ગુરૂ શિખર, અરવલ્લી પર્વતમાળા, રાજસ્થાનનું સૌથી ઉંચુ શિખર છે. તેની ઊંચાઇ ૧,૭૨૨ મીટર (૫,૬૭૬ ફીટ) છે.[] માઉન્ટ આબુથી તે ૧૫ કિમી દૂર આવેલું છે અને ત્યાંથી રસ્તો લગભગ ટોચ સુધી જાય છે.[] તેનું નામ વિષ્ણુના અવતાર ગુરૂ દત્તાત્રેય ના નામ પરથી પડ્યું છે. તેમને સમર્પિત ગુફા ટોચ પર આવેલી છે અને તેમની માતા - અનસુયા, અત્રિની પત્નિ, ની ગુફા પણ નજીકમાં આવેલી છે.[]

ગુરૂ શિખર
गुरू शिखर
અરવલ્લી પર્વતમાળા ગુરૂ શિખર પરથી
શિખર માહિતી
ઉંચાઇ1,722 m (5,650 ft)
અક્ષાંસ-રેખાંશ24°38′59.5″N 72°46′34.5″E / 24.649861°N 72.776250°E / 24.649861; 72.776250
ભૂગોળ
ગુરૂ શિખર is located in રાજસ્થાન
ગુરૂ શિખર
ગુરૂ શિખર
પિતૃ પર્વતમાળાઅર્બુદા પર્વતમાળા, અરવલ્લી

મંદિરની બાજુમાં ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા દ્વારા સંચાલિત માઉન્ટ આબુ વેધશાળા આવેલી છે. આ વેધશાળામાં ૧.૨મી ઇન્ફ્રારેડ ખગોળીય દૂરબીન આવેલું છે અને અન્ય ખગોળશાસ્ત્રીય  પરીક્ષણો પણ થાય છે.[]

 
ગુરૂ શિખર પર આવેલી ગુફાનું નાનું પ્રવેશદ્વાર.

અગ્નિવંશી એવો દાવો કરે છે તેઓ ગુરૂ શિખર પરના યજ્ઞના હિંદુ દેવ અગ્નિના વંશજ છે. ચાર રજપૂત કૂળો અગ્નિવંશી હોવાનું ગણાય છે: ચૌહાણ, પરમાર, સોલંકી, અને પરિહાર.[સંદર્ભ આપો]

અર્બુદ વંશના રાજપૂતો પરમાર કહેવાય છે અને તેઓ ગુરૂ શિખર પરના અગ્નિકુંડમાંથી પ્રગટ્યા હોવાનું મનાય છે. ૧૭૭૮માં ભારતના છેલ્લા હિંદુ રાજા પૃથ્વીરાજ ચૌહાણે પ્રહલાદનની પુત્રી સાથે લગ્ન કરવા માટે આ રસ્તો પાર કર્યો હોવાનું મનાય છે. પ્રહલાદન એ પ્રહલાદનપુરનો સ્થાપક હતો, જે છેલ્લી ૨-૩ સદીથી પાલનપુર કહેવાય છે. પ્રહલાદન ધારવર્ષ પરમારનો નાનો ભાઇ હતો, જે અર્બુદ, માઉન્ટ આબુનો શાસક હતો.[સંદર્ભ આપો]

  1. Kohli, M.S. (2004), Mountains of India: Tourism, Adventure, Pilgrimage, Indus Publishing, pp. 29, ISBN 978-81-7387-135-1, http://books.google.com/books?id=GIs4zv17HHwC&pg=PA29 
  2. Singh, Sarina (2009), India 13, Lonely Planet, p. 230, ISBN 978-1-74179-151-8, http://books.google.com/books?id=vK88ktao7pIC&pg=PA230 
  3. "Guru Shikhar - Highest Point of Aravali in Rajasthan". Mount Abu Official website. મેળવેલ ૮ ઓક્ટોબર ૨૦૧૫.
  4. Astronomy & Astrophysics Division (A&A) સંગ્રહિત ૨૦૧૬-૦૨-૦૧ ના રોજ વેબેક મશિન .