ગુજરાતી ૧૮૮૦થી ૧૯૨૯ દરમિયાન ઇચ્છારામ દેસાઈ અને તેમના પુત્રો દ્વારા પ્રકાશિત ગુજરાતી ભાષાનું સાપ્તાહિક હતું.

ગુજરાતી
તંત્રીઇચ્છારામ દેસાઈ (૧૮૮૦ -૧૯૧૨),
મણિલાલ દેસાઈ (૧૯૧૨-૧૯૨૯),
નટવરલાલ દેસાઈ
આવૃત્તિસાપ્તાહિક
ફેલાવો૨૫૦૦ (૧૮૮૫)
પ્રકાશકકૈસર-એ-હિંદ (૧૮૮૦-૧૮૮૫),
ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ (૧૮૮૫-૧૯૨૯)
સ્થાપકઇચ્છારામ દેસાઈ
પ્રથમ અંક6 June 1880 (1880-06-06)
છેલ્લો અંક15 December 1929 (1929-12-15)
દેશબ્રિટિશ ભારત
મુખ્ય કાર્યાલયબોમ્બે (હવે મુંબઈ)
ભાષાગુજરાતી

ઇતિહાસ ફેરફાર કરો

ઓગણીસમી સદીના અંત ભાગમાં, બોમ્બે (હાલના મુંબઈ)માં મોટાભાગના ગુજરાતી સામાયિકો પારસીઓ દ્વારા જ પ્રકાશિત કરવામાં આવતા હતા. હિંદુઓને જનસમુદાયને ધ્યાનમાં રાખીને ગુજરાતી સાપ્તાહિક શરૂ થયું હતું. તે હિંદુઓ માટેનું પહેલું ગુજરાતી સામાયિક હતું. તેનો પ્રથમ અંક આઠ પાનાં સાથે કૈસર-એ-હિંદ પ્રેસમાં છપાયો હતો અને ૬ જૂન ૧૮૮૦ ના રોજ પ્રકાશિત થયો. ગુજરાતી નામ કવિ નર્મદે તેના સંપાદક ઇચ્છારામ દેસાઈને સૂચવ્યું હતું. સાપ્તાહિકમાં રાજકીય, સામાજીક અને સાહિત્યિક વિષયો પર લેખો પ્રકાશિત થતા હતા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વિચારોનો ફેલાવો કરવામાં પણ તે અગ્ર હતું. તેમાં સામાન્ય લોકો પર કેન્દ્રિત સરળ અને બિન-સંસ્કૃત ગુજરાતી ભાષામાં લેખો પ્રકાશિત થયા હતા.[૧][૨] તે આખા ગુજરાત અને કાઠિયાવાડમાં ખુબ જ લોકપ્રિય થયું.[૩]

નર્મદના ધર્મવિચારમાં પ્રગટ થયેલા લેખો પ્રથમ ગુજરાતી વડે પ્રકાશિત થયા હતા. મણિલાલ દ્વિવેદીનો નિબંધ નારીપ્રતિષ્ઠા પણ પહેલીવાર ગુજરાતીમાં શ્રેણીબદ્ધ પ્રગટ થયો હતો. કનૈયાલાલ મુનશીની અનેક ઐતિહાસિક નવલકથાઓ પણ તેમાં પ્રગટ થઇ હતી. ૧૮૮૪માં, ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસની સ્થાપના થઇ હતી અને ગુજરાતી ત્યાંથી છાપવાનું શરુ કરવામાં આવ્યું. દેસાઇએ બૃહદ કાવ્યદોહન ખંડ ૧ - ૮ (૧૮૮૬-૧૯૧૩) નું સંકલન કર્યું અને પ્રકાશિત કર્યું, જે મધ્યયુગીન ગુજરાતી કવિઓ અને કવિતાઓ પરનો એક કાવ્યસંગ્રહ છે. ગુજરાતીએ વિનોદી લેખો પણ પ્રકાશિત કર્યા હતા, જ્યારે ગુજરાતી પ્રેસ દ્વારા સંસ્કૃતની કૃતિઓ અને તેની ટિપ્પણી પ્રકાશિત કરવામાં આવી હતી. તેઓએ તેમના લવાજમ ભરતા ગ્રાહકોને પુસ્તકો પણ ભેટ આપ્યા હતા. ૧૮૮૫માં, જ્યારે દેસાઇએ તેમની બહુચર્ચિત રાજકીય નવલકથા હિન્દ અને બ્રિટાનિયા દરેક ગ્રાહકોને ભેટ આપવાની જાહેરાત કરી, ત્યારે સભ્યોની સંખ્યા ૮૫૦-૯૦૦થી વધીને ૨૫૦૦ ગ્રાહકો સુધી પહોંચી ગઈ હતી. નાણાકીય તંગી અને રાજકીય હસ્તક્ષેપો વચ્ચે સાપ્તાહિક તેનું પ્રકાશન ચાલુ રહ્યું હતું. દેસાઇના અવસાન પછી તેમના મોટા પુત્ર મણિલાલ દેસાઈએ સાપ્તાહિકનું સંપાદન સંભાળ્યું હતું. ૧૫ ડિસેમ્બર ૧૯૨૯ના રોજ તેનો છેલ્લો અંક પ્રકાશિત થયો. ટૂંકા ગાળા પછી, દેસાઇના બીજા પુત્ર નટવરલાલે સાપ્તાહિકને ટૂંકા ગાળા માટે પુનર્જીવિત કર્યું, પરંતુ તેમાં ફક્ત ધાર્મિક લેખો જ પ્રકાશિત થયા હતા.[૧][૨][૪]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ શાહ, પ્રિતિ (1994). ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. VI. અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ 495. OCLC 165216593.
  2. ૨.૦ ૨.૧ Mehta, Hasit (May 2012). Sāhityika sāmayiko : paramparā ane prabhāva (1st આવૃત્તિ). Ahmedabad: Rannade Prakashan. પૃષ્ઠ 54–55. ISBN 978-93-82456-01-8. OCLC 824686453.
  3. Raval, R. L. (1983). "Reform Controversy and New Approach to Cultural Synthesis" (PDF). Socio Religious Reform Movements in Gujarat During the Nineteenth Century (Ph.D). Ahmedabad: School of Social Sciences, Gujarat University. પૃષ્ઠ 295. hdl:10603/46633Shodhganga વડે.
  4. "ઇચ્છારામ દેસાઈ". ગુજરાતી સાહિત્ય પરિષદ. મેળવેલ 21 September 2014.