અદિતિ

વેદોમાં દેવોની માતા

અદિતિ ( સંસ્કૃત : अदिति = "અમર્યાદિત" અથવા "અનહદ" [lower-alpha ૧] ) એ હિંદુ ધર્મના એક વૈદિક દેવી છે. તે અનંતનું વ્યક્તિત્વીકરણ છે. તે આકાશ, ચેતના, ભૂતકાળ, ભવિષ્ય અને ફળદ્રુપતાની દેવી છે.[૧] તે આકાશી દેવતાઓ, આદિત્યની માતા છે આ સાથે વિષ્ણુ અને અગ્નિ સહિત ઘણા દેવોની માતા તરીકે પણ ઓળખાય છે. હાલમાં સ્વરૂપ ધરાવતી દરેક વસ્તુઓ અને અસ્તિત્વોની અવકાશી માતા, બધી વસ્તુઓની સંશ્લેષક, તરીકે પણ તે ઓળખાય છે. તેઓ અવકાશ (અકાશ) અને રહસ્યવાદી મંત્રો કે વાણી(વાક્) સાથે પણ સંકળાયેલી છે. તેણીને બ્રહ્માના નારી સ્વરૂપ તરીકે પણ જોવામાં આવે છે અને તે વેદાંતમાં પ્રાધાન્ય પદાર્થ (મૂલપ્રકૃત) સાથે સંકળાયેલ છે. ઋગ્વેદમાં તેનો લગભગ ૮૦ વખત ઉલ્લેખ છે.

અદિતિ
દેવોની માતા
અદિતિ
જોડાણોઆદિ શક્તિ
શસ્ત્રોતલવાર, ત્રિશૂલ
વાહનગરુડરાજ (ફિનિક્સ)
ગ્રંથોઋગ્વેદ
વ્યક્તિગત માહિતી
જીવનસાથીકશ્યપ
બાળકોઆદિત્ય
વરુણ

"દક્ષ અદિતિથી ઉદ્ભવી અને દક્ષથી અદિતિ" એ શ્લોક તત્વજ્ઞાનીઓ દ્વારા "એકજ દૈવી તત્ત્વના શાશ્વત ચક્રીય પુનર્જન્મ"[૨] અને દૈવી વિદ્વતાના સંદર્ભ તરીકે જોવામાં આવે છે.[૩]

પતિ ફેરફાર કરો

અદિતી દક્ષ અને પંચજનીની પુત્રી છે. શિવ પુરાણ અને ભાગવત પુરાણ જેવા પુરાણો અનુસાર કે અદિતિ ઋષિ કશ્યપની પત્ની છે અને તેમણે ઇન્દ્ર, સૂર્ય અને વામન જેવા આદિત્યોને જન્મ આપ્યો છે.[૪]

ઉદ્ગમ ફેરફાર કરો

વેદમાં તેમને સૂર્યની માતા અને અન્ય આદિત્યો ("અદિતિના પુત્રો") તરીકે ઓળખાતા અન્ય અવકાશી પદાર્થોની માતા તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અદિતીનો સૌ પ્રથમ ઉલ્લેખ ઋગ્વેદમાં જોવા મળે છે, જે આશરે ઈ.સ. પૂ. ૧૭૦૦-૧૧૦૦ દરમિયાન લખાયેલા હોવાનું માનવામાં આવે છે.[૫] શતપથ બ્રાહ્મણ ( યજુર્વેદને સંબંધિત)માં જણાવ્યું છે કે, અદિતિને પૃથ્વીનો પર્યાય તરીકે યજ્ઞો આહુતિ તરીકે ગણવામાં છે.

લક્ષણો ફેરફાર કરો

માતૃત્વ ફેરફાર કરો

ઋષિ કશ્યપ થકી અદિતિએ ૩૩ પુત્રોને જન્મ આપ્યો હતો. જેમાંથી સૂર્ય સહિતના બાર પુત્રોને આદિત્ય કહેવામાં આવે છે, અગિયારને રૂદ્ર કહેવામાં આવે છે અને આઠને વાસુ કહેવામાં આવે છે.[૬] અદિતિ મહાન ભગવાન ઇન્દ્રની માતા, રાજાઓની માતા (મંડળ ૨ .૨૭) અને દેવતાઓની માતા હોવાનું કહેવામાં આવે છે ( મંડળ 1 .113.19). વેદ અનુસાર અદિતિ એ દેવમાતા છે (આકાશી દેવતાઓની માતા) અને તેના વૈશ્વિક ગર્ભમાં તમામ સ્વર્ગીય દેહનો જન્મ થયો છે. તે મુખ્યત્વે ૧૨ આદિત્યોની જનની છે જેમના નામ છે : વિવસ્વાન (સૂર્ય), આર્યમા, પુશા, ત્વસ્તા, સવિતર, ભગ, ધાતા, વરુણ, મિત્ર, શક્ર અને વિષ્ણુ (ભગવાન વિષ્ણુના વામન અવતાર)[૭] તેઓ વિષ્ણુના વામન અવતારની માતા પણ છે. શ્રાવણ મહિનામાં ( હિંદુ પંચાંગના પાંચમા મહિના, જેને અવની પણ કહેવામાં આવે છે), શ્રાવણ તારા હેઠળ થયો હતો. ત્યારે સ્વર્ગમાં ઘણા શુભ ચિહ્નો દેખાયા, જેણે આ બાળકના સારા ભાગ્યની આગાહી કરી હતી.

ઋગ્વેદમાં અદિતિ એ સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છે. માતા તરીકે, અદિતિને ઘણીવાર એને અરજી કરનારાઓની રક્ષા કરવા કહેવામાં આવે છે (મંડળ ૧ .૧૦૬.૭; મંડાળ ૮.૧૮.૬) અથવા તેને સંપત્તિ, સલામતી અને વિપુલતા પૂરી પાડવા કહેવામાં આવે છે (મંડળ ૧૦.૧૦૦; ૧.૯૪.૧૫).

સર્જનાત્મકતા ફેરફાર કરો

 
અદિતિનું કૌટુંબિક વૃક્ષ

અદિતિનો ઉલ્લેખ સામાન્ય રીતે અન્ય દેવી-દેવતાઓની સાથે ઋગ્વેદમાં કરવામાં આવ્યો છે. અન્ય વૈદિક દેવોથી વિપરીત, તેણીને સમર્પિત કોઈ એક સ્તોત્ર નથી. તે કદાચ અન્ય દેવોની જેમ કોઈ ખાસ કુદરતી ઘટનાથી સંબંધિત નથી. ઉષાસ અને પૃથ્વીની તુલનામાં અદિતિને બ્રહ્માંડ સર્જક તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે.

સ્વતંત્રતા ફેરફાર કરો

અદિતિ એટલે સ્વતંત્રતા. અદિતિ નામમાં મૂળ ધાતુ "દ" - બાંધવા અથવા લાવવાના સંદર્ભમાં વપરાય છે અને તે પાત્રનું બીજું લક્ષણ સૂચવે છે. અ-દીતિ તરીકે, તે એક અનબાધિત, મુક્ત આત્મા જેવો અર્થ દર્શાવે છે. તેમના વિષે લખાયેલા સ્તોત્રોમાં એ સ્પષ્ટ છે કે તે ઘણીવાર ભક્તને વિવિધ અવરોધો, ખાસ કરીને પાપ અને માંદગીથી મુક્તિ અપાવે છે. ( મંડળ ૨ .૨૭.૧૪). એક સ્તોત્રમાં, તેણીને ભક્તને મુક્ત કરવાનું કહેવામાં આવે છે જે ચોરની જેમ બંધાયેલો છે ( મંડળ ૮ .૬૭.૧૪). તે એક એવી શક્તિ છે જે મુક્તિ આપે છે, તેણીની ભૂમિકા તેના પુત્ર વરુણની જેમ ઋત (ऋत) ના પાલક તરીકે છે, વૈશ્વિક નૈતિક વ્યવસ્થાનો વાલી છે. તેણીને જીવોની પાલનહાર કહેવામાં આવે છે ( મંડળ 1 .136). તેનો અર્થ 'તેવા એક જ પ્રકારની' અથવા 'અનન્ય' છે.

શક્તિ ફેરફાર કરો

અદિતિએ આધુનિક વિચારને પડકાર આપે છે કે વૈદિક લોકો પિતૃસત્તાક હતા. અદિતિને આકાશ દેવી અને પૃથ્વી દેવી બંને તરીકે માનવામાં આવતી હતી, જે પ્રાગૈતિહાસિક સંસ્કૃતિમાં ખૂબ જ દુર્લભ છે. મોટાભાગની પ્રાગૈતિહાસિક સંસ્કૃતિઓએ દ્વૈત સિદ્ધાંત, આકાશ પિતા અને ધરતી માતા સ્વરૂપે માનતી હતી. જે પૃથ્વી અને દ્યોષ્પિત્રુ (द्यौष्पितृ)ની પરિકલ્પના પરથી લેવામાં આવી હોય તેવું લાગે છે. અદિતિને વૈદિક સંસ્કૃતિ દ્વારા પ્રથમ દેવતાનો દરજ્જો આપવામાં આવ્યો હતો, જોકે વેદમાં આ શ્રેય એકમાત્ર અદિતિને જ નથી મળ્યો. તેણીને ઋગ્વેદમાં "શકિતશાળી" તરીકે સંબોધવામાં આવી છે.

અન્ય ફેરફાર કરો

અન્ય ઘણા હિન્દુ દેવી-દેવતાઓની જેમ અદિતિનું પણ એક વાહન છે. અદિતિ અનહદ આકાશ ગરુડારાજ (ફિનિક્સ) પર બેસી ઉડે છે. ફિનિક્સ શક્તિ અને સન્માનનું પ્રતીક છે. તેના શસ્ત્રોમાં પ્રખ્યાત ત્રિશૂલ અને તલવાર છે.

મંદિર ફેરફાર કરો

કેરળના વિળીંજમમાં ખડકમાં કોતરેલી ગુફા પાસે અદિતિનું એક જાણીતું જૂનું મંદિર આવેલું છે.[સંદર્ભ આપો]

આ પણ જુઓ ફેરફાર કરો

નોંધો ફેરફાર કરો

  1. From a- (privative a) and diti "bound," which is from the Proto Indo-European root *da- "to bind."

સંદર્ભ ફેરફાર કરો

  1. એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા પર Aditi
  2. The Secret Doctrine 2:247n
  3. "Adi-Ag: Encyclopedic Theosophical Glossary". Theosociety.org.
  4. Gopal, Madan (1990). K.S. Gautam (સંપાદક). India through the ages. Publication Division, Ministry of Information and Broadcasting, Government of India. પૃષ્ઠ 62.
  5. Oberlies (1998:155) gives an estimate of 1100 BC for the youngest hymns in book 10. Estimates for a terminus post quem of the earliest hymns are more uncertain. Oberlies (p. 158) based on 'cumulative evidence' sets a wide range of 1700–1100
  6. Sathyamayananda, Swami. Ancient sages. Mylapore, Chennai: Sri Ramakrishna Math. પૃષ્ઠ 173. ISBN 81-7505-356-9.
  7. "Srimad Bhagavatam Canto 6 Chapter 6 Verses 38-39". Vedabase.net. મૂળ માંથી 20 March 2012 પર સંગ્રહિત. મેળવેલ 2012-08-13.

પૂરક વાચન ફેરફાર કરો

  • કિન્સલી, ડેવિડ (૧૯૯૮). Hindu Goddesses: Vision of the divine feminine in the Hindu religious traditions. મોતીલાલ બનારસીદાસ પબ્લિકેશન્સ. ISBN 978-81-208-0394-7.

બાહ્ય કડીઓ ફેરફાર કરો