જાન્યુઆરી ૧૦
તારીખ
૧૦ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૦મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૧૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૫૫ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૯૪૬ – સંયુક્ત રાષ્ટ્રસંઘની પ્રથમ સામાન્ય સભા મેથોડિસ્ટ સેન્ટ્રલ હોલ, વેસ્ટમિંસ્ટર ખાતે આયોજીત કરાઈ જેમાં ૫૧ દેશોએ ભાગ લીધો.
- ૧૯૬૬ – ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધનું નિવારણ કરતા શાંતિ કરાર તાશ્કંદ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
- ૧૯૭૨ – શેખ મુજીબુર રહેમાન પાકિસ્તાનમાં નવ મહિનાથી વધુ સમય જેલમાં વિતાવ્યા બાદ રાષ્ટ્રપતિ તરીકે નવા સ્વતંત્ર બાંગ્લાદેશ પરત ફર્યા.
જન્મ
ફેરફાર કરો- ૧૯૧૧ – બિનોદ બિહારી ચૌધરી, બાંગ્લાદેશી સામાજિક કાર્યકર અને સંસ્થાનવાદ વિરોધી ક્રાંતિકારી (અ. ૨૦૧૩)
- ૧૯૨૨ – કૃષ્ણપાલ સિંઘ, ભારતીય રાજકારણી (અ. ૧૯૯૯)
- ૧૯૪૦ – જોરાવરસિંહ જાદવ, લોકસાહિત્યકાર
- ૧૯૪૦ – કે. જે. યેસુદાસ, ભારતીય ગાયક અને સંગીત દિગ્દર્શક
- ૧૯૭૪ – હૃતિક રોશન, ભારતીય અભિનેતા
- ૧૯૮૪ – કલ્કી કોચલિન, ભારતીય અભિનેત્રી
અવસાન
ફેરફાર કરો- ૧૯૬૯ – સંપૂર્ણાનંદ, ભારતીય શિક્ષક અને રાજકારણી, રાજસ્થાનના દ્વિતીય રાજ્યપાલ (જ. ૧૮૯૧)
- ૧૯૮૬ – ઈન્દુલાલ ગાંધી, ગુજરાતી સાહિત્યકાર (જ. ૧૯૦૫)
- ૨૦૧૦ – પચા રામચંદ્ર રાવ, ભારતીય ધાતુશાસ્ત્રી, શિક્ષક અને વહીવટકર્તા (જ. ૧૯૪૨)
- ૨૦૧૪ – દાજીકાકા ગાડગિલ, ભારતીય ઝવેરી (જ. ૧૯૧૫)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કૉમન્સ પર January 10 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |