કાશ્મીરી ભાષા (कॉशुर, کٲشُر કશુર) એ ભારતીય-યુરોપીય ભાષાસમૂહના જૂથમાંની એક ભાષા છે. આ મુખ્યત્વે ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા જમ્મુ અને કાશ્મીરના કાશ્મીર ખીણ તરીકે ઓળખાતા પ્રદેશમાં બોલાતી ભાષા છે. ભારત દેશમાં ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ આ ભાષા બોલતા લોકોની સંખ્યા અંદાજે ૬૭,૯૭,૫૮૭ છે.[૧] આ ભાષા બોલતા અંદાજે ૩,૫૦,૦૦૦ લોકો પાકિસ્તાન દેશમાં પણ છે, જેમાંનાં મોટાભાગનાં કાશ્મીર ખીણનાં હિજરતીઓ છે અને તેમાંના થોડા લોકો નિલમ જિલ્લાનાં સરહદી વિસ્તારોમાં વસે છે.

કાશ્મીરી ભાષાની ત્રણ આધુનિક લિપિઓમાં શબ્દ "કશુર"

આ ભાષા ઇન્ડો-યુરોપિયન ભાષા સમુહનાં પેટા સમુહ તરીકે ઓળખાતા 'દર્ડિક' સમુહની ભાષા છે. જે ભારત દેશની ૨૨ અધિકૃત ભાષાઓમાં સમાવિષ્ટ છે.[૨] કાશ્મીરી ઉર્દૂ ભાષા સાથે, જમ્મુ અને કાશ્મીરની અધિકૃત ભાષા પણ છે. ઘણાં કાશ્મીરી ભાષીઓ ઉર્દૂ અથવા અંગ્રેજીને દ્વિતિય ભાષા તરીકે વાપરે છે.[૩] આ ભાષામાં ફારસી ભાષાનાં ઘણાં શબ્દોનો ઉપયોગ થાય છે. થોડા દાયકાઓ પહેલાં કાશ્મીરી ભાષાને રાજ્યનાં વિશ્વવિધાલયોમાં એક વિષય તરીકે ભણાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું, અત્યારે જમ્મુ અને કાશ્મીરની તમામ શાળાઓમાં આ ભાષાનો અભ્યાસ ફરજીયાત કરાયેલ છે.[૪]

આ પણ જુઓફેરફાર કરો

સંદર્ભફેરફાર કરો

  1. "Abstract of speakers' strength of languages and mother tongues - 2011" (PDF). 2 July 2018 મેળવેલ. Check date values in: |access-date= (મદદ) The precise figures from the 2011 census are 6,554,36 for Kashmiri as a "mother tongue" and 6,797,587 for Kashmiri as a "language" (which includes closely related smaller dialects/languages).
  2. "Scheduled Languages of India". Central Institute of Indian Languages. 2007-06-02 મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  3. "Kashmiri: A language of India". Ethnologue. 2007-06-02 મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  4. "Kashmiri made compulsory subject in schools". One India. 2016-01-01 મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)