૩ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૫૪મો (લિપ વર્ષ દરમ્યાન ૧૫૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૧૧ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

ફેરફાર કરો
  • ૧૮૮૯ – યુનાઇટેડ સ્ટેટમાં પ્રથમ લાંબા અંતરની વિજવહન રેષા (electric power transmission line) નાખવાનું કાર્ય પુર્ણ થયું.આ વિજરેષાની લંબાઇ ૧૪ માઇલ હતી.
  • ૧૯૧૫ – રવિન્દ્રનાથ ટાગોરને બ્રિટિશ સરકારે નાઇટનો ઇલકાબ આપ્યો.
  • ૧૯૪૭ – માઉન્ટબેટન યોજના અંતર્ગત હિંદના ભાગલા અને ભારતની આઝાદીની તારીખની ઘોષણા કરવામાં આવી.
  • ૧૯૬૫ – નાસાના ક્રૂ દ્વારા પ્રથમ બહુદિવસીય અંતરિક્ષ મિશન જેમિની ૪નું લોકાર્પણ. એડ વ્હાઇટ સ્પેસવોક કરનાર બન્યા.
  • ૧૯૭૩ – સોવિયેત સુપરસોનિક વિમાન ટુપોલેવ ટીયુ-૧૪૪, ફ્રાન્સનાં 'ગૌસાઇનવિલે' (Goussainville) નજીક ટુટી પડ્યું, આ સુપરસોનિક યાત્રી વિમાનનો પ્રથમ અકસ્માત હતો.
  • ૧૯૮૪ – ઓપરેશન બ્લુ સ્ટાર: અમૃતસર નજીક શીખ ધર્મના પવિત્ર સ્થાન, સુવર્ણ મંદિર (હરમંદિર સાહેબ)માં ભારતીય સેનાએ પ્રવેશ કર્યો.
  • ૧૯૮૯ – ચીનની સરકાર સાત અઠવાડિયાના કબજા પછી વિરોધીઓને તિયાનાનમેન સ્ક્વેરની બહાર દબાણ કરવા સૈનિકો મોકલ્યા.
  • ૨૦૧૨ – એલિઝાબેથ દ્વિતીયની ડાયમંડ જ્યુબિલી માટેનો મહોત્સવ થેમ્સ નદી પર યોજાયો.
  • ૧૯૨૪ – ફ્રાન્ઝ કાફકા, આધુનિક યુરોપીય કથાસાહિત્યના અગ્રણી પ્રયોગશીલ સર્જક (જ. ૧૮૮૩)
  • ૧૯૫૬ – વામનરાવ જોશી, મરાઠી પત્રકાર, નાટ્યકાર અને સ્વતંત્રતા સેનાની. (જ. ૧૮૮૧)
  • ૧૯૭૬ – જિનવિજયજી, પ્રાકૃત અને સંસ્કૃતના પ્રકાંડ જૈન પંડિત અને જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સાધુ (જ. ૧૮૮૮)
  • ૧૯૯૪ – ત્રિભુવનભાઇ પટેલ, ખેડા ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયનના સ્થાપક. (જ. ૧૯૦૩)
  • ૨૦૧૪ – ગોપીનાથ મુંડે, ભારતીય રાજકારણી, મહારાષ્ટ્રના ત્રીજા નાયબ મુખ્યમંત્રી (જ. ૧૯૪૯)
  • ૨૦૧૬ – મુહમ્મદ અલી, અમેરિકન બોક્સર (જ. ૧૯૪૨)

તહેવારો અને ઉજવણીઓ

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો