અવિનાશ વ્યાસ

ગુજરાતી સંગીત નિર્દેશક, ગીતકાર અને ગાયક

અવિનાશ અનંતરાય વ્યાસ ભારતીય સંગીત નિર્દેશક, ગીતકાર અને ગુજરાતી સિનેમાના ગાયક હતા[૧][૨] જેમણે ૧૯૦ કરતાં વધુ ગુજરાતી ચલચિત્રોમાં સંગીત આપ્યું હતું.[૩][૪] તેમણે ૨૫ વખત શ્રેષ્ઠ ગીતકાર અને શ્રેષ્ઠ સંગીત માટે ગુજરાત રાજ્ય ફિલ્મ પુરસ્કાર મેળવ્યો હતો.[૫] તેમને ભારત સરકાર તરફથી ૧૯૭૦માં ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી અર્પણ થયો હતો.[૬]

અવિનાશ વ્યાસ
જન્મની વિગત(1912-07-21)21 July 1912
ગુજરાત, ભારત
મૃત્યુ20 August 1984(1984-08-20) (ઉંમર 72)
વ્યવસાયસંગીતકાર, ગીતકાર, ગાયક
સક્રિય વર્ષો૧૯૪૦-૧૯૮૧
પ્રખ્યાત કાર્યગુજરાતી સુગમ સંગીત
પુરસ્કારોપદ્મશ્રી
ગુજરાત રાજ્ય ફિલ્મ પુરસ્કાર – ગીતકાર
ગુજરાત રાજ્ય ફિલ્મ પુરસ્કાર – સંગીતકાર
ગુજરાત રાજ્ય સંગીત નૃત્ય અકાદમી ગૌરવ પુરસ્કાર

અવિનાશ વ્યાસનો જન્મ ગુજરાતમાં ૨૧ જુલાઇ ૧૯૧૨ના રોજ થયો હતો. તેમણે તેમની પ્રારંભિક સંગીત તાલીમ ઉસ્તાદ અલ્લાઉદિન ખાન પાસે લીધી હતી.[૩] તેમની કારકિર્દીની શરૂઆત HMV સાથે યંગ ઇન્ડિયા હેઠળ થઇ હતી જ્યાં અવિનાશ વ્યાસે તેમની પ્રથમ ગ્રામોફોન રેકર્ડ ૧૯૪૦માં બહાર પાડી હતી[૫] અને ચલચિત્ર ઉદ્યોગમાં ગુજરાતી ચલચિત્ર મહાસતી અનસુયા સાથે ૧૯૪૩માં પ્રખ્યાત સંગીતકાર ઉસ્તાદ અલ્લા રખાં સાથે બેલડી બનાવીને કરી હતી.[૭][૩] તેના પછીના વર્ષે તેમના બે ચલચિત્રો કૃષ્ણ ભક્ત બોદાણા અને લહેરી બદમાશ સફળ ન રહ્યા હતા.[૪] તેમનું પ્રથમ મોટું સફળ ચલચિત્ર ૧૯૪૮માં ગુણસુંદરી હતું,[૮] જે ગુજરાતી અને હિંદી બંને ભાષામાં દ્વિભાષી ચલચિત્ર હતું.[૩]

તેમણે ૧૯૦ હિંદી અને ગુજરાતી ચલચિત્રો માટે ૧૨૦૦ ગીતોને સંગીતબદ્ધ કર્યા હતા, તેમને સંગીત આપેલા કુલ ગીતોની સંખ્યા ૧૦,૦૦૦ જેટલી છે.[૩] તેમણે તેમના સમયના મોટાભાગના મુખ્ય ગીતકારો જેવા કે લતા મંગેશકર, મુકેશ, આશા ભોંસલે, મોહમ્મદ રફી, મન્ના ડે, ઉષા મંગેશકર, ગીતા દત્ત, સમુમન કલ્યાણપુર, મુકેશ, હેમંત કુમાર, તલત મહેમૂદ, કિશોર કુમાર, મહેન્દ્ર કપૂર અને ઉષા મંગેશકર સાથે કામ કર્યું હતું.[૪] તેમણે કમાર જલાલાબાદી, ઇન્દિવર, ભરત વ્યાસ અને રાજા મહેંદી અલી ખાન જેવા ગીતકારો સાથે બેલડી બનાવીને ગીતો લખ્યા હતા.[૪] ગીતા દત્ત તેમના માનીતા ગીતકાર હતા અને તેણીએ બંગાળી હોવા છતાં ગુજરાતી ચલચિત્રોમાં વધુ ગીતો ગાયા હતા.[૩]

અવિનાશ વ્યાસે ગીત, ગઝલ અને ગરબા જેવા વિવિધ સાહિત્યપ્રકારોમાં અનેક કૃતિઓ રચી છે, પણ તેઓ તેમણે લખેલ ગરબા માટે સૌથી વધુ પ્રસિદ્ધ છે. તેમના ગરબાઓમાં છલકતો અંબાજી માટેનો ભક્તિભાવ તેની અભિવ્યક્તિ માટે અજોડ ગણાય છે. પોતે પુરુષ હોવા છતાં પુત્રીહૃદયથી ગરબા લખવા એ તેમની ખાસીયત હતી, જે તેમના મોટાભાગના ગરબાઓમાં દેખાય છે.

અવિનાશ વ્યાસ પોતાની કૃતિઓ જાતે જ સ્વરબદ્ધ કરતા હતા. તેમની રચનાઓ જેટલી કાવ્યમય હતી તેટલી જ સુરીલી પણ હતી. સુગમ સંગીત ઉપરાંત તેમણે ગુજરાતી ચલચિત્રોમાં પણ સંગીત આપ્યું છે. કવિ પ્રદીપજીના ખૂબ પ્રખ્યાત ગીત "પીંજરે કે પંછી રે, તેરા દર્દ ના જાને કોઇ" ને તેમણે સ્વરબ્દ્ધ કરેલુ. તેમને કનૈયાલાલ મુનશીભારતીય વિદ્યા ભવનના સંગીત વિભાગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા.[૯]

તેમને વાર્ષિક ગુજરાત રાજ્ય ફિલ્મ પુરસ્કાર ૨૫ વખત શ્રેષ્ઠ ગીતકાર અને શ્રેષ્ઠ સંગીત માટે મળ્યા હતા, જે એક કિર્તીમાન છે.[૫] ગુજરાત રાજ્ય સંગીત નૃત્ય અકાદમીએ તેમને "ગૌરવ પુરસ્કાર" એનાયત કર્યો હતો[૫] અને ૧૯૭૦માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મ શ્રી પુરસ્કાર એનાયત થયો હતો.[૬] તેમની કેટલીક યાદગાર રચનાઓ ૨૯ માર્ચ ૨૦૧૨ના રોજ સંગ્રહ તરીકે અવિનાશ વ્યાસ - અ મ્યુઝિકલ જર્ની તરીકે બહાર પડ્યું હતું.[૧૦] તેમનું અવસાન ૨૦ ઓગસ્ટ ૧૯૮૪ના રોજ ૭૨ વર્ષની ઉંમરે,[૩][૫] તેમના છેલ્લા ચલચિત્ર ભક્ત ગોરા કુંભારની રજૂઆતના ત્રણ વર્ષ પછી થયું હતું.[૪]

જાણીતી રચનાઓ

ફેરફાર કરો
વર્ષ ગીત ચલચિત્ર ગીતકાર ગાયકો
૧૯૪૯ રાખના રમકડા[૧૧] મંગળ ફેરા અવિનાશ વ્યાસ ગીતા દત્ત અને એ. આર. ઓઝા
૧૯૪૯ અમે મુંબઈના રહેવાસી[૧૨] મંગળ ફેરા અવિનાશ વ્યાસ ગીતા રોય, ચુનીલાલ પરદેશી અને એ. આર. ઓઝા
૧૯૫૦ રીતુ અનોખી પ્યાર અનોખા[૧૩] હર હર મહાદેવ અજ્ઞાત ઝોહરા અબાલેવાલી
૧૯૫૦ ટીમ ટીમા ટીમ તારે[૧૪] હર હર મહાદેવ રમેશ શાસ્ત્રી મુકેશ અને સુલોચના કદમ
૧૯૫૨ ચમક રહે તારે[૧૫] રાજરાણી દયમંતી નીલકંઠ તિવારી મધુબાલા ઝવેરી
૧૯૫૩ જાને દી કિસ્મત કી નાવ ભાગ્યવાન રમેશ ગુપ્તા મન્ના ડે અને વૃંદ
૧૯૫૪ બી.એ., એમ.એ., બી.એડ.[૧૬] અધિકાર રાજા મહેંદી અલી ખાન આશા ભોંસલે અને વૃંદ
૧૯૫૪ તીકડમ બાઝી તીકડમ બાઝી[૧૭] અધિકાર રાજા મહેંદી અલી ખાન કિશોર કુમાર
૧૯૫૪ સુન ભી લે પરવરદિગાર દિલ કી ઇતની સી પુકાર[૧૮] મલ્લિકા-એ-આલમ નૂરજહાં કેશવ ત્રિવેદી આશા ભોંસલે
૧૯૫૪ એક ધરતી હૈ એક હૈ ગગન[૧૯] અધિકાર નીલકંઠ તિવારી મીના કપૂર
૧૯૫૫ કોઇ દુખીયારી આયી તેરે દ્વાર[૨૦] અંધેરી નગરી ચોપટ રાજા ભરત વ્યાસ સુધા મલહોત્રા
૧૯૫૫ તેરે દ્વાર ખડા ભગવાન[૨૧] વામન અવતાર કવિ પ્રદિપ કવિ પ્રદિપ
૧૯૫૫ બડે બડે ઢૂંઢે પહાડ[૨૨] જગતગુરુ શંકરાચાર્ય ભરત વ્યાસ હેમંત કુમાર
૧૯૫૫ દીપ જલ રાહા હૈ[૨૩] અંધેરી નગરી ચોપટ રાજા ભરત વ્યાસ તલત મહેમૂદ
૧૯૫૫ એક બાર તો મિલ લો ગલે[૨૪] અંધેરી નગરી ચોપટ રાજા ભરત વ્યાસ તલત મહેમૂદ અને સુધા મલહોત્રા
૧૯૫૭ આજ નહી તો કલ[૨૫] નાગમણી કવિ પ્રદિપ ગીતા દત્ત
૧૯૫૭ આજ નહી તો કલ બિખરેંગે યે બાદલ[૨૬] નાગમણી કવિ પ્રદિપ ગીતા દત્ત
૧૯૫૭ પોલમ પોલ[૨૭] લક્ષ્મી કમાર જલાલબાદી મોહમ્મદ રફી
૧૯૫૭ પિંજરે કે પંછી રે[૨૮] નાગમણી કવિ પ્રદિપ કવિ પ્રદિપ
૧૯૫૭ સો જા રે મેરે લાલ[૨૯] આધી રોટી ભરત વ્યાસ ગીતા દત્ત
૧૯૬૦ મહેંદી તે વાવી માળવે[૩૦] મહેંદી રંગ લાગ્યો અવિનાશ વ્યાસ લતા મંગેશકર
૧૯૬૦ રસ્તે રઝળતી વાર્તા મહેંદી રંગ લાગ્યો અવિનાશ વ્યાસ લતા મંગેશકર
૧૯૬૦ તેરે બંગલે કી બાબુ મે મૈના[૩૧] ભક્ત રાજ ભરત વ્યાસ શમશાદ બેગમ
૧૯૬૦ આ મુંબઈ છે[૩૨] મહેંદી રંગ લાગ્યો ચંદ્રકાંત સોલંકી મન્ના ડે
૧૯૬૨ જા રે બાદલ જા[૩૩] કૈલાશપતિ મદન ભારતી લતા મંગેશકર
૧૯૭૭ હું અમદાવાદનો રીક્ષાવાળો[૩૪] મા બાપ રુઇ રાજ કિશોર કુમાર

ચલચિત્રો

ફેરફાર કરો
 1. મહાસતી અનસૂયા (૧૯૪૩)
 2. કૃષ્ણ ભક્ત બોદાણા (૧૯૪૪)
 3. લહેરી બદમાશ (૧૯૪૪)
 4. ગુણસંદરી (૧૯૪૮)
 5. મંગળ ફેરા (૧૯૪૯)
 6. હર હર મહાદેવ (૧૯૫૦)
 7. વીર ભીમસેન (૧૯૫૦)
 8. દશાવતાર (૧૯૫૧)
 9. જય મહાલક્ષ્મી (૧૯૫૧)
 10. રામ જન્મ (૧૯૫૧)
 11. શ્રી વિષ્ણુ ભગવાન (૧૯૫૧)
 12. રાજરાણી દયમંતી (૧૯૫૨)
 13. શિવ શક્તિ (૧૯૫૨)
 14. વાસના (૧૯૫૨)
 15. ભાગ્યવાન (૧૯૫૩)
 16. તીન બત્તી ચાર રાસ્તા (૧૯૫૩)
 17. ચક્રધારી (૧૯૫૪)
 18. મહા પૂજા (૧૯૫૪)
 19. મલ્લિકા-એ-આલમ નૂરજહાં (૧૯૫૪)
 20. અધિકાર (૧૯૫૪)
 21. અંધેર નગરી ચોપટ રાજા (૧૯૫૫)
 22. વામન અવતાર (૧૯૫૫)
 23. એકાદશી (૧૯૫૫)
 24. જગદગુરૂ શંકરાચાર્ય (૧૯૫૫)
 25. રિયાસત (૧૯૫૫)
 26. દ્વારકાધીશ (૧૯૫૬)
 27. સુદર્શન ચક્ર (૧૯૫૬)
 28. લક્ષ્મી (૧૯૫૭)
 29. નાગ મણિ (૧૯૫૭)
 30. રામ લક્ષ્મણ (૧૯૫૭)
 31. સંત રઘુ (૧૯૫૭)
 32. આધી રોટી (૧૯૫૭)
 33. ગોપીચંદ (૧૯૫૮)
 34. ગ્રેટ શો ઓફ ઇન્ડયા (૧૯૫૮)
 35. જંગ બહાદુર (૧૯૫૮)
 36. પતિ પરમેશ્વર (૧૯૫૮)
 37. રામ ભક્તિ (૧૯૫૮)
 38. ચરણોં કી દાસી (૧૯૫૯)
 39. ગૃહલક્ષ્મી (૧૯૫૯)
 40. મહેંદી રંગ લાગ્યો (૧૯૬૦)
 41. ભક્ત રાજ (૧૯૬૦)
 42. હેરોન મલ્લાત (૧૯૬૧)
 43. હવા મહલ (૧૯૬૨)
 44. કૈલાશપતિ (૧૯૬૨)
 45. બાપુ ને કહા થા (૧૯૬૨)
 46. રોયલ મેલ (૧૯૬૩)
 47. ભક્ત ધ્રુવ કુમાર (૧૯૬૪)
 48. કલાપી (૧૯૬૭)
 49. બદમાશ (૧૯૬૯)
 50. બેટી તુમ્હારે જૈસી (૧૯૬૯)
 51. સૂર્ય દેવતા (૧૯૬૯)
 52. તાકત ઔર તલવાર (૧૯૭૦)
 53. જેસલ તોરલ (૧૯૭૧)
 54. મહા સતી સાવિત્રી (૧૯૭૩)
 55. ડાકુ ઔર ભગવાન (૧૯૭૫)
 56. સોન બૈની ચુન દાદી (૧૯૭૬)
 57. મા બાપ (૧૯૭૯)
 58. ભક્ત ગોરા કુંભાર (૧૯૮૧)
 1. Ashish Rajadhyaksha; Paul Willemen (૧૦ જુલાઇ ૨૦૧૪). Encyclopedia of Indian Cinema. Taylor & Francis. પૃષ્ઠ ૧૯૯૩. ISBN 978-1-135-94325-7.
 2. "IMDB Profile". IMDB. ૨૦૧૫. મેળવેલ ૧૯ મે ૨૦૧૫.
 3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ ૩.૬ "Songs of Yore". Songs of Yore. ૨૦૧૫. મેળવેલ ૧૭ મે ૨૦૧૫.
 4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ ૪.૪ "Planet Radio City". Planet Radio City. ૨૦૧૫. મેળવેલ ૧૭ મે ૨૦૧૫.
 5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ ૫.૪ "Movies and Music of India". Movies and Music of India. ૨૦૧૫. મેળવેલ ૧૭ મે ૨૦૧૫.
 6. ૬.૦ ૬.૧ "Padma Shri" (PDF). Padma Shri. ૨૦૧૫. મૂળ (PDF) માંથી 2014-11-15 પર સંગ્રહિત. મેળવેલ ૧૧ નવેમ્બર ૨૦૧૪.
 7. "Mahasati Ansuya". IMDB. ૨૦૧૫. મેળવેલ ૧૮ મે ૨૦૧૫.
 8. "Gunsundari". IMDB. ૨૦૧૫. મેળવેલ ૧૮ મે ૨૦૧૫.
 9. ગુજરાતી અસ્મિતાના જ્યોતિર્ધરો, માહિતિ કમિશનર, ગુજરાત રાજ્ય, ગાંધીનગર,નવેમ્બર ૨૦૧૪
 10. A Musical Journey With અવિનાશ વ્યાસ (CD). Saregama India Limited. ૨૯ માર્ચ ૨૦૧૨.
 11. "Rakh na Ramakada". યુટ્યુબ. ૩ નવેમ્બર ૨૦૦૮. મેળવેલ ૧૯ મે ૨૦૧૫.
 12. "Ame Mumbai na rahevasi". YouTube. ૧૦ ડિસેમ્બર ૨૦૧૧. મેળવેલ ૧૯ મે ૨૦૧૫.
 13. "Ritu anokhi pyar anokha". YouTube. ૧૧ નવેમ્બર ૨૦૧૦. મેળવેલ ૧૯ મે ૨૦૧૫.
 14. "Tim tima tim taare". YouTube. ૧૧ નવેમ્બર ૨૦૧૦. મેળવેલ ૧૯ મે ૨૦૧૫.
 15. "Chamak rahe tare". Iflixworld. ૨૦૧૫. મેળવેલ ૧૯ મે ૨૦૧૫.[હંમેશ માટે મૃત કડી]
 16. "B. A. M. A. B Ed". YouTube. ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૦. મેળવેલ ૧૯ મે ૨૦૧૫.
 17. "Tikadam baazi tikadam bazi". YouTube. ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૦. મેળવેલ ૧૯ મે ૨૦૧૫.
 18. "Sun bhi le Paravardigar dil ki itni si pukar". YouTube. ૨૮ જાન્યુઆરી ૨૦૧૩. મેળવેલ ૧૯ મે ૨૦૧૫.
 19. "Ek dharti hai ek hai gagan". YouTube. ૨૯ જાન્યુઆરી ૨૦૧૩. મેળવેલ ૧૯ મે ૨૦૧૫.
 20. "Koi dukhiyaari aayi tere dwar". Hindi Lyrics. ૨૦૧૫. મૂળ માંથી 2015-05-02 પર સંગ્રહિત. મેળવેલ ૧૯ મે ૨૦૧૫.
 21. "Tere dwar khada Bhagwan". YouTube. ૨૩ ઓગસ્ટ ૨૦૦૯. મેળવેલ ૧૯ મે ૨૦૧૫.
 22. "Bade bade dhoondhe pahaad". YouTube. ૨૦ માર્ચ ૨૦૧૨. મેળવેલ ૧૯ મે ૨૦૧૫.
 23. "Deep jal raha hai". YouTube. ૩૧ જાન્યુઆરી ૨૦૧૪. મેળવેલ ૧૯ મે ૨૦૧૫.
 24. "Ek baar to mil lo gale". Daily Motion. ૨૦૧૫. મેળવેલ ૧૯ મે ૨૦૧૫.
 25. "Aaj nahin to kal". YouTube. ૨૦ ઓગસ્ટ ૨૦૧૨. મેળવેલ ૧૯ મે ૨૦૧૫.
 26. "Aaj nahi to kal bikharenge ye badal". Hindi Geet Mala. ૨૦૧૫. મૂળ માંથી 2017-04-17 પર સંગ્રહિત. મેળવેલ ૧૯ મે ૨૦૧૫.
 27. "Pollam poll". Lyrics Bogoe. ૨૦૧૫. મૂળ માંથી 2014-09-12 પર સંગ્રહિત. મેળવેલ ૧૯ મે ૨૦૧૫.
 28. "Pinjre ke panji re". YouTube. ૨૮ માર્ચ ૨૦૦૮. મેળવેલ ૧૯ મે ૨૦૧૫.
 29. "So ja re mere laal". YouTube. ૧૫ નવેમ્બર ૨૦૧૧. મેળવેલ ૧૯ મે ૨૦૧૫.
 30. "Mehndi te Vavi Malve". YouTube. ૨૫ જાન્યુઆરી ૨૦૧૨. મેળવેલ ૧૯ મે ૨૦૧૫.
 31. "Tere bangle ki main maina". YouTube. ૩૦ જાન્યુઆરી ૨૦૧૪. મેળવેલ ૧૯ મે ૨૦૧૫.
 32. "Aa Mumbai chhe". YouTube. ૧૮ નવેમ્બર ૨૦૧૧. મેળવેલ ૧૯ મે ૨૦૧૫.
 33. "Ja re badal ja". Hindi Geet Mala. ૨૦૧૫. મૂળ માંથી 2017-08-14 પર સંગ્રહિત. મેળવેલ ૧૯ મે ૨૦૧૫.
 34. "Hoon Amdavad no rikshawalo". YouTube. ૯ સપ્ટેમ્બર ૨૦૧૨. મેળવેલ ૧૯ મે ૨૦૧૫.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો