૧ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૧૩મો (લિપ વર્ષ દરમ્યાન ૨૧૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૫૨ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

ફેરફાર કરો
  • ૧૪૯૮ – ક્રિસ્ટોફર કોલંબસ, વેનેઝુએલા દેશની મુલાકાત લેનાર પ્રથમ યુરોપિયન બન્યો.
  • ૧૭૭૪ – બ્રિટિશ વૈજ્ઞાનિક જોસેફ પ્રિસ્ટલીએ ઓક્સિજન વાયુની શોધ કરી.
  • ૧૮૩૧ – નવો લંડન બ્રિજ ખુલ્લો મુકાયો.
  • ૧૯૩૬ – એડોલ્ફ હિટલરની અધ્યક્ષતામાં યોજાયેલા સમારોહ સાથે બર્લિનમાં ઓલિમ્પિક્સ શરૂ થયો.
  • ૧૯૪૧ – પ્રથમ જીપ (વાહન)નું ઉત્પાદન થયું.
  • ૧૯૪૭ – ભારતને અંગ્રેજોની ધુંસરીમાંથી છુટકારો મળ્યો અને ભારત દેશને આઝાદી મળી.
  • ૧૯૫૩ – ઇન્ડિયન એરલાઇન્સે તેની પહેલી ઉડાન ભરી.
  • ૧૯૫૭ – ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયના વહીવટ હેઠળ નેશનલ બુક ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી.
  • ૧૯૬૦ – ઇસ્લામાબાદને પાકિસ્તાનની રાજધાની ઘોષિત કરાઇ.
  • ૧૯૬૦ – દાહોમીએ (વર્તમાન બેનિન) ફ્રાન્સથી સ્વતંત્રતાની ઘોષણા કરી.
  • ૧૯૬૫ – ફ્રેન્ક હર્બર્ટની નવલકથા, ડ્યુન પહેલી વાર પ્રકાશિત થઈ. તેને ૨૦૦૩માં વિશ્વની સૌથી વધુ વેચાતી સાયન્સ ફિક્શન નવલકથા તરીકે જાહેર કરાઈ હતી.
  • ૧૯૨૦ – લોકમાન્ય ટિળક, ભારતીય રાષ્ટ્રવાદી, શિક્ષક અને સ્વતંત્રતા કાર્યકર્તા. (જ. ૧૮૫૬)
  • ૧૯૯૯ – નિરદ ચૌધરી, ભારતીય મૂળનાં લેખક (જ. ૧૮૯૭)

તહેવારો અને ઉજવણીઓ

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો