કેરમ
કેરમ એ પૂર્વના દેશોમાં અને ખાસ કરીને ભારતમાં રમાતી એક રમત છે. આ રમત પૂર્વના દેશોમાં વિવિધ નામે રમાતી હોવા છતાં, પાશ્ચાત્ય જગતમાં તે કેરમના નામે જ પ્રચલિત છે. ભારત સિવાય તે નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને આસપાસના દેશો તથા મધ્યપૂર્વના દેશોમાં પણ આ રમત રમાય છે. દક્ષિણ એશિયા અને ખાસ કરીને ભારતમાં ઘણી ક્લબો અને સંગઠનો નિયમિત પણે કેરમની વિવિધ સ્પર્ધાઓ યોજે છે. કેરમ એક કૌટુંબિક રમત છે, ઘણી વખત આખો પરિવાર સાથે મળીને આ રમત રમતો જોવા મળે છે. ખાસ કરીને બાળકો અને યુવાવર્ગ કેરમ રમે છે. વિવિધ વિસ્તારો/પ્રદેશોમાં કેરમના જુદા-જુદા નિયમો પળાય છે.
ઉદ્ભવ
ફેરફાર કરોકેરમની રમત ભારતીય ઉપખંડમાં ઉદ્ભવી હોવાનું માનવામાં આવે છે. કોઈ ચોક્કસ પુરાવાઓ તો મળતા નથી પણ એમ કહેવામાં આવે છે કે કેરમની શોધ ભારતના મહારાજાઓએ કરી હતી. કાચનું બનેલું એક કેરમ બોર્ડ હજુ આજે પણ પટિયાલાના રાજમહેલમાં ઉપલબ્ધ છે.[૧] પ્રથમ વિશ્વ યુદ્ધ બાદના સમયગાળામાં આ રમત વધુ લોકપ્રિય થવા માંડી. ઓગણીસમી સદીના પ્રારંભમાં ભારતના વિવિધ રાજ્યોમાં રાજ્ય કક્ષાની કેરમ સ્પર્ધાઓ યોજાવા લાગી હતી. શ્રીલંકામાં પહેલી કેરમ ટુર્નામેન્ટ ૧૯૩૫માં રમાઈ હતી, અને ૧૯૫૮ સુધીમાંતો ભારત અને શ્રીલંકા બંને દેશોએ કેરમ ક્લબોનું અધિકૃત સંગઠન બનાવી દીધું હતું, વિવિધ સ્પર્ધાઓનું સૌજન્ય પણ કરતા હતા અને ઇનામો પણ આપવાની શરૂઆત કરી દીધી હતી.[૨]
આંતર-રાષ્ટ્રીય કેરમ ફેડરેશન [૩][૪] (ICF)ની સ્થાપના ૧૯૮૮માં ભારતના ચેન્નઈમાં કરવામાં આવી હતી. ભારતમાં રમવામાં આવતી રમત પ્રમાણેના નિયમો ૧૯૮૮માં પ્રકાશિત કરવામાં આવ્યા હતા. તે જે વર્ષે ICFએ અધિકૃત રીતે નિયમોને નિરૂપિત કર્યા. રમત દક્ષિણ એશિયામાં, ખાસ કરીને ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને નેપાળમાં લોકપ્રિય છે. યુરોપ અને અમેરિકામાં વસવાટ કરી રહેલા ભારતીય મૂળના લોકોને કારણે કેરમની રમત ત્યાંના દેશોમાં પણ ધીમેધીમે લોકપ્રિયતા મેળવી રહી છે. યુનાઇટેડ સ્ટેટ્સ કેરમ એસોસિએશનની છેલ્લી ઘોષણા મુજબ તેઓ અમેરિકા અને કેનેડામાં યોજાતી કેરમ સ્પર્ધાઓનું રિપોર્ટિંગ કરે છે અને ખેલાડીઓના રેન્કિંગની યાદી પણ રાખે છે.[૫]
કેરમનું પાટીયું અને કુકરીઓ યુરોપ અને યુ.એસ.માં પણ મળી રહે છે જે મોટેભાગે ભારતથી આયાત કરેલા હોય છે. સસ્તા અને મોંઘા બન્ને પ્રકારના કેરમ મળી રહે છે, જેમાંના મોંઘા કેરમ સારામાનાં લાકડામાંથી બનાવેલા હોય છે અને સારી ગુણવત્તાનું સુશોભન/રંગકામ કરેલું હોય છે. કેરમના સૌથી મોટા નિકાસકારોમાંના ઘણા ભારતમાંથી વ્યાપાર કરે છે, જેવાકે, પ્રિસાઇઝ, સર્કો, સિન્ડિકેટ સ્પોર્ટ્સ અને પૌલ ટ્રેડર્સ.[૬][૭][૮][૯][૧૦]
રમતનો ઉદ્દેશ
ફેરફાર કરોરમતનો મુખ્ય ઉદ્દેશ છે સ્ટ્રાઇકરને આંગળી અને અંગુઠાની કે બે આંગળીની ચપટી/આંટીથી ધકેલીને કુકરીને ખસેડવાનો છે. આ રીતે સ્ટ્રાઇકર દ્વારા કુકરી ખસેડીને તેને ચાર ખૂણામાં રહેલા ખાના (ઘર)માં નાંખવાની હોય છે.
રમતનું અંતિમ ધ્યેય છે ટીમની પોતાના રંગની (કાળી કે સફેદ) નવેનવ કુકરીઓ અને રાજા (કે રાણી)ને વિરોધીના પહેલા બહાર કાઢવાનો હોય છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "All India Carrom Federation". મૂળ માંથી 16 ફેબ્રુઆરી 2015 પર સંગ્રહિત. મેળવેલ 2 February 2015.
- ↑ "Carrom.org". મૂળ માંથી 1 ફેબ્રુઆરી 2015 પર સંગ્રહિત. મેળવેલ 2 February 2015.
- ↑ "International Carrom Federation". December 2001. મૂળ માંથી 19 ફેબ્રુઆરી 2014 પર સંગ્રહિત. મેળવેલ 26 March 2014.
- ↑ "આંતર-રાષ્ટ્રીય કેરમ ફેડરેશન". 2013. મેળવેલ 26 March 2014.
- ↑ "United States Carrom Association". 2013. મેળવેલ 26 March 2014.
- ↑ "Precise Sports". મેળવેલ 21 September 2013.
- ↑ "SuriSports.com". મેળવેલ 21 September 2013.
- ↑ "Syndicate Sports". મૂળ માંથી 22 સપ્ટેમ્બર 2013 પર સંગ્રહિત. મેળવેલ 21 September 2013.
- ↑ "Paul Traders carrom boards". IndiaMart.com. મૂળ માંથી 22 સપ્ટેમ્બર 2013 પર સંગ્રહિત. મેળવેલ 21 September 2013.
- ↑ "Carrom Board Manufacturer List". Carrom Shop. મૂળ માંથી 15 સપ્ટેમ્બર 2018 પર સંગ્રહિત. મેળવેલ 21 September 2013.