ચીમનાબાઈ પ્રથમ

બરોડાના મહારાણી

મહારાણી ચીમનાબાઈ પ્રથમ (૧૮૬૪ – ૭ મે ૧૮૮૫) એ બ્રિટિશ ભારત દેશના બરોડા સ્ટેટ (હાલ ગુજરાતમાં)ના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના રાણી અને પ્રથમ પત્ની હતા. તેમના વહેલા અવસાન બાદ સયાજીરાવ દ્વારા અનેક સ્મારકો બનાવવામાં આવ્યા હતા.

ચીમનાબાઈ પ્રથમ
રાજકુમારી શ્રીમંત લક્ષ્મીબાઈ તરીકે પૂર્ણ લંબાઈનું ચિત્ર
બરોડા સ્ટેટના મહારાણી
શાસન૧૮૮૦–૧૮૮૫
અનુગામીચીમનાબાઈ દ્વિતીય
જન્મલક્ષ્મીબાઈ મોહિતે
૧૮૬૪
તાંજાવુર
મૃત્યુ૭ મે ૧૮૮૫
બરોડા
જીવનસાથી
વંશજ
  • બજુબાઈ (૧૮૮૧–૧૮૮૩)
  • પૂતળાબાઈ (૧૮૮૨–૧૮૮૫)
  • ફતેસિંહરાવ (૧૮૮૩–૧૯૦૮)
રાજવંશગાયકવાડ રાજવંશ
પિતાશ્રીમંત સરદાર હૈબત રાવસાહેબ ચવ્હાણ મોહિતે
માતાનાગમ્મા બાઈ સાહેબ મોહિતે
ધર્મહિંદુ

ચીમનાબાઈનો જન્મ શ્રીમંત સરદાર હૈબત રાવસાહિબ ચવ્હાણ મોહિતે અને નાગમ્મા બાઈ સાહિબ મોહિતેને ત્યાં ૧૮૬૪ માં મરાઠા પરિવારમાં થયો હતો. તેમનું જન્મ સમયનું નામ લક્ષ્મીબાઈ હતું. તેમના પિતા તાંજોરના અમીરરાવ હતા અને દાજી સાહેબ તરીકે જાણીતા હતા. તેમની માતા તાંજોરના શ્રી અબાજી રાવ ઘાટગે, સેરજીરાવની પુત્રી હતા. લક્ષ્મીબાઈને તેમની બે બહેનો સાથે રાજકુમારી વિજયા મોહના (૧૮૪૫-૧૮૮૫) દ્વારા દત્તક લેવામાં આવી હતી, જે તાંજોરના છેલ્લા મહારાજા શિવાજીની પુત્રી હતી. તેમના જીવન વિશે વધારે વિગતો નથી. તેમનું શિક્ષણ તાંજોરના કિલ્લામાં થયું હતું. તેમણે સદરઅટ્ટમ નૃત્યની તાલીમ લીધી હતી અને તેણે વીણા વગાડી શકતા હતા. દહેજ તરીકે, તેમની સાથે સાદિરઅટ્ટમ નૃત્ય મંડળીને બરોડા મોકલવામાં આવી હતી જેણે ત્યાં નૃત્ય સ્વરૂપ રજૂ કર્યું હતું.[]

૬ જાન્યુઆરી ૧૮૮૦ના રોજ જ્યારે તેમણે બરોડા રાજ્યના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા સાથે લગ્ન કર્યા ત્યારે તેમણે તેમનું નામ બદલીને ચીમનાબાઈ પ્રથમ રાખ્યું હતું.[][] તેમને બે પુત્રીઓ અને એક પુત્ર હતા. તેમની બંને પુત્રીઓ; બજુબાઈ (૧૮૮૧-૧૮૮૩) અને પુતળાબાઈ (૧૮૮૨-૧૮૮૫); નાની ઉંમરે અવસાન થયું હતું.[]

સયાજીરાવ અને ચીમનાબાઇ દ્વારા ગાયકવાડ પરિવારના હાલના શાહી નિવાસસ્થાનનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ મહેલનું નામ લક્ષ્મી વિલાસ મહેલ તેમના જન્મના નામ લક્ષ્મી પરથી રાખવામાં આવ્યું છે.[][]

ગર્ભાવસ્થા સંબંધિત જટિલતાઓને કારણે ૭ મે ૧૮૮૫ના રોજ તેમનું અવસાન થયું હતું.[] ફતેહસિંહ રાવ (ઉં.૧૮૮૩) ના જન્મ બાદ, ગર્ભાવસ્થા સંબંધિત જટિલતાઓને કારણે તેમનું અવસાન થયું હતું.[][] હિર્શફેલ્ડ જે.ના જણાવ્યા અનુસાર, તેમનું મૃત્યુ ક્ષય રોગને કારણે થયું હતું.[]

સ્મારકો

ફેરફાર કરો

"હું સ્વર્ગીય મહારાણીના ગુણો માટે તેમની પ્રશંસા કરું છું અને નમ્ર, સેવાભાવી, પ્રેમાળ સ્ત્રી, સમર્પિત માતા અને પ્રેમાળ પત્નીને યાદ કરવા માંગું છું."

સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા તેમની રાણીની યાદમાં 'મહારાણી ચીમનાબાઈ બજાર'નો શિલાન્યાસ કરતી વખતે શબ્દો.[]
 
વડોદરાના રાવપુરા વિસ્તારનો ચીમનાબાઇ ક્લોક ટાવર

સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ વડોદરાના રાવપુરા વિસ્તારમાં ઘંટાઘર (ક્લોક ટાવર) બનાવ્યું હતું અને તેમની યાદમાં તેનું નામ ચીમનાબાઈ ક્લોક ટાવર (૧૮૯૬) રાખ્યું હતું.[][][૧૦][૧૧]

સુર સાગર તળાવ પાસે એક શાકભાજી બજાર બનાવવામાં આવ્યું હતું અને તેનું નામ 'મહારાણી ચિમનાબાઈ માર્કેટ' રાખવામાં આવ્યું હતું, જેનો પાછળથી ટાઉન હોલ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ ઇમારતને મહારાણી ચિમનાબાઈ ન્યાય મંદિર તરીકે રૂપાંતરિત કરવામાં આવી હતી.[૧૨][][૧૩][૧૪] ન્યાય મંદિરના મુખ્ય ઓરડામાં રાણીની સફેદ આરસપહાણની પ્રતિમા મૂકવામાં આવી છે.[૧૫]

ચીમનાબાઈનું મૃત્યુ ગર્ભાવસ્થાને લગતી જટિલતાઓને કારણે થયું હોવાથી સયાજીરાવ દ્વારા ૧૮૮૫માં રાજ્યની અન્ય મહિલાઓની સુખાકારી અને સલામત પ્રસૂતિ માટે વડોદરામાં એક હોસ્પિટલ બનાવવામાં આવી હતી. આ હોસ્પિટલનું નામ ડફરિન હોસ્પિટલ રાખવામાં આવ્યું હતું, કારણ કે તેનું ઉદઘાટન બોમ્બે પ્રેસિડેન્સીના તત્કાલીન ગવર્નર લોર્ડ ડફેરિને કર્યું હતું. હાલ આ હોસ્પિટલ સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ તરીકે ઓળખાય છે.[૧૬]

સયાજીરાવ દ્વારા ખેરાલુ નજીક કાદરપુર ગામમાં એક તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું.[૧૭] ચિમનાબાઇ પ્રથમની યાદમાં અને ચીમનાબાઈ સરોવર નામ આપવામાં આવ્યું હતું. આ બાંધકામ ૧૮૯૮ માં શરૂ કરવામાં આવ્યું હતું અને ૧૯૦૫ માં પૂર્ણ થયું હતું. તેની પાણીની સંગ્રહ ક્ષમતા ૬૩૨ મિલિયન ક્યુબિક ફૂટ છે. [૧૮]

બરોડા મેડિકલ કોલેજમાં તબીબી શિક્ષણમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારી વિદ્યાર્થિનીઓને ચીમનાબાઈ પ્રથમના નામ પરથી ઈનામ આપીને સન્માનિત કરવામાં આવે છે.[]

વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગૅલેરીમાં ચિમનાબાઈ પ્રથમની સફેદ આરસપહાણની પ્રતિમા મૂકવામાં આવી છે.[]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Hirschfeld, Jeetendra (27 September 2011). "Life & Times of the Tanjore Princess: Vijaya Mohana (1845–1885)". Sathir Dance Art Trust, Amsterdam-Chennai. પૃષ્ઠ 1-2, 4. મૂળ સંગ્રહિત માંથી 20 July 2023 પર સંગ્રહિત. મેળવેલ 25 June 2023.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ "મહારાણી લક્ષ્મીબાઈના નામે ભવ્ય લક્ષ્મી વિલાસ પેલેસનું નિર્માણ". ગુજરાત સમાચાર. 14 February 2019. મૂળ સંગ્રહિત માંથી 22 June 2023 પર સંગ્રહિત. મેળવેલ 22 June 2023.
  3. "Maharaja Sayajirao Gaekwad 3". History of Vadodara. January 2005. મૂળ સંગ્રહિત માંથી 24 June 2023 પર સંગ્રહિત. મેળવેલ 24 June 2023.
  4. Maholay-Jaradi, Priya (2016). Fashioning a National Art: Baroda's Royal Collection and Art Institutions (1875–1924). Oxford University Press. પૃષ્ઠ 271. ISBN 9780199466849.
  5. Taleyarkhan, Dinshah Ardeshir (1886). Selections from My Recent Notes on the Indian Empire. Times of India Steam Press. પૃષ્ઠ 395 -397. મૂળ સંગ્રહિત માંથી 20 July 2023 પર સંગ્રહિત. મેળવેલ 3 February 2024.
  6. Sethi, Anirudh (4 October 2019). Royal Fakshily of Baroda: Gaekwad's. Notion Press. પૃષ્ઠ 140. ISBN 9781645879794. મૂળ સંગ્રહિત માંથી 20 July 2023 પર સંગ્રહિત. મેળવેલ 24 June 2023.
  7. ૭.૦ ૭.૧ "Nyay Mandir". History of Vadodara. 13 August 2009. મૂળ સંગ્રહિત માંથી 24 June 2023 પર સંગ્રહિત. મેળવેલ 24 June 2023.
  8. Gazetteer of the Baroda State: Volume II, p. 465.
  9. Rupera, Prashant (24 May 2017). "Raopura tower to start chiming again". The Times of India. મૂળ સંગ્રહિત માંથી 21 June 2023 પર સંગ્રહિત. મેળવેલ 21 June 2023.
  10. "Chimnabai Tower, Baroda – 1895". rarebooksocietyofindia. મૂળ સંગ્રહિત માંથી 21 June 2023 પર સંગ્રહિત. મેળવેલ 21 June 2023.
  11. "Clock Tower". History of Vadodara. 25 August 2009. મૂળ સંગ્રહિત માંથી 21 June 2023 પર સંગ્રહિત. મેળવેલ 21 June 2023.
  12. Gazetteer of the Baroda State: Volume II, p. 349.
  13. Souvenir. Reception Committee, All India Library Conference, the University of California. 1999. પૃષ્ઠ 16. મૂળ સંગ્રહિત માંથી 20 July 2023 પર સંગ્રહિત. મેળવેલ 3 February 2024.
  14. "District Court Vadodara, Gujarat ઇતિહાસ". vadodara.dcourts.gov.in. મૂળ સંગ્રહિત માંથી 25 June 2023 પર સંગ્રહિત. મેળવેલ 25 June 2023.
  15. Nishant, Dave (19 June 2023). "મહારાણી ચિમણાબાઇની મૂર્તિ માટે 17 વર્ષથી રાજવી પરિવારનો સંઘર્ષ". Divya Bhaskar. મૂળ સંગ્રહિત માંથી 23 June 2023 પર સંગ્રહિત. મેળવેલ 24 June 2023.
  16. "એસએસજી હોસ્પિટલમાં વિકાસના નામે હેરિટેજનો વિનાશ – ૧૦૦ વર્ષ જુની અને સયાજીરાવે બનાવેલી હેરિટેજ ઇમારતને તોડવા સામે ભારે વિરોધ" [Destruction of heritage in the name of development at SSG Hospital – Massive protest against demolition of 100-year-old heritage building built by Sayajirao]. Gujarat Samachar. 1 October 2018. મૂળ સંગ્રહિત માંથી 25 June 2023 પર સંગ્રહિત. મેળવેલ 25 June 2023.
  17. Gazetteer of the Baroda State: Volume II, p. 339.
  18. "ચીમનાબાઈ સરોવર બન્યું જળસમૃદ્ધ, ધરોઈની સપાટી ૬૨૧ ફૂટને વટાવી" [Chimnabai lake became water rich, the level of the lake exceeded 621 feet]. Sandesh. 30 August 2022. મૂળ સંગ્રહિત માંથી 25 June 2023 પર સંગ્રહિત. મેળવેલ 25 June 2023.

સ્ત્રોત

ફેરફાર કરો