જલાલુદીન સઆહુદિન અલવી જેઓ જલન માતરી તરીકે જાણીતા હતા, (૧ સપ્ટેમ્બર, ૧૯૩૪ - ૨૫ જાન્યુઆરી, ૨૦૧૮) ગુજરાતી ગઝલકાર હતા. ૨૦૦૭માં ગુજરાત સરકાર દ્વારા તેમને વલી ગુજરાતી ગઝલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

જલન માતરી
જન્મજલાલુદીન સઆહુદ્દીન અલવી
(1934-09-01)1 September 1934
માતર, ખેડા, ગુજરાત, ભારત
મૃત્યુ25 January 2018(2018-01-25) (ઉંમર 83)
ઉપનામજલન માતરી
વ્યવસાયગઝલકાર
રાષ્ટ્રીયતાભારતીય
નોંધપાત્ર પુરસ્કારોવલી ગુજરાતી ગઝલ એવોર્ડ (૨૦૦૭)

પ્રારંભિક જીવન ફેરફાર કરો

તેમનો જન્મ ૧ સપ્ટેમ્બર ૧૯૩૪ ના રોજ ખેડા જિલ્લાના માતર ગામે થયો હતો. તેમણે ૧૯૫૩માં મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યા પછી એસ.ટી.માં નોકરી કરી હતી. ૧૯૫૭થી ગુજરાત ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં ઓફીસ સુપ્રિન્ટેન્ડેટના હોદા પર કાર્ય કર્યુ અને ૧૯૯૨માં નિવૃત થયા હતા.[૧]

તેમનું અવસાન અમદાવાદના રાયખડ ખાતેના તેમના નિવાસ સ્થાને ૮૩ વર્ષની વયે ૨૫ જાન્યુઆરી, ૨૦૧૮ ના રોજ અવસાન થયું હતું.[૨]

સાહિત્ય ફેરફાર કરો

ગઝલ સંગ્રહો ફેરફાર કરો

  • જલન
  • શુકન
  • સુખવતર
  • તપિશ
  • સહી નથી

સંગ્રહો ફેરફાર કરો

  • ઉર્મિની ઓળખ (ભાગ ૧-૨)
  • ઉર્મિનુ શિલ્પ
  • ઉઘડી આંખ બપોરે રણમાં (જીવનકથા)

પુરસ્કારો ફેરફાર કરો

  • ઉઘડી આંખ બપોરે રણમાં આત્મકથાને સાહિત્ય અકાદમી દ્વારા પ્રથમ પારિતોષિક (૨૦૦૫)[૩]
  • વલી ગઝલ એવોર્ડ, ૨૦૦૭[૩]
  • વડોદરા સાહિત્ય સભા દ્વારા "શ્રેષ્ઠ ગઝલ સંગ્રહ એવોર્ડ"[૩]
  • નરસિંહ મહેતા એવોર્ડ (૨૦૧૬)[૪]

સંદર્ભ ફેરફાર કરો

  1. "ગઝલની દુનિયામાં ગુંજતી ગુંજ કાયમ માટે સુનીઃ મહાન શાયર જલન માતરીનું અવસાન". www.akilanews.com. મેળવેલ 2019-07-17.
  2. "ગુજરાતના મહાન શાયર જલન માતરીનું નિધન". GSTV (અંગ્રેજીમાં). 2018-01-26. મેળવેલ 2019-07-17.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ "કુંઢેલી: સુપ્રસિદ્ધ કવિશ્રી જલન માતરીને નરસિંહ મહેતા એવોર્ડ". divyabhaskar. 2016-09-08. મેળવેલ 2019-07-17.
  4. "નરસિંહ મહેતા એવોર્ડ કવિ જલન માતરીને થશે એનાયત". ૭ સપ્ટેમ્બર ૨૦૧૬. મેળવેલ ૨૮ ઓક્ટોબર ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]