વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન

ગુજરાતમાં રાષ્ટ્રીય ઉદ્યાન, ભારત

વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન[]ગુજરાત રાજ્યના નવસારી જિલ્લામાં આવેલો સુરક્ષિત વિસ્તાર છે, જેમાં અંબિકા નદીના કિનારે આવેલાં દક્ષિણ ગુજરાતનાં અને ખાસ કરીને ડાંગનાં ગાઢ વનોનો સમાવેશ થાય છે.

વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન
આઈ.યુ.સી.એન. શ્રેણી ૨ (રાષ્ટ્રીય ઉદ્યાન)
વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનનું પ્રવેશદ્વાર
Map showing the location of વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન
Map showing the location of વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન
વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન
સ્થળનવસારી જિલ્લો, ગુજરાત, ભારત
નજીકનું શહેરવાંસદા
અક્ષાંશ-રેખાંશ20°44′N 73°28′E / 20.733°N 73.467°E / 20.733; 73.467
વિસ્તાર૨૩.૯૯ કિ.મી.²
સ્થાપનાએપ્રિલ, ૧૯૭૯
નિયામક સંસ્થાગુજરાત વન વિભાગ
forests.gujarat.gov.in/vansda-nat-park.htm

વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન અંબિકા નદીને કિનારે સ્થિત છે જે લગભગ ૨૪ ચો. કિમી વિસ્તારમાં પથરાયેલો છે અને રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર આવેલા ચિખલીથી આશરે ૬૫ કિમી પૂર્વે તથા વલસાડથી લગભગ ૮૦ કિ.મી.નાં અંતરે આવેલો છે. વાંસદા કે જેના નામ પરથી આ સુરક્ષિત વિસ્તારનું નામાભિધાન કરવામાં આવ્યું છે, તે ડાંગ પ્રદેશનું મહત્વનું વ્યાપારી મથક છે, જ્યાં મોટેભાગે આદિવાસી વસ્તી છે. વાંસદા-વઘઇ રાજ્ય ધોરીમાર્ગ આ રાષ્ટ્રીય ઉદ્યાનની દક્ષિણ દિશાની સીમા પાસેથી પસાર થાય છે, અને એટલું જ નહી, વઘઇ અને બીલીમોરાને જોડતી સરા લાઇન તરિકે ઓળખાતી નેરો ગેજ રેલ્વે લાઇન પણ આ ઉદ્યાનની ઉત્તર દિશામાંથી પસાર થાય છે.[]

ઇ. સ. ૧૯૭૯માં રાષ્ટ્રીય ઉદ્યાન ઘોષિત કરવામાં આવેલા આ સુરક્ષિત વિસ્તારમાં મહદ્ અંશે પાનખરનાં જંગલો આવેલાં છે, જેમાં સ્થાનિક ભાષામાં "કટસ" તરિકે ઓળખાતા વાંસનાં વનો આવેલાં છે, જે તેની શોભા વધારે છે અને અહીં ઇ. સ. ૧૯૫૨થી એક પણ વૃક્ષનું પતન થયું નથી. સહ્યાદ્રિ પર્વતમાળાનાં પશ્ચિમ ઘાટમાં પથરાયેલી આ વનરાજીમાં પ્રાણી અને વનસ્પતિ જગત (ફ્લોરા-Flora અને ફોના-Fauna)ની અલાયદી જ વિવિધતા જોવા મળે છે.

વાનસ્પતિક ઉદ્યાનને બાદ કરતા અહીંની સ્થાનિક આદિવાસી પ્રજા (અને તેમની રહેણી કરણી), ગિરા ધોધ વગેરે અન્ય આકર્ષણનાં કેન્દ્રો છે. આ સ્થળ પર રોકાણ કરવાની વ્યવસ્થા કીલાદ પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર ખાતે ઉપલબ્ધ છે.

ચિત્ર દર્શન

ફેરફાર કરો

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. Nowell, Kristin; Jackson, Peter (૧૯૯૬). Wild Cats: Status Survey and Conservation Action Plan (PDF). Gland, Switzerland: IUCN/SSC Cat Specialist Group. પૃષ્ઠ ૧–૩૩૪. ISBN 2-8317-0045-0.
  2. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2017-08-03 પર સંગ્રહિત. મેળવેલ 2018-10-29.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો