અમદાવાદ આંતરરાષ્ટ્રીય સાહિત્ય મહોત્સવ

ગુજરાત, અમદાવાદ ખાતે આયોજીત વાર્ષિક સાહિત્યિક ઉત્સવ

અમદાવાદ આંતરરાષ્ટ્રીય સાહિત્ય મહોત્સવ અથવા અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ (AILF ) એ અમદાવાદ, ગુજરાત, ભારતમાં ઉજવાતો વાર્ષિક સાહિત્યિક ઉત્સવ છે. તે દર વર્ષે નવેમ્બરમાં અથવા ડિસેમ્બરમાં બે દિવસ માટે યોજાય છે. અમદાવાદ આંતરરાષ્ટ્રીય સાહિત્ય મહોત્સવની સ્થાપના ઉમાશંકર યાદવ દ્વારા કરવામાં આવી હતી અને તેનું આયોજન આઇકોન એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે.[][][]

અમદાવાદ આંતરરાષ્ટ્રીય સાહિત્ય મહોત્સવ
સ્થિતિસક્રિય
પ્રકારસાહિત્યિક મહોત્સવ
અવધિવાર્ષિક
સ્થાનઅમદાવાદ
દેશભારત
સક્રિય વર્ષો9
ઉદ્ધાટનNovember 12, 2016 (2016-11-12)
સ્થાપકઉમાશંકર યાદવ
તાજેતરનુંNovember 17, 2019 (2019-11-17)
ભાગ લેનારાઓ૬૦ થી ૮૦
હાજરી૫૦૦૦ થી ૭૦૦૦
નેતાઉમાશંકર યાદવ
લોકો
સભ્ય
  • પીન્કી વ્યાસ
  • રશ્મિ ગોયલ
Sponsors
  • ઇકોન બારકોડ સોલ્યુશન્સ પ્રા.લિ.
  • ઓએનજીસી
  • ગુજરાત પ્રવાસન
  • ગુજરાત ખનિજ વિકાસ નિગમ (જી.એમ.ડી.સી.)
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ
વેબસાઇટailf.co.in

આ મહોત્સવનો ઉદ્દેશ સાક્ષરતા, સાહિત્યને પ્રોત્સાહન આપવાનો અને આ ક્ષેત્રના નિષ્ણાતોને એકસાથે લાવવાનો છે. આ મહોત્સવમાં ભારત અને વિદેશના સ્થાપિત અને ઉભરતા લેખકો, પ્રકાશકો, પત્રકારો, શિક્ષણવિદો, વાચકો અને વિદ્યાર્થીઓને આમંત્રણ આપવામાં આવે છે. તે ગુજરાતી, ભારતીય અને આંતરરાષ્ટ્રીય સાહિત્ય વચ્ચેનો સંબંધ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.[][]

ઉમાશંકર યાદવ અને પિંકી વ્યાસ મહોત્સવના ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે.[] અનુરીતા રાઠોડે પ્રથમ આવૃત્તિ માટે ફેસ્ટિવલ ક્યુરેટર તરીકે સેવા આપી હતી.[] ફેસ્ટિવલના સલાહકાર મંડળના સભ્યોમાં અનિલ ચાવડા (ગુજરાતી કવિ), આર્થર ડફ (શિક્ષણવિદ્), દિતિ વ્યાસ (લેખક અને શિક્ષણવિદ્) અને વસંત ગઢવી (ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય માહિતી કમિશનર)નો સમાવેશ થાય છે. આ મહોત્સવ જાહેર જનતા માટે ખુલ્લો રાખવામાં આવે છે.[]

સમયરેખા

ફેરફાર કરો

પ્રથમ આવૃત્તિ

ફેરફાર કરો

અમદાવાદ આંતરરાષ્ટ્રીય સાહિત્ય મહોત્સવનો ઉદ્‌ઘાટન સમારોહ ૧૨મી અને ૧૩મી નવેમ્બર, ૨૦૧૬ના રોજ યોજાયો હતો, જેમાં વિવિધ ક્ષેત્રોના ૬૦ જેટલા લેખકો અને વક્તાઓ હાજર રહ્યા હતા. તેનું ઉદ્‌ઘાટન યોગેશ ગઢવી, ગુજરાતી નવલકથાકાર રઘુવીર ચૌધરી અને બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર જ્યોફ વેઇન દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં મધુર ભંડારકર, પિયુષ મિશ્રા, અનુજા ચંદ્રમૌલી, અનિલ ચાવડા, વિનોદ જોશી અને ચિનુ મોદી જેવા નોંધપાત્ર વક્તાઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.[][][] આ મહોત્સવમાં ગીતકાર અને પટકથા લેખક સંદીપ નાથ અને ફિલ્મ નિર્માતા અભિષેક જૈન દ્વારા 'સાહિત્ય અને સિનેમા' પર એક સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.[]

બીજી આવૃત્તિ

ફેરફાર કરો

બીજી આવૃત્તિ ૨૩ અને ૨૪ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) ખાતે યોજાઈ હતી. તેમાં લગભગ ૮૦ વક્તાઓ હતા.[][૧૦][૧૧] આ ફેસ્ટિવલમાં ગુજરાતી સિનેમા, લેખિત શબ્દોની દ્રશ્ય પ્રસ્તુતિ, જૂના વિરુદ્ધ નવા ગુજરાતી સાહિત્ય અને લોકપ્રિયતા વિરુદ્ધ સાહિત્યની ગુણવત્તા સહિત અનેક સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું.[૧૨] અભિનેતા અને ટેલિવિઝન પ્રસ્તુતકર્તા અન્નુ કપૂર એક ખાસ વક્તા અને કોમેન્ટેટર હતા.[૧૩]

ત્રીજી આવૃત્તિ

ફેરફાર કરો

આ મહોત્સવની ત્રીજી આવૃત્તિ ૨૪ અને ૨૫ નવેમ્બર, ૨૦૧૮ના રોજ નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત (કેસીજી), અમદાવાદ ખાતે યોજાઈ હતી. આ સમારોહનું ઉદ્‌ઘાટન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં વિવેક ઓબેરોય, હર્ષ બ્રહ્મભટ્ટ અને વિષ્ણુ પંડ્યા સહિત ૬૦થી વધુ વક્તાઓએ હાજરી આપી હતી.[][૧૪] આ આવૃત્તિમાં લગભગ ૭૦૦૦ લોકોએ હાજરી આપી હતી.[][૧૫] આ મહોત્સવમાં પહેલીવાર બહુભાષીય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતી, હિન્દી, ઉર્દૂ, ફ્રેન્ચ, બંગાળી અને અંગ્રેજી ભાષાઓના કવિઓએ પોતાની કવિતાઓ રજૂ કરી હતી.[]

ચોથી આવૃત્તિ

ફેરફાર કરો

આ સમારોહની ચોથી આવૃત્તિ ૧૬ અને ૧૭ નવેમ્બર ૨૦૧૯ના રોજ પુનઃ નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત ખાતે યોજાઈ હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે તેનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. મહોત્સમાં ૬૦ વક્તાઓ સાથે કુલ ૧૮ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. સુશાંત સિંહ, મલ્લિકા સારાભાઈ, કિંગ્સહુક નાગ, ફ્રેડેરિક લાવોઇ અને ગેલ ડી કેર્ગુનેક સમારોહના નોંધપાત્ર વક્તાઓ હતા.[][૧૬]

છઠ્ઠી આવૃત્તિ

ફેરફાર કરો

અમદાવાદ આંતરરાષ્ટ્રીય સાહિત્ય મહોત્સવની ૬ મી આવૃત્તિ ૨૦૨૧ માં યોજાઈ હતી. કોવિડ-૧૯ રોગચાળાને કારણે તમામ સત્રો ઓનલાઇન પ્રસારિત કરવામાં આવ્યા હતા.[૧૭]

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ "Amdavadis in for an action-packed year end". DNA India. 2017-12-23. મેળવેલ 2020-07-04.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ "Ahmedabad International Literature Festival will be held at Knowledge Consortium of Gujarat on November 24–25". DNA India. 2018-11-22. મેળવેલ 2020-07-04.
  3. ૩.૦ ૩.૧ Shah, Harshil (2019-11-21). "Ahmedabad International Literature Festival inspires young minds to read and debate". Creative Yatra. મેળવેલ 2020-07-04.
  4. ૪.૦ ૪.૧ "Ahmedabad Lit Fest to be inaugurated on Saturday". The Times of India. Ahmedabad. 9 November 2016.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ "૨૪-૨૫ વચ્ચે કેસીજી ખાતે AILFનું આયોજન કરાયું". Akila News. 2018-11-21. મૂળ માંથી 2020-07-06 પર સંગ્રહિત. મેળવેલ 2020-07-04.
  6. "Int'l literature festival in city from nov 12-13: It is with an aim to promote writing and reading among youth". DNA : Daily News & Analysis. Mumbai. 9 November 2016.
  7. ૭.૦ ૭.૧ Oza, Nandini (2016-11-12). "Film a form of literature: Madhur Bhandarkar". The Week (Indian magazine). મૂળ માંથી 2019-06-22 પર સંગ્રહિત. મેળવેલ 2020-07-04.
  8. "AILF2016 - A Marvellous Beginning". International Journal of Higher Education and Research. 2016-11-21. ISSN 2277-260X. મૂળ માંથી 2021-12-11 પર સંગ્રહિત. મેળવેલ 2021-12-11.
  9. "Lit fest concludes on a poetic note". DNA. Ahmedabad. 14 November 2016.
  10. "Of literature & heritage". Ahmedabad Mirror. 2017-12-21. મેળવેલ 2020-07-04.
  11. "City in for an action-packed year end: From Sattvik food festival to fun-filled Kankaria carnival, Ahmedabad has something to offer to everyone". DNA : Daily News & Analysis. Mumbai. 23 December 2017.
  12. Nainani, Himanshu (2017-12-25). "Ahmedabad International Literature Festival - A Discussion on the Architectural Legacy of the City". Creative Yatra. મેળવેલ 2020-07-06.
  13. "Inauguration Ceremony of AILF2017". YouTube. 2017-12-28. મેળવેલ 2020-07-06.
  14. "Rape's become a fashion, says education minister Bhupendrasinh Chudasama". DNA India. 2018-11-25. મેળવેલ 2020-07-04.
  15. "હેરિટેજ સિટીમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુથી અમદાવાદ લિટરેચર ફેસ્ટિવલનું આયોજન". સંદેશ. 2018-11-22. મેળવેલ 2020-07-04.
  16. "અમદાવાદમાં ઈન્ટરનેશનલ લિટરેટર ફેસ્ટિવલનો પ્રારંભ, 16 અને 17 નવેમ્બર બે દિવસ સુધી ચાલશે ફેસ્ટિવલ". DD News Gujarati. 2019-11-16. મેળવેલ 2020-07-04.
  17. "Sixth edition of Ahmedabad lit fest held". The Indian Express. 2021-03-01. મેળવેલ 2021-03-23.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો