વઘઇ

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

વઘઇ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડાંગ જિલ્લામાં આવેલું નગર અને વઘઇ તાલુકાનું મુખ્ય મથક છે. વઘઇ ડાંગ જિલ્લાનું પશ્ચિમ દિશાનું પ્રવેશદ્વાર ગણાય છે.

વઘઇ
નગર
વઘઇ is located in ગુજરાત
વઘઇ
વઘઇ
વઘઇનું ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 20°46′N 73°29′E / 20.767°N 73.483°E / 20.767; 73.483
દેશ ભારત
રાજ્યગુજરાત
જિલ્લોડાંગ
સરકાર
 • પ્રકારતાલુકા પંચાયત
 • માળખુંવઘઇ તાલુકા પંચાયત
વસ્તી
 • કુલ૧૦૦૦૦
પિનકોડ
૩૯૪૭૩૦
વિધાન સભા વિસ્તારડાંગ
લોક સભા વિસ્તારવલસાડ
વઘઇ ગામનું બજાર

વઘઇ રેલ્વે માર્ગે સરા લાઇન નામથી જાણીતી નેરોગેજ રેલ્વે દ્વારા બીલીમોરા જંકશન સાથે જોડાયેલ છે. વઘઇ રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર આવેલ ચિખલી સાથે રાજ્ય ધોરી માર્ગથી જોડાયેલ છે. આસપાસનાં ગામોનું કેન્દ્ર હોવાને કારણે વઘઇ ખાતે નાના પાયે બજાર પણ વિકસિત થયેલું છે. ઇમારતી લાકડાના વેપારમથક તેમ જ ડાંગ વિસ્તારના લોકોની જરૂરી દરેક ચીજ-વસ્તુઓ માટેના વેપારમથક તરીકે વઘઇ જાણીતું છે. સાપુતારા, નાસિક, શિરડી, આહવા, શબરી ધામ, સપ્તશૃંગી ગઢ, મહાલ, ગિરા ધોધ જેવાં ધાર્મિક તેમ જ પર્યટન સ્થળોની મુલાકાતે જનારા મુસાફરો વઘઇ થઇને જતા હોવાથી અહીં પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં જોવા મળે છે.

વઘઇના મહત્વના સ્થળો

ફેરફાર કરો
  • ગિરા ધોધ
  • વનસ્પતિ ઉદ્યાન (આર્યુવેદીક વિભાગ સહિત)
  • ઇમારતી લાકડાનું વેપારીમથક
  • ડાંગ વન વિભાગના કાર્યાલયો તેમજ સો મિલ
  • રેલ્વે સ્ટેશન, પ.રેલ્વે, નેરોગેજ
  • સરકારી હાઇસ્કૂલ, સરકારી ખેતીવાડી કોલેજ
  • સરકારી પોલિટેકનીક કોલેજ
  • પ્રાથમિક શાળા, નિવાસી શાળા
  • પ્રવાસી ઘર
  • વન વિભાગ વિરામ ગૃહ
  • સર્વ સેવા કેન્દ્ર સંચાલીત પૂણી કેન્દ્ર
  • ચાર રસ્તા સર્કલ તેમ જ ગાંધીબાગ
  • ડાંગ જિલ્લાની જંગલ સહકારી મંડળીઓનાં કાર્યાલયો
  • આર.ટી.ઓ. ચેક-પોસ્ટ
  • સામુહિક આરોગ્ય કેન્દ્ર

ડાંગી સંસ્કૃતિનું દર્શન

ફેરફાર કરો

આંબાપાડા ગામ અહીંથી સાપુતારા જવાના રસ્તાથી આશરે ૧ કિ.મી. અંદર આવેલ છે, જ્યાં ડાંગી સંસ્કૃતિનું દર્શન કરી શકાય છે. વળી અહીં અત્યંત સુંદર વાંસના રમકડાં બનાવતા કારીગરો પણ જોવા મળે છે. આંબાપાડા જવાનો રસ્તો વાંસના ગાઢ જંગલમાંથી પસાર થતો હોઇ ચાલતા જવાની ખૂબ જ મઝા પડે છે.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો