અશોકપુરી ગોસ્વામી એ ભારત, ગુજરાતના એક ગુજરાતી કવિ અને લેખક છે. તેમને તેમની નવલકથા કુવો (૧૯૯૪) માટે ૧૯૯૭માં ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમીનો એવોર્ડ મેળવ્યો હતો.

અશોકપુરી ગોસ્વામી
અશોકપુરી ગોસ્વામી હિંમતનગર ખાતે, માર્ચ ૨૦૧૮
અશોકપુરી ગોસ્વામી હિંમતનગર ખાતે, માર્ચ ૨૦૧૮
જન્મઅશોકપુરી કૈલાશભારતી ગોસ્વામી
૧૭-૦૮-૧૯૪૭
બોરસદ, ગુજરાત, ભારત
વ્યવસાયકવિ, નવલકથાકાર
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
નોંધપાત્ર સર્જનો
  • કુવો (૧૯૯૪)
નોંધપાત્ર પુરસ્કારો
  • સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૯૭)
જીવનસાથી
અનસૂયા (લ. ૧૯૬૫)
સહી

તેમનો જન્મ ૧૭ ઑગસ્ટ ૧૯૪૭ ના દિવસે ગુજરાતના આણંદ જિલ્લાના બોરસદ ખાતે કૈલાસભારતી અને કમલાબહેનને ઘેર થયો હતો. તેમનો પરિવાર પેટલાદ નજીક અશી ગામનો વતની હતો. તેમણે આણંદના નાવલી નામના ગામમાં તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું. તેમણે નવલીની બી.એમ.પટેલ હાઇસ્કૂલથી એસ.એસ.સી. ની પરીક્ષા આપી. તેમણે વી.પી. કૉલેજ, સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી બી.એસ.સી.નો અભ્યાસ શરૂ કર્યો પરંતુ નબળી આર્થિક સ્થિતિને કારણે અભ્યાસ છોડી દીધો અને તેમણે પોતાના ગામમાં ખેતી શરૂ કરી. ૨૧ એપ્રિલ ૧૯૬૫ ના દિવસે તેમણે અનસૂયાજી સાથે લગ્ન કર્યા. તેમના પુત્ર આયુષ્યમાનનો જન્મ ૧૬ જુલાઈ ૧૯૬૮ ના દિવસે થયો હતો. [] [] []

તેમણે એસ.એસ.સી.નો અભ્યાસ કરતી વખતે તેમની પ્રથમ કવિતા લખી હતી. તેમની ગઝલો પ્રથમ કવિલોકમાં પ્રકાશિત થઈ હતી, અને ત્યાર પછી કુમાર, શબ્દશૃષ્ટિ, વી અને નવનીત સમર્પણ સહિત અન્ય ગુજરાતી સાહિત્યિક સામયિકોમાં તેમની રચનાઓ પ્રકાશિત થઈ હતી. [][][]

અર્થાત્ (1990) અને કાલિંગ (૨૦૦૫) એ તેમના ગઝલ સંગ્રહો છે. મૂળ નામની તેમની પ્રથમ નવલકથા ૧૯૯૦ માં પ્રકાશિત થઈ હતી, ત્યારબાદ કુવો (૧૯૯૪), નિભાડો (૧૯૯૫), વેધ (૧૯૯૯) અમે (૨૦૧૫) અને ગજરા પ્રકાશિત થઈ . રાવરવાટ (1994) એ તેમની આત્મકથા છે. તેમણે વિણેલા મોતી (1995) નામના વાર્તા સંગ્રહનું સંપાદન કર્યું છે. બિન-નિવાસી ભારતીયો માટે પ્રકાશિત સાહિત્યિક સામયિક સેતુ (૨૦૦૩) અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા યોજાયેલા અધિવેશન પ્રસંગે ચરોતર વિદ્યા મંડળ દ્વારા પ્રકાશિત રૂપલબ્ધી (૨૦૦૫)નું પણ સંપાદન કર્યું. દિલીપ રમેશના હિન્દી નાટક, ખંડ ખંડ અગ્નિનું ભાષાંતર પણ તેમણે કર્યું છે. [][][]

તેમને તેમની નવલકથા કુવો (૧૯૯૪) માટે ૧૯૯૭ માં ગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકાદમી એવોર્ડ આપવામાં આવ્યો. તેમણે ૧૯૯૫ માં ગોવર્ધનરામ ત્રિપાઠી એવોર્ડ અને ૧૯૯૬ માં તેમની નવલકથા નિભાડો (1995) માટે ગુજરાત સાહિત્ય અકાદમીનો શ્રેષ્ઠ પુસ્તક પુરસ્કાર પણ મેળવ્યો હતો. []

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ ૧.૨ Bhuptani, Maulik. "સર્જક અને સર્જન, અશોકપુરી ગોસ્વામી". ગુજરાત સાહિત્ય અકાદમી. મેળવેલ 2016-12-01.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Sandip, Patel (2013). નવલકથાકાર અશોકપુરી ગોસ્વામી. Ahmedabad: Daminee Publications. પૃષ્ઠ 1–7. ISBN 978-93-82239-21-5.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ Brahmabhatt, Prasad (2010). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ. Ahmedabad: Parshwa Publication. પૃષ્ઠ 211–214. ISBN 978-93-5108-247-7.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો