ઉપરકોટ કિલ્લો
ઉપરકોટ કિલ્લો ગુજરાતના જુનાગઢની પૂર્વ બાજુએ આવેલ એક કિલ્લો છે.
ઉપરકોટ કિલ્લો | |
---|---|
ઉપરકોટ કિલ્લાનો ચુડાસમા રાજા રા' ગ્રહરિપુ દ્વારા જીર્ણોદ્ધાર કરવામા આવેલો. | |
સામાન્ય માહિતી | |
પ્રકાર | કિલ્લો |
સ્થાન | ઉપરકોટ |
નગર અથવા શહેર | જુનાગઢ |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 21°31′26″N 70°28′09″E / 21.5238°N 70.4692°E |
પૂર્ણ | ૯મી સદી પૂર્વાધ |
રચના અને બાંધકામ | |
સ્થપતિ | રા' ગ્રહરિપુ |
ઇતિહાસ
ફેરફાર કરોમૌર્ય સામ્રાજ્ય દરમિયાન કિલ્લો અને શહેરની સ્થાપના ગિરનારની તળેટીમાં કરવામાં આવી હતી અને તે ગુપ્ત સામ્રાજ્ય સુધી મહત્વનું રહ્યું હતું. પરંતુ સૌરાષ્ટ્ર વિસ્તારની રાજધાની મૈત્રકકાળ દરમિયાન જુનાગઢથી વલભીમાં ખસેડાતા નગરે તેનું મહત્વ ગુમાવ્યું. ઇ.સ. ૮૭૫માં ચુડાસમા વંશે જુનાગઢની આસપાસ ચાવડા શાસકો પાસેથી વંથલીનો કબ્જો કરી શાસન સ્થાપ્યું હતું.[૧]
ચુડાસમા શાસક રા' ગ્રહરિપુએ (શાસન આશરે ૯૪૦-૯૮૨) જૂના કિલ્લાની સાફ-સફાઇ કરાવી હતી. હેમચંદ્રના ગ્રંથ દવ્યશ્રય અનુસાર ગ્રહરિપુએ હાલના કિલ્લાનો પાયો નાખ્યો હતો.[૧]
દંતકથા
ફેરફાર કરોવામનસ્થળીમાં કેટલાક ચુડાસમા રાજાઓ એ શાસન કર્યું ત્યારબાદ એક દિવસ એક કઠિયારો જંગલ માં વૃક્ષ કાપતો કાપતો એક સ્થળ પર આવી પહોંચ્યો અને તે સ્થળ પર પથ્થરની દિવાલો અને દરવાજાઓ અસ્તિત્વમાં હતા. નજીકમાં એક પવિત્ર માણસ ધ્યાનમાં બેઠા હતા, અને કઠિયારા દ્વારા તે સ્થળ અને તેના ઇતિહાસ વિશે પૂછવામાં આવતા તેમણે જવાબ આપ્યો કે તેનું નામ "જુના" છે. કઠિયારો વંથલી પાછો ફર્યો અને પોતાની આ શોધ વિશે ત્યાંના ચુડાસમા શાસક ને જાણ કરી, રાજા એ જંગલને સાફ કરવા હુકમ કર્યો. જંગલ સાફ થઈ ગયા બાદ, એક કિલ્લો દૃષ્ટિમાં આવ્યો. પરંતુ એ સ્થળ વિશે જે પેલો પવિત્ર માણસ જાણતો હતો એના કરતાં વધારે કહી શકે એવું કોઈ અન્ય જાણકાર ન હતું. તેથી એક સારાં શીર્ષક સાથે આ સ્થળ "જુનાગઢ" તરીકે જાણીતું બન્યું.[૨]
આમ આ દંતકથા મુજબ, કાં તો રાજા રા' ગ્રહરિપુ એ આ કિલ્લાની પુનઃ શોધ કરી હશે અથવા તો તેનું ફરીથી બાંધકામ કરવાયું હશે. જોકે કિલ્લા ને ત્યારબાદ છોડી દેવામાં આવ્યો હતો અને રાજા ગ્રહરિપુ પછીના શાસક રા' નવઘણ એ ફરીથી શોધી કાઢ્યો હતો, જેને પોતાની ચુડાસમા રાજધાની વંથલી થી ત્યાં જુનાગઢ ફેરવી હશે.[૩]
છબીઓ
ફેરફાર કરો-
દરવાજો
-
તોપ
-
નીલમ અને માણેક તોપો
-
રાણકદેવી મહેલ અથવા જામા મસ્જિદ
-
નુરી શાહની કબર
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ Harold Wilberforce-Bell (1916). The History of Kathiawad from the Earliest Times. London: William Heinemann. પૃષ્ઠ 54–83. આ લેખમાં પબ્લિક ડોમેનમાં રહેલા આ સ્ત્રોતમાંથી લખાણ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે.
- ↑ Ward (1998). Gujarat–Daman–Diu: A Travel Guide (અંગ્રેજીમાં). Orient Longman Limited. પૃષ્ઠ 228. ISBN 9788125013839.
- ↑ Bell, H. Wilberforce (1916). History Of Kathiawad From The Earliest Times. પૃષ્ઠ 53–54.