ડિસેમ્બર ૪
તારીખ
૪ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૩૮મો (લિપ વર્ષ દરમ્યાન ૩૩૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૭ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૭૯૧ – દર રવિવારે પ્રકાશિત થતા વિશ્વના પ્રથમ સાપ્તાહિક અખબાર ધ ઓબ્ઝર્વરની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ.
- ૧૯૪૫ – ૬૫ વિરુદ્ધ ૭ મતોથી અમેરિકન સેનેટે સંયુક્ત રાષ્ટ્રમાં જોડાવાના પ્રસ્તાવને મંજૂરી આપી. (સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુએન)ની સ્થાપના ૨૪ ઓક્ટોબર, ૧૯૪૫ના રોજ કરવામાં આવી હતી.)
- ૧૯૭૧ – ૧૯૭૧નું ભારત–પાકિસ્તાન યુદ્ધ: ભારતીય નૌકાદળે પાકિસ્તાન નૌકાદળ અને કરાચી પર હુમલો કર્યો.
- ૧૯૭૧ – પાકિસ્તાન નૌકાદળની સબમરીન પીએનએસ ગાઝી ૧૯૭૧ના ભારત-પાકિસ્તાની નૌકાયુદ્ધ દરમિયાન ડૂબી ગઈ.
- ૧૯૮૨ – પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાએ તેના વર્તમાન બંધારણને અપનાવ્યું.
- ૨૦૦૫ – હોંગકોંગમાં હજારો લોકોએ લોકશાહી માટે વિરોધ પ્રદર્શન કરી સરકારને સાર્વત્રિક અને સમાન મતાધિકારની મંજૂરી આપવા અપીલ કરી.
જન્મ
ફેરફાર કરો- ૧૮૮૮ – આર.સી.મજુમદાર, ભારતીય ઇતિહાસકાર (અ. ૧૯૮૦)
- ૧૯૧૦ – આર. વેંકટરામન, ભારતીય વકીલ અને રાજકારણી, ભારતના ૬ઠ્ઠા રાષ્ટ્રપતિ (અ. ૨૦૦૯)
- ૧૯૩૬ – અનવર મહમદભાઈ આગેવાન, ગુજરાતી સાહિત્યકાર (અ. ૧૯૯૧)
- ૧૯૭૭ – અજીત અગરકર, ભારતીય ક્રિકેટર
અવસાન
ફેરફાર કરો- ૧૯૪૭ – બાપુલાલ નાયક, ભારતીય રંગમંચ અભિનેતા (જ. ૧૮૭૯)
- ૨૦૨૦ – જયંત મેઘાણી, ગુજરાતના સંપાદક, અનુવાદક અને પુસ્તક વિક્રેતા (જ. ૧૯૩૮)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરો- નૌકાદળ દિવસ (ભારત)
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૦૬-૧૧-૧૧ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર December 4 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.