જોડિયા

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર



જોડિયા
—  નગર  —
જોડિયાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°41′31″N 70°18′18″E / 22.69204°N 70.30488°E / 22.69204; 70.30488
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જામનગર
તાલુકો જોડિયા
વસ્તી ૧૭,૯૮૬[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 10 metres (33 ft)

સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો, શાકભાજી
કોડ
  • • પીન કોડ • ૩૬૧૨__
    • ફોન કોડ • +૦૨૮૯૩
    વાહન • જીજે - ૧૦

જોડિયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના મહત્વના જોડિયા તાલુકામાં આવેલું નગર છે જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. જોડિયા જામનગરથી સીધા અંતરે ૩૫ કિ.મી. અને માર્ગ અંતરે ૪૨ કિ.મી.નાં અંતરે આવેલું છે.[૨] આ એક ભરતી બંદર છે. સ્વંતંત્રતા પૂર્વ જોડિયા નવાનગર રજવાડાનાં ભાગરૂપ હતું અને એ સમયમાં તેને એક બંદર તરીકે વિકસાવવામાં આવેલું. અરબ દેશો સાથે વ્યાપાર વાણિજયથી જોડાયેલું આ એક વ્યસ્ત બંદર હતું, ઇસ ૧૯૭૦ આસપાસ આ બંદરની કામગીરી તેનાં ચરમ પર હતી. જો કે પછીથી તેના વ્યાપારિક યાતાયાતમાં ઓટ આવતાં તે મત્સ્યઉદ્યોગ માટેનું મહત્વનું બંદર બની રહ્યું.[૩]

દીવાદાંડી ફેરફાર કરો

અહીં સૌ પ્રથમ ઇસ ૧૯૦૩માં દીવાદાંડીનું બાંધકામ થયું. ઇસ ૧૯૯૩ અને ૨૦૦૨માં તેનું સમારકામ અને નવિનીકરણ કરાયું. આ દીવાદાંડી ૧૦ મી.ઊંચી ગોળ મેસનરી ટાવર (પથ્થર વાપરી ચણાયેલો ટાવર) પર સ્થિત હતી. જે સમૂદ્ર સપાટીથી ૩૬ મી. ઊંચે આવેલી છે. તેનાં ૩૦૦ મી.મી.નાં પરાવર્તકો દ્વારા ૧૦૦ વૉ ૧૨ વૉલ્ટનો હેલૉજન લૅમ્પ દર ૧૦ સેકન્ડે ઝબકારો કરે છે અને તેનો શેરડો ૧૨ નૉટિકલ માઈલ (દરિયાઈ માઈલ) સુધી દૃશ્યમાન થાય છે. ઇસ ૨૦૦૧નાં ભૂકંપમાં નુકશાન થતાં ૨૦૦૨માં ટાવરને પોલાદનાં ટેકાઓથી મજબૂતી આપી તેનાં પર દીવાદાંડી ફેરવાયેલી છે. આ દીવાદાંડી ૧૨ ફેબ્રુઆરી, ૧૯૯૩થી સૌરઊર્જાનો ઉપયોગ જ કરે છે.[૩]

અહીં આવેલો કોઠો ‍(S-GJ-82) રાજ્ય સંરક્ષિત સ્મારક છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. "Primary Census Abstract Data Tables". મેળવેલ ૧૦ માર્ચ ૨૦૧૬.
  2. "Distance between Jamnagar and Jodiya". મેળવેલ ૧૦ માર્ચ ૨૦૧૬.
  3. ૩.૦ ૩.૧ "DIRECTORATE GENERAL OF LIGHTHOUSES AND LIGHTSHIPS". મૂળમાંથી અહીં સંગ્રહિત 2011-03-04. મેળવેલ ૧૦ માર્ચ ૨૦૧૬.CS1 maint: bot: original URL status unknown (link)

બાહ્ય કડીઓ ફેરફાર કરો