કામરેજ

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

કામરેજ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલું શહેર છે. તે તાલુકાનું મુખ્ય મથક પણ છે. કામરેજમાં મુંબઈથી દિલ્હીના રાષ્ટ્રિય ધોરીમાર્ગ ૮ પરનું જકાત નાકું આવેલું છે.

કામરેજ
શહેર
કામરેજ is located in ગુજરાત
કામરેજ
કામરેજ
ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 21°08′11″N 72°57′26″E / 21.13637°N 72.95718°E / 21.13637; 72.95718
દેશ ભારત
રાજ્યગુજરાત
જિલ્લોસુરત
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૧૬,૦૭૮
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી, હિન્દી
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)

૨૦૧૧ની વસતિ ગણતરી પ્રમાણે[૧] કામરેજની વસતિ ૧૬,૦૭૮ વ્યક્તિઓની હતી. પુરુષોની સંખ્યા ૮૩૨૭ અને સ્ત્રીઓની સંખ્યા ૭૭૫૧ હતી. કામરેજનો સાક્ષરતા દર ૮૧.૩૮% હતો જે રાષ્ટ્રિય સરેરાશ દર કરતાં વધુ હતો. પુરુષોમાં સાક્ષરતા ૮૭.૬૪% અને સ્ત્રીઓમાં ૭૪.૭૨% હતી. વસતિના ૧૩% લોકોની ઉંમર ૬ વર્ષથી નીચેની હતી.

  1. "Kamrej Village Population, Caste - Kamrej Surat, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2017-09-11 પર સંગ્રહિત. મેળવેલ ૧ જુલાઇ ૨૦૧૭.