અમૃતા પ્રીતમ
અમૃતા પ્રીતમ (૩૧ ઓગસ્ટ ૧૯૧૯ – ૩૧ ઓક્ટોબર ૨૦૦૫) (Punjabi: ਅਮ੍ਰਿਤਾ ਪ੍ਰੀਤਮ,amritā prītam ,હિંદી: अमृता प्रीतम,amr̥tā prītam ), ભારતીય લેખિકા અને કવયિત્રી હતા જેમને પ્રથમ પંજાબી અગ્રણી મહિલા કવયિત્રી, નવલકથાકાર અને નિબંધકાર તરીકે ઓળખવામાં આવે છે અને પંજાબી ભાષાની ૨૦મી સદીની અગ્રણી કવયિત્રીઓમાં પણ તેમની ગણના થાય છે. તેમને ભારત-પાકિસ્તાન સરહદે બંને બાજુએથી સમાન પ્રમાણમાં પ્રેમ મળ્યો હતો, તેમણે છ દાયકાથી વધુ લાંબી કારકીર્દિમાં કવિતા, કાલ્પનિક વાર્તાઓ, જીવનચરિત્રો, નિબંધો, પંજાબી લોકગીતોના સંગ્રહો અને આત્મકથાઓના ૧૦૦થી વધુ પુસ્તકો તૈયાર કર્યા હતા જેનું કેટલીક ભારતીય અને વિદેશી ભાષાઓમાં અનુવાદ થયું હતું.[૨][૩]
અમૃતા પ્રીતમ | |
---|---|
જન્મ | અમૃતા કૌર August 31, 1919 ગુજરાનવાલા, બ્રિટિશ ભારત |
મૃત્યુ | October 31, 2005 દિલ્હી, ભારત | (ઉંમર 86)
વ્યવસાય | નવલકથાકાર, કવિયત્રી, નિબંધકાર |
રાષ્ટ્રીયતા | ભારત |
સમયગાળો | 1936-2004 |
લેખન પ્રકાર | કવિતા, ગદ્ય, જીવનકથા |
વિષય | ભારતના ભાગલા, મહિલાઓ, સ્વપ્ન |
સાહિત્યિક ચળવળ | રોમૅન્ટિક પ્રોગ્રેસિવિઝમ[૧] |
નોંધપાત્ર સર્જનો | પિંજર (નવલકથા) અજ્જ અક્ખાં વારિસ શાહ નું (કવિતા) સુનેરે (કવિતા) |
તેમને પોતાની ઘણી માર્મિક કવિતા આજ અખાં વારિસ શાહ નુ (આજે હું વારિસ શાહને કહું છું) માટે સૌથી વધુ યાદ કરવામાં આવે છે – ૧૮મી સદીના કવિ વારિસની યાદમાં લખેયાલા શોકગીત "વારિસ શાહને ઊર્મિકાવ્ય"માં ભારતના ભાગલા વખતે થયેલા કત્લેઆમ અંગે તેણીએ પોતાના સંતાપની અભિવ્યક્તિને રજૂ કરી હતી.
નવલકથાકાર તરીકે તેમની ખ્યાતનામ કૃતિ પીંજર (કંકાલ) (૧૯૫૦) છે, જેમાં તેમણે પોતાનું યાદગાર પાત્ર પુરો રચ્યુ હતુ, જે મહિલાઓ સામેની હિંસાનો સંક્ષેપ, માનવતાનું હનન અને અસ્તિત્વના ભાગ્ય સામે ઘુંટણિયા ટેકવી દેવાની વાત છે; આ નવલકથા પરથી 2003માં પીંજર નામની પુરસ્કાર વિજેતા ફિલ્મ બની હતી.[૪][૫]
1947માં જ્યારે ભૂતપૂર્વ બ્રિટિશ ભારતના ભારત અને પાકિસ્તાન નામના બે સ્વતંત્ર દેશોમાં ભાગલા પડ્યાં ત્યારે, તેમણે લાહોરથી ભારતમાં હિજરત કરી હતી, છતા તેઓ આજીવન પાકિસ્તાનમાં પણ તેમની સમકાલિન હસ્તીઓ જેમકે મોહનસિંહ અને શિવકુમાર બતાલવી જેટલા જ લોકપ્રિય રહ્યા હતા.
પંજાબી સાહિત્યમાં મહિલાઓના સૌથી મહત્વપૂર્ણ અવાજ તરીકે ઓળખતા અમૃતા પ્રીતમ 1956માં, પ્રસિદ્ધ રચના, સુનેહે (સંદેશા) કે જે એક લાંબી કવિતા છે તેના માટે સાહિત્ય એકાદમી પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા હતા,[૬] બાદમાં તેમને 1982માં કાગઝ તે કેનવાસ (કાગળ અને કેનવાસ) માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પણ મળ્યો હતો, જે ભારતનો સર્વશ્રેષ્ઠ સાહિત્ય પુરસ્કાર છે. 1969માં તેમને પદ્મ શ્રી પુરસ્કાર મળ્યો હતો, અંતે વર્ષ 2004માં ભારતનું બીજા ક્રમનું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણ મળ્યું હતું અને એ જ વર્ષે તેમને સાહિત્ય એકાદમી (ભારતીય પત્રોની એકાદમી) દ્વારા ભારતનું સર્વોચ્ચ સાહિત્ય સન્માન સાહિત્ય એકાદમી ફેલોશિપ અપાયું હતું જે “સાહિત્યના ચિરંજીવો” ને આજીવન સિદ્ધિ માટે અપાય છે.[૭]
જીવનકથા
ફેરફાર કરોપ્રારંભિક વર્ષો
ફેરફાર કરોઅમૃતા પ્રીતમનો જન્મ પંજાબના ગુજરાનવાલામાં થયો હતો જે હાલ પાકિસ્તાનમાં છે, તેઓ શાળાના શિક્ષક,[૨] કવિ તેમજ વ્રજ ભાષાના વિદ્વાન કરતારસિંહ હિતકારી કે જેઓ સાહિત્ય સામયિકનું પણ સંપાદન કરતા હતા તેમના એક માત્ર સંતાન હતા.[૮][૯] આ ઉપરાંત તેઓ શીખ આસ્થાના પ્રચારક પણ હતા.[૧૦] અમૃતા અગિયાર વર્ષના હતા ત્યારે તેમના માતાનું અવસાન થયું હતું. ટૂંક જ સમયમાં, તેઓ તેમના પિતા સાથે લાહોર જતા રહ્યા હતા, જ્યાં તેઓ 1947માં ભારતમાં હિજરત કરી ત્યાં સુધી રહ્યા હતા. પુખ્તવયની જવાબદારીઓ સામે હોવા સાથે માતાના અવસાન બાદ એકલતાના કારણે તેમણે નાની વયે લેખન શરૂ કર્યું હતું. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ અમૃત લહેરે (અમર મોજાઓ) 1936માં પ્રકાશિત થયો હતો, ત્યારે તેઓ સોળ વર્ષના હતા અને તે વર્ષે જ તેમણે પ્રીતમસિંહ સાથે લગ્ન કર્યા હતા, જેઓ સંપાદક હતા અને તેમની સાથે બાળપણમાં તેમનું સગપણ થયું હતું, બાદમાં તેમણે પોતાનું નામ બદલીને અમૃતા પ્રીતમ કર્યું હતું.[૧૧] 1936 અને 1943ના વર્ષો દરમિયાન તેમણે અડધો ડઝન જેટલી કવિતાઓના સંગ્રહો લખ્યા. તેમણે વીરશૃંગારરસના કવયિત્રી તરીકેની સફર શરૂ કરવા છતા,[૬] ટૂંક સમયમાં તેમણે ચક્રો બદલ્યા, અને પ્રગતિશીલ લેખકોની ચળવળનો હિસ્સો બન્યા અને તેની અસર તેમના સંગ્રહ, લોક પીડ (લોકોની વેદના) (1944)માં જોવા મળી હતી, જેમાં 1943માં બંગાળના દુકાળ બાદના યુદ્ધગ્રસ્ત અર્થતંત્રની ખુલ્લેઆમ આલોચના કરવામાં આવી હતી. ભારતના ભાગલા પહેલા તેમણે લાહોર રેડિયો સ્ટેશન માટે પણ કામ કર્યું હતું.[૧૨]
ભાગલા
ફેરફાર કરોકોમી હિંસામાં અંદાજે એક મિલિયન મુસ્લિમો, હિન્દુઓ અને શીખોનું મૃત્યુ થયા બાદ 1947માં ભારતના ભાગલા થયા હતા, અને અમૃતા પ્રીતમ જ્યારે લાહોર છોડીને નવી દિલ્હીમાં ગયા ત્યારે તેઓ 28 વર્ષની વયે પંજાબી આશ્રિત બની ગયા હતા. ત્યારપછી, 1948માં, તેમના પુત્ર સાથે ગર્ભવતી થયા હતા અને દહેરાદૂનથી દિલ્હી મુસાફરી કરી હતી, તેમણે કાગળના ટુકડા પર[૧૩] કવિતા, “આજ અખાં વારિસ શાહ નુ” (હું આજે વારિસ શાહને કહું છું) સ્વરૂપે પોતાની પીડાને અભિવ્યક્ત કરી હતી; બાદમાં આ કવિતાએ તેમને અમર બનાવી દીધા અને ભાગલાના સૌથી મર્મભેદક સ્મૃતિકાર બની ગયા હતા.[૧૪] સૂફી કવિ વારિસ શાહ કે જેમણે હીર અને રાંજાની કરુણ ગાથા લખી હતી અને તેમના જન્મ સ્થળે જ અમૃતા પ્રીતમનો જન્મ થયો હતો તેમને ઉદ્દેશીને લખેલી કવિતા,[૧૫] પંજાબી રાષ્ટ્રીય વીરરસનું કાવ્ય છેઃ
ਅੱਜ ਆਖਾਂ ਵਾਰਸ ਸ਼ਾਹ ਨੂੰ ਕਿਤੋਂ ਕਬਰਾਂ ਵਿਚੋਂ ਬੋਲ।
ਤੇ ਅੱਜ ਕਿਤਾਬੇ ਇਸ਼ਕ ਦਾ ਕੋਈ ਅਗਲਾ ਵਰਕਾ ਫੋਲ।
ਇਕ ਰੋਈ ਸੀ ਧੀ ਪੰਜਾਬ ਦੀ ਤੂ ਲਿਖ ਲਿਖ ਮਾਰੇ ਵੈਣ
ਅਜ ਲੱਖਾਂ ਧੀਆਂ ਰੌਂਦੀਆਂ ਤੈਨੂ ਵਾਰਸਸ਼ਾਹ ਨੂੰ ਕਹਿਣ:
ਵੇ ਦਰਦਮੰਦਾਂ ਦਿਆ ਦਰਦੀਆ ਉੱਠ ਤੱਕ ਆਪਣਾ ਪੰਜਾਬ।
ਅਜ ਬੇਲੇ ਲਾਸ਼ਾਂ ਵਿਛੀਆਂ ਤੇ ਲਹੂ ਦੀ ਭਰੀ ਚਨਾਬ [૧૬]
આજ અખાં વારિસ શાહ નું, કિત્તો કબરા વિચ્ચો બોલ,
તે આજ કિતાબ-એ-ઈશ્ક દા કોઈ અગલા વરકા ફોલ
ઈક રોઝ સી ધી પંજાબ દી, તુન લીખ લીખ મારે વાં
આજ લખ્ખા ધીઆં રોન્દિઆ, તેનું વારિસ શાહ નું કહેં
ઉઠ દર્દમાન્દન દિઆ દર્દીઆ, ઉઠ તક્ક અપના પંજાબ
આજ બેલે લાશાં બિછિઆં તે લહૂ દી બહરી ચિનાબ
આજે, હું વારિસ શાહને કહુ છું, “તારી કબરમાંથી કંઈક બોલ”
અને આજે, પ્રેમની કિતાબમાં નવું લાગણીનું પાનું તો ખોલ
એકવાર, પંજાબની દીકરીની આંખમાંથી આંસુ સર્યું ને તે કરુણ ગાથા લખી
આજે, લાખો દીકરીઓ રુદન કરી કહે તેને
જાગો! ઓ વ્યથાનું વર્ણન કરનારા જાગો! ને જો તારા પંજાબને
આજે મેદાનો લાશોથી ઉભરાય છે, ને ચિનાબ લોહીથી વહી રહી છે[૧૭][૧૮]
અમૃતા પ્રીતમે દિલ્હીમાં 1961 સુધી ઓલ ઈન્ડિયા રેડિયોની પંજાબી સેવામાં કામ કર્યું હતું. 1960માં તેમના છુટાછેડા થયા બાદ, તેમનું કામ વધુ સ્પષ્ટ નારીવાદી બન્યું હતું. તેમની સંખ્યાબંધ વાર્તાઓ અને કવિતાઓ લગ્નના દુઃખદ અનુભવ પર આધારિત હતી. પંજાબી અને ઉર્દૂ ભાષાની તેમની સંખ્યાબંધ રચનાઓ અંગ્રેજી, ફ્રેન્ચ, ડેનિશ, જાપાનિઝ અને અન્ય ભાષામાં અનુવાદિત થઈ હતી, જેમાં તેમની આત્મકથારચનાઓ બ્લેક રોઝ અને રેવન્યૂ સ્ટેમ્પ (પંજાબીમાં રસીદી ટિકિટ )નો સમાવેશ થાય છે.
અમૃતા પ્રીતમના પુસ્તક પરથી સૌપ્રથમ ફિલ્મ ‘કદંબર’ (1965)માં બની હતી જે તેમના પુસ્તક ધરતી સાગર તે સીપિયાં પરથી બની હતી, બાદમાં ‘ઉનાહ દી કહાની’ પરથી ડાકુ (ધાડપાડુ 1976) બની હતી, જેનું નિર્દેશન બાસુ ભટ્ટાચાર્યએ કર્યું હતું.[૧૯] તેમની નવલકથા પીંજર (કંકાલ, 1970) પરથી ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ તેમના માનવતાવાદના કારણે પુરસ્કાર વિજેતા હિન્દી ફિલ્મ બનાવી હતીઃ “અમૃતાજીએ બંને દેશોના લોકોની વ્યથાને આલેખી હતી.” પીંજર નું શુટિંગ રાજસ્થાન અને પંજાબના સરહદી પ્રાંતમાં થયું હતું.
તેમણે કેટલાક વર્ષો સુધી પંજાબમાં માસિક સાહિત્ય સામયિક “નાગમણી”નું સંપાદન કર્યું હતું, જે તેમણે ઈમરોઝ સાથે 33 વર્ષ સુધી ચલાવ્યું હતું; છતાં ભાગલા બાદ તેમણે વિપુલ પ્રમાણમાં હિન્દીમાં સારી રીતે લખ્યું હતું.[૨૦][૨૧] તેણીના પાછલા સમયના જીવનમાં, તેઓ ઓશો તરફ વળ્યા હતા અને ઓશોના કેટલાક પુસ્તકોની પ્રસ્તાવનાઓ લખી હતી જેમાં એક ઓમકાર સતનામ નો પણ સમાવેશ થાય છે,[૨૨] અને તેમણે આધ્યાત્મિક વિષયો અને સપના પર લખવાનું શરૂ કર્યું હતું, તેમજ કાલ ચેતના (સમયની ચેતના), અને અજ્ઞાત કા નિમંત્રણ (અજ્ઞાતનું નિમંત્રણ) જેવા પુસ્તકો તૈયાર કર્યા હતા.[૨૩] તેમણે કાલા ગુલાબ (કાળુ ગુલાબ) (1968), રસીદી ટિકિટ (રેવન્યૂ સ્ટેમ્પ) (1976), અને અક્ષરો કે સાયે (અક્ષરોના પડછાયા) શીર્ષકથી જીવનચરિત્રો પણ પ્રકાશિત કર્યા હતા.[૮][૨૪]
સન્માન
ફેરફાર કરોઅમૃતા પંજાબ રત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ વ્યક્તિ છે જે પુરસ્કાર તેમને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહના હસ્તે અપાયો હતો. તેઓ સાહિત્ય એકાદમી પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા છે, આ પુરસ્કાર તેમને 1956માં સુનેહરે (સંદેશા ) માટે મળ્યો હતો, અમૃતા પ્રીતમને 1982માં તેમની રચના કાગજ તે કેનવાસ (કાગળ અને કેનવાસ) માટે ભારતનું સર્વોચ્ચ સાહિત્ય સન્માન ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર અપાયો હતો. [૨૫]તેમને પદ્મ શ્રી (1969) અને વર્ષ 2004માં ભારતનું બીજુ સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણ તેમજ ભારતનો સર્વોચ્ચ સાહિત્ય પુરસ્કાર, સાહિત્ય અકદામી ફેલોશિપ અપાયા હતા. તેમને ઘણી યુનિવર્સિટી દ્વારા ડી.લીટ.ની માનદ પદવી આપવામાં આવી હતી, જેમાં દિલ્હી યુનિવર્સિટી (1973), જબલપુર યુનિવર્સિટી (1973) અને વિશ્વ ભારતી (1987)નો પણ સમાવેશ થાય છે.[૨૬]
તેમને બલ્ગેરિયાના ગણતંત્ર દ્વારા 1979માં આંતરરાષ્ટ્રીય વેપ્તસારોવ પુરસ્કાર અને ફ્રાન્સ સરકાર દ્વારા 1987માં ઓફિસર ડેન્સની પદવી, ઓર્ડે ડેસ આર્ટ્સ એટ ડેસ લેટર્સ (અધિકારી) આપવામાં આવી હતી.[૨૦] તેમને 1986-92 સુધી રાજ્યસભાના સભ્ય તરીકે નામાંકિત કરાયા હતા. જીવનના અંતિમ દિવસોમાં તેમને પાકિસ્તાનની પંજાબી એકાદમી દ્વારા પુરસ્કાર અપાયો હતો, જેના માટે તેમણે કહ્યું હતું કે, બડે દિનો બાદ મેરે મૈકે કો મેરી યાદ આયી... ; અને પાકિસ્તાનના પંજાબી કવિઓએ તેમને વારિસ શાહ તેમજ અનુયાયી સૂફી આધ્યાત્મિક કવિ બુલ્લે શાહ અને સુલતાન બહુની કબર પરની ચાદર મોકલી હતી.[૨]
અંગત જીવન
ફેરફાર કરો1935માં, અમૃતાએ પ્રીતમસિંહ સાથે લગ્ન કર્યા હતા, જે લાહોરના અનારકલી બજારમાં અગ્રણી હોઝિયરી વેપારીના પુત્ર હતા. 1960માં, અમૃતા પ્રીતમે કવિ સાહીર લુધિયાણવી (અબ્દુલ હાયી) માટે તેમના પતિને છોડ્યા હતા.[૨૭] તેમની પ્રેમકહાની તેમના જીવનચરિત્ર, રસીદી ટિકિટ માં લખવામાં આવી છે. જ્યારે સાહીરના જીવનમાં અન્ય મહિલાનો પ્રેમ આવ્યો તો, અમૃતાને ખ્યાતનામ કલાકાર અને લેખક ઈમરોઝમાં વધુ સારો દિલાસો અને સંગાથ દેખાયા હતા. તેમણે જીવનના અંતિમ ચાલીસ વર્ષ ઈમરોઝ સાથે વિતાવ્યા હતા, જેમણે તેમના મોટાભાગના પુસ્તકોના મુખપૃષ્ઠ બનાવ્યા હતા. તેમનો આ સંગાથ પણ એક પુસ્તક, અમૃતા ઈમરોઝઃ અ લવસ્ટોરી નો વિષય બની ગયો હતો.[૨૮][૨૯]
31 ઓક્ટોબર 2005ના રોજ નવી દિલ્હીમાં લાંબી બીમારી બાદ 86 વર્ષની વયે તેમનું ઊંઘમાં જ અવસાન થયું હતું. તેઓ જીવનસાથી ઈમરોઝ, પુત્રી કંદલ્લા, પુત્ર નવરાજ, પુત્રવધુ અલ્કા અને પૌત્ર-પૌત્રીઓ તૌરસ, નૂર, અમન અને શિલ્પીને છોડીને ચિરવિદાય થયા હતા.
રચનાઓ
ફેરફાર કરોછ દાયકાથી વધારે લાંબી કારકીર્દિમાં તેમણે 28 નવલકથાઓ, 18 ગદ્યસંગ્રહો, પાંચ ટૂંકી વાર્તાઓ અને 16 વિવિધ ગદ્ય આવૃત્તિઓ લખ્યા હતા.
- ડોક્ટર દેવ
- કોરે કાગઝ, ઉન્ચાસ દિન
- સાગર ઔર સિપિયાં
- રંગ કા પત્તા
- દિલ્લી કી ગલિયાં
- તેરહવાં સૂરજ
- યાત્રી
- જીલાવતન (1968)
જીવનચરિત્ર
ફેરફાર કરો- રસીદી ટિકિટ (1976)
- શેડોઝ ઓફ વર્ડઝ (2004)
ટૂંકી વાર્તાઓ
ફેરફાર કરો- કહાંનિયાં જો કહાંનિયાં નહીં
- કહાંનિયો કે આંગન મે
- સ્ટેન્ચ ઓફ કેરોસીન
કાવ્ય સંગ્રહો
ફેરફાર કરો- અમૃત લહેરે (અમર મોજાઓ)(1936)
- જીયુન્દા જીવન (ઉલ્લાસપૂર્ણ જીવન) (1939)
- ત્રેલ ધોતે ફૂલ (1942)
- ઓ ગીતાં વાલિઆ (1942)
- બાદલામ દે લાલી (1943)
- સાંજ દે લાલી (1943)
- લોક પીરા (લોકોની પીડા) (1944)
- પથ્થર ગીતે (ગોળ નાના પથ્થરો) (1946)
- પંજાબી દી આવાઝ (1952)
- સુનેહરે (સંદેશા) (1955) - સાથિયા એકાદમી પુરસ્કાર
- અશોકા ચેટી (1957)
- કસ્તૂરી (1957)
- નાગમણી (1964)
- ઈક સી અનિતા (1964)
- ચક નંબર ચટ્ટી (1964)
- ઉનિન્જા દિન (49 દિવસો) (1979)
- કાગઝ કે કેનવાસ (1981)- ભારતીય જ્ઞાનપીઠ
- ચૂની હુઈ કવિતાયેં
સાહિત્યિક સામયિક
ફેરફાર કરો- નાગમણી , માસિક કવિતા.
અવતરણો
ફેરફાર કરોસીગારેટ અને કવિતા
એક દર્દ છે
મેં તેને સહન કર્યું છે
શાંતિપૂર્વક
સીગારેટની જેમ
કેટલાક ગીતો પાછળ છુટ્યા છે
હું ઝગમગ્યો છું
રાખની જેમ
સીગારેટમાંથી.[૩૦]
હું તને ફરી મળીશ (મૈં તેનુ ફીર મિલાંગી )
હું તને હજી ફરી મળીશ
ક્યાં અને કેવી રીતે
મને ખબર નથી
કદાચ હું
તારી કલ્પનાનો વિચાર બનીશ
અને કદાચ મારી જાતને
તારા કેનવાસ પર
એક રહસ્યમય રેખા બનીને ફેલાવીશ
હું સતત તારી સામે તાકી રહીશ.[૩૧]
વારસો
ફેરફાર કરોવર્ષ 2007માં, 'અમૃતા રિસાઈટેડ બાય ગુલઝાર' નામથી ખ્યાતનામ ગીતકાર ગુલઝાર દ્વારા આલ્બમ રિલિઝ કરાયો હતો, જેમાં ગુલઝારે ગાયેલી અમૃતા પ્રીતમની કવિતાઓ સમાવાઈ હતી,[૩૨][૩૩] તેમના પર આધારિત એક ફિલ્મ રજૂ થશે.[૩૪]
પૂરક વાચન
ફેરફાર કરો- ઉમા ત્રિલોક, અમૃતા ઈમરોઝ: અ લવ સ્ટોરી, પેંગ્વીન ઈન્ડિયા (2006)આઈએસબીએન (ISBN) 0143100440
- ઈન્દ્રા ગુપ્તા, ભારતની ટોચની 50 નામાંકિત મહિલાઓ આઈએસબીએન (ISBN) 8188086193
- ઈન્ડિયન ફિક્શન ઈન ઈંગ્લિશ ટ્રાન્સલેશન - પ્રકરણ 4: અમૃતા પ્રીતમની પ્રસિદ્ધ રચનાઃ ધ સ્કેલેટોન પર ટીપ્પણીઓ (જગદેવસિંહ), શુભા તિવારી દ્વારા. એટલાન્ટિક પબ્લિશર્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુટર્સ, 2005. આઈએસબીએન (ISBN) 812690450X. પાના નં 28-35
- પંજાબી કવિતાઓમાં અભ્યાસ. પ્રકરણ. 9- અમૃતા પ્રીતમ: ધ પોએટ્રી ઓફ પ્રોટેસ્ટ , દર્શનસિંહ મૈની દ્વારા. વિકાસ પ્રકાશન, 1979. આઈએસબીએન (ISBN) 0706907094. પાનાં 109 .
- અમૃતા પ્રીતમ દ્વારા રેવેન્યૂ સ્ટેમ્પ નું પ્રથમ પ્રકરણ
- અમૃતા પ્રીતમ દ્વારા "ધ કોલર"
- અમૃતા પ્રીતમ દ્વારા “સાહિબાં ઈન એક્સાઈલ”
- અમૃતા પ્રીતમ દ્વારા "ધ વીડ"
- અમૃતા પ્રીતમ દ્વારા "વાઈલ્ડ ફ્લાવર"
- મૈં તેનું ફીર મિલાંગી , (હું તને ફરી મળીશ) અનુવાદ
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Muslim Feminism and Feminist Movement: Middle-East Asia, by Abida Samiuddin, Rashida Khanam. Global Vision Pub. House, 2002. ISBN 8187746408. Page viii and 426.
- ↑ અહીં સુધી ઉપર જાઓ: ૨.૦ ૨.૧ ૨.૨ અમૃતા પ્રીતમ - અબિચ્યુઅરી ધ ગાર્ડિઅન , નવેમ્બર 4, 2005.
- ↑ અમૃતા પ્રીતમ: અ ગ્રેટ વર્ડસ્મિથ ઈન પંજાબ્સ લિટરરિ હિસ્ટ્રી ડેઈલી ટાઈમ્સ (પાકિસ્તાન) , નવેમ્બર 14, 2005.
- ↑ ઓલ્વેઝ અમૃતા, ઓલ્વેઝ પ્રીતમ ગુલઝાર સિંહ સંધુ ઓન ધ ગ્રાન્ડ ડેમ ઓફ પંજાબી લેટર્સ , ધ ટ્રીબ્યુન , નવેમ્બર ૫, ૨૦૦૫.
- ↑ Pinjar IMDb પર
- ↑ અહીં સુધી ઉપર જાઓ: ૬.૦ ૬.૧ અમૃતા પ્રીતમ મોડર્ન ઈન્ડિયન લિટરચર: એન ઓન્થોલોજી , કે.એમ. જ્યોર્જ દ્વારા, સાહિત્ય એકાદમી. 1992,આઈએસબીએન (ISBN) 8172013248.945-947 .
- ↑ સાહિત્ય એકેડેમી ફેલોશિપ ફોર અમૃતા પ્રીતમ, અનંતા મૂર્તિ સંગ્રહિત ૨૦૦૪-૧૨-૧૦ ના રોજ વેબેક મશિન ધ હિન્દુ , ઓક્ટોબર 5, 2004.
- ↑ અહીં સુધી ઉપર જાઓ: ૮.૦ ૮.૧ અમૃતા પ્રીતમ વૂમન રાઈટિંગ ઈન ઈન્ડિયાઃ ૬૦૦ બી.સી. ટુ ધ પ્રેઝન્ટ , સુસી જે થારુ, કે. લલિતા દ્વારા, ફેમિનિસ્ટ પ્રેસ દ્વારા પ્રકાશિત, 1991. આઈએસબીએન (ISBN) 1558610294. પાના 160-163 .
- ↑ ન્યૂ પંજાબી પોએટ્રી ( 1935-47) વીસમી સદીમાં ભારતીય સાહિત્ય પર હેન્ડબૂક , નલીની નટરાજન દ્વારા, ઈમેન્યુઅલ સંપથ નેલ્સન, ગ્રીનવૂડ પબ્લિશિંગ ગ્રૂપ, 1996. આઈએસબીએન (ISBN) 0313287783.પાના 253-254 .
- ↑ ખુશવંતસિંહ, "અમૃતા પ્રીતમ: ક્વિન ઓફ પંજાબી લિટરચર", ધ શીખ ટાઈમ્સ
- ↑ અમૃતા પ્રીતમ - અબિચ્યુઅરી સંગ્રહિત ૨૦૧૧-૦૭-૦૧ ના રોજ વેબેક મશિન ધ ઈન્ડિપેન્ડેન્ટ , 2 નવેમ્બર, 2005.
- ↑ તંત્રીલેખ ડેઈલી ટાઈમ્સ (પાકિસ્તાન) , 2 નવેમ્બર, 2005.
- ↑ એન અલ્ટરનેટિવ વોઈસ ઓફ હિસ્ટ્રી સંગ્રહિત ૨૦૦૫-૧૨-૦૮ ના રોજ વેબેક મશિન નોનિકા દત્તા, ધ હિન્દુ, 04 ડિસેમ્બર, 2005.
- ↑ જગલિંગ ટુ લાઈવ્સ[હંમેશ માટે મૃત કડી] ધ હિન્દુ, 13 નવેમ્બર, 2005.
- ↑ સંપૂર્ણ હીર વારિસ શાહ
- ↑ [૧] ઉત્તર અમેરિકામાં પંજાબ એકાદમી (એપીએનએ (APNA)).
- ↑ અનુવાદ સાથે સંપૂર્ણ કવિતા
- ↑ આજ અખાં વારિસ શાહ નુ- અમૃતાના પોતાના કંઢમાં કવિતા સંગ્રહિત ૨૦૧૧-૦૬-૧૫ ના રોજ વેબેક મશિન ઉત્તર અમેરિકામાં પંજાબ એકાદમી (એપીએનએ (APNA)).
- ↑ જીવન પ્રકાશ શર્મા, "અમૃતા પ્રીતમ્સ નોવેલ ટુ બી રેન્ડર્ડ ઓન ફિલ્મ", ધ હિન્દુસ્તાન ટાઈમ્સ (27 ઓગસ્ટ, 2002)
- ↑ અહીં સુધી ઉપર જાઓ: ૨૦.૦ ૨૦.૧ અમૃતા પ્રીતમ, ધ બ્લેક રોઝ વિજય કુમાર સુનવાણી દ્વારા, ભારતમાં ભાષા, ભાગ 5 : 12 ડિસેમ્બર 2005.
- ↑ "અમૃતા પ્રીતમના પુસ્તકો". મૂળ માંથી 2016-01-17 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-18.
- ↑ ઓશો ચાહકો દ્વારા અમૃતા પ્રીતમને શ્રદ્ધાંજલી સંગ્રહિત ૨૦૧૧-૦૭-૧૬ ના રોજ વેબેક મશિન એસડબ્લ્યુ. (Sw.) ચૈતન્ય કીર્તિ , sannyasworld.com .
- ↑ વિઝન્સ ઓફ ડિવાઈનીટિ - અમૃતા પ્રીતમ સંગ્રહિત ૨૦૦૮-૦૯-૨૭ ના રોજ વેબેક મશિન લાઈફ પોઝિટીવ , એપ્રિલ 1996.
- ↑ અમૃતા પ્રીતમ જીવનચરિત્ર સંગ્રહિત ૨૦૦૮-૧૨-૦૫ ના રોજ વેબેક મશિન ચૉક , 15 મે, 2005.
- ↑ "Jnanpith Laureates Official listings". Jnanpith Website. મૂળ માંથી 2007-10-13 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-18.
- ↑ અમૃતા પ્રીતમ www.punjabilok.com .
- ↑ સાહીર જીવનચરિત્ર Upperstall.com .
- ↑ અમૃતા પ્રીતમ ઈમરોઝ : અ લવ સ્ટોરી ઓફ અ પોએટ એન્ડ અ પેઈન્ટર સંગ્રહિત ૨૦૧૦-૦૧-૦૮ ના રોજ વેબેક મશિન Passionforcinema.com, 8 ઓગસ્ટ, 2008.
- ↑ નિરૂપમા દત્ત, "અ લવ લિજન્ડ ઓફ અવર ટાઈમ્સ" ટ્રિબ્યૂન , 5 નવેમ્બર 2006.
- ↑ લિવિંગ લાઈફ ઓન હર ઓવ્ન ટર્મ્સ કંચન મહેતા. ધ ટ્રિબ્યૂન , 3 ઓગસ્ટ 2003.
- ↑ ફરી એક વખત હું તને મળીશ અમૃતા પ્રીતમ દ્વારા[હંમેશ માટે મૃત કડી] લિટલ મેગેઝિન.
- ↑ 'ગુલઝારના કંઠે અમૃતાની કવિતાઓ' સંગ્રહિત ૨૦૦૮-૦૭-૦૫ ના રોજ વેબેક મશિન www.gulzaronline.com.
- ↑ ગુલઝાર રિસાઈટ્સ ફોર અમૃતા પ્રીતમ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા , 7 મે, 2007.
- ↑ અમૃતા પ્રીતમ પર આધારિત ફિલ્મનું હિમાચલમાં શુટિંગ થશે realbollywood.com .
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- ગુજરાતી વિશ્વકોશમાં અમૃતા પ્રીતમ.
- સાઉથ એશિયન વૂમન્સ નેટવર્ક (Sawnet)માં અમૃતા પ્રીતમ અને તેમની કામગીરીઓ સંગ્રહિત ૨૦૦૫-૦૨-૨૫ ના રોજ વેબેક મશિન
- અમૃતા પ્રીતમ ૧૯૧૯-૨૦૦૫-રઝા રૂમી દ્વારા શ્રદ્ધાંજલી સંગ્રહિત ૨૦૦૮-૦૬-૧૮ ના રોજ વેબેક મશિન
- કવિતાયેં માં અમૃતા પ્રીતમની કવિતાઓ( ૨૦૦૯-૧૦-૨૫)
- વીડિયો