતી ફુટબોલની રમતોને પદ્ધતિસર બનાવવાના પ્રયત્નો ઉપર આધારિત છે.


ધી કેમ્બ્રીજ યુનિવર્સિટીમાં 1848માં પ્રથમ આકાર આપેલ ધ કેમ્બ્રીજ રૂલ્સ પછીથી વિકાસ પામેલા અનુગામી ધારાધોરણો માટે આધારભુત બન્યા હતા, જેમાં ફુટબોલ માટેના ધારાધોરણોનો સમાવેશ થાય છે. કેમ્બ્રીજની ટ્રિનીટી કોલેજમાં એક મિટિંગમાં ધ કેમ્બ્રીજ રૂલ્સ લખવામાં આવ્યા હતા અને આ મિટિંગમાં એટન, હેરો, રગ્બી વિન્ચેસ્ટર અને શુષ્બરી શાળાઓના પ્રતિનિધીઓ દ્વારા હાજરી આપવામાં આવી હતી. આ નિયમો વૈશ્વિક સ્તરે સ્વિકૃતિ પામ્યા નહોતા. 1850ના દાયકા દરમિયાન અંગ્રેજી ભાષાનો ઉપયોગ થતો હોય તેવા પ્રાન્તોમાં શાળાઓ કે વિશ્વવિધ્યાલયો સાથે સંલગ્ન ન હોય તેવી અનેક ક્લબો ફુટબોલને લગતી વિવિધ રમતો રમવા સંબંધે અસ્તિત્વમાં આવી હતી. તેમાંની કેટલીક ક્લબો પોતાના નિયમોના ધારાધોરણો હેઠળ અસ્તિત્વમાં આવી હતી, જેમાં 1857માં ભુતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સ્થાપવામાં આવેલી શેફિલ્ડ ફુટબોલ અસોસિએશનનું નિર્માણ થયું.[૧૦] 1862માં ઉપિન્ગહામ સ્કુલના જ્હોન ચાર્લ્ચ થ્રીંગ દ્વારા કેટલાક અસરકારક નિયમોની શોધ થઈ.[૧૧]


આ પ્રકારના સતત આગળ વધતા પ્રયત્નોને લીધે 1863માં ધ ફુટબોલ અસોસિએશન (The FA)ની રચના થઇ શકી જેની પ્રથમ બેઠક 26 ઓક્ટોબર 1863ની સવારે લંડનની ગ્રેટ ક્વિન સ્ટ્રીટના ફ્રિમેશન્સ ટેવર્ન (દારૂના પીઠા)માં મળી હતી.[૧૨] આ પ્રસંગ દરમ્યાન ફક્ત ચાર્ટર હાઉસ નામની શાળા દ્વારા પ્રતિનિધિત્વ કરાયુ હતું. ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીના સમયગાળા દરમિયાન ફ્રિમેશન્સ ટેવર્નમાં બીજી પાંચ બેઠકો યોજવામાં આવી હતી, જેને લીધે પ્રથમ વખત વ્યાપક કહી શકાય તેવા નિયમો અસ્તિત્વમાં આવ્યા હતા. અંતિમ બેઠક દરમિયાન ફુટબોલ અસોસિએશનના પ્રથમ ખજાનચી અને બ્લેકહિથના પ્રતિનિધી દ્વારા પોતાની ક્લબનું સભ્યપદ ફુટબોલ અસોસિએશનમાંથી પાછુ ખેંચી લેવામાં આવ્યુ હતું. પાછલી બેઠક દરમિયાન બે નિયમો રદ કરાયા હતા તે તેની પાછળનું કારણ હતું. જેમાં પ્રથમ નિયમમાં બોલને હાથમાં પકડીને દોડવાનું મંજુર રાખવામાં આવ્યુ હતું અને બીજામાં આ રીતે દોડનારને પછાડીને (વિરોધી ટીમના ખેલાડીને પગના ભાગમાં લાત મારીને) ગોથુ ખવડાવીને તથા પકડીને અંતરાય ઉભો કરવો. બીજી કેટલીક ઇંગ્લીશ રગ્બી ફુટબોલ ક્લબો દ્વારા આ વાતનું સમર્થન કરવામાં આવ્યું અને ફુટબોલ અસોસિએશન સાથે છેડો ફાડી 1871માં રગ્બી ફુટબોલ યુનિયનની સ્થાપના કરવામાં આવી. બાકી રહેલી 11 ક્લબોએ એબેન્ઝર કોબ મોર્લીના કારભાર હેઠળ રમતમાં મુળ 13 નિયમોમાં જરૂરી સુધારાઓ કરવાનું ચાલુ કર્યું.[૧૨] આ નિયમોમાં બોલને યોગ્ય. ચિહ્નો દ્વારા સંભાળવો આડા સળીયાઓ વગેરેનો અભાવ વગેરે પ્રકારના નિયમોનો સમાવેશ થયો હતો કે જે એ સમયે ઓસ્ટ્રેલિયામાં વિકાસ પામેલ વિકટોરિયન ફુટબોલ નિયમો સાથે સમાનતા ધરાવતા હતા. ધ શેફિલ્ડ ફુટબોલ અસોસિએશન દ્વારા 1870ના સમય સુધી પોતાના જ નિયમો ઉપર રમત રમાતી હતી, પરંતુ ફુટબોલ એસોસિએશન દ્વારા તેના કેટલાક નિયમો સ્વિકૃત પામ્યા પછી બન્ને દ્વારા રમાતી રમતોમાં ખુબ જુજ તફાવત રહ્યો હતો.


હાલમાં ઇન્ટરનેશનલ ફુટબોલ અસોસિએશન બોર્ડ દ્વારા આ રમતના નિયમો અંગેના નિર્ણયો લેવામાં આવે છે. 1886[૧૩]માં ધ ફુટબોલ અસોસિએશન, ધ સ્કોટિશ ફુટબોલ એસોસિએશન, ધ ફુટબોલ એસોસિએશન ઓફ વેલ્શ અને આયરિશ ફુટબોલ અસોસિએશનની સંયુક્ત બેઠક માન્ચેસ્ટરમાં યોજાઇ હતી, જેમાં આ બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. એફએ કપ વિશ્વની સૌથી પ્રાચિન ફુટબોલ સ્પર્ધા છે. જેની સ્થાપના સી.ડબલ્યુ. આલ્કોક દ્વારા કરવામાં આવી હતી અને જેમાં 1872થી વિવિધ ઇગ્લીશ ટીમો દ્વારા ભાગ લેવામાં આવે છે. ફરીથી એક વખત સી. ડબલ્યુ. આલ્કોકની પ્રેરણા હેઠળ વિશ્વની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફુટબોલ મેચ 1872માં ઇગ્લેન્ડ અને સ્કોટલેન્ડ વચ્ચે ગ્લાસગોમાં રમાઇ હતી. ઇંગ્લેન્ડ વિશ્વની પ્રથમ ફુટબોલ લિગની ભુમી છે, જેની સ્થાપના 1888માં એસ્ટોન વિલાના ડાયરેક્ટર વિલિયમ મેકગ્રેગર દ્વારા બર્મિંગહામમાં કરવામાં આવી હતી.[૧૪] મુળ શૈલીમાં મિડલેન્ડ અને ઇંગ્લેન્ડના ઉત્તરિય પ્રાંતોની 12 ક્લબોનો સમાવેશ થયો હતો. 1904માં પેરિસમાં ધ ફેડરેશન ઇન્ટરનેશનાલે દ ફુટબોલ અસોસિએશન (ફીફા (FIFA)) નામના આંતરરાષ્ટ્રીય ફુટબોલના માળખાનું નિર્માણ કરવામાં આવ્યુ હતું અને જાહેર કરવામાં આવ્યુ હતું કે તેઓ ફુટબોલ એસોસિએશન દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલા નિયમોને વળગી રહેશે.[૧૫] આંતરરાષ્ટ્રીય સ્તરે આ રમતની વધતી લોકપ્રિયતાના પગલે ફીફા (FIFA)ના પ્રતિનિધીઓ દ્વારા 1813માં ધ ઇન્ટરનેશનલ ફુટબોલ અસોસિએશન બોર્ડમાં અધિકૃત પ્રવેશ શક્ય બન્યો. હાલમાં આ બોર્ડમાં ફીફા (FIFA)ના ચાર પ્રતિનિધીઓ અને બ્રિટનના ચાર અસોસિએશન પૈકી પ્રત્યેકમાંથી એક-એક પ્રતિનિધીનો સમાવેશ થાય છે.


હાલમાં સમગ્ર વિશ્વમાં ફુટબોલ વ્યવસાયિક સ્તરે રમાડવામાં આવે છે. લાખો લોકો અવારનવાર પોતાની મનપસંદ ટીમોની રમત નિહાળવા ફુટબોલના સ્ટેડિયમમાં ઉભરાય છે,[૧૬] જ્યારે અબજો લોકો ટેલિવિઝનના માધ્યમથી રમતને નિહાળે છે.[૧૭] ખુબ જ વિશાળ માત્રામાં લોકો શોખને ખાતર ફુટબોલ રમે છે. 2004માં ફીફા (FIFA) દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા તારણ મુંજબ, સમગ્ર વિશ્વમાંથી લગભગ 200 કરતા વધુ દેશોમાં 24 કરોડ કરતા વધુ લોકો દ્વારા નિયમિતપણે ફુટબોલની રમત રમવામાં આવે છે.[૧૮] તેમા સરળ નિયમો અને ખુબ જ મર્યાદિત સાધનોની જરૂરીયાતના લીધે નિસંદેહ તેની લોકપ્રિયતામાં વધારો થયો છે અને વિકાસ થયો છે.

વિશ્વમાં ઘણા બધા પ્રાંતોમાં ફુટબોલે અતિ ઉત્કટ લોક જુવાળ પેદા કર્યો છે. ફુટબોલ શોખીનોના જીવનમાં ખુબ અગત્યનો ભાગ ભજવે છે. જેમાં સ્વતંત્ર શોખીનોથી માંડી સ્થાનિક સમુદાયો અને સમગ્ર રાષ્ટ્રોનો પણ સમાવેશ થાય છે, જેને લીધે આ રમત વિશ્વની સૌથી લોકપ્રિય રમત હોવાનો દાવો અવારનવાર કરવામાં આવે છે. ESPN દ્વારા એવી વાયકા ફેલાવવામાં આવી હતી કે કોર્ટો દ આઇવરેની રાષ્ટ્રીય ફુટબોલ ટીમે 2005ના રાષ્ટ્રના સિવિલ વિગ્રહોના અંત માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. એનાથી ઉલટું 1969ના જૂનમાં અલ સાલ્વાડોર અને હોન્ડુરાસ વચ્ચે થયેલા ફુટબોલ વિગ્રહ માટે સૌથી પ્રમાણભુત કારણ તરીકે વ્યાપક પણે ફુટબોલની ગણના કરવામાં આવે છે.[૧૯] 1990ના સમય દરમિયાન યુગોસ્લાવિયા વિગ્રહની શરૂઆતમાં તણાવમાં વધારો આ રમત દ્વારા થયો જ્યારે 1990ના માર્ચ મહિનામાં યોજાયેલા દિનામો ઝાગરેબ અને રેડ સ્ટાર બેલગ્રેડ વચ્ચેની ફુટબોલની મેચ તોફાનોમાં પરીણમી હતી.[૨૦]

રમતના સત્તાવર નિયમોમાં મુખ્ય 17 નિયમો છે. દરેક સ્તરની ફુટબોલની રમતો માટે સમાન નિયમોનો અમલ થાય એવી રીતે બનાવવામાં આવ્યા છે. જોકે જૂનિયર, સિનિયર, મહિલાઓ અને શારિરિક રીતે ખોડખાંપણ ધરાવતા ખેલાડીઓ માટે કેટલાક ફેરફારો માન્ય રાખવામાં આવે છે. આ નિયમોને વિસ્તૃત પરિભાષામાં મુકવામાં આવેલ હોવાથી કોઈપણ રમતના પ્રકારને અનુરૂપ તેના અમલીકરણમાં છુટછાટો શક્ય બને છે. આ 17 નિયમોની સાથેસાથે અનેક IFAB નિર્ણયો અને બીજા માર્ગદર્શક પ્રદાનો ફુટબોલની રમતના નિયમનમાં યોગદાન આપે છે. આ રમતના નિયમો ફીફા (FIFA) દ્વારા પ્રકાશીત કરવામાં આવે છે. પરંતું તેની દુરસ્તીનું કામ ફીફા (FIFA) દ્વારા નહી પરંતું ઇન્ટરનેશનલ ફુટબોલ અસોસિએશન બોર્ડ દ્વારા કરવામાં આવે છે.[૨૧] સૌથી જટીલ નિયમ તરીકે ઓફ-સાઇડનો નિયમ ગણના પામે છે. આ ઓફ-સાઇડ નિયમને કારણે આક્રમક ખેલાડીઓની બોલથી આગળ રહેવાની ક્ષમતાઓ ઉપર (જેમકે વિરૂદ્ધ ટીમની ગોલરેખાની નજીક) છેલ્લેથી બીજા રક્ષણાત્મક ખેલાડી (જેમાં ગોલરક્ષકનો પણ સમાવેશ થઇ શકે છે) અને હાફ-વે રેખા ઉપર રહેલા ખેલાડીઓની ક્ષમતાઓ ઉપર નિયંત્રણ આવે છે.[૨૨]

ખેલાડીઓ, સાધનસામગ્રી અને અધિકારીઓ

ફેરફાર કરો

પ્રત્યેક ટીમમાં મહત્તમ 11 ખેલાડીઓનો (જેમાં અવેજી ખેલાડીઓનો સમાવેશ થતો નથી) સમાવેશ થાય છે, જેમાંથી જેમાં કોઈપણ 1 ખેલાડી ગોલરક્ષક હોવો ફરજીયાત છે. સ્પર્ધાના નિયમો પ્રમાણે કોઇપણ ટીમના બંધારણમાં ઓછામાં ઓછા 7 ખેલાડીઓ હોવા જરૂરી બને છે. ફક્ત ગોલરક્ષકો જ એવા ખેલાડીઓ છે જેઓ બોલને હાથ વડે રમી શકે છે અને એ પણ ફક્ત પોતાના ગોલની આગળના પેનલ્ટી ક્ષેત્રમાં જ રમવા માટે અધિકૃત છે. જોકે મેદાનમાં વિવિધ સ્થાન પર આઉટફિલ્ડ ખેલાડીઓને (ગોલરક્ષક સિવાયના ખેલાડીઓ) વ્યૂહરચના મુજબ ગોઠવવાનું આયોજન કોચ દ્વારા કરવામાં આવે છે અને આ સ્થાનોને નિયમોમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યા નથી અને તેમ કરવાની કોઈ જરૂરીયાત પણ રહેલી નથી.[]


પ્રાથમિક જરૂરીયાતો કે સરંજામ માં ખેલાડીઓ શર્ટ, શોર્ટ્સ, મોજા, બુટ અને યોગ્ય પ્રકારના નળાના ભાગને રક્ષણ આપતા સાધનો પહેરવા જરૂરી છે. હેડગિયરની જરૂરીયાત પ્રાથમિક સાધનો તરીકે નથી, પરંતુ હાલના સમયમાં ખેલાડીઓ માથામાં થતી ઇજાઓ રોકવા માટે તેને પહેરવાનું પસંદ કરે છે. ખેલાડીઓ માટે પોતાની જાતને અથવા બીજા ખેલાડીઓને નુકશાન કરે તેવી વસ્તુઓ જેમ કે ઘડિયાળ, જ્વેલરીની વસ્તુઓ વગેરે પહેરવાની સખત મનાઇ છે. ગોલરક્ષક ફરજીયાતપણે એવો પહેરવેશ ધારણ કરવો પડે છે કે જેનાથી તે બીજા ખેલાડીઓ અને મેચના અધિકારીઓથી અલગ દેખાઇ આવે.[૨૩]


ચાલુ રમત દરમિયાન કેટલાક ખેલાડીઓ અવેજી ખેલાડીઓના બદલામાં ફેરબદલી પામી શકે છે. આંતરરાષ્ટ્રીય અને ક્ષેત્રીય લીગ રમતોમાં મહત્તમ સંખ્યામાં અવેજીઓ સામે ફેરબદલ પામી શકતા ખેલાડીઓની સંખ્યા 3 છે. જોકે બીજી સ્પર્ધાઓ અને ફ્રેન્ડલી મેચોમાં આ સંખ્યા જુદીજુદી હોય છે. ફેરબદલીના સામાન્ય કારણોમાં ઇજા, થાક, બિનઅસરકારકતા, વ્યૂહરચનામાં ફેરફાર, સમયનો વ્યય વગેરેનો સમાવેશ થાય છે. પ્રમાણભુત પુખ્ત લોકોની મેચોમાં જે ખેલાડીની ફેરબદલ કરવામાં આવી હોય તે ખેલાડી બાકી રહેલી મેચની રમતમાં ભાગ લઇ શકતો નથી.[૨૪]

રમતના કારભારી વ્યક્તિ રેફરિ છે જે રમત સંબંધી નિયમોના અમલીકરણ માટે સંપૂર્ણ અધિકારો ધરાવે છે અને તેની નિમણૂક આ હેતુ માટે જ કરવામાં આવે છે (નિયમ 5) તથા તેના નિયમો અંતિમ હોય છે. મુખ્ય રેફરિની સાથે બીજા બે મદદનીશ રેફરિ હોય છે. ઘણી બધી ઉચ્ચ સ્તરીય મેચોમાં ચોથા અધિકારીની નિમણુંક થયેલી હોય છે, જે મુખ્ય રેફરિના મદદનીશ તરીકેની ફજ બજાવે છે તથા જરૂરીયાત સમયે બીજા અધિકારીઓની અવેજીમાં તેની ફરજો બજાવે છે.[૨૫]

 
પિચના પ્રમાણભૂત માપનો (ઇમ્પિરિઅલ વર્ઝન જુઓ)

જે પ્રમાણે નિયમોનું ઘડતર ઇંગ્લેન્ડમાં થયુ હતું અને IFAB અંતર્ગત સૌ પ્રથમ બ્રિટનના 4 ફુટબોલ એઅસોસિએશનો દ્વારા તેનું સંચાલન થતું હોવાથી ફુટબોલની પિચના પ્રમાણભૂત કદને મુળભુત રીતે ઇમ્પિરિઅલ એકમોમાં રજુ કરવામાં આવ્યા હતા. હાલમાં નિયમો પરિમાણોની રજુઆત અનુરૂપ મેટ્રીક એકમો (રૂઢિગત એકમો કૌસમાં દર્શાવવામાં આવે છે) સ્વરૂપે કરવામાં આવે છે. જોકે પ્રચલિત અભિગમને કારણે અંગ્રેજી બોલતા દેશો કે જ્યા મેટ્રીક પદ્ધતિનો તાજો ઇતિહાસ છે તેવા બ્રિટન સહિતના દેશોમાં હજુ પણ પરંપરાગત એકમો વપરાશમાં છે.[૨૬]


પુખ્ત વયના ખેલાડીઓ માટેની આંતરરાષ્ટ્રીય મેચો માટે પિચની લંબાઇ 100-110 મીટર (110-120 યાર્ડ) સુધીની હોય છે. અને પહોળાઇ 64-75 મિટર (70-80 યાર્ડ) સુધીની હોય છે. બિન-આંતરરાષ્ટ્રીય મેચો માટે મેદાનની લંબાઇ 91-120 મીટર (100-130 યાર્ડ) અને પહોળાઇ 45-91 મીટર (50-101 યાર્ડ) સુધીની રાખી શકાય છે, જેમાં પિચ ચોરસ આકારની ન બને તે વાતની ચોક્કસાઇ રાખવામાં આવે છે.


વર્ષ 2008થી A કક્ષાની આતરરાષ્ટ્રીય મેચો માટે ફુટબોલની પિચનું માપ પ્રમાણિત કરવાના હેતુથી IFAB દ્વારા નક્કી કરવામાં આવ્યુ છે કે 105 મીટર લંબાઇ અને 68 મીટર પહોળાઇ નું માપ સ્થાઇ રાખવું (ઓછામાં ઓછી અને વધુમાં વધુ 100થી 110 મીટરની લંબાઇ અને ઓછામાં ઓછી અને વધુમાં વધુ 64 મીટરથી 75 મીટરની પહોળાઇ જે લખાણમાં દર્શાવવામાં આવી છે તેના બદલે).[૨૭] લાંબી બાઉન્ડરી બાજુઓ ટચલાઇન્સ અને ટુંકી બાઉન્ડરી બાજુઓ (જેના ઉપર ગોલ ગોઠવવામાં આવે છે) ગોલ લાઇન્સ તરીકે ઓળખાય છે. ગોલ લાઇનની મધ્યમાં લંબચોરસ આકારનો ગોલ રાખવામાં આવે છે.[૨૮] ગોલના લંબ સળીયાઓની આંતરિક બાજુઓ પરસ્પરથી 7.32 મીટર (8 યાર્ડ) અંતરે રાખવામાં આવે છે અને ગોલ પોસ્ટના આધારે રાખવામાં આવેલ સમક્ષિતિજ સળીયાની ઉંચાઇ મેદાનની સપાટીના સંદર્ભે 2.44 મીટર (8 ફુટ) હોવી જરૂરી છે). સામાન્ય રીતે ગોલની પાછળ જાળીઓ રાખવામાં આવેલી હોય છે, પરંતુ નિયમાનુસાર તેની જરૂરીયાત હોતી નથી.[૨૯]

ગોલની આગળનો કેટલોક વિસ્તાર પેનલ્ટી એરિયા તરીકે ઓળખાય છે. આ એરિયા ગોલ લાઇનના સંદર્ભે માપવામાં આવે છે. જેમાં ગોલ લાઇન ઉપર બંને બાજુએ ગોલપોસ્ટથી 16.5 મીટર (18 યાર્ડ)ની રેખાઓ દોરવામાં આવે છે અને ત્યાથી 16.5 મીટર (18યાર્ડ)ની લંબાઇ ધરાવતી ગોલ લાઇનને લંબ રેખાઓ પિચ ઉપર દોરવામાં આવે છે અને આ બંને રેખાઓના અંતબિંદુઓને જોડતી એક રેખા દોરવામાં આવે છે. આ એરિયામાં અનેક ગતિવિધીઓ થતી રહે છે. આ વિસ્તારમાં ગોલરક્ષક બોલને સંભાળી શકે તે સૌથી મહત્વની કામગીરી છે અને આ એરિયામાં ડિફેન્ડીંગ ટીમના કોઇપણ ખેલાડી દ્વારા ભુલ થાય તો સજાના ભાગ રૂપે પેનલ્ટી કિક આપવામાં આવે છે. બીજા આંકનો બોલ અથવા ખેલાડીઓની કિક ઓફ ગોલ કિક્સ, પેનલ્ટી કિક્સ અને કોર્નર કિક્સ ઉપરની સ્થાન દર્શાવે છે.[૩૦]

સમયગાળો અને ટાઇ-બ્રેકિંગની પદ્ધતિઓ

ફેરફાર કરો

સ્ટાન્ડર્ડ એડલ્ટ ફુટબોલમાં 45 મિનિટનો એક એવા બે સમયગાળાનો સમાવેશ થાય છે. જે મધ્યાંતર તરીકે ઓળકાય છે. દરેક મધ્યાંતર વણથંભી રીતે આગળ વધે છે મતલબ કે બોલ રમતની બહાર ન જાય ત્યા સુધી રમત નોંધતી ઘડિયાળ અટકાવવામાં આવતી નથી. બે ભાગ વચ્ચે સામાન્ય રીતે 15 મિનિટનો મધ્યાંતર વિરામ હોય છે. મેચનો અંત પૂર્ણ-સમય તરીકે ઓળકાય છે.


રેફરિ કોઈપણ મેચ માટે અધિકૃત સમય સંચાલક છે અને ખેલાડીઓની ફેરબદલ, ઇજાગ્રસ્ત ખેલાડીઓ માટે જરૂરી કાળજી કે બીજા અંતરાયોને લીધે થતા સમયના વ્યય સંદર્ભે સમયમાં છુટ આપી શકે છે. આ રીતે વધારવામાં આવતા સમયને સામાન્ય રીતે સ્ટોપેજ સમય કે ઇન્જરી સમય તરીકે ઓળખવામાં આવે છે અને તે સંપૂર્ણપણે રેફરિની મુનસફી પર આધારિત છે. રમતના અંત માટે ફક્ત રેફરિ જ સંકેત આપી શકે છે. જે મેચોમાં ચોથા અધિકારીની નિમણૂક થયેલી હોય છે તેમાં મધ્યાંતરના અંતે કેટલીક મિનિટનો સ્ટોપેજ સમય વધારવો તે અંગે સંકેતો આપે છે. ત્યારબાદ ચોથા અધિકારી દ્વારા અંકો દર્શાવતું પત્રક બોર્ડ ઉંચુ કરી ખેલાડીઓ અને દર્શકોને માહિતગાર કરવામાં આવે છે. સંકેતો દ્વારા દર્શાવાયેલા સ્ટોપેજ સમયમાં હજું રેફરિ વધારો કરી શકે છે.[૩૧] 1891માં સ્ટોક અને એસ્ટોન વિલા વચ્ચે રમાયેલી મેચ દરમિયાન ઘટેલી ઘટનાને કારણે સમય વધારવાની પ્રથા અમલમાં આવી. રમતમાં 1-0 ગોલથી પાછળ અને ફક્ત બે મિનિટનો જ સમય બાકી હતો ત્યારે સ્ટોકને પેનલ્ટીની તક મળી. વિલાના ગોલરક્ષકે બોલને ફટકારતા બોલ મેદાનની બહાર ચાલ્યો ગયો હતો અને જ્યારે બોલ પાછો શોધી કાઢવામાં આવ્યો ત્યા સુધીમાં મેચનો 90 મિનિટનો સમય પુરો થઈ ગયો હતો અને રમત પૂર્ણ થઈ હતી.[૩૨]


લીગ સ્પર્ધાઓમાં રમત ડ્રોમાં પરણમી શકે છે, પરંતુ કેટલીક નોકઆઉટ સ્પર્ધાઓમાં જો રમત ટાઇમાં પરિણમે તો રમતના સામાન્ય સમયને અંતે વધારાનો સમય આપી શકાય છે અને તેમાં 15 મિનિટનો એક એવા બે સમયગાળાઓનો સમાવેશ થાય છે. જો વધારાના સમયને અંતે પણ સ્કોર સરખો રહે તો કેટલીક સ્પર્ધાઓમાં પેન્લ્ટી શુટઆઉટ (અધિકૃત નિયમોમાં પેન્લ્ટી પ્રદેશમાંથી ફટકારવા તરીકે ઓળખાય છે) નો ઉપયોગ કરવામાં આવે છે. જેને લીધે સ્પર્ધાના આગળના રાઉન્ડમાં ટીમોના સ્થાનો અંગે સ્પષ્ટતા થઇ શકે છે. વધારાના સમય દરમિયાન નોંધાવવામાં આવેલા ગોલની સંખ્યા રમતના અંતિમ સ્કોરની ગણતરીમાં સ્થાન પામે છે. પરંતુ પેનલ્ટી કિકનો ઉપયોગ કઇ ટીમ સ્પર્ધાના આગળના રાઉન્ડમાં પ્રવેશ મેળવશે તે નક્કી કરવા માટે જ થાય છે (પેનલ્ટી શુટઆઉટ દરમિયાન નોંધાતા ગોલની ગણતરી મેચના અંતિમ સ્કોરમાં થતી નથી).


2-લેગ પ્રકારની મેચો ધરાવતી સ્પર્ધાઓમાં દરેક ટીમ એક વખત ઘરઆંગણે રમે છે અને બે મેચોના કુલ સ્કોરથી ટીમનો આગળના રાઉન્ડનો પ્રવેશ નક્કી થાય છે. જ્યારે કુલ સ્કોર સમાન હોય ત્યારે પ્રવાસી પ્રદેશમાં રમાયેલી મેચમાં નોંધાવાયેલા ગોલની સંખ્યાના નિયમ દ્વારા વિજેતાની પસંદગી કરવામાં આવે છે, જેમાં ઘર આંગણાથી દુર રમાયેલી રમતમાં જે ટીમે વધારે ગોલ નોંધાવ્યા હોય તેની વિજેતા તરીકે વરણી થવા પામે છે. જો પરિણામો હજુ પણ સમાન હોય તો પેનલ્ટીનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે કેટલીક સ્પર્ધાઓમાં ટાઇમાં પરિણમેલી રમત ફરીથી રમાડવી જરૂરી બને છે.

1990ના અંત ભાગમાં અને 2000ની શરૂઆતમાં પેનલ્ટી શુટઆઉટની જરૂરીયાત ન પડે એ રીતે વિજેતા નક્કી કરવાના પ્રયોગો IFAB દ્વારા કરવામાં આવ્યા હતા જે અવારનવાર રમતના અનિશ્ચનિય અંતની સ્થિતિ પેદા કરતા હતા. જેમાં રમતનો અંત વધારાના સમય પહેલા જ કરવો જેમાં વધારાના સમયમાં પ્રથમ ગોલ નોંધાવવામાં આવ્યો હોય (ગોલ્ડન ગોલ ) કે જો એક ટીમ વધારાના ટાઇમના પ્રથમ સમયગાળાના અંતે લીડ ધરાવતી હોય (સિલ્વર ગોલ ) નો સમાવેશ થાય છે. 1998 અને 2002ના વિશ્વકપ દરમિયાન ગોલ્ડન ગોલનો ઉપયોગ થયો હતો. 1998માં ફ્રાન્સની પેરાગ્વે ઉપર થયેલી જીત વિશ્વકપની એવી પ્રથમ મેચ હતી જેનું પરિણામ ગોલ્ડન ગોલ દ્વારા નક્કી કરવામાં આવ્યુ હતું. યુરો 1996ની ફાઇનલમાં ઝેક રિપબ્લિકને હરાવનાર જર્મની ગોલ્ડન ગોલ દ્વારા સ્કોર નોંધાવનાર કોઈ પણ મહત્વની સ્પર્ધાઓમાં પ્રથમ રાષ્ટ્ર બન્યું. યુરો 2004 દરમિયાન સિલ્વર ગોલનો ઉપયોગ થયો હતો. આ બંને પ્રયોગો IFAB દ્વારા રદ કરવામાં આવ્યા છે.[૩૩]

રમતમાં બોલ ઇન અને આઉટ

ફેરફાર કરો

નિયમો અનુસાર ખેલ દરમિયાન રમતની બે સામાન્ય સ્થિતિઓ બોલ ઇન પ્લે અને બોલ આઉટ ઓફ પ્લે છે. કિક-ઓફ દ્વારા શરૂ થતી રમતથી કોઇપણ સમયગાળાના અંત સુધી જેમાં જ્યારે બોલ મેદાનની બહાર ચાલ્યો ગયો હોય કે રેફરિ દ્વારા રમત અટકાવવામાં આવી હોય તે સમયને બાદ કરતા દરેક સમયે બોલ ઇન પ્લે ગણાય છે. જ્યારે બોલ આઉટ ઓફ પ્લે થાય છે ત્યારે રમતની પુનઃ શરૂઆત બોલ આઉટઓફ પ્લે કઇ રીતે થયો તેને અનુલક્ષીને પુનઃ શરૂઆતની 8 પદ્ધતિઓ પૈકી કોઇ એક પદ્ધતિ દ્વારા કરવામાં આવે છેઃ

 
ફ્રિ-કિક લેતો ખેલાડી
  • કિક ઓફઃ વિરોધી ટીમ દ્વારા ગોલ ફટકારાયા બાદ કેરેક સમયગાલાની રમતની શરૂઆત માટે.[]
  • થ્રો-ઇન: જ્યારે બોલ સંપૂર્ણપણે ટચ લાઇન ઉપરથી પસાર થાય ત્યારે વિરોધી ટીમને સોંપવામાં આવે છે. અને બોલને છેલ્લે જેણે સ્પર્શ કર્યો હોય તે કરી શકે છે.[૩૪]
  • ગોલ કિક: જ્યારે બોલ ગોલ થયા વગર સંપૂર્ણપણે ગોલ-લાઇન પસાર કરી જાય અને છેલ્લે એટેક કરનાર ટીમના ખેલાડી દ્વારા બોલને સ્પર્શ થયો હોય ત્યારે ડિફેન્ડિંગ ટીમને આપવામાં આવે છે.[૩૫]
  • કોર્નર કિક: જ્યારે બોલ ગોલ થયા વગર સંપૂર્ણપણે ગોલલાઇન પસાર કરી જાય અને છેલ્લે ડિફેન્ડિંગ ટીમના ખેલાડી દ્વારા બોલને સ્પર્શ થયો હોય ત્યારે એટેક કરવનાર ટીમને આપવામાં આવે છે.[૩૬]
  • ઇનડાયરેક્ટ ફ્રિ કિક: નોન-પેનલ ભુલો, કેટલાક તકનિકી ઉલંઘનો, જ્યારે રમત ચેતવણી અર્થે અટકે કે વિરોધીને કોઇ ચોક્કસ ફાઉલ થયા વગર બહાર મોકલવામાં આવે ત્યારે વિરોધી ટીમને આપવામાં આવે છે. ઇનડાયરેક્ટ ફ્રિ કિક થકી સીધો જ નોંધાતો ગોલ ગણતરીમાં આવતો નથી.[૩૭]
  • ડાયરેક્ટ ફ્રિ કિક: કેટલીક લિસ્ટેડ પેનલ ફાઉલ્સ બાદ ફાઉલ કરનાર ટીમને આપવામાં આવે છે.[૩૭]
  • પેનલ્ટી કિક: ડાયરેક્ટ ફ્રિ કિકમાં થતી ભુલ વિરોધીના પેનલ્ટી એરિયામાં હોય ત્યારે ફાઉલ કરનાર ટીમને આપવનામાં આવે છે.[૩૮]
  • ડ્રોપ્ડ-બોલ: જ્યારે કોઇ ખેલાડીને ગંભીર ઇજા પહોંચી હોય, બાહ્ય વ્યક્તિઓ દ્વારા અડચણ થઇ હોય અથવા બોલમાં ખામી સર્જાઇ ત્યારે રેફરિ દ્વારા રમત અટકાવવામાં આવે છે ત્યારે આ વિકલ્પ આપવામાં આવતો હોય છે. પુખ્ત ખેલાડીઓની રમતમાં પુનઃ શરૂઆતનો આ વિકલ્પ અસામાન્ય છે.[]

ગેરવર્તણૂક

ફેરફાર કરો
   
Players are cautioned with a yellow card, and sent off with a red card. These colours were first introduced at the 1970 FIFA World Cup and used consistently since.

બોલ જ્યારે રમતમાં હોય ત્યારે ખેલના કાનૂનોની યાદીમાં નોંધવામાં આવેલા નિયમોનો ભંગ કોઇપણ ખેલાડી દ્વારા થયો ત્યારે ફાઉલ થયો ગણાય છે. જે ભૂલો ફાઉલ તરીકે ગણવામાં આવે છે તેની યાદી નિયમ 12માં દર્શાવવામાં આવી છે. બોલને હેતુપુર્વક હાથ લગાવવામાં આવ્યો હોય, વિરોધી ટીમના ખેલાડીને પછાડવો અથવા ધક્કો મારવો વગેરે પેનલ ફાઉલના ઉદાહરણો છે અને કયા એરિયામાં નિયમ ભંગ થયો છે તેને આધારે ડાયરેક્ટ ફ્રિ કિક અથવા પેનલ્ટી કિક સજાના ભાગ રૂપે આપવામાં આવે છે. બીજી ભુલોની સજાના ભાગ રૂપે ઇનડાયરેક્ટ ફ્રિ કિક આપવામાં આવે છે.[૩૯]

રેફરિ કોઇપણ ખેલાડી કે અવેજીને તેની ગેરવર્તણૂક બદલ ચેતવણી (પીળુ કાર્ડ) અથવા રમતમાંથી બહાર મોકલવા (લાલ કાર્ડ) જેવી સજાઓ આપી શકે છે. એક જ રમતમાં બીજી વખત પીળુ કાર્ડ વપરાયુ હોય તો તે લાલ કાર્ડ ગણાય છે અને આથી ખેલાડીને રમત છોડવાની ફરજ પાડવામાં આવે છે. જે ખેલાડીને એક વખત પીળુ કાર્ડ આપવામાં આવ્યુ હોય તેને બુક થયેલો ખેલાડી કહેવાય છે અને રેફરિ પોતાની અધિકૃત નોટબુકમાં આવા નામ નોંધી લે છે.

 
પેનલ્ટિ એરિયામા થતા નિયમભંગ બાદ આપવામા આવતી પેનલ્ટિ-કિક દ્વારા ગોલ નોંધાવતો ખેલાડી

જો ખેલાડીને સજાના ભાગરૂપે રમત છોડવાની ફરજ પાડવામાં આવી હોય તેની બદલીમાં અવેજી ખેલાડીને રમતમાં લાવી શકાતો નથી. ગેરવર્તણૂક કોઇપણ સમયે થઈ શકે છે અને જ્યારે યાદીમાં નોંધવામાં આવેલા ગુનાઓ આધારિત ગેરવર્તણૂક થતી હોય જેમાં ગેરવર્તણૂકને વિસ્તૃતપણે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. રમતની ખેલદીલીની ભાવનાને ઠેસ પહોચાડતી ખેલદીલી વગરની વર્તણૂક મહદઅંશે મોટાભાગની સ્પર્ધાઓમાં પ્રકાશમાં આવતી હોય છે. જોકે આ બાબતોને ચોક્કસ નિયમભંગોમાં વર્ણવવામાં આવી નથી. રેફરિ કોઈપણ ખેલાડી, અવેજી કે અવેજીકરણ પામતા ખેલાડીને પીળુ કાર્ડ કે લાલ કાર્ડ બતાવી શકે છે. મેનેજરો અને સહાયક વર્ગ જેવા બિન ખેલાડીઓને પીળુ કે લાલ કાર્ડ બતાવી શકાતુ નથી, પણ જો તેઓ દ્વારા ગેરજવાબદાર વર્તણૂક દાખવવામાં આવી હોય તો તેઓને ટેકનિકલ એરિયામાંથી દુર કરવામાં આવે છે.[૩૯]


જે ટીમની વિરૂદ્ધ પ્રતિસ્પર્ધીઓ દ્વારા નિયમભંગ થયો હોય અને તેનાથી આ ટીમને ફાયદો થતો હોય તો રમતને અટકાવવાને બદલે રેફરિ ચાલુ રાખવાની મંજુરી આપી શકે છે. આ બાબત "પ્લેઇંગ એન એડવાન્ટેજ" તરીકે જાણીતી છે. જો ધારણા મુંજબનો લાભ અમુક ટૂંકા ગાળામાં થતો ન જણાય તો રેફરિ રમતના કોલ બેક દ્વારા મુળ ગુનાહિત આવરણને દંડિત કરી શકે છે. જો કે સમાન્ય રીતે ચારથી પાંચ સેકન્ડનો સમય લેવામાં આવતો હોય છે. રમતમાં એડવાન્ટેજ થવાના કારણે ગુનાહિત આવરણને દંડિત ન કરવામાં આવ્યુ હોય તો પણ રમતના પછીના મુકામ દરમિયાન ગુનો કરનારને તેની ગેરવર્તણૂક બદલ દંડિત કરી શકાય છે.


નિયામક જૂથો

ફેરફાર કરો

ફેડરેશન ઇન્ટરનેશનાલે દ ફુટબોલ અસોસિએશન (ફીફા (FIFA)) આંતરરાષ્ટ્રીય સ્તરે ફુટબોલ (અને સહાયક રમતો જેવી કે ફુત્સલ અને બીચ સોકર)ની રમત માટે બહુ જ જાણીતુ સંચાલન સંગઠન છે. ફીફા (FIFA)નું વડુ મથક ઝ્યુરિચમાં આવેલું છે.

ફીફા (FIFA) સાથે સંકળાયેલા 6 પ્રાંતિય સંઘો આ મુંજબ છેઃ


ફુટબોલના રાષ્ટ્રીય સંગઠનો સ્વતંત્રપણે રાષ્ટ્રીય સ્તરે ફુટબોલની ગતિવીધિઓ સંભાળે છે. આ સંગઠનો ફીફા (FIFA) અને કોન્ટિનેન્ટલ સંઘો સાથે સંલગ્ન હોય છે.

કેટલાક ફુટબોલ સંગઠનો ફીફા (FIFA) સાથે સંલગ્ન નથી અને તેઓ નોવેલે ફેડરેશન બોર્ડ સાથે સંકળાયેલા છે.

આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ

ફેરફાર કરો
 
આંતરરાષ્ટ્રીય મેચ પૂર્વેની એક મિનિટની શાંતિ
 
ફૂટબોલમાં, ચાહકોનો મૂળ હેતુ મેચ દરમિયાન તેમની ટીમને પ્રોત્સાહિત કરવાનો છે.

ફીફા (FIFA) દ્નારા યોજાતો વિશ્વકપ ફુટબોલની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા છે. આ સ્પર્ધા દર ચાર વર્ષે યોજવામાં આવે છે. વિશ્વકપમાં સ્થાન મેળવવા માટે કોન્ટિનેન્ટલ કોન્ફેડરેશન દ્વારા યોજવામા આવતી ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટોમાં 190 થી વધુ દેશોની રાષ્ટ્રીય ટીમો ભાગ લે છે. અંતિમ ટુર્નામેન્ટ દર ચાર વર્ષે યોજાય છે અને લગભગ 4 અઠવાડિયાથી વધુ સમય ચાલે છે તેમાં 32 દેશોની રાષ્ટ્રીય ટીમો ભાગ લે છે.[૪૦] 2006નો ફીફા (FIFA) વિશ્વકપ જર્મનીમાં રમાયો હતો, 2010નો વિશ્વકપ દક્ષિણ આફ્રિકામાં યોજાશે.[૪૧]


1932ની લોસ એન્જેલસ રમતોને બાદ કરતા 1900થી દરેક સમર ઓલિમ્પિક રમતોત્સવમાં નિયમિત રીતે ફુટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. વિશ્વકપ યોજાવાની શરૂઆત થયા પહેલા ઓલિમ્પિક્સ (ખાસ કરીને 1920ના સમય દરમિયાન) ફુટબોલનો દરજ્જો વિશ્વકપ જેટલો જ હતો. પ્રારંભમાં આ રમત ફક્ત શોખ ખાતર[૧૫] જ રમવામાં આવતી હતી પણ 1984ના સમર ઓલિમ્પિક્સ રમતોત્સવ દરમિયાન વ્યવસાયિક ખેલાડીઓને પણ રમવાની મંજુરી આપવામાં આવી. જોકે કેટલીક મર્યાદાઓ મુકવામાં આવી હતી જેનાથી કેટલાક દેશોની ખુબ જ મજબુત ટીમો ઉપર પ્રતિબંધો આવ્યા છે. હાલમાં ઓલિમ્પક્સમાં મેન્સ ટુર્નામેન્ટ અંડર 23 કક્ષાની રમાડવામાં આવે છે. ભૂતકાળમાં ઓલિમ્પિક્સમાં કોઇપણ ટીમમાં અમુક સંખ્યામાં વધારે ઉંમરના ખેલાડીઓને સમાવી શકવાની જોગવાઇઓ રાખવામાં આવી હતી,[૪૨] પરંતુ 2008ના ઓલિમ્પક્સ રમતોત્સવ દરમિયાન આવી જોગવાઇઓ રદ કરવામાં આવી છે. વિશ્વકપની તુલનામાં ઓલિમ્પક્સ ફુટબોલ સ્પર્ધાની ખ્યાતિ અને મહત્તા એકસમાન નથી એવું સામાન્યપણે માનવામાં આવે છે. 1996થી વિમેન્સ ટુર્નામેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે જે મેન્સ ટુર્નામેન્ટથી ઉલટું કોઇપણ પ્રકારની વય મર્યાદા વગર રાષ્ટ્રીય ટીમો રમી શકે તેવી જોગવાઇઓ રાખવામાં આવી છે. આ રીતે ફીફા (FIFA) વિમેન્સ કપની સરખામણીમાં ઓલિમ્પિક ફુટબોલ સ્પર્ધા સમાન આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે.

વિશ્વકપ પછી બીજી મહત્વની આંતરરાષ્ટ્રીય ફુટબોલ સ્પર્ધામાં કોન્ટિનેન્ટલ ચેમ્પિયનશીપોનો સમાવેશ થાય છે. જેનું આયોજન કોન્ટિનેન્ટલ કોન્ફેડરેશન દ્વારા કરવામાં આવે છે અને તેમાં વિવિધ દેશોની રાષ્ટ્રીય ટીમો ભાગ લે છે. યુરોપિયન ચેમ્પિયનશીપ (UEFA) ધ કોપા અમેરિકન(CONMEBOL), આફ્રિકન કપ ઓફ નેશન્સ (CAF), ધ એશિયન કપ(AFC), ધ કોન્કાકેફ ગોલ્ડ કપ(CONCAF) અને ઓએનસી નેશન્સ કપ(OFC) આ પ્રકારની સ્પર્ધાઓ છે. ફીફા (FIFA) કોન્ફેડરેશન કપમાં 6 કોન્ટિનેન્ટલ ચેમ્પિયનશિપોની વિજેતા ટીમો, ચાલુ વર્ષની ફીફા (FIFA) વિશ્વ કપ વિજેતા ટીમ અને જે દેશમાં આ કોન્ફેડરેશન કપ યોજાતો હોય તે યજમાન ટીમ દ્વારા ભાગ લેવામાં આવે છે. આ ટુર્નામેન્ટ સામાન્ય રીતે ફીફા (FIFA) વિશ્વકપ પુર્વેની વોર્મ-અપ ટુર્નામેન્ટ તરીકે યોજવામાં આવે છે અને તેનું મહત્વ વિશ્વકપ જેટલું નથી. ક્લબ ફુટબોલમાં સૌથી વધુ લોકપ્રિય ટુર્નામેન્ટોમાં જે તે ખંડોની કોન્ટિનેન્ટલ ચેમ્પિયનશિપો છે. જેમકે યુરોપમાં યુઇએફએ ચેમ્પિયનશિપ અને દક્ષિણ અમેરિકામાં કોપા લિબર્ટાડોર્સ દ અમેરિકા. દરેક કોન્ટિનેન્ટલ ચેમ્પિયનશીપની વિજેતા ટીમો ફીફા (FIFA) વિશ્વ કપ રમી શકે છે.[૪૩]

સ્થાનિક સ્પર્ધાઓ

ફેરફાર કરો
 
બોલ પર કબજો જમાવવા મથતા બે ખેલાડીઓ

દરેક દેશોમાં સંચાલક સંગઠનો દ્વારા ડોમેસ્ટિક સિઝન દરમિયાન લીગ સિસ્ટમ લાગુ પાડવામાં આવે છે, જેમાં કેટલાક વિભાગોનો સમાવેશ થાય છે. જેમાં દરેક ટીમ આખી સિઝન દરમિયાન પરિણામોને અનુરૂપ અંકો પ્રાપ્ત કરે છે. પ્રાપ્ત અંકો અનુસાર દરેક ટીમોનું કોષ્ટકમાં સ્થાન અંકીત થાય છે. સામાન્યરીતે દરેક ટીમ તેની લીગની બધી ટીમો સાથે દરેક સીઝન દરમિયાન અમુક મેચો ઘરઆંગણે અને અમુક મેચો પ્રવાસી મેદાનો ઉપર રમે છે. જે સામાન્યરીતે રાઉન્ડ રોબીન ટુર્નામેન્ટ છે. સંપૂર્ણ સિઝનના અંતે જે ટીમ ટોચનું સ્થાન ધરાવતી હોય તેને વિજેતા જાહેર કરવામાં આવે છે. ટોચનું સ્થાન ધરાવતી કેટલીક ટીમોને ઉચ્ચ કક્ષામાં જવાની બઢતી મળે છે, જ્યારે છેલ્લા સ્થાનો ઉપર રહેલી એક-બે ટીમોને નીચલી કક્ષામાં નાખવામાં આવે છે. જે ટીમો રાષ્ટ્રીય લીગમાં ટોચના સ્થાન મેળવે છે ટીમો પછીના વર્ષે યોજાનાર આંતરરાષ્ટ્રીય ક્લબ ટુર્નામેન્ટોમાં ભાગ લેવા માટે પસંદગી પામી શકે છે. આ પદ્ધતિના કેટલાક મુખ્ય અપવાદો લેટિન અમેરિકન લીગ દરમિયાન જોવા મળે છે, જેમાં ફુટબોલની સ્પર્ધાઓને અપેર્ચરા અને ક્લાઉસુરા નામની બે શ્રેણીમાં વિભાજીત કરવામાં આવે છે અને દરેકમાં એકને વિજેત જાહેર કરવામાં આવે છે.



મોટાભાગના દેશોમાં લીગ પદ્ધતિની સાથે "કપ" ચેમ્પિયનશીપો પણ યોજવામાં આવતી હોય છે. આ સ્પર્ધાઓ નોકઆઉટ પદ્ધતિથી યોજવામાં આવે છે જેમાં દરેક મેચના વિજેતાઓ આગળના રાઉન્ડમાં પ્રવેશે છે જ્યારે હારેલી ટીમો બાકી રહેલી સ્પર્ધાઓમાં ભાગ લઇ શકતી નથી.


કેટલાક દેશોની ઉચ્ચ કક્ષાઓમાં ખુબ વધારે દામ લેતા સ્ટાર ખેલાડીઓ સામેલ થતા હોય છે, જ્યારે નાના દેશો અને નીચી કક્ષાઓમાં પાર્ટ ટાઇમ ખેલાડીઓ કે જેઓ બીજે નોકરી કરતા હોય અથવા શોખ ખાતર રમતા હોય તેવા ખેલાડીઓ ભાગ લેતા હોય છે. ટોચની પાંચ યુરોપિયન લીગ-સિરી-એ (ઇટાલી), લા લિગા (સ્પેન), ધ પ્રિમિયર લીગ (ઇંગ્લેન્ડ),[૪૪] ધ બુન્ડેસલીગા (જર્મની) અને લીગઃ-1 (ફ્રાન્સ)-વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓને આકર્ષે છે અને આમાની દરેક લીગનો માનદ વેતન તરીકે કુલ ખર્ચ 600 મિલિયન પાઉન્ડ કરતા પણ વધુ છે.[૪૫]

ઉત્પત્તિ

ફેરફાર કરો

ફુટબોલના નિયમોનું ઘડતર 1863માં ઇંગ્લેન્ડમાં ફુટબોલ અસોસિએશન દ્વારા થયું હતું અને રગ્બી ફુટબોલ જેવા એ સમયે રમાતા ફુટબોલના અન્ય પ્રકારોથી આ રમતને અલગ સ્વરૂપે ઓળખવા માટે અસોસિએશન ફુટબોલ નામનો શબ્દપ્રયોગ કરવામાં આવ્યો હતો. સોકર શબ્દનો ઉદ્દભવ ઇંગ્લેન્ડમાં 1883ના દાયકામાં સૌ પ્રથમ વખત શબ્દ અસોસિએશનના અપભ્રંશ પામેલા ટૂંકા નામે પ્રકાશમાં આવ્યો[૪૬] જેનો મહત્તમ શ્રેય ઇંગ્લેન્ડના ભુતપુર્વ કપ્તાન ચાર્લ્ચ વ્રેફોર્ડ બ્રાઉનને ફાળે જાય છે.[૪૭]

હાલમાં ઘણા દેશોમાં ફક્ત ફુટબોલ ના નામથી જ આ રમત પ્રચલિત છે, જે તેનું ટૂંકુ નામ છે. બીજા અનેક દેશોમાં બીજા ટૂંકા નામોથી આ રમત પ્રચલિત છે અને એમાં સામાન્યપણે વપરાતો શબ્દ સોકર છે. યુએસ અને કેનેડા જેવા દેશોમાં સંચાલક સંગઠનો પણ વ્યાપકપણે આ શબ્દનો પ્રયોગ કરે છે. ફીફા (FIFA) કે જે આ રમતનું વૈશ્વિક સંચાલક માળખુ છે તેણે આ રમતને તેના અધિકૃત દસ્તાવેજોમાં અસોસિએશન ફુટબોલ તરીકે વ્યાખ્યાયિત કરી છે,[૪૮] પરંતું સામાન્યરીતે ફીફા (FIFA) અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટિ આ રમત માટે ફક્ત ફુટબોલ શબ્દનો પ્રયોગ કરે છે.

સંદર્ભો

ફેરફાર કરો
  1. Guttman, Allen. "The Diffusion of Sports and the Problem of Cultural Imperialism". માં Eric Dunning, Joseph A. Maguire, Robert E. Pearton (સંપાદક). The Sports Process: A Comparative and Developmental Approach. Champaign: Human Kinetics. પૃષ્ઠ p129. ISBN 0880116242. મેળવેલ 2008-01-26. the game is complex enough not to be invented independently by many preliterate cultures and yet simple enough to become the world's most popular team sport Cite uses deprecated parameter |chapterurl= (મદદ); |pages= has extra text (મદદ)CS1 maint: discouraged parameter (link) CS1 maint: multiple names: editors list (link)
  2. Dunning, Eric. "The development of soccer as a world game". Sport Matters: Sociological Studies of Sport, Violence and Civilisation. London: Routledge. પૃષ્ઠ p103. ISBN 0415064139. મેળવેલ 2008-01-26. During the twentieth century, soccer emerged as the world's most popular team sport Cite uses deprecated parameter |chapterurl= (મદદ); |pages= has extra text (મદદ)CS1 maint: discouraged parameter (link)
  3. Frederick O. Mueller, Robert C. Cantu, Steven P. Van Camp. "Team Sports". Catastrophic Injuries in High School and College Sports. Champaign: Human Kinetics. પૃષ્ઠ p57. ISBN 0873226747. મેળવેલ 2008-01-26. Soccer is the most popular sport in the world and is an industry worth over US$400 billion world wide. 80% of this is generated in Europe, though its popularity is growing in the United States. It has been estimated that there were 22 million soccer players in the world in the early 1980s, and that number is increasing. In the United States soccer is now a major sport at both the high school and college levels Cite uses deprecated parameter |chapterurl= (મદદ); Cite has empty unknown parameters: |coauthors= and |origdate= (મદદ); |pages= has extra text (મદદ)CS1 maint: discouraged parameter (link) CS1 maint: multiple names: authors list (link)
  4. "2002 FIFA World Cup TV Coverage". FIFA official website. 2006-12-05. મૂળ સંગ્રહિત માંથી 2006-12-30 પર સંગ્રહિત. મેળવેલ 2008-01-06. (વેબ-આર્કાઇવ)
  5. ૫.૦ ૫.૧ ૫.૨ "Laws of the game (Law 8)". FIFA. મૂળ માંથી 2007-09-13 પર સંગ્રહિત. મેળવેલ 2007-09-24.
  6. "England Premiership (2005/2006)". Sportpress.com. મૂળ માંથી 2007-09-27 પર સંગ્રહિત. મેળવેલ 2007-06-05.
  7. ૭.૦ ૭.૧ "Laws of the game (Law 3–Number of Players)". FIFA. મૂળ માંથી 2007-09-13 પર સંગ્રહિત. મેળવેલ 2007-09-24.
  8. "Positions guide, Who is in a team?". BBC. મેળવેલ 2007-09-24.
  9. "Formations". BBC Sport. મેળવેલ 2007-09-24.
  10. Harvey, Adrian (2005). Football, the first hundred years. London: Routledge. પૃષ્ઠ 126. ISBN 0415350182.
  11. Winner, David (2005-03-28). "The hands-off approach to a man's game". The Times. મૂળ માંથી 2020-05-28 પર સંગ્રહિત. મેળવેલ 2007-10-07.
  12. ૧૨.૦ ૧૨.૧ "History of the FA". Football Association website. મેળવેલ 2007-10-09.
  13. "The International FA Board". FIFA. મૂળ માંથી 2007-04-22 પર સંગ્રહિત. મેળવેલ 2007-09-02. ((વેબ-આર્કાઇવ)
  14. "The History Of The Football League". Football League website. મૂળ માંથી 2007-02-11 પર સંગ્રહિત. મેળવેલ 2007-10-07.
  15. ૧૫.૦ ૧૫.૧ "Where it all began". FIFA official website. મૂળ માંથી 2007-06-08 પર સંગ્રહિત. મેળવેલ 2007-06-08.વેબ-આર્કાઇવ
  16. Ingle, Sean and Barry Glendenning (2003-10-09). "Baseball or Football: which sport gets the higher attendance?". Guardian Unlimited. મેળવેલ 2006-06-05.
  17. "TV Data". FIFA website. મૂળ માંથી 2009-02-24 પર સંગ્રહિત. મેળવેલ 2007-09-02.
  18. "FIFA Survey: approximately 250 million footballers worldwide" (PDF). FIFA website. મૂળ (PDF) માંથી 2006-09-15 પર સંગ્રહિત. મેળવેલ 2006-09-15. (વેબ-આર્કાઇવ)
  19. Dart, James and Paolo Bandini (2007-02-21). "Has football ever started a war?". The Guardian. મેળવેલ 2007-09-24.
  20. Daniel W. Drezner (2006-06-04). "The Soccer Wars". The Washington Post. પૃષ્ઠ B01. મેળવેલ 2008-05-21.
  21. "Laws Of The Game". FIFA. મૂળ માંથી 2007-09-01 પર સંગ્રહિત. મેળવેલ 2007-09-02.
  22. "The History of Offside". Julian Carosi. મેળવેલ 2006-06-03.
  23. "Laws of the game (Law 4–Players' Equipment)". FIFA. મૂળ માંથી 2007-09-13 પર સંગ્રહિત. મેળવેલ 2007-09-24.
  24. "Laws of the game (Law 3–Substitution procedure)". FIFA. મૂળ માંથી 2007-10-11 પર સંગ્રહિત. મેળવેલ 2007-09-24.
  25. "Laws of the game (Law 5–The referee)". FIFA. મૂળ માંથી 2007-09-13 પર સંગ્રહિત. મેળવેલ 2007-09-24.
  26. Summers, Chris (2004-09-02). "Will we ever go completely metric?". BBC. મેળવેલ 2007-10-07.
  27. ફીફા (FIFA) મિડીયા રિલિઝ (2008-03-08) ગોલ-લાઇન ટેકનોલોજી પુટ ઓન આઈસ
  28. "Laws of the game (Law 1.1–The field of play)". FIFA. મૂળ માંથી 2007-09-13 પર સંગ્રહિત. મેળવેલ 2007-09-24.
  29. "Laws of the game (Law 1.4–The Field of play)". FIFA. મૂળ માંથી 2008-03-22 પર સંગ્રહિત. મેળવેલ 2007-09-24.
  30. "Laws of the game (Law 1.3–The field of play)". FIFA. મૂળ માંથી 2007-10-11 પર સંગ્રહિત. મેળવેલ 2007-09-24.
  31. "Laws of the game (Law 7.2–The duration of the match)". FIFA. મૂળ માંથી 2007-10-11 પર સંગ્રહિત. મેળવેલ 2007-09-24.
  32. ધ સન્ડે ટાઇમ્સ ઇલસ્ટ્રેટેડ હિસ્ટ્રી ઓફ ફુટબોલ રીડ ઇન્ટરનેશનલ બૂક્સ લિમીટેડ 1996. p.11 ISBN 1-85613-341-94
  33. Collett, Mike (2004-07-02). "Time running out for silver goal". Reuters. મેળવેલ 2007-10-07.
  34. "Laws of the game (Law 15–The Throw-in)". FIFA. મૂળ માંથી 2007-09-13 પર સંગ્રહિત. મેળવેલ 2007-10-14.
  35. "Laws of the game (Law 16–The Goal Kick)". FIFA. મૂળ માંથી 2007-09-13 પર સંગ્રહિત. મેળવેલ 2007-10-14.
  36. "Laws of the game (Law 17–The Corner Kick)". FIFA. મૂળ માંથી 2007-09-13 પર સંગ્રહિત. મેળવેલ 2007-10-14.
  37. ૩૭.૦ ૩૭.૧ "Laws of the game (Law 13–Free Kicks)". FIFA. મૂળ માંથી 2007-09-13 પર સંગ્રહિત. મેળવેલ 2007-10-14.
  38. "Laws of the game (Law 14–The Penalty Kick)". FIFA. મૂળ માંથી 2007-09-13 પર સંગ્રહિત. મેળવેલ 2007-10-14.
  39. ૩૯.૦ ૩૯.૧ "Laws of the game (Law 12)". FIFA. મૂળ માંથી 11 October 2007 પર સંગ્રહિત. મેળવેલ 24 September 2007.
  40. સ્પર્ધક ટિમોની સંખ્યા સ્પર્ધાની તવારીખ સાથે બદલાતી રહે છે. સૌથી નજીકનો ફેરફાર1998માં થયો, જે 24 થી 32 નો છે.
  41. "2010 FIFA World Cup South Africa". FIFA World Cup website. મૂળ માંથી 2013-11-20 પર સંગ્રહિત. મેળવેલ 2007-10-07.
  42. "Football - An Olympic Sport since 1900". IOC website. મેળવેલ 2007-10-07.
  43. "Organising Committee strengthens FIFA Club World Cup format". FIFA. 2007-08-24. મૂળ માંથી 2009-08-21 પર સંગ્રહિત. મેળવેલ 2007-10-07.
  44. "Premier League conquering Europe". BBC News. 2008-03-31. મેળવેલ 2008-05-27.
  45. Taylor, Louise (2008-05-29). "Leading clubs losing out as players and agents cash in". The Guardian. મેળવેલ 2008-11-28.
  46. Mazumdar, Partha (2006-06-05). "The Yanks are Coming: A U.S. World Cup Preview". Embassy of the United States in London. મૂળ માંથી 2013-11-10 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-06.
  47. Blain, Rebecca. "The World's Most Beloved Sport - The History of Soccer". fussballportal.de. મૂળ માંથી 2007-12-30 પર સંગ્રહિત. મેળવેલ 2007-10-07.
  48. "FIFA Statutes" (PDF). FIFA. મૂળ (PDF) માંથી 2007-09-30 પર સંગ્રહિત. મેળવેલ 2007-10-07.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો