કલોલ
કલોલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાના મહત્વના તાલુકા કલોલ તાલુકાનું નગર છે જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. કલોલ એ ઇક્કો ખાતરનું કારખાનું ધરાવતું ઔદ્યોગિક મથક છે.[૨]
કલોલ | |||||
— નગર — | |||||
કલોલનું શિવ મંદિર
| |||||
અક્ષાંશ-રેખાંશ | 23°13′33″N 72°31′00″E / 23.2257°N 72.51679°E | ||||
દેશ | ભારત | ||||
રાજ્ય | ગુજરાત | ||||
જિલ્લો | ગાંધીનગર જિલ્લો | ||||
પ્રમુખ | મહેન્દ્ર બાવરીયા | ||||
વસ્તી | ૧,૩૪,૪૨૬[૧] (૨૦૧૧) | ||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||
---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||
વિસ્તાર • ઉંચાઇ |
• 81 metres (266 ft) | ||||
કોડ
|
વસ્તી
ફેરફાર કરોભારતની ૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર કલોલની વસ્તી ૧,૩૪,૪૨૬ છે. પુરુષ સાક્ષરતા દર ૬૬.૭૧%, જ્યારે સ્ત્રી સાક્ષરતા દર ૪૨.૯૨% છે. કલોલમાં ૧૩% વસ્તી ૬ વર્ષથી ઓછી વયની છે. ૨૦૧૧ની વસ્તી ગણતરીમાં પુરુષોની વસતી ૫૪ ટકા અને સ્ત્રીઓ ૪૬ ટકા હતી. કલોલનો સરેરાશ સાક્ષરતા દર ૬૮% હતો જે રાષ્ટ્રીય સરેરાશ ૫૯.૫% કરતાં વધારે છે.[૧]
સ્થાન
ફેરફાર કરોકલોલ મુખ્ય રેલવે લાઈન પર આવેલું છે કે જે અમદાવાદને જયપુર, મારવાડ જંક્શન, આબુ રોડ, દિલ્હી અને અન્ય ઉત્તર ભારતીય રાજ્યો સાથે જોડે છે. ગુજરાતના તમામ મોટા શહેરોને સાંકળતી ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)ની બસો અહીંથી ઉપલબ્ધ છે. કલોલની નજીકનું એરપોર્ટ અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે જે ૩૫ કિમી દૂર છે. આબુ રોડને અમદાવાદ સાથે જોડતો હાઇવે પણ કલોલ શહેર પાસેથી પસાર થાય છે.
જોવાલાયક સ્થળો
ફેરફાર કરોપ્રખ્યાત અડાલજની વાવ કલોલથી અમદાવાદ જતાં માર્ગ પર ૧૮ કિમી દૂર આવેલી છે.
વિસ્તારો
ફેરફાર કરોકલોલ શહેરનાં મુખ્ય વિસ્તારોમાં બારોટવાસ, સરદાર બગીચો, ગાયોનો ટેકરો, ટાવર ચોક, પાંચહાટડી બજાર, ઘાંચીવાડ, મટવાકુવા, આયોજન નગર, પુર્વ વિસ્તાર, પંચવટી વગેરેનો સમાવેશ થાય છે.
વહીવટ
ફેરફાર કરોકલોલ નગરપાલિકાની સ્થાપના ૧૧ જાન્યુઆરી, ૧૯૧૧ ના રોજ થઇ હતી.[૩]
ઉદ્યોગો
ફેરફાર કરોકલોલ ઔધોગિક ક્ષેત્રમાં અગ્રેસર છે. અહીં નજીકમાં છત્રાલ જીઆઇડીસી અને કલોલ જીઆઈડીસી આવેલી છે. સમગ્ર દેશમાં વર્ષોથી કલોલનું કાપડ વખાણાતું હતું, જેનો શ્રેય કલોલની કાપડ મિલને જાય છે. કલોલમાં હાલ પાલિકા બજાર છે, ત્યાં સૌપ્રથમ નવજીવન મિલ બની હતી, જે કલોલની સૌથી જૂની મિલ ગણાય છે, ત્યાર પછી ભારત વિજય મિલ, કેલિકો મિલ અને ભારત દેશની આઝાદી પછી મહેન્દ્ર મિલની સ્થાપના થઇ હતી.
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ "Census of India 2011: GUJARAT District census handbook series 25 Part XIIB p34-35" (PDF). Census Commission of India. મેળવેલ ૧૨ ઓક્ટોબર ૨૦૧૫.
- ↑ "કલોલ-ઇક્કો ખાતરનું કારખાનું ધરાવતું ઔદ્યોગિક મથક". ગુજરાતી લેક્સિકોન. મેળવેલ ૦૫ ડિસેમ્બર ૨૦૨૧. Check date values in:
|access-date=
(મદદ) - ↑ https://commons.wikimedia.org/wiki/File:Kalol_Municipality.jpg
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |