કાળુ
કાલ્પનિક પાત્ર
કાળુ એ પન્નાલાલ પટેલ કૃત નવલકથા માનવીની ભવાઇના નાયક તરીકે આવતું પાત્ર છે. પોતાની પ્રિયતમ રાજુ સાથે લગ્ન ન કરી શકવાની હૈયાભૂખ અને છપ્પનિયા દુકાળના સમયે વેઠવી પડતી પેટની ભુખ - આ બન્ને પરિસ્થિતિ વચ્ચે મુકાયેલ આ ખેડુતપાત્રનું નવલકથામાં રેખાંકન થયું છે.[૧]
પાત્રપરિચય
ફેરફાર કરોકથાનાયક કાળુની માતાનું નામ રૂપા છે.[૨] તે નાનપણમાં પિતાને ગુમાવી ચુક્યો છે. નાનપણમાં બ્રાહ્મણે તેની કુંડળી જોઈને તેના પરાક્રમી થવા વિશેના ભેખ ભાંખ્યા હતા.[૩]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ ટોપીવાળા, ચન્દ્રકાન્ત; સોની, રમણ; દવે, રમેશ ર., સંપા. (૧૯૯૦). ગુજરાતી સાહિત્ય કોશ: અર્વાચીનકાળ. ખંડ ૨. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. p. ૭૨. OCLC 26636333.
- ↑ મહેતા, ધીરેન્દ્ર (૨૦૦૮). "'માનવીની ભવાઈ'(ત્રયી)-નું સંઘટનસૂત્ર". માં ચૌધરી, રઘુવીર; દવે, રમેશ ર. (સંપાદકો). પન્નાલાલનું પ્રદાન (બીજી આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૧૫૧. OCLC 24870863.
- ↑ પારેખ, યોગેન્દ્ર (૨૦૨૦). નવલકથાનું સ્વરૂપ, MGT-01: માસ્ટર ઑફ આર્ટસ્ - ગુજરાતી, નવલકથાનું સ્વરૂપ, એકમ ૪: માનવીની ભવાઇ: એક અધ્યયન. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. પૃષ્ઠ ૩૩–૩૪. ISBN 978-93-89456-37-0.