જીવિત પુત્રીકા

બાળકોની સુખાકારી માટે માતાઓ દ્વારા ઉજવાતું વ્રત

જીવિતપુત્રીકા (જેને જીતીઆ પણ કહેવામાં આવે છે ) એ ત્રણ દિવસ ચાલતો એક હિંદુ તહેવાર છે જે આસો મહિનામાં વદ-પક્ષની સાતમથી નોમ સુધી ઉજવવામાં આવે છે. તે મુખ્યત્વે બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ એ ભારતીય રાજ્યોના [] અને નેપાળના મૈથિલી, મગધિ અને ભોજપુરી ભાષી પ્રદેશોમાં ઉજવવામાં આવે છે. તેમાં માતાઓ તેમના બાળકોની સુખાકારી માટે ઉપવાસ (નિર્જળ) કરે છે. []

જીવિતપુત્રીકા
કોલકતામાં ગંગાનદીને કિનારે જીવીતપુત્રીકા ઉત્સવની ઉજવણી
ઉજવવામાં આવે છેહિંદુ
પ્રકારધાર્મિક
શરૂઆતઆસો વદ ૭
અંતઆસો વદ ૯
તારીખસપ્ટેમ્બર
આવૃત્તિવાર્ષિક

ધાર્મિક વિધિઓ

ફેરફાર કરો

આ ત્રણ દિવસ લાંબો તહેવાર છે. []

  • નહાઈ-ખાઇ : પ્રથમ દિવસ નહાઈ-ખાઇનો છે, જ્યાં માતા સ્નાન કર્યા પછી જ ખોરાક લે છે. આ ખોરાક ઘી અને ગુલાબી મીઠું વાપરી તૈયાર કરેલ શાકાહારી ખોરાક હોવો જોઈએ.
  • ખુર-જીતીઆ અથવા જીવીપુત્રિકા દિવસ: આ બીજો દિવસ છે અને માતાઓ પાણી પીધા વિના કડક ઉપવાસ કરે છે.
  • પરાણા: આ ત્રીજો દિવસ છે જ્યારે માતા ઉપવાસ પૂરો છે. આ માટે શાક ભાત, નોનીનું શાક અને મદુઆ રોટી જેવા વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર કરવામાં આવે છે

એક કથા અનુસાર, જીમુતવાહન ગાંધર્વોનો રાજા હતો. તેમણે પોતાનું રાજ્ય તેના ભાઈઓને આપી દીધું અને તેના પિતાની સેવા કરવા જંગલમાં ગયા. ત્યાં તેમણે એક વૃદ્ધ સ્ત્રીને શોક કરતી જોઈ. તેણીએ તેને કહ્યું કે તે નાગવંશકી (સાપનો પરિવાર)ની છે. શપથમાં બંધાયલી હોવાને કારણે લેવાને કારણે તેણે આવતા દિવસે તેના એકમાત્ર પુત્રને ગરુડને ખવડાવવો પડશે. જીમુતવાહને તેના એકમાત્ર દીકરાનું રક્ષણ કરવાનું વચન આપ્યું. બીજે દિવસે ખડકો પર સૂઇ ગયા અને પોતાને ગરુડને અર્પણ કર્યો. ગરુડે આવીને પોતાના પંજાથી જીમુતવાહન પર હુમલો કર્યો. જીમુતવાહન શાંત રહ્યા અને પછી ગરુડે હુમલો કરવાનું બંધ કરી દીધું. ગરુડે તેની ઓળખ વિશે પૂછપરછ કરી અને પછી જીમુતવાહનહે આખી વાત સંભળાવી. તેમની દયા અને પરોપકારીથી પ્રભાવિત થઈ ગરુડે વચન આપ્યું કે તે નાગવંશકીઓ તરફથી કોઈ બલિદાન નહીં લે. આ દંતકથાની યાદમાં માતાઓ તેમના બાળકોની સુખાકારી માટે વ્રત રાખે છે. []

  1. https://www.prabhatkhabar.com/religion/jivitputrika-vrat-2020-jitiya-puja-vidhi-nahay-khay-date-and-timing-shubh-muhurt-jeevaputrika-vow-will-start-from-today-with-hi-khay-know-what-is-important-to-keep-in-mind-during-the-fast-rdy-2
  2. "Jivitputrika Vrat 2016 (Jitiya 2016) Date & Hindu Panchang - Indian Astrology". July 18, 2016. મૂળ માંથી જાન્યુઆરી 25, 2017 પર સંગ્રહિત. મેળવેલ September 4, 2016.
  3. "Jivitputrika Vrat 2020 Date, Time & Significance". મેળવેલ 9 September 2020.
  4. "Significance of Jivitputrika Vrat". મૂળ માંથી 2020-09-30 પર સંગ્રહિત. મેળવેલ 2020-12-06.