એટલાન્ટિક મહાસાગર

(એટલાન્ટીક મહાસાગર થી અહીં વાળેલું)

એટલાન્ટિક મહાસાગર વિશ્વનો બીજા ક્રમનો સૌથી મોટો મહાસાગર છે. તેનો કુલ જળવિસ્તાર ૧૦૬,૪૬૦,૦૦૦ ચોરસ કિમી છે, જે વિશ્વના કુલ ભૂવિસ્તારના ૨૦% અને જળવિસ્તારના ૨૯% છે. તે ઉત્તર અને દક્ષિણ અમેરિકાને યુરોપ અને આફ્રિકાથી જુદો કરે છે. તેની ઉત્તરે આર્કટિક મહાસાગર, દક્ષિણ-પશ્ચિમમાં પ્રશાંત મહાસાગર અને દક્ષિણ પૂર્વમાં હિંદ મહાસાગર આવેલા છે. ભૂમધ્ય સમુદ્ર, ઉત્તર સમુદ્ર, કેરેબિયન સમુદ્ર, કાળો સમુદ્ર, સારગોસા સમુદ્ર અને બાલ્ટીક સમુદ્ર એટલાન્ટિક મહાસાગરમાં આવેલા મુખ્ય સમુદ્રો છે. સારગોસા સમુદ્રને કોઈ દેશ સાથે સીમા નથી પરંતુ, તે દરિયાઈ પ્રવાહોના હલનચલનથી ભેગા થયેલ દરિયાઈ ઘાસનો બનેલો છે જે તેના વિશિષ્ટ પર્યાવરણને કારણે જાણીતો છે. આ મહાસાગરને કિનારે આર્થિક રીતે ખુબજ વિકસેલ એવા કેનેડા, અમેરિકા, મેક્સિકો, આર્જેન્ટીના, બ્રાઝિલ, ઉરુગ્વે, યુકે, ફ્રાન્સ, રશિયા, ઇઝરાયેલ, મોરોક્કો, નાઇજીરિયા, દ.આફ્રિકા અને પોર્ટુગલ જેવા દેશો આવેલા છે. એટલાન્ટિક મહાસાગરને કાંઠે કાસાબ્લાન્કા, લિસ્બન, રિકજાવીક, માયામિ, ન્યુયોર્ક, બોસ્ટન, હેલિફેક્સ, સેન્ટ જ્હોન, રિયો ડી જાનેરો, મોન્ટેવિડીયો, બ્યુઓનીસએરીસ, લાગોસ અને કેપટાઉન જેવા મોટા બંદરો આવેલા છે. એટલાન્ટિક મહાસાગરમાં વહેતા દરિયાઈ પ્રવાહોની નજીકના ભૂભાગોના વાતાવરણ પર ઘણી મોટી અસર છે. 'ગલ્ફ'નો ગરમ પ્રવાહ નોર્વેના કિનારાને શીયાળામાં હુંફાળો બનાવે છે, જયારે લાબ્રાડોરનો ઠંડો પ્રવાહ કેનેડાના પુર્વકાંઠાને ઠંડુ અને ધુમ્મસવાળું બનાવે છે.

એટલાન્ટિક મહાસાગર
એટલાન્ટિક મહાસાગર
અક્ષાંશ-રેખાંશ0°N 25°W / 0°N 25°W / 0; -25[]
સપાટી વિસ્તાર106,460,000 km2 (41,100,000 sq mi)[][][]
ઉત્તર એટલાન્ટિક: 41,490,000 km2 (16,020,000 sq mi),
દક્ષિણ એટલાન્ટિક40,270,000 km2 (15,550,000 sq mi)[]
સરેરાશ ઊંડાઇ3,646 m (11,962 ft)[]
મહત્તમ ઊંડાઇપુર્ટો રિકો ખાઇ
8,376 m (27,480 ft)[]
પાણીનો જથ્થો310,410,900 km3 (74,471,500 cu mi)[]
કિનારાની લંબાઈ111,866 km (69,510 mi) નાના સમુદ્રો સાથે[]
ખાઈપુર્ટો રિકો ખાઇ; સાઉથ સેન્ડવિચ; રોમાન્ચે
કિનારાની લંબાઇ એ યોગ્ય માપદંડ નથી.
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) વડે લેવાયેલ વિડિયો, જે એટલાન્ટિક મહાસાગર દર્શાવે છે.
  1. ૧.૦ ૧.૧ CIA World Factbook: Atlantic Ocean
  2. NOAA: How big is the Atlantic Ocean?
  3. ૩.૦ ૩.૧ "Atlantic Ocean". Encyclopædia Britannica. મૂળ સંગ્રહિત માંથી 15 February 2017 પર સંગ્રહિત. મેળવેલ 20 December 2016.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ Eakins & Sharman 2010
  5. Dean 2018-12-21T17:15:00–05:00, Josh. "An inside look at the first solo trip to the deepest point of the Atlantic". Popular Science (અંગ્રેજીમાં). મેળવેલ 2018-12-22.