કીલાદ પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર

કીલાદ પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની ડાંગ જિલ્લા સાથેની ઉત્તર સીમા પર બીલીમોરા અને સાપુતારાને જોડતા રાજ્ય ધોરી માર્ગ ઉ૫૨ વાંસદાથી ૧૬ કિ.મી.અંતરે તેમ જ વઘઇથી ૪ કિલોમીટર જેટલા અંતરે આવેલ કીલાદ ગામ ખાતે કુદ૨તી નૈસર્ગિક સૌદર્ય ધરાવતું સ્થળ છે.

અંબિકા નદીના કિનારા પર આવેલ આ સ્થળને ગુજરાત રાજ્યના વન વિભાગ દ્વારા ઘણા વર્ષથી વિકસાવવામાં આવ્યું છે. મુલાકાતીઓ માટે સુંદ૨ આયોજન ક૨વામાં આવ્યું છે. આ સ્થળનો વધુ વિકાસ થાય અને વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાતે આવતા પ્રવાસીઓ વધુ સમય ફાળવે તે હકીકતને ઘ્યાનમાં લઈ આ સ્થળ પસંદ કરવામાં આવેલ છે. આ કેન્દ્રની દક્ષિ‍ણે/પુર્વે આશરે દોઢ કિ.મી.ના અંતરે અંબિકા નદીના ઉપરવાસમાં આવેલ ગીરા ધોધ આવેલ છે, જ્યાં નદીના કિનારે કિનારે થઈ સામાન્ય ઋતુમાં જઈ શકાય છે. આ સ્થળની પુર્વમાં અંબિકા નદીના સામે કાંઠે વનસ્પતિ ઉધાન આવેલ છે.

અહીં આવતા સહેલાણીઓ માટે ૨હેવાની વ્યવસ્થા વાંસ-લાકડામાંથી બનાવેલ ઝુંપડીઓ(વુડન હટ) તેમ જ પાકા આવાસો તૈયા૨ ક૨વામાં આવેલ છે. આ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ગોઠવવામાં આવતા પ્રવાસોને ઘ્યાનમાં લઈ જુથમાં ૨હેવા માટે તંબુની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવેલ છે. સાથો સાથ બાળકોને વન-ઔષધિ તેમજ વનસ્‍પતિ સબંધી જ્ઞાન મળી ૨હે તે માટે પ્રદર્શનો ૫ણ ગોઠવવામાં આવેલ છે. આ સ્થળનો નદી કિનારો પણ રમણીય છે.

વહીવટી તંત્ર દ્વારા સ્થળની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે ચા, નાસ્તા અને ભોજન માટેની વ્યવસ્થા ૫ણ છે. બારેમાસ લીલી વનરાજીથી ઘેરાયેલ આ સ્થળની વારંવા૨ મુલાકાત લેવાનું મન થાય તેવું વિકસિત સ્થળ છે[].

સંદર્ભો

ફેરફાર કરો
  1. "કીલાદ કેમ્પ ગાર્ડન". navsaridp.gujarat.gov.in. મેળવેલ ૧૧ ઓગસ્ટ ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]

બાહ્ય કડીઓ

ફેરફાર કરો