જુલાઇ ૮
તારીખ
૮ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૮૯મો (લિપ વર્ષ દરમ્યાન ૧૯૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૭૬ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૪૯૭ – વાસ્કો ડી ગામા (Vasco da Gama), યુરોપથી ભારતની સફરે આવવા નીકળ્યો.
- ૧૮૮૯ – વૉલ સ્ટ્રીટ જર્નલ (Wall Street Journal)નો પ્રથમ અંક પ્રકાશિત કરવામાં આવ્યો.
- ૨૦૧૧ – સ્પેસ શટલ એટલાન્ટિસ યુએસ સ્પેસ શટલ પ્રોગ્રામના અંતિમ મિશનમાં લોન્ચ કરવામાં આવ્યું.
જન્મ
ફેરફાર કરો- ૧૬૫૬ – ગુરુ હરકિશન, શિખ ધર્મના આઠમા ગુરુ (અ. ૧૬૬૪)
- ૧૯૧૨ – બાબુ બનારસી દાસ, ભારતીય રાજકારણી અને ઉત્તર પ્રદેશના ૧૧મા મુખ્યમંત્રી (અ. ૧૯૮૫)
- ૧૯૧૪ – જ્યોતિ બસુ (Jyoti Basu), ભારતીય રાજકારણી તેમ જ પીઢ સામ્યવાદી નેતા, પ. બંગાળ રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન. (અ. ૨૦૧૦)
- ૧૯૩૩ – અબ્દુલ હમીદ, ભારતીય ભૂમિસેનાની ગ્રેનેડિયર રેજિમેન્ટની ૪થી બટાલિઅનના પરમવીર ચક્ર વિજેતા સૈનિક (અ. ૧૯૬૫)
- ૧૯૪૯ – વાય. એસ. રાજશેખર રેડ્ડી, ભારતીય રાજકારણી, આંધ્રપ્રદેશના ૧૪મા મુખ્યમંત્રી (અ. ૨૦૦૯)
- ૧૯૫૮ – નીતુ સિંહ (Neetu Singh), ભારતીય અભિનેત્રી
- ૧૯૭૨ – સૌરવ ગાંગુલી (Sourav Ganguly), ક્રિકેટર, ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન
અવસાન
ફેરફાર કરો- ૧૮૨૨ – પર્સી બૅશી શેલી, અંગ્રેજી રૉમેન્ટિક કવિ, નાટ્યકાર અને વિવેચક (જ. ૧૭૯૨)
- ૧૯૮૨ – સરલાબહેન, અંગ્રેજ ગાંધીવાદી સામાજિક કાર્યકર (જ. ૧૯૦૧)
- ૨૦૦૭ – ચંદ્ર શેખર, ભારતીય વકીલ અને રાજકારણી, ભારતના ૯મા વડા પ્રધાન (જ. ૧૯૨૭)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરો- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૦૬-૦૭-૧૩ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર July 8 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.