ગૌતમેશ્વર મહાદેવ મંદિર (સિહોર)
ગૌતમેશ્વર મહાદેવનું મંદિર સિહોર શહેર પાસેની ડુંગરમાળામાં ગૌતમી નદીના વહેણની નજીક ડુંગરની કોતર પર આવેલું છે. સિહોરમાં નવનાથ આવેલા છે. જેમાં ગૌત્તમેશ્વર મહાદેવનું મંદિર તેના પ્રાકૃતિક સૌંદર્ય ના કારણે પ્રખ્યાત છે. આ સ્થળ સિહોર બસ સ્ટેશનથી ૩ કિ.મી દુર આવેલું છે. અહીં રીક્ષા દ્વારા પહોંચી શકાય છે.
ગૌતમેશ્વર મહાદેવ મંદિર | |
---|---|
ગૌતમેશ્વર મહાદેવ મંદિર | |
ધર્મ | |
જોડાણ | હિંદુ |
જિલ્લો | ભાવનગર |
દેવી-દેવતા | શિવ |
સ્થાન | |
સ્થાન | સિહોર |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 21°41′48″N 71°57′20″E / 21.696742°N 71.955427°E |
સ્થાપત્ય | |
નિર્માણકાર | ગૌતમ ઋષિ |
ઈતિહાસ
ફેરફાર કરોગૌતમ ઋષિએ આ સ્થળે રાતવાસો કર્યો હતો. સવારે એમણે જોયું કે એક જગ્યાએ ગાયના આંચળમાંથી દૂધનો અભિષેક થઈ રહ્યો છે. એ જગ્યાએ માટી હટાવતા એમને આ શિવલિંગ મળી આવ્યુ હોવાનું મંદિરના પરીસરમાં કોતરેલી તક્તી પર લખેલું છે. શિવલિંગ મળ્યા પછી એમણે આ સ્થળે વરુણદેવનું આહ્વાન કર્યું અને નદી પ્રગટ થઈ જે આજની ગૌતમી નદી છે, તેમ પણ એ તક્તીમાં લખ્યું છે.
અન્ય માહિતી
ફેરફાર કરોકાનપુરનો ઘેરા પછી એવું જાણવા મળે છે કે બીબીગઢની ઘટના પછી નાનાસાહેબ પેશ્વા અદ્રશ્ય થઇ ગયા. અંગ્રેજોએ તેમને શોધવા માટે ઘણા પ્રયાસો કર્યા પરંતુ તે મળ્યા નહિ. આ સમયે નાનાસાહેબ ગુજરાતમાં આવ્યા હતા તેવું જાણવા મળે છે કારણ કે તેના સાથી તાત્યા ટોપે છોટાઉદેપુર માં આવ્યા હતા. ગુજરાતમાં ભ્રમણ કરતાં કરતાં નાનાસાહેબ સૌરાષ્ટ્ર ના ગોહિલવાડ પંથકમાં આવ્યા આ પ્રદેશ ગિરિમાળાઓ થી સમૃદ્ધ હતો તેથી નાનાસાહેબ ને આ વિસ્તાર છુપાવા માટે યોગ્ય લાગ્યો. તેઓ સિહોર કે સિંહપુર ની ગીરિમાળાઓમાં રહ્યા હતા. થોડો સમય નાના સાહેબ પેશ્વા છુપાવેશે આ મંદિરની આજુબાજુમાં આવેલા ડુંગરો પરનાં જંગલમાં અને કોતરોમાં છુપાઈ ને રહ્યા હતા એવું મનાય છે.
સંદર્ભ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |