એપ્રિલ ૪
તારીખ
૪ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૯૪મો(લિપ વર્ષ દરમ્યાન ૯૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૭૧ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૮૧૮ - અમેરિકાએ પટ્ટા અને તારા વાળો રાષ્ટ્રધ્વજ અપનાવ્યો.
- ૧૯૦૫ - ભારતમાં, કાંગડા ખીણમાં સવારે ૬:૧૯ વાગ્યે ધરતીકંપ આવ્યો, જેમાં ૨૦,૦૦૦ લોકોએ જીવ ગુમાવ્યો.
- ૧૯૬૮ - એપોલો અભિયાન: નાસા (NASA)એ "એપોલો ૬" નું પ્રક્ષેપણ કર્યું.
- ૧૯૭૩ - ન્યુયોર્કમાં "વર્લ્ડ ટ્રેડ સેન્ટર" અધિકૃત રીતે ખુલ્લું મુકાયું.
- ૧૯૭૫ - બિલ ગેટ્સ અને પોલ એલન દ્વારા ભાગીદારીમાં 'માઇક્રોસોફ્ટ'ની રચના થઇ.
- ૧૯૭૯ - પાકિસ્તાનના પ્રમુખ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને ફાંસી અપાઇ.
- ૧૯૮૩ - અવકાશ યાન "ચેલેન્જરે" પોતાની પ્રથમ અવકાશ યાત્રા કરી.(STS-6).
જન્મ
ફેરફાર કરો- ૧૯૭૨ - લીસા રે, અભિનેત્રી
અવસાન
ફેરફાર કરો- ૧૯૨૯ – કાર્લ બેન્ઝ, જર્મન ઓટોમોબાઇલ ઇજનેર.(જ. ૧૮૪૪)
- ૧૯૪૬ – સાગરમલ ગોપા, ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને દેશભક્ત (જ. ૧૯૦૦)
- ૧૯૭૯ – ઝુલ્ફીકાર અલી ભુટ્ટો, પાકિસ્તાનના માજી પ્રમુખ અને વડાપ્રધાન.(જ. ૧૯૨૮)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરો- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૦૭-૦૩-૦૫ ના રોજ વેબેક મશિન