આમોદ
ભારતના ગુજરાત રાજ્યનું એક નગર
આમોદ દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાનું નગર અને મુખ્યમથક છે.
આમોદ | |
---|---|
નગર | |
અક્ષાંશ-રેખાંશ: 22°00′N 72°52′E / 22.00°N 72.87°E | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ભરૂચ |
તાલુકો | આમોદ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે, જે પૈકી મુખ્ય ખેતી કપાસની થાય છે.
ભૂગોળ
ફેરફાર કરોઆમોદ ઢાઢર નદીથી ૧.૫ કિમી દક્ષિણે, વડોદરાથી ૪૮ કિમી દક્ષિણ-પશ્ચિમે અને ભરુચથી ૩૮ કિમી ઉત્તરે[૧]જંબુસર થી ભરૂચ જતા રાજ્ય ધોરી માર્ગ પર આવેલું છે. તે વડોદરા, પાદરા, પાલેજ, જંબુસર, દહેજ, કાવી, ભરૂચ સાથે રાજ્યમાર્ગે આમોદ જોડાયેલું છે.
ઇતિહાસ
ફેરફાર કરોઆમોદ પર ઠાકોર સાહેબનું શાસન હતું જેઓ લગભગ 21,200 acres (86 km2) જમીનની માલિકી ધરાવતા હતા. આ જાગીરની કુલ આવક ૭૨,૦૦૦ રૂપિયા હતી, જેની સરખામણીમાં આમોદ નગરપાલિકાની (સ્થાપના ૧૮૯૦) આવક ૬,૧૦૦ રૂપિયા હતી.[૧]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ "Amod Town", Imperial Gazetteer of India, ૫, Oxford: Clarendon, ૧૯૦૮, p. ૩૦૬, http://dsal.uchicago.edu/reference/gazetteer/pager.html?objectid=DS405.1.I34_V05_314.gif.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |