એકમએ રાશિના માપ માટે સંખ્યા સાથે વપરાય છે. દા.ત. ૨૦ મીટર લંબાઈ. અહીં મીટર એ લંબાઈ (કોઈ વસ્તુના અંતિમ બિંદુઓ વચ્ચેનું અંતર) નો એકમ છે.

વિવિધ રાશિઓના એકમ નીચે બતાવ્યા છે:

મૂળભૂત રાશિઓ

  • અંતર - મીટર
  • દળ - કિલોગ્રામ
  • તાપમાન - સેન્ટિગ્રેડ
  • સમય - સેકન્ડ

મૂળભૂત પરથી તારવેલ રાશિઓ

એકમ માટેની આંતરરાષ્ટ્રીય પ્રણાલી (SI)

ફેરફાર કરો

રાશીઓ અને પૂર્વગો

ફેરફાર કરો

એકમ માટેની આંતરરાષ્ટ્રીય પ્રણાલીમાં એકમો અને પૂર્વગોનો સમાવેશ થાય છે. એકમોના બે પ્રકાર છે—મૂળભૂત એકમો અને તારવેલા એકમો. 7 પ્રકારના મૂળભૂત એકમો છે, જે દરેક, પરંપરાગત રીતે, જુદી જુદી ભૌતિક રાશિઓ દર્શાવે છે.

SI આધારિત એકમો[][]
એકમ નામ એકમ સંજ્ઞા રાશિ નામ રાશિ સંજ્ઞા ચિહ્ન
મીટર m લંબાઈ l (નાનો L), x, r L
કિલોગ્રામ[note ૧] kg દળ m M
સેકન્ડ s સમય t T
એમ્પિયર A વિદ્યુતપ્રવાહ I I
કેલ્વિન K થર્મોડાયનેમિક તાપમાન T Θ
કેન્ડેલા cd જ્યોતિતીવ્રતા Iv (કેપિટલ i સાથે સબસ્ક્રિપ્ટમાં નાનો v) J
મોલ mol દ્રવ્યનો જથ્થો n N
નોંધ
  1. "કિલો-" પૂર્વગ હોવા છતાં, કિલોગ્રામ દળનો મૂળભૂળ એકમ છે. ગ્રામ નહિ, પણ કિલોગ્રામ જ તારવેલા એકમોને વ્યાખ્યાયિત કરવામાં વપરાય છે. છતાંયે, દળના એકમો એવી રીતે નામાંકિત કરાય છે જેમ જાણે ગ્રામ જ મૂળભૂળ એકમ હોય.

તારવેલા એકમો સાત મૂળભૂત એકમોના અને બીજા તારવેલા એકમોના[] ગુણાકાર ભાગાકાર દ્વારા બને છે અને અસંખ્ય છે;[] જેમ કે, SI એકમ ઝડપનો મીટર પ્રતિ સેકન્ડ (m/s) છે. કેટલાક તારવેલા એકમોના ખાસ નામ હોય છે; જેમ કે, અવરોધનો એકમ, ઓહમ, સંજ્ઞા Ω, ને આ સંબંધ વડે ગણી શકાય છે Ω = m2·kg·s−3·A−2, વિદ્યુત અવરોધની વ્યાખ્યા અનુસાર છે. રેડિયન અને સ્ટેરેડિયનને પહેલા ખાસ સ્થાન આપવામાં આવતું, પણ હવે પરિમાણરહિત રાશિ ગણવામાં આવે છે.[]

કોઈ પણ એકમને પૂર્વગ લગાડીને મૂળ એકમના ગુણાંક મેળવી શકાય છે. બધા ગુણાંક 10ના ઘાતાંક હોય છે, અને 100 ગણા કે 100મા ભાગનાને બાદ કરતા બધા 1000ના પણ ગુણાંકમાં હોય છે. જેમ કે, કિલો- 1000ના ગુણાંક અને મિલી- 1000મા ભાગને દર્શાવે છે; તેથી 1 મીટરમાં 1000 મિલીમીટર અને 1 કિલોમીટરમાં 1000 મિટર હોય છે. બે પૂર્વગ કદી ભેગા કરવામાં આવતા નથી, અને કિલોગ્રામના ગુણાંક ગ્રામ મૂળ એકમ હોય એમ બનાવવામાં આવે છે. તેથી મીટરનો દસ લાખમો ભાગ માઈક્રોમિટર બને, મિલીમિલીમિટર નહિ, અને કિલોગ્રામનો દસ લાખમો ભાગ મિલીગ્રામ બને, માઈક્રોકિલોગ્રામ નહિ.

SI એકમો ઉપરાંત, હવે કેટલાક બિન-SI એકમો પણ SIની સાથે ઉપયોગ માટે માન્ય છે, જેમાં કેટલાકે કમાન્ય રીતે વપરાતા બિન-ઉપયોગી એકમ જેમ કે લીટરનો સમાવેશ થાય છે.hyyy i am google

  1. Barry N. Taylor & Ambler Thompson Ed. (2008). The International System of Units (SI) (PDF). Gaithersburg, MD: National Institute of Standards and Technology. પૃષ્ઠ 23. મૂળ (PDF) માંથી 3 જૂન 2016 પર સંગ્રહિત. મેળવેલ 18 June 2008.
  2. Quantities Units and Symbols in Physical Chemistry, IUPAC
  3. ૩.૦ ૩.૧ Ambler Thompson and Barry N. Taylor, (2008), Guide for the Use of the International System of Units (SI), (Special publication 811), Gaithersburg, MD: National Institute of Standards and Technology, p. 3.
  4. ઢાંચો:SIBrochure8th