કાંતિ ભટ્ટ જાણીતાં ગુજરાતી લેખક, પત્રકાર અને કટારલેખક હતા. તેઓ મોટાભાગે સમાચાર પત્રોમાં કટાર લેખન માટે જાણીતા હતા.[૧] તેઓએ અભિયાન સામાયિકની શરૂઆત કરેલી.

કાંતિ ભટ્ટ
જન્મ૧૫ જુલાઇ ૧૯૩૧
મૃત્યુ૪ ઓગસ્ટ ૨૦૧૯
મુંબઈ
વ્યવસાયલેખક
રાષ્ટ્રીયતાભારતીય

જીવનફેરફાર કરો

કાંતિ ભટ્ટનો જન્મ ૧૫ જુલાઇ ૧૯૩૧ના રોજ ભાવનગર જિલ્લાના સાંચરા ગામમાં થયો હતો. તેમનાં પિતાનું નામ હરગોવિંદભાઇ અને માતાનું નામ પ્રેમકુંવર છે. તેમના કુટુંબનું મૂળ ગામ ઝાંઝમેર હતું. તેમને ચાર ભાઇઓ અને ત્રણ બહેનો હતા. મહુવામાં શાળાજીવન દરમિયાન તેઓ ઝાંઝર સામયિકના સંપાદક હતા. ૧૯૫૨માં તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાંથી વાણિજ્યના સ્નાતકની પદવી મેળવી. તેમણે ભાવનગર નગરપાલિકામાં થોડો સમય કામ કર્યું. બિમારીને કારણે તેઓ યુરુલી કંચનના નિસોર્પચાર આશ્રમમાં દાખલ થયા. તેમણે ૯ વર્ષ પેનાંગ, મલેશિયામાં તેમના કાકા જોડે કામ કર્યું.[૨][૩]

૧૯૬૬માં મુંબઈમાં તેમણે પત્રકાર તરીકે કાર્ય શરૂ કર્યું. ૧૯૬૭માં તેઓ વ્યાપારના સહ-સંપાદક તરીકે હતા. ત્યારબાદ તેમણે વિવિધ ગુજરાતી સામયિકો જેવાં કે ચિત્રલેખા, મુંબઇ સમાચાર, જનશક્તિ, સંદેશ, યુવા દર્શન, જનસત્તા જોડે કામ કર્યું. ૧૯૭૭માં તેમણે કેનિયામાં થોડો સમય કામ કર્યું. તેઓ સંશોધક પત્રકારત્વ સાથે જોડાયેલા હતા. દિવ્ય ભાસ્કરમાં તેઓ આસપાસ અને ચેતનાની ક્ષણે નામની કટારો લખતા હતા.[૪] તેમણે કેટલીક ટૂંકી વાર્તાઓ પણ લખી છે.[૨][૫]

અંગત જીવનફેરફાર કરો

૧૯૬૦માં કાંતિ ભટ્ટના લગ્ન રંજન સાથે થયા અને ૧૯૭૭માં તેમણે છૂટાછેડા લીધા. ૧૯૭૯માં પત્રકાર શીલા ભટ્ટ સાથે તેમણે લગ્ન કર્યા.[૬] તેમની પુત્રી શક્તિનું અવસાન ૨૦૦૭માં થયું હતું.[૨]

૪ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ મુંબઈ ખાતે તેમનું અવસાન થયું હતું.[૭][૮]

સર્જનફેરફાર કરો

પુસ્તકોફેરફાર કરો

 • ચેતનાની ક્ષણે

કટારફેરફાર કરો

 • ચેતનાની ક્ષણે ‍(દિવ્ય ભાસ્કર)
 • આસપાસ ‍(દિવ્ય ભાસ્કર)
 • કૈલાશ

સંદર્ભફેરફાર કરો

 1. McDonald, Hamish (૭ ઓગસ્ટ ૨૦૧૫). "Ambani & Sons". Google Books. Retrieved ૨૩ ઓગસ્ટ ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (મદદ)
 2. ૨.૦ ૨.૧ ૨.૨ સુરેશ (૧૯ ઓગસ્ટ ૨૦૦૬). "કાન્તિ ભટ્ટ, Kanti Bhatt". ગુજરાતી પ્રતિભા પરિચય. Retrieved ૨૩ ઓગસ્ટ ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (મદદ)
 3. "Interview/Kanti Bhatt". Rediff.com. Retrieved ૨૩ ઓગસ્ટ ૨૦૧૫. Check date values in: |accessdate= (મદદ)
 4. "શું છઠ્ઠી ઈન્દ્રીય થકી માણસ ભવિષ્ય જાણી શકે ખરો ?". divyabhaskar.co.in. Retrieved ૨૩ ઓગસ્ટ ૨૦૧૫. Check date values in: |accessdate= (મદદ)
 5. Vibhakar, Devang (૨૦ માર્ચ ૨૦૧૨). "Interview of Kanti Bhatt". SpeakBindas. Retrieved ૨૩ ઓગસ્ટ ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (મદદ)
 6. Bhatt, Sheela. "BookHouse! Sheela Bhatt's Diary". Rediff.com. Retrieved ૨૩ ઓગસ્ટ ૨૦૧૫. Check date values in: |accessdate= (મદદ)
 7. "જાણીતા લેખક-પત્રકાર કાંતિ ભટ્ટનું 88 વર્ષની વયે નિધન". www.gujaratimidday.com. 2019-08-04. Retrieved 2019-08-04. Check date values in: |access-date=, |date= (મદદ)
 8. Parekh, Hiren Ashokbhai (2019-08-04). "મુર્ધન્ય-પ્રખ્યાત લેખક-પત્રકાર કાંતિ ભટ્ટનું 88 વર્ષની વયે મુંબઈમાં નિધન". divyabhaskar (gujarati માં). Retrieved 2019-08-04. Check date values in: |accessdate=, |date= (મદદ)CS1 maint: Unrecognized language (link)

બાહ્ય કડીઓફેરફાર કરો