દહેજ (તા. વાગરા)

ગુજરાતનું એક ગામ અને મહત્વનું બંદર તથા ઔધ્યોગિક કેન્દ્ર, ખાસ કરીને પેટ્રોરસાયણો માટે

દહેજ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યદક્ષિણ ભાગમાં આવેલા ભરૂચ જિલ્લામાં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા વાગરા તાલુકામાં આવેલું એક ગામ છે. દહેજ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે કપાસ, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

દહેજ
—  ગામ  —
દહેજનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°42′47″N 72°34′55″E / 21.7129386°N 72.5818634°E / 21.7129386; 72.5818634
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભરૂચ
તાલુકો વાગરા
ગ્રામ પંચાયત દહેજ ગ્રામ પંચાયત
વસ્તી ૧૩,૪૯૫[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૧.૬૨ /
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો કપાસ, તુવર, શાકભાજી
કોડ
  • • પીન કોડ • ૩૯૨૧૩૦
    • ફોન કોડ • +૦૨૬૪૧

દહેજ વર્તમાન સમયમાં ગુજરાતનું ધમધમતું બંદર અને ઔદ્યોગિક કેન્દ્ર બન્યું છે.[૨] અહીં ખ્યાતનામ કંપનીઓએ પોતાના ઓદ્યોગિક એકમની સ્થાપના કરેલી છે, જેમ કે ઇન્ડો-ગલ્ફ, રિલાયન્સ, બિરલા કોપર, જીએસીએલ, જીએનએફસી વગેરે.[૩]

વસ્તી ફેરફાર કરો

વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર દહેજના ગ્રામ્ય વિસ્તારની કુલ વસ્તી ૧૩૪૯૫ની છે જે ૩૪૨૬ ઘરોમાં રહે છે. ગામની કુલ નર વસ્તી ૮૩૪૫ અને માદા વસ્તી ૫૧૫૦ છે, જે પૈકી ૧૬૦૪ ૬ વર્ષથી નીચેની વયના બાળકો છે.[૧] ભણેલી ૯૯૯૦ વ્યક્તિઓ સાથે સાક્ષરતાનો દર ૭૪% જેટલો થાય છે.

બંદર ફેરફાર કરો

દહેજ ખંભાતના આખાતમાં દરિયા કિનારે આવેલું છે અને અહિંનો કિનારો મોટા જહાજો લાંગરવા માટે સાનુકુળ હોવાથી અહિં બંદરનો વિકાસ થયેલો છે. દહેજ બંદરનું વ્યવસ્થાપન ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જી.એમ.બી.) દ્વારા કરવામાં આવે છે. બિરલા કોપર, આઇ.પી.સી.એલ., વગેરે જેવા ઘણા ઔધ્યોગિક એકમોએ પોતાની જેટીઓ અહિં વિકસાવી છે. ગુજરાત રસાયણ બંદર ટર્મિનલ કંપનિ લિ. (ગુજરાત કેમિકલ પોર્ટ ટાર્મિનલ કંપનિ લિ.-GCPTCL)એ અહિં વિશેષ સુવિધા સાથેનું રસાયણ ટર્મિનલ વિક્સાવ્યું છે, જ્યાં વહાણો મારફતે પ્રવાહિ રસાયણોની આયાત-નિકાસ કરવામાં આવે છે. પેટ્રોનેટ એલ.એન.જી. લિ.એ અહિં દેશનું સૌપ્રથમ કુદરતી ગેસ ટર્મિનલ સ્થાપ્યું છે. દહેજ બંદર કુલ ૫૦૦૦ હેક્ટરના વિસ્તારમાં ફેલાયેલું છે. અહિં મુખ્યત્વે રાસાયણિક ખાતરો, ખડકીય ફોસ્ફેટ નેપ્થા, એમોનિયા, કોલસો, પ્રોપાયલિન, ઇથિલિન, તાંબુ, મિથેનોલ, પ્રોપેન અને કોપરેલની આયાત અને ફોસ્ફોરિક એસિડ તથા સોયાબિનની નિકાસ કરવામાં આવે છે.[૩]

દહેજ બંદરથી ભાવનગરનાં ઘોઘા બંદરને જોડતી દહેજ ઘોઘા રો-રો ફેરી સેવા વર્ષ ૨૦૧૭ના એપ્રિલ મહિનાથી શરૂ થવાની હતી[૪] પરંતુ છેવટે ૨૨ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું[૫].

હોનારત ફેરફાર કરો

દહેજમાં ઘણા રાસાયણિક કારખાનાઓ આવેલા છે, જે જ્વલનશિલ પદાર્થોનું ઉત્પાદન કરે છે અથવા તો ઉપયોગ કરે છે. અહિં કંપનીઓની બેદરકારીને કારણે વખતોવખત આગ લાગતી હોય છે. અહિંની મેઘમણી ઓર્ગેનિક્સ લિ.માં જુલાઈ ૨૦૧૬માં એક ભીષણ આગ લાગી હતી જેમાં કંપનીને ૩૭ કરોડ રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે.[૬] આવી જ અન્ય એક ઘટનામાં સ્ટર્લિંગ કેમિકલ કંપનીમાં ૩૦ જાન્યુઆરી ૨૦૧૭ની મોડી રાતે આગ લાગી હતી. કંપનીની બાજુમાં આવેલાં અભેટા ગામને સવારે ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.[૭]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ "Village/Town-wise Primary Census Abstract, 2011 - Bharuch District of GUJARAT". data.gov.in. મેળવેલ ૧૫ માર્ચ ૨૦૧૭.
  2. "દહેજ પોર્ટ | જીએમબી માલિકીના બંદરો | આધારરૂપ વ્યવસ્થાનો વિકાસ | GMB Ports". www.gmbports.org. મૂળ માંથી 2016-07-23 પર સંગ્રહિત. મેળવેલ ૧૪ માર્ચ ૨૦૧૭.
  3. ૩.૦ ૩.૧ "Brief Industrial Profile of BHARUCH District" (PDF) (અંગ્રેજીમાં). સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સંસ્થાન, ભારત સરકાર. મૂળ (PDF) માંથી 2017-02-15 પર સંગ્રહિત. મેળવેલ ૧૫ માર્ચ ૨૦૧૭.
  4. "ઘોઘા-દહેજ ફેરી સર્વિસ શરૂ કરવા માટેની તૈયારી શરૂ, એપ્રિલમાં લોન્ચિંગ". સમાચાર. દિવ્ય ભાસ્કર, ભાવનગર આવૃત્તિ. ૯ જાન્યુઆરી ૨૦૧૭. મેળવેલ ૧૫ માર્ચ ૨૦૧૭.
  5. "ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસઃ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત નિકટ આવશે". સમાચાર. ચિત્રલેખા. ૨૨ ઓક્ટોબર ૨૦૧૭. મેળવેલ ૧૭ ડિસેમ્બર ૨૦૧૭.
  6. "દહેજની મેઘમણી કંપનીમાં ભીષણ આગ: ૩૮ કરોડના નુકસાનની આશંકા". સમાચાર. સંદેશ દૈનિક. ૨૮ જુલાઇ ૨૦૧૬. મેળવેલ ૧૫ માર્ચ ૨૦૧૭.
  7. "દહેજની કંપનીમાં ભીષણ આગ પર મેળવાયો કાબૂ, બાજુના ગામને કરાવ્યું ખાલી". સમાચાર. સંદેશ દૈનિક. ૩૧ જાન્યુઆરી ૨૦૧૭. મેળવેલ ૧૫ માર્ચ ૨૦૧૭.